Posted by: bazmewafa | 11/20/2019

તરસ્યા અધર છે……ગુલામઅબ્બાસ’નાશાદ’

તરસ્યા અધર છે……ગુલામઅબ્બાસ’નાશાદ’

.

દુઆ રઝળી ગઈ છે,દવા બેઅસર છે;

મને દોસ્ત, મારી દશાની ખબર છે.

.

સુરાલયમાં સાકી પીધા પછી પણ;

વરસતી છે આંખો,તરસ્યા અધર છે.

.

સડક પર રહી તાકુ અચરજથી જેને;

કહે છે મને સૌ ,આ તારું જ ઘર છે.

.

છે બંને તરફથી ઉપેક્ષા પરંતુ;

ખુદાથી વધારે આ દુનિયાનો ડર છે.

.

પડી છે ગતિ મારા શ્વાસોની ધીમી;

થકાવટ નથી પણ ઝુકેલી કમર છે.

.

એ કહેવાયું છે જિંદગી ચાર દી’ની;

-ને આ ચાર દી’ બહુ લાંબી સફર છે.

.

દુહાઈ ન ઈન્સાફ ની દો ઓ”નાશાદ”;

અહીં ન્યાય કેવળ અગર ને મગર છે.


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ