Posted by: bazmewafa | 11/26/2019

માણસ થવાતું હોય છે…દક્ષેશ કોંટ્રાકટર’ચાતક’

માણસ થવાતું હોય છે…દક્ષેશ કોંટ્રાકટર’ચાતક’

.

ડાળને છોડી જતાં બેહદ મૂંઝાતું હોય છે,

પાન, નક્કી પાનખરથી ભોળવાતું હોય છે.

.

આંગળી કોની અડે એના ઉપર આધાર છે,

સાવ નાજુક સ્પર્શથી દાઝી જવાતું હોય છે.

.

બાંકડાની હૂંફ, પડછાયો, બગીચાની હવા,

આપણાથી ક્યાં બધું ઘરમાં લવાતું હોય છે.

.

આપણે જન્મીને માતાની કૂખે, બાળક થયા,

કેટલા યત્નો પછી માણસ થવાતું હોય છે.

.

એ ખરું, આશા જ ‘ચાતક’ને જીવાડે રાતદિ,

પણ નિરાશામાંય જીવન તો જીવાતું હોય છે.


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ