.

કયાં કશે પણ એકલાં પ્હોંચાય છે?
નેવીગેશન ધારે ત્યાં લઇ જાય છે

.

હું લખું સરનામું મારું ને પછી
એ મને તારા ઘરે લઇ જાય છે

.

ફેસટાઇમ ફોન પણ જેના કરે

ફેસબુકે એ સખા વંચાય છે

.

કોઇની યે ના ગઝલ ચોરું મગર
ખ્યાલો જો ટકરાય તો ટકરાય છે

.

પોસ્ટમાં હું મોકલું છું છાપવા
ને ગઝલ જઇ પ્રેસમાં અટવાય છે!

.

જે તરફ ‘બેદાર’ ચીંધે આંગળી
આ પવન પણ તે તરફ ફંટાય છે