કંગી શોધે છે આ ગંજો…….દીપક બારડોલીકર

(Courtesy:neerixak July1. 2017 )

ગમની ઢળતી શામ મળે છે…..મુહમ્મદઅલી વફા

.

દિલને ક્યાં આરામ મળે છે

અગ્નિ ઝળતા ગામ મળે છે

 .

મેં ખંખોળી સૌ મદિરા લય,

દર્દ ભરેલા જામ મળે છે

 .

વરસો થી શોધે છે શબરી,

સપના માં ક્યાં રામ મળે છે?

 .

મંઝિલ ક્યાં છે ખબર નથી કંઈ,

પીડાનાં સો ધામ મળે છે.

 .

તે આંગણ માં જઈ એ નાચે

મોંઘાં જ્યાં પણ દામ મળે છે.

 .

શોધું છું આનંદ વરસોથી

ગમની ઢળતી શામ  મળે છે.

‘આલીપોરથી OBE’:ઉચ્ચ ગુણવત્તાસભર આત્મકથા…..પ્રો.ડો.હસન લુણત ‘વિતાન’

પાણી બદલે પ્યાસ મળે છે……….મુસાફિર પલનપુરી

 

(સૌજન્ય:ગુજરત ટુડે  27 જુન2017)

 

ચિનગારી મુકું—મુહમ્મદાલી વફા

.

આજ દ્રેષો હું બધાય બાળી મુકુ

ચાલ હું પણ એક ચિનગારી મુકુ

.

ગૂંગળાઊં કાચના ઘરોમાં  રહી

ચાલ ચારો  તરફ એક બારી મુકુ

હૈયે કેવી લગની લાગી. – મુહમ્મદઅલી વફા

.

શોલાની આ આતશ બાજી.

 હૈયે કેવી લગની    લાગી.

 .

નજર નજર નો ખેલ થયો પણ

આંખોને  ગઈ  નીંદર   ત્યાગી.

.

કોણ   કરે ના   પ્રેમ ન    એને, 

 હોઠ   રસીલાં   નયન    શરાબી.

.

ત્રાસ દીધો  હસતા   હોઠો એ,

 દિલની થૈ ગઈ આજ   ખરાબી.

.

લે  ત્યજી  દઊં હું    મયખાનું,

 જામ   ઉઠાવી  લે   તું  સાકી.

.

સાકી તારી  બેરૂખી   પરતો  ,

 મે દીધું   મયખાનું    ત્યાગી. 

 .

પારખું થાશે આજ વફાનું

કોણ રહે છે સાબિત બાકી.

પાંદડાનાં દર્દની ઊડતી મઝારો હોય છે……..મુહમ્મદઅલી વફા

.

દૂર ક્યાં ખોવાયેલો એ તો બિચારો હોય છે.

આભથી ખરતો રહે એતો સિતારો હોય છે.

.

પાન આ રાતાં બધા  કેવાં   સુશોભિત થઈ ગયાં,

પાનખરના વેશમાં  બળતી બહારો  હોય છે.

 .

લાગણી વરસી જશે  લઈને સફેદી હિમ તણી

શીતના આવેશનો    ઠંડો તિખારો હોય છે.

 .

ઝાડ સહુ ઊભા ઉતારી બોજ વસ્ત્રોનો  જુઓ,

પાંદડાનાં  દર્દની ઊડતી  મઝારો   હોય છે.

જબાં રે’શે અમારી બંધ જખમ ને બોલવા દેજો__ મુહમ્મદઅલી વફા

.

કરીને બંધ હોઠોને કવન ને બોલવા દેજો,

ખુલાસાની જરૂરત શી નયન ને બોલવા દેજો.

 .

ભલા એની પ્રસિધ્ધી ની કદી ક્યાં છે જરૂરત પણ,

કળી ને બોલવા દેજો ચમન ને બોલવા દેજો.

 .

અને એતો જશે મહેકી મહક એની સખાવત છે,

અતર ને બોલવા દેજો સુમન ને બોલવા દેજો.

 .

બની આક્રોશ એ ઝરશે રગે રગથી અમારી એ,

જબાં રે’શે અમારી બંધ જખમ ને બોલવા તેજો.

.

ઉડોછો કેટલું ઊંચું નિરખશે આંખ ને દ્ગષ્ટિ,

તમે આકાશ ભેદીને ઉડન ને બોલવા દેજો.

.

‘વફા’ આ ખૂન રેડાયું પસીનો જ્યાં તમે માંગ્યો,

રહે ખામોશ જો શબ્દો વતન ને બોલવા દેજો.

અવરોધની ભીંતો ચણુ, એ વાતમાં શું માલ છે.?……..મુહમ્મદઅલી વફા

.

બે ચાર ફૂલો લઈ ફરું એ વાતમાં શું માલ છે?’

હું બાગબાં થી પણ ડરું એ વાતમાં શું માલ છે?’

 .

પાલવ ભરી આપી દૌં જે છે હ્રદય ના ખોબલે,

મિથ્યા બધા સ્મિત ધરું એ વાતમાં શું માલ છે?’

 .

તારા તગાફુલથી મને તું રોકવા કોશિશ ન કર,

મારા કદમ પાછા ભરુ એ વાતમાં શું માલ છે?’

 .

રણ ને નિચોડવાની ક્યાં જીદ લઈ બેઠાં તમે

હું ઝાંઝવાઓ ને ચરુ એ વાતમાં શું માલ છે?’

 .

રુકશે નહીં આ કાફલો મન્ઝિલ પર પહોંચ્યા વગર,

વિધ્નો જોઈ પાછો ફરું એ વાતમાં શું માલ છે?’

.

મૂકી દીધાં કદમો અમે જોને’ વફા’ સંઘર્ષ મહી

અવરોધની ભીંતો ચણુ એ વાતમાં શું માલ છે?’

2

Prime time Ravish 5jun17 ; सरकार द्वारा NDTV को डराने की कोशिश ?? | NDTV CBI Raid

ऊर्दु मुशायेरा– 25 th May 2017 Toronto,Canada Urdu Mushayera اردو مشایرا

c

 

Poets of Urdu Musahyera 25 May17

મહોબ્બત ના દરબારે કરોના સવાલ…….મુહમ્મદઅલી વફા

.

કઈ રીતના એ પામતે રૂપનો કમાલ

આંખો બની ગઈ છે જુઓ દિલનો વિસાલ.

 .

એમાં જવાબોની કોઈ ગુંજાયેશ નથી

મહોબ્બત ના દરબારે કરોના સવાલ.

 .

પાનખરમાં પણ આ હ્રદય મસ્તીમાં છે,

ઊડી રહ્યાં છે યાદોના અબીલ ગુલાલ. .

.

રસ્તો અમે તો રાતમાં શોધી લીધો,

શ્રદ્ધાની જલતી રહી હૈયે મશાલ.

 .

સૌંદર્યની મહેકતી કળીઓ અસીમ

કેવો હશે સાચે ખુદા તારો જમાલ.

 .

દામન ‘વફા, કંઈ આપણોજ તંગ હતો

ફૂલો તણી ઝોળી હતી કંઈ બે મિસાલ.

છંદ અને કાફિયા રદીફની પરંરાગત વિભાવનાથી સાવ અલગ ગઝલ. જેનો છંદ અરૂઝના પુસ્તકોમાં શોધજો. રદીફ ગઝલમાં સાવ છેલ્લે આવે પણ અહીં બે પ્રકારના કાફિયા વચ્ચે લીધી છે. આ ગઝલ મેં આ પ્રકારની સભાનતા સાથે લખવાનો પ્રયાસ કર્યો ન હતો પણ એક શે’ર લખાઈ ગયા પછી સમજાયું કે આ તો અનાયાસ કઈક અલગ પ્રકારની રચના થઈ રહી છે……@……શકીલ કાદરી

ઝેર સત્ય છે, સત્ય ઝેર છે, ગળી શકે તો ગળ……. શકીલ કાદરી

 

.

દૂર જાય છે કેમ ગામથી, વળી શકે તો વળ.

રોજ ખેતરો યાદ આવશે, કળી શકે તો કળ.

.

બીજ હોય તો જાય ધૂળમાં અને ફળે છે ત્યાં

એમ ભીતરે વૃક્ષ જેમ તું, ફળી શકે તો ફળ.

.

ઈશ-ભક્તના ભેદભાવ આ, મને ગમે છે ક્યાં?

નામરૂપ છે, સર્વનામમાં ભળી શકે તો ભળ.

.

રાત થાય તો રોજ દીપકો મને કહે દરરોજ

પ્રેમ આગમાં ભસ્મ થાય છે, બળી શકે તો બળ

.

કામ ક્રોધ ને મોહ ત્યાગ કર ફકીર જેવો થા

શૂનકારમાં એમ કોઇથી મળી શકે તો મળ.

.

પ્રેમઅંશ જો હોય ભીતરે, જરે તને પણ એ

ઝેર સત્ય છે, સત્ય ઝેર છે, ગળી શકે તો ગળ.

.

રોજ રોજ આ દંભ ક્યાં સુધી ‘શકીલ’ એવું કર

અંધકારમાં તેજરૂપ થઇ, મળી શકે તો મળ.

.

(Courtesy:Facebook)

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ

%d bloggers like this: