નામ :નૂરમોહમ્મદ દેખૈયા
તખલ્લુસ : નાઝિર
જન્મ :13-2-1921
જન્મ સ્થળ:ભાવનગર,સૌરાષ્ટ્ર
અભ્યાસ:ગુજરાતી બે ધોરણ,સંગીતમાં કલેરીઓનેટ વાદનની તાલીમ
વ્યવસાય: બેંન્ડ(ઇન્ડિયન અભુ બેન્ડ) ભાવનગર
અવસાન :16માર્ચ1988
પ્રકાશનો:
1 ’તૃષાર ‘ ભાગ 1-2,
2 ‘નાઝિર’ની ગઝ્લો ભાગ1-2,
3 ’સુનાઁ સદન’
માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.
‘નાઝિર’ દેખૈયા
16માર્ચ1988 ભાવનગરના મધ્યબિઁદુમાઁથી એક જનાજો નીકળ્યો.ભાવનગરનુઁ એક અણમોલ રતન જન્નત નશીન થયુઁ હતુઁ.
’બેફામ’ તો ય કેટલુઁ થાકી જવુઁ પડ્યુઁ,
નહીઁ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
‘બેફામ’
ઘરથી કબર સુધી નાઝિર દેખૈયાને લઈ જવાન હતાત્યારેજ જનાજાને વારફરતી કાઁધ દેનારા મિત્રોના મનમાઁ શોકની ખરલમાઁ નાઝિરના શેર ઘુઁટાતા હતા,સ્મરણોના પુટ દેવાતા હતા.
ભાવનગરની વચ્ચોવચ્ચ આંબાચોક ,ત્યાઁ એક મેડીમાઁથી વહેલે સવારથી મોડી રાત સુધી બેંડની મધુર સૂરાવલીઓ હવામામ લહેરાયા કરે.અભુ બેંડ્ના માલિક બેબસ તબિયતે મુલાયમ.માતાપિતાની છ્ત્રછાયા નાની ઉમરે ગુમાવી બેઠેલા નાના ભાઈ નૂરમોહમ્મદને આંખના નૂરને જેમ સાચવે.ભાઈ_ભાભીના હેતમાઁ તરબોળ નૂરમોહમ્મદે શાળાનુઁ શિક્ષણ વહેલુઁ છોડી ભાઈના બેંડમાઁ કલેરિઓનેટ પર આંગળાઁ ફેરવવા માઁડયાઁ, અને ફેફસાઁની ફુઁકથી લોકોને મન ભાવન સૂર છેડવા માઁડયા. આ નૂરમોહમ્મદ દેખૈયા તેજ નાઝિર દેખૈયા.બેબસ ભાઈની મેડીમાઁ સંગીત જયારે આરામ ફરમાવે ત્યારે ગઝલ આળસ મરડે.બેબસ,ચમકાર,કિસ્મત, ખલીલ,રોશન,રફતાર,બેફામ,નિશાત ,આસીફ, વલી વિ.સૌ કવિતાનો કેફ કરતા.નૂરમોહમ્મદનાઁ સુષુપ્ત નૂરને પણ શૂર ચડયુઁ,ગઝલની સમજદારી વધી.એના કાયદા કાનુન કિસ્મત કુરેશીએ સમજાવ્યા અને પછી તો પ્રતિભા પાંગરી,.નાઝિર કિસ્મતને તેમના ગઝલગુરુ માનતા હતા.’નાઝિરની ગઝલો’ તેમને અર્પણ કરી હતી. નાઝિર તખલ્લુસ પણ કિસ્મત ભાઈએ આપેલુઁ.
ગુજરાતી અને ઉર્દુની ઉત્તમ શાયરીનુઁ અનુપાન અન્દરના બીજને અંકુરિત, પલ્લવિત,પુષ્પિત કરવા માઁડ્યુઁ.અને ગુજરાતી ગઝલના બાગમાઁ એક નાનો પણ મધમધતો છોડ બારમાસી સુગન્ધ દેવા માઁડ્યો.
એમની ગઝલોના મોઘમ ઈશારાઓ સમજનારા પાકયા છે.મનહર ઉધાસ એમના કંઠમાઁ નાઝિરની ગઝલોને રમાડે છે,તો મોરારી બાપુ તો ત્યાઁ સુધી લખેછે કે રામકથામાઁ તુલસીદાસ સિવાય કોઇની કવિતા એમણે ગાઈ હશે તો એ માન કદાચ નાઝિરનેજ મળ્યુઁ હશે..
‘ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે .
જમાનાનાઁ બધાઁ પુણ્યો જમાનાને મુબારક હો,
હુઁ પરખુઁ પાપને મારા એવા નયન દેજે.
નાઝિર અચ્છા ગઝલકાર ઉપરાઁત એક અચ્છા ગાયક પણ હતા.પોતાની ગઝલને તરન્નુમથી ગાતા ત્યારે વાતાવરણમાઁ કવિતા અને સંગીતની જુગલબન્દીની ખુશ્બૂ પથરાઈ જતી .જેવા સ્વભાવના સુકોમળ તેવાજ અવાજના સુકોમળ .શરીરમાઁ લોહી ઝઝુઁ નહોતુઁ પણ લોહીની મીઠાશ અપરઁપાર હતી.એમણે રુપિયાજ નહીઁ શબ્દો પણ બહુ ઓછા વાપર્યા છે.પણ એ શબ્દોમાઁ વાત લાખ રુપિયાની કહી છે.અને એ અનુભવ વાણી ગુજરાતી ભાષામાઁ કહેવતો તરીકે વપરાવાની છે.
’ખુશીથી કોઇને જ્યારે મરી જવાની ઈચ્છા થઇ
તો ત્યાઁથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઇ,
પણ નાઝિર ને જવાની ઈચ્છા નહોતી એટલે કાળ પાછો ફર્યો નહીઁ
નાઝિર કહે:
સમજી લો કેટલી આ દુર્ભાગી પળ હશે કે
જીવનનાઁ સ્વાસને પણ અળગા કરી ર્હ્યુ છુઁ.
એ રીતે ઉઠાવ્યા આજે કદમ મેઁ ‘ નાઝિર ‘!
ધરતીથી જાણે છૂટા છેડા કરી રહ્યો છુઁ હુઁ.
.****
’જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ
રખેને આ રૂડો અવસર ફરે મળે ન મળે.
*****
શિષ્ટ મુશાયરા ,રેડિઓ, સમારંભો,મહેફિલો તથાપ્રતિષ્ઠિત સામાયિકોમાઁ માન ભર્યુઁ સ્થાન મેળવનાર શિષ્ટ ગઝલોના સર્જક ‘ નાઝિર’ દિમાગની નહીઁ પરંતુ સર્વથા દિલની કવિતા લઈને આવનારા. આ અનેકોના માનીતા ગઝલકારની પ્રશસ્ય પ્રતિભાનો સંચય “તૃષારે” ગઝલ રસિકોની અતિ ચાહના મેળવી.
મસ્ત ગાયક શ્રી મનુભાઇ પટેલ ની વિશિષ્ટ રજૂઆત અને મોહક કંઠ મારફ્ત ‘નાઝિર’ની ગઝ્લો મહેફિલોમાઁ વહેતી થઇ .અને એને દ્વારકાથી કલકત્ત્ત સુધી વહાવી નાઝિર માટે એક શિષ્ટ સહ્રદય વર્ગ ઉભો થયો.
(“નાઝિરની ગઝલો” ના પરિચ્ય અને આમુખ માઁથી થોડુઁ ટુઁકાવીને.)
પરિચય: કિસ્મત કુરેશી
આમુખ:જયેન્દ્ર ત્રિવેદી
ચાલો બે એક ગઝલ પણ માણી લઈએઁ
1
નામ ચાલેછે.
તમારાથી વધુ અહિયાઁ તમારુઁ નામ ચાલે છે.
અને એ નામ થી મારુઁ બધુઁ એ કામ ચાલે છે.
અમે નમીએ છીએ તમને તો વઁદે છે જગત અમને
તમારુઁ આમ ચાલે છે, અમારુઁ આમ ચાલે છે .
મિલન કેરી લગન શી છે? નિહાળીલો નનામીને
કે મન દોડે છે મોઢા ગળ, ધીમે સીગરામ ચાલે છે.
ઘડે છે ઘાટ ઘડવાના પ્રયાસો પીઁડની પહેલાઁ
અહીઁ પ્રારંભની પહેલાઁ જૂઓ પરિણામ ચાલેછે.
લડી રહી છે નજર સાથે નજર, હો ખેર મનડાની,
છે જુનુઁ વેર ને જીવલેણ સંગ્રામ ચાલે છે.
તમારી વતમાઁ ‘નાઝિર’! જરૂર કઁઈ ભેદ લાગે છે
કે જે જે સાઁભળે છે બધા બેફામ ચાલે છે
‘નાઝિર ‘દેખૈયા (‘સુના સદન’માઁથી સાભાર)
2
કોણ માનશે !
પ્રાણે હણયા છે પ્રાણ ,ભલા કોણ માનશે !
વિશ્વાસે ડૂબ્યુઁ વહાણ ભલા કોણ માનશે !
હાથે કરીને હુઁ જ તણાઈ ડૂબી ગયો,
પાણીમાઁ નહોતુઁ તાણ ભલા કોણ માનશે !
એની હરેક વાતે મળે મોક્ષ જીવને
શબ્દો છે રામ બાણ, ભલા કોણ માનશે !
સાબિતી કેમ આપવી તારા સિતમ તણી
દિલ છે લોહીલુહાણ ભલા કોણ માનશે !
પાપી લઈ રહ્યા છે પ્રભુજીનાઁ પારખાઁ.
સોનુઁ ચઢ્યુઁ સરાણ ભલા કોણ માનશે !
નિશ દિન જલે છે આગ જુદાઈની દિલ મહીઁ,
મનડુઁ થયુઁ મસાણ , ભલા કોણ માનશે !
‘નાઝિર’ની સાથે સાથે રહ્યા એ જીવન પર્યઁત
’નાઝિર’ હતો અજાણ, ભલા કોણ માનશે !
_’નાઝિર ‘દેખૈયા (નાઝિરની ગઝલો, માઁથી સાભાર)
અરે, મહમ્મદભાઈ!
થોડી મહેનત કરીને તેમના જીવનની વધારે વીગતો મેળવી આપો તો બહુ મહેરબાની થશે. કુટુમ્બ, અભ્યાસ, વ્યવસાય, જીવનઝરમર, સન્માન વી. ….
By: સુરેશ જાની on 10/26/2007
at 4:50 એ એમ (AM)
[…] વિશેષ માહીતિ […]
By: નાઝિર દેખૈયા, Nazir Dekhaiya « ગુજરાતી સારસ્વત પરિચય on 11/12/2008
at 4:38 પી એમ(PM)
Very good initiative…
Keep it up.
Thanks,
Amol
By: amol on 12/17/2008
at 4:39 એ એમ (AM)
[…] https://bazmewafa.wordpress.com/2007/02/28/naazir-dekhaiya/ […]
By: ગુજરાતનો ઉર્દૂ દરબાર-2*નાઝિર દેખૈયા——મુહમ્મદઅલી વફા « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा on 04/24/2009
at 9:06 પી એમ(PM)
shurebhai,
aapana mails hanmesha gnan sabhar hoy chhe vanchi ne responce karavanu man thay pan aap jeva gyani ne shu kahu? em vichari aaj sudhi besi rahi. aap e samel karelu nazir ni ‘NAM CHALE CHHE’gazal hunvachi shaki evun ghanu chhe je aap ne lidhe j vanchi shakun chhu! aabhar .aapne gujarati ma j vat karavi joie te praytn karyo chhe
rashmi
By: rashmi on 06/23/2009
at 2:15 એ એમ (AM)
“નઝીર” ની ગઝલો વાન્ચિ ને મારુ દિમાગ “બેફામ” ચાલ્યુ છે…
By: Jayendra Ashara on 08/27/2009
at 7:25 એ એમ (AM)
I want all gazals in PDF please…
By: Dr jignesh goswami on 12/26/2016
at 5:35 એ એમ (AM)
May i know the reason for your order?There are thousand of posts and hundreds of Gazals ,nazams.My company can do service with reasonable charge .But it provide pdf format of my Gazals only.
By: bazmewafa on 01/03/2017
at 10:35 પી એમ(PM)