Posted by: bazmewafa | 01/29/2008

કંકોતરી _’આસિમ’ રાંદેરી

kankotri.jpg 

કંકોતરી_આસિમ રાંદેરી

(નઝમપ્રકાર:મુસદ્દસ)

મારી એ કલ્પના હતી વીસરી મને

કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.

ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને

લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને.

                               સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે

                                  કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ

જાણે ગુલાબી એના વદનના જવાબ સમ

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ

જાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ.

                             જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી

                                     શિરનામું મારૂં કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી

મારી ઉપર સભાને હસાવું નહીં કદી

દીધેલ કોલ યાદ અપાવું નહીં કદી

મુજ હાજરીથી એને લજાવું નહીં કદી

                                  દુઃખ છે હજાર તો ય હજી એ જ ટેક છે

                                  કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

કંકોતરીથી એટલું પુરવાર થાય છે

નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે

જયારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે

ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.

                            ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી

                            તકદીરનું લખાણ છે કંકોતરી નથી.

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો

ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો

સુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો

છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો

                        કોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ

                             મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ.

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરૂં

વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરૂં

સંયમમાં હું રહીશ બળાપા નહીં કરૂં

આવેશમાં એ ‘ફૂલ’ના કટકા નહીં કરૂં.

                           આ આખરી ઈજન છે હ્ય્દયની સલામ દઉં

                       ‘લીલા’ના પ્રેમપત્રોમાં એને મુકામ દઉં.

‘આસિમ’ હવે એ વાત ગઈ રંગ પણ ગયો

તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો

આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો

મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.

                           હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું

                         એ પારકી બની જશે હું એનો એ જ છું.

 

http://www.youtube.com/watch?v=RC6-jcsD-ek&feature=related

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=RC6-jcsD-ek

Advertisements

Responses

  1. HAI,

    AAP JO KOI HO, AGAR MERE SAMNE HOTE TO JARUR ME KUSHNASHIB HOTI,

    SACH ME AAPNE BHUT ACCHA LIKHA HE. DIL SE KHETI HU BHOT ACCHA LIKHA HE.

  2. […]   #  મારી એ કલ્પના હતી એ વીસરી મને કિન્તુ એ … […]

  3. Dear,
    આસીમ સાહેબ…. આ ક્ંકોતરી પર તો કોઈ કંઈ બોલી જ ના શકે. આ નઝમ મે ક્યાંક સાંભ્ળી હતી ત્યાર થી જોવા ની આશા હતી… જે આજે પૂરી થઇ… આભાર. અને take care…

  4. […]    મારી એ કલ્પના હતી એ વીસરી મને કિન્તુ એ … […]

  5. this is very very very nice gazal and my most favorite but b’coz of some problem i lost it from my p.c and mobile and i want it but i can’t found dis gazal…pls tell me sand me link for download this gazal…………pls pls pls
    From Bazm:
    The nazam posted is in Unicode.You can print or copy and paste for your record
    wafa

  6. mansuri ji aam ne aam tame gazal lakhta jao..
    evi mari subhechchha 6e tamne.
    tamari aa gazal mane bauj game chhe.
    realy like
    its to owwsume

    નોંધ: જનાબ આસિમ રાંદેરીએ સાહેબ 104 વર્ષની વયે રાંદેરમાં 5ફેબ્રુઆરી 2009ના ઇંતેકાલ (સ્વર્ગવાસ) કરી ચૂક્યા છે.આ મહાન શાયરે બે માતબર કવિતાના સંગ્રહો 1-લીલા 2-તાપીને તીરે ગરવી ગુજરાતી ભષાના ચરણે ધર્યા છે.
    છે.
    એમની વધુ માહિતી માટે નીચેનું URL કરવા વિનંતી છે.
    https://bazmewafa.wordpress.com/2009/02/06/demiseofasimranderi_wafa/

  7. નોંધ: જનાબ આસિમ રાંદેરીએ સાહેબ 104 વર્ષની વયે રાંદેરમાં 5ફેબ્રુઆરી 2009ના ઇંતેકાલ (સ્વર્ગવાસ) કરી ચૂક્યા છે.આ મહાન શાયરે બે માતબર કવિતાના સંગ્રહો 1-લીલા 2-તાપીને તીરે ગરવી ગુજરાતી ભષાના ચરણે ધર્યા છે.
    એમની વધુ માહિતી માટે નીચેનું URL કરવા વિનંતી છે.
    https://bazmewafa.wordpress.com/2009/02/06/demiseofasimranderi_wafa/

  8. […] […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: