Posted by: bazmewafa | 10/02/2015

સંગતિ…મુહમ્મદઅલી વફા

સંગતિ…મુહમ્મદઅલી વફા

SagtiA 001SagatiB 001SangatiC1SangatiC2SangatiD 001 “સંગતિ’ગઝલ સંગ્રહની એક નકલ મને થોડા દિવસો પહેલાં મળી.એક પછી એક પાનાંઓ ફેરવી ‘ગઝલ તો હું લખું? ના મિત્રોની ગઝલ માણતો ગયો. સંતોષની લાગણી અનુભવી.સંગતિના સંપાદકો શ્રી મગન મકવાણા’મંગલપંથી અને શ્રી યોગેંદુ જોષીની મહેનત લેખે લાગી છે.
18 કવિઓની..108 રચનાઓના સંપુટને ચકાસવા,મઠાડવા અને છપાવી દરેક કવિ મિત્રોને એની નકલો મળી રહે એના માટે સંપાદક મિત્રોએ ખાસી જહેમત ઊથાવી છે.તે બદલ એમને હાર્દિક અભિનંદન.
શ્રી હિતેન આનંદપરાએ પોતાનો કિંમતી સમય ફાળવી .સંગતિની ગઝલ-ગતિ(પ્રસ્તાવના) લખી આપી.ને એમણે કવિઓને પ્રોત્સાહિત કર્યા છે.એમણે દરેક કવિનો એક શેર ટાંકી
ગઝલના શો કેઈસને શાનદાર બનાવ્યો છે.એમનો આભાર ના માનીએ તો નગુણા ગણાઈએ.
‘ફેસબૂક.પર ગઝલતો હું લખું પર મારું આગમન પ્રિય મિત્ર ચિરાગ ઝા’ઝાઝી’ને આભારી છે.શાયદ 2013માં એમની ખંતીલી મહેનત અને મદદથી ‘ગઝલ તો હું લખું’માં એક કલમી તરહી મુશાયરાનું આયોજન થયેલું.જેની વિગત મારા બ્લોગ ‘બઝમેવફા’(www.bazmewafa.wordpress.com)માં છે.એ પ્રયોગ ઘણોજ સફળ રહ્યો હતો.’સગતિ’કરવાની વાત આવી તો શ્રીમગનભાઈ અને મિત્રો સાથે સાજેદરીની તક ગુમાવી ન શક્યો.મારી યાદ યાદદાસ્ત મુજબ ‘સંગતિ’ નામનો એક કાવ્ય સંગ્રહ મારા બાટલી(ઇંગ્લૅંડ)ના જણીતા કવિ મિત્રો જ,અહમદભાઈ ગુલને શબ્બીર ભાઈ કાઝીએ આપ્યો છે.
જેમ શ્રી મગનભાઈ.શ્રી યોગેંદુભાઈના કઠન મુજબ આ કવિઓ એક બીજાને વ્યક્તિગત રીતે ઓળખતા ના હતા.એમનું ઓળખાણનું થાનક.ફેસબૂક..ગઝલતો હું લખું.સપનાબેનની મુલાકાત પણ 2014ના નવેંબરના ટોરંટોના મુશાયરામાં થઈ.
મિત્રો ઘણો ઘણો આભાર. લગે રહો દોસ્તો.
હમણાં જનાબ મુસાફિર પાલનપુરી સાહેબનો એક વીડિયો જ,શકીલ કાદરીસા.ની ફેસબૂક વૉલ પર જોયો.હું માનું છું ..બધાએ જોવો જોઈએ.એમની વ્યથા..કે
હ્રદય ઝૂમે ઊઠે એવી મુસાફિર છે મધુરપ ક્યાં
ગઝલમાં પણ હવે અખબાર જેવું લાગવા માંડયું.
જરા દિલને હચમચાવી ગઈ ગઝલની શેરિયત અને આંતર-બાહ્ય સ્વરૂપ જળવાયેલુ રહે એની કાળજી રાખવી રહી. પ્રતીકોના અટકચાળા.લાગણી વેડા અને પ્રયોગખોરીની અતિશ્યોકતિ ગઝલના આત્માને ડંખે છે.
અને છેલ્લે ગુજરાતી ગઝલના ધુંરંધરો..શયદા,બેફામ,મરીઝ,સૈફ,શૂન્ય,રતિલાલ અનિલ,મનોજ ખંડેરિયા,રમેશ પારેખ.આદિલ મનસૂરી,શેખાદમ આબુવાલા,ઘાયલ,મસ્ત હબીબ,અમીન આઝાદ,સીરતી,શેખચલ્લી,અને હઝલ સમ્રાટ આઈ.ડી.બેકાર સાથેનો નાતો ના તૂટે.એમના પુસ્તકો મળે તો વસાવી વાંચવા જોઈએ.ઘણું માર્ગ દર્શન મળી રહે છે.એક બે પુસ્તકો પિંગળ શાસ્ત્રના પણ વસાવી અભ્યાસ કરવો જરૂરી છે.

Advertisements

Responses

  1. Wow..મારે સંગતિ મેળવવા બે ત્રણ વખત જોષી સાહેબ સાથે વાત thai પણ અમે મુલાકાત નથી કરી શક્યા. જાણકારી માટે ખુબ આભાર

  2. સહિયારા પુરુષાર્થની સફળતા છે સાહેબ…’સંગતિ’ સૌને ભાવી એનો આનંદ…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: