ખરેખર હસું છું……શયદા

છુંહસું

વારતા આવી…..ગની દહીંવાલા

વારતા આવી

એમાં અમારી જીત છે……મરીઝ

પ્રીતમાં નિષ્ફળ જતાં ચારે તરફથી પ્રીત છે,
હારી ગયા તો શું થયું એમા અમારી જીત છે.

તાલ જો એને કોઈ આપે તો હું ગાયા કરું,
મારા હોઠોમાં છૂપેલાં જે મધુરાં ગીત છે.

કોઈ પાગલ થાય, કોઈ લીન હો વહેવારમાં,
પ્રેમ એકજ-કિંતુ એની જુદી જુદી રીત છે.

છે મને અફસોસ કે વર્ષો પછી સમજી શક્યો,
જેમાં તારું હિત છે એમાંજ મારું હિત છે.

હો ભલે નિંદા છતાં આવા મધુરા કંઠથી,
જે તમે કરતા રહ્યા છો એ તો સુંદર ગીત છે.

સૌ નિકટ જન શ્વાસલઈ રહ્યા છે ઓ”મરીઝ”,
હો ભલે ચિતા સળગતી પણ હવાતો શીત છે.

ભીતરેથી સાદ કર……અઝીઝ ટંકારવી

SaadkarA,t(સૌજન્ય:ગુજરત ટુડે.13 સપટે.2014)

<

પડદામાં…..હર્ષદ ચંદારાણા

રાખવાથી ગુલાબ પડદામાં
ખૂશ્બૂ રહેશે જનાબ!પડદામાં

છે ખુશીની બધી ક્ષણો જાહેર,
આંસુનો છે હિસાબ પડદામાં

એક પડદાને ખોલવા માટે,
પેસવું બેહિસાબ પડદામાં

રાત પડવાનું એજા છે કારણ,
શું હતો આફતાબ પડદામાં

સર્વ શબ્દો નકામાં છંડે છે,
વાંચે છે તું કિતાબપડદામાં

(હાથની હોડી,પૃ..29)

સૌજ્ન્ય:શબ્દસૃષ્ટિ:ઑગષ્ટ.2014પૃ.99

QayamatAQayamatB

સિંગારદાન ……શમોએલ અહમદ

દંગે મેં રંડિયાં ભી લૂટી ગઈં થીં
બૃજમોહન કો નસીમ જાન કા સિંગારદાન હાથ લગા થા૤ સિંગારદાન કા ફ્રેમ હાથીદાંત કા થા જિસમેં આદમકદ આઈના જડા હુઆ થા ઔર બ્રજમોહન કી લડક઼િયાં બારી – બારી સે શીશે મેં અપના અક્સ દેખા કરતી થીં૤ ફ્રેમ મેં જગહ જગહ તેલ, નાખૂન પૉલિશ ઔર લિપસ્ટિક કે ધબ્બે થે જિસસે ઉસકા રંગ મટમૈલા હો ગયા થા ઔર બ્રજમોહન હૈરાન થા કિ ઇન દિનોં ઉસકી બેટિયોં કે લચ્છન યે લચ્છન પહલે નહીં થે૤ પહલે ભી વે બાલકની મેં ખડી રહતી થીં લેકિન અન્દાજ યહ નહીં હોતા થા અબ તો છોટી ભી ઉસી તરહ પાઉડર થોપતી થી ઔર હોંઠોં પર ગાઢી લિપસ્ટિક જમા કર બાલકની મેં ઠઠા કરતી થી૤
આજ ભી તીનોં કી તીનોં બાલકની મેં ખડી આપસ મેં ઉસી તરહ ચુહલેં કર રહી થીં ઔર બૃજમોહન ચુપચાપ સડક઼ પર ખડા ઉનકે હાવ ભાવ દેખ રહા થા૤
યકાયક બડી ને એક ભરપૂર અંગડાઈ લી ઉસકે જોબન કા ઉભાર નુમાયાં હો ગયા૤ મંઝલી ને ઝાંક કર નીચે દેખા ઔર હાથ પીછે કરકે પીઠ ખુજાઈ૤ પાન કી દુકાન કે નિકટ ખડે એક યુવક ને મુસકુરા કર બાલકની કી તરફ દેખા તો છોટી ને મંઝલી કો કોહની સે ઠોકા દિયા ઔર ફિર તીનોં કી તીનોં હંસને લગીં ઔર બ્રજમોહન કા દિલ એક અનજાને ડર સે કાંપને લગા૤ આખિર વહી હુઆ જિસ બાત કા ડર થા યહ ડર બ્રજમોહન કે દિલ મેં ઉસી દિન ઘર કર ગયા થા જિસ દિન ઉસને નસીમ જાન કા સિંગારદાન લૂટા થા૤ જબ બલવાઈ રંડીપાડે મેં ઘુસે થે તો કોહરામ મચ ગયા થા૤ બૃજમોહન ઔર ઉસકે સાથી દનદનાતે હુએ નસીમજાન કે કોઠે પર ચઢ ગ઼યે થ૤ નસીમજાન ખૂબ ચીખી – ચિલ્લાઈ થી૤ બૃજમોહન જબ સિંગારદાન લેકર ઉતરને લગા થા ઉસકે પાંવ સે લિપટ કર ગિડગ઼િડાને લગી થી – ભૈયા, યહ પુશ્તૈની સિંગારદાન હૈ ઇસકો છોડ દો ભૈયા૤
લેકિન બૃજમોહન ને અપને પાંવ કો જોર કા ઝટકા દિયા થા૤ ચલ હટ રંડી ઔર વહ ચારોં ખાને ચિત્ત ગિરી થી૤ ઉસકી સાડી ક઼મર તક ઉઠ ગઈ થી૤ લેકિન ફિર ઉસને તુરન્ત હી ખુદ કો સંભાલા ઔર એક બાર ફિર બૃજમોહન સે લિપટ ગઈ થી – ભૈયા યહ મેરી નાની કી નિશાનૈ હૈ ભૈયા ઇસ બાર બૃજમોહન ને ઉસકી કમર પર જોર કી લાત મારી૤ નસીમજાન જમીન પર દોહરી હો ગઈ૤ ઉસકે બ્લાઉજ ક઼ે બટન ખુલ ગયે ઔર ૤ બૃજમોહન ને છુરા ચમકાયા – કાટ લૂંગા નસીમજાન સહમ ગઈ ઔર દોનોં હાથોં સે છાતિયોં કો ઢંકતી હુઈ કોને મેં દુબક ગઈ૤બૃજમોહન સિંગારદાન લિયે નીચે ઉતર ગયા૤
બૃજમોહન જબ સીઢિયાં ઉતર રહા થા યહ સોચ કર ઉસકો લિજ્જત મિલી કિ સિંગારદાન લૂટ કર ઉસને નસીમજાન કો ગોયા ઉસકી પુશ્તૈની સમ્પદા સે મહરૂમ કર દિયા હૈ૤ યકીનન યહ મૂરૂસી સિંગારદાન થા જિસમેં ઉસકી પરનાની અપના અક્સ દેખતી હોગી, ફિર નાની ઔર ઉસકી માં ભી ઇસી સિંગારદાન કે સામને બન – ઠન કર ગ્રાહકોં સે આંખેં લડાતી હોગી૤ બૃજમોહન યહ સોચ કર ખુશ હોને લગા કિ ભલે હી નસીમજાન ઇસસે અચ્છા સિંગારદાન ખરીદ લે લેકિન યહ પુશ્તૈની ચીજ તો અબ ઉસકો મિલને સે રહી૤ તબ એક પલ કે લિયે બૃજમોહન કો લગા કિ આહાજની ઔર લૂટમાર મેં લિપ્ત દૂસરે દંગાઈ ભી ભાવના કી ઇસી તરંગ સે ગુજર રહે હોંગે કિ એક સમુદાય કો ઉસકી વિવશતા સે જાન – માલ સે મરહૂમ દેં૤ ઠીક વૈસે હી જૈસે ષડયન્ત્ર મેં વહ પેશ હૈ૤
બૃજમોહન જબ ઘર પહુંચા તો ઉસકી પત્ની કો સિંગારદાન ભા ગયા૤ શીશા ઉસકો ધુંધલા માલૂમ હુઆ તો વહ ભીગે કપડે સે પૌંછને લગી૤ શીશે મેં જગહ – જગહ તેલ કે ગર્દ આલૂદ ધબ્બે થે૤ સાફ હોને પર શીશા ઝલઝલ કર ઉઠા ઔર બૃજમોહન કી પત્ની ખુશ હો ગયી૤ ઉસને ઘૂમ ઘૂમ કર અપને કો આઈને મેં દેખા૤ ફિર લડક઼િયાં ભી બારી – બારી સે અપના અક્સ દેખને લગીં૤
બૃજમોહન ને ભી સિંગારદાન મેં ઝાંકા તો ઉસે અપના અક્સ મુકમ્મલ ઔર આકર્ષક લગા૤ ઉસકો લગા સિંગારદાન મેં વાકઈ એક ખાસ બાત હૈ૤ ઉસકે જી મેં આયા કિ કુછ ઔર દેર અપને આપકો દેખે લેકિન યકાયક નસીમજાન બિલખતી નજર આઈ – ભૈયા સિંગારદાન છોડ દો ચલ હટ રંડી બૃજમોહન ને સિર કો ગુસ્સે મેં દો તીન ઝટકે દિયે ઔર સામને સે હટ ગયા૤
બૃજમોહન ને સિંગારદાન અપને બેડરૂમ મેં રખા૤ અબ કોઈ પુરાને સિંગારદાન કો પૂછતા નહીં થા૤ નયા સિંગારદાન જૈસે સબ કા મહબૂબ બન ગયા થા૤ ઘર કા હર વ્યક્તિ ખામખાં ભી આઈને કે સામને ખડા રહતા૤ બૃજમોહન અકસર સોચતા કિ રંડી કે સિંગારદાન મેં આખિર ક્યા ભેદ છિપા હૈ કિ દેખને વાલા આઈને સે ચિપક – સા જાતા હૈ? લડક઼િયાં જલ્દી હટને કા નામ નહીં લેતી હૈં ઔર પત્ની ભી રહ રહ કર ખુદ કો હર કોણ સે ઘૂરતી રહતી હૈ યહાં તક કિ ખુદ વહ ભી લેકિન ઉસકે લિયે દેર તક આઈને કા સામના કરના મુશ્કિલ હોતા તુરન્ત હી નસીમજાન રોને લગતી થી ઔર બૃજમોહન કે દિલો – દિમાગ પર ધુઆં સા છાને લગતા થા૤
બૃજમોહન ને મહસૂસ કિયા કિ ધીરે – ધીરે ઘર મેં સબકે રંગ – ઢંગ બદલને લગે હૈં૤ પત્ની અબ કૂલ્હે મટકા કર ચલતી થી ઔર દાંતોં મેં મિસ્સી ભી લગાતી થી૤ લડક઼િયાં પાંવ મેં પાયલ ભી બાંધને લગી થીં ઔર નિત નએ ઢંગ સે બનાવ – સિંગાર મેં લગી રહતીં૤ ટીકા, લિપસ્ટિક ઔર કાજલ કે સાથ વહ ગાલોં પર તિલ ભી બનાતીં૤ ઘર મેં એક પાનદાન ભી થા ગયા થા ઔર હર શામ ફૂલ ઔર ગજરે ભી આને લગે થે૤ બૃજમોહન કી પત્ની શામ સે હી પાનદાન ખોલકર બૈઠ જાતી૤ છાલિયાં કુતરતી ઔર સબકે સંગ ઠિઠોલિયાં કરતી ઔર બૃજમોહન તમાશાઈ બના સબ કુછ દેખતા રહતા૤ ઉસકો હૈરત થી કિ ઉસકી જુબાન ક્યોં બન્દ હો ગઈ હૈ વહ કુછ બોલતા ક્યોં નહીં ? ઉન્હેં ફટકારતા ક્યોં નહીં?
એક દિન બૃજમોહન અપને કમરે મેં મૌજૂદ થા કિ બડી સિંગારદાન કે સામને આકર ખડી હો ગઈ૤ કુછ દેર ઉસને અપને આપકો દાએં – બાએં દેખા ઔર ચોલી કે બન્દ ઢીલે કરને લગી૤ ફિર બાયાં બાજૂ ઊપર ઉઠાયા ઔર દૂસરે હાથ કી ઉંગલિયોં સે બગલોં કો છૂકર દેખા ફિર સિંગારદાન કી દરાજ સે લોશન નિકાલ કર મલને લગી૤ બૃજમોહન માનો સકતે મેં થા૤ વહ ચુપચાપ બેટી કી કરતૂત દેખ રહા થા૤ ઇતને મેં મંઝલી ભી આ ગઈ ઔર ઉસકે પીછે – પીછે છોટી ભી૤ દીદી! લોશન મુઝે ભી દો ક્યા કરેગી? બડી ઌતરાઈ૤ દીદી! યહ બાથરૂમ મેં લગાએગી૤ ચલ હટ! મંઝલી ને છોટી કે ગાલોં મેં ચુટકી લી ઔર તીનોં કી તીનોં હંસને લગીં૤
બૃજ મોહાન કા દિલ આશંકા સે ધડક઼ને લગા૤ ઇન લડક઼િયોં કે તો સિંગાર હી બદલને લગે હૈં૤ ઇનકો કમરે મેં અપને બાપ કી ઉપસ્થિતિ કા ભી ધ્યાન નહીં હૈ૤ તબ બૃજમોહન અપની જગહ સે હટકર ઇસ તરહ ખડા હો ગયા કિ ઉસકા અક્સ સિંગારદાન મેં દિખન લગો૤ લેકિન લડક઼િયોં કે રવૈય્યે મેં કોઈ ફર્ક નહીં આયા૤ બડી ઉસી તરહ લોશન મલને મેં વ્યસ્ત રહી ઔર દોનોં અગલ બગલ ખડી મટકતી રહીં૤
બૃજમોહન કો લગા અબ ઘર મેં ઉસકા વજૂદ નહીં હૈ૤ તબ અચાનક નસીમજાન શીશે મેં મુસ્કુરાઈ૤ ઘર મેં અબ મેરા વજૂદ હૈ૤ ઔર બૃજમોહન હૈરાન રહ ગયા૤ ઉસકો લગા વાકઇ નસીમજાન શીશે મેં બન્દ હોકર ચલી આઈ હૈ ઔર એક દિન નિકલેગી ઔર ઘર કે ચપ્પે – ચપ્પે પર ફૈલ જાયેગી૤
બૃજમોહન ને કમરે સે નિકલના ચાહા લેકિન ઉસકે પાંવ માનો જમીન મેં ગડ ગ઼યે થે૤ વહ અપની જગહ સે હિલ નહીં સકા વહ ખામોશ સિંગારદાન કો તાકતા રહા ઔર લડક઼િયાં હંસતી રહીં૤ સહસા બૃજમોહન કો મહસૂસ હુઆ ેક ઇસ તરહ ઠટ્ઠા કરતી લડક઼િયોં કે દરમ્યાન કમરે ઇસ વક્ત ઇનકા બાપ નહીં એક બૃજમોહન કો અબ સિંગારદાન સે ખૌફ માલૂમ હોને લગા ઔર નસીમજાન અબ શીશે મેં હંસને લગી૤ બડી ચૂડિયાં ખનકાતી તો વહ હંસતી૤ છોટી પાયલ બજાતી તો વહ હંસતી બૃજમોહન કો અબ આજ ભી જબ વે બાલકની મેં ખડી હંસ રહી થીં તો વહ તામાશાઈ બના સબ કુછ દેખ રહા થા ઔર ઉસકા દિલ કિસી અનજાને ડર સે ધડક઼ રહા થા૤
બૃજમોહન ને મહસૂસ કિયા કિ રાહગીર ભી રુક – રુક કર બાલકની કી તરફ દેખને લગે હૈં૤ યકાયક પાન કી દુકાન કે નિકટ ખડે એક નવયુવક ને ઇશારા કિયા૤ જવાબ મેં લડક઼િયોં ને ભી ઇશારે કિયે તો યુવક મુસ્કુરાને લગા૤
બૃજમોહન કે મન મેં આયા કિ યુવક કા નામ પૂછે૤ વહ દુકાન કી ઓર બઢા, લેકિન નજદીક પહુંચ કર ચુપ હો ગયા૤ સહસા ઉસે મહસૂસ હુઆ કિ યુવક મેં વહ ઉસી તરહ દિલચસ્પી લે રહા હૈ જિસ તરહ લડક઼િયાં લે રહી હૈં૤ તબ યહ સોચ કર હૈરત હુઈ કિ વહ ઉસકા નામ ક્યોં પૂછના ચાહ રહા હૈ? આખિર ઉસકે ઇરાદે ક્યા હૈં? ક્યા વહ ઉસકો અપની લડક઼િયોં કે બીચ લે જાયેગા? બૃજમોહન કે હોંઠોં પર પલ ભર કે લિયે એક રહસ્યમયી મુસ્કાન રૈંગ ગયી૤ ઉસને પાન કા બીડા કલ્લે મેં દબાયા ઔર જેબ સે કંઘી નિકાલ કર દુકાન કે શીશે મેં બાલ સોંટને લગા૤ ઇસ તરહ બાલોં મેં કંઘી કરતે હુએ ઉસકો એક તરહ કી રાહત કા અહસાસ હુઆ૤ ઉસને એક બાર કનખિયોં સે યુવક કો દેખા૤ વહ એક રિક્શા વાલે સે આહિસ્તા – આહિસ્તા બાતેં કર રહા થા ઔર બીચ – બીચ મેં બાલકની કી તરફ ભી દેખ રહા થા૤ જેબ મેં કંઘી રખતે હુએ બૃજમોહન ને મહસૂસ કિયા કિ વાકઈ ઉસકી યુવક મેં કિસી હદ તક દિલચસ્પી જરૂર હૈ યાની ખુદ ઉસકે સંસ્કાર ભી ઉંહ સંસ્કાર – વંસ્કાર સે ક્યા હોતા હૈ? યહ ઉસકા કૈસા સંસ્કાર થા કિ ઉસને એક રંડી કો લૂટા એક રંડી કોકિસ તરહ રોતી થી ભૈયા ભૈયા મેરે ઔર ફિર બૃજમોહન કે કાનોં મેં નસીમજાન કે રોને – બિલખને કી આવાજેં ગ઼ૂંજને લગીં બૃજમોહન ને ગુસ્સે મેં દો તીન ઝટકે સિર કો દિયે૤ એક નજર બાલકની કી તરફ દેખા, પાન કે પૈસે અદા કિયે ઔર સડક઼ પાર કર ઘર મેં દાખિલ હુઆ૤
અપને કમરે મેં આકર વહ સિંગારદાન કે સામને ખડા હો ગયા૤ ઉસકો અપના રંગ રૂપ બદલા હુઆ નજ઼ર આયા૤ ચેહરે પર જગહ – જગહ ઝાંઇયાં પડ ગ઼ઈં થીં ઔર આંખોં મેં કાસની રંગ ઘુલા હુઆ થા૤ એક બાર ઉસને ધોતી કી ગાંઠ ખોલ કર બાંધી ઔર ચેહરે કી ઝાંઇયાેં પર હાથ ફેરને લગા૤ ઉસકે જી મેં આયા કિ આંખોં મેં સુરમા લગાયે ઔર ગલે મેં લાલ રૂમાલ બાંધ લે કુછ દેર તક વહ અપને આપકો ઇસી તરહ ઘૂરતા રહા૤ ફિર ઉસકી પત્ની ભી આ ગઈ૤ સિંગારદાન કે સામને વહ ખડી હુઈ તો ઉસકા આંચલ ઢલક ગયા૤ વહ બડી અદા સે મુસ્કુરાઈ ઔર આંખોં કે ઇશારે સે ઉસને બૃજમોહન કો ચોલી કે બન્દ લગાને કે લિએ કહા૤
બૃજમોહન ને એક બાર શીશે કી તરફ દેખા૤ અંગિયા મેં ફંસી હુઈ છાતિયોં કા બિમ્બ ઉસે સુહાવના લગા૤ બન્દ લગાતે હુએ ઉસકે હાથ છાતિયોં કી ઓર રેંગ ગયે૤ ઉઈ દઇયા બૃજમોહન કી પત્ની બલ ખા ગઈ ઔર બૃજમોહન કો અજીબ કૈફિયત હો ગયી ઉસને છાતિયોં કો જોર સે દબા દિયા૤ હાય રાજા ઉસકી પત્ની કસમસાઈ ઔર બૃજમોહન કી રગોં મેં રક્તચાપ બઢ ગ઼યા૤ ઉસને એક ઝટકે મેં અંગિયા નોંચ કર ફેંક દી ઔર ઉસકો પલંગ પર ખીંચ લિયા૤ વહ ઉસસે લિપટી હુઈ પલંગ પર ગિરી ઔર હંસને લગી૤
બૃજમોહન ને એક નજર શીશે કી તરફ દેખા૤ પત્ની કે નંગે બદન કા અક્સ દેખકર ઉસકી રગોં મેં શોલા સા ભડક઼ ઉઠા ઉસને યકાયક ખુદ કો એકદમ નિર્વસ્ત્ર કર દિયા તબ બૃજમોહન કી પત્ની ઉસકે કાનોં મેં ધીરે સે ફુસફુસાઈ – હાય રાજા લૂટ લો ભરતપૂર….. બૃજમોહન ને અપની પત્ની કે મુંહ સે કભી ઉઈ દઇયા ઔર હાય રાજા જૈસે શબ્દ નહીં સુને થે૤ ઉસે લગા યે શબ્દ નહીં સારંગી કે સુર હૈં જો નસીમજાન કે કોઠે પર ગૂંજ રહે હૈં ઔર તબ૤
ઔર તબ ફિજા કાસની હો ગયી થી૤ શીશા ધુંધલા ગયા થા ઔર સારંગી કે સુર ગૂંજને લગે થે… બૃજમોહન બિસ્તર સે ઉઠા, સિંગારદાન કી દરાજ સે સુરમેદાની નિકાલી, આંખોં મેં સુરમા લગાયા, કલાઈ પર ગજરા લપેટા ઔર ગલે મેં લાલ રૂમાલ બાંધ કર નીચે ઉતર ગયા ઔર સીઢિયોં કે નીચે દીવાલ સે લગ કર બીડી ક઼ે લમ્બે – લમ્બે કશ લેને લગા૤

લવ “જિહાદ” : ડૉ. મહેબૂબ દેસાઈ

હમણાં લવ જિહાદ શબ્દ ઘણો વિવાદમાં છે. પ્રેમ લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવવાની ક્રિયા એટલે લવ જિહાદ. એવી ખોટી વ્યાખ્યા સાથે આ શબ્દનો પ્રયોગ થઇ રહ્યો છે. હિંદુ મુસ્લિમ નિકાહ કે લગ્ન એ કોઈ આજના યુગની કે નવી વાત નથી, ભારતના ઇતિહાસમાં આવા સફળ લગ્નોની પરંપરા જોવા મળે છે. અનીલ વિશ્વાસ-મહેરુન્નીસા,સુનીલદત્ત-નરગીસ, શર્મિલા ટેગોર-પટોડી નવાબ, સલીમ ખાન-હેલન, પંકજ કપૂર-નીલિમા આઝમી, સચિન પાયલોટ-સારા અબ્દુલ્લાહ, અરુણ ગવલી-આયશા, આદિત્ય પંચોલી-ઝરીના વહાબ, મનીષ તિવારી-નાઝનીન સિફા, મનોજ પ્રભાકર-ફહરીન, સુનીલ શેટ્ટી-માના કાદરી, મુખ્તાર અહેમદ નદવી-સીમા, શાહ નવાઝ હુસેન-રેણું, નાના ચુડાસમા-મુનીરા જસદણવાળા,સીતારામ યેચુરી-સીમા ચિસ્તી, વિદુ-ફરાહ નાઝ, અતુલ અગ્નિહોત્રી-સલમાન ખાનની બહેન અલવીરા ખાન, રીતિક રોશન-સુઝાન ખાન, સુબ્રમણ્યમ સ્વામીની પુત્રી સુહાસીની-નદીમ. આ લીસ્ટ ઘણું મોટું છે. આ તો માત્ર થોડા ઉદાહરણો છે. ઉપરોક્ત તમામ લગ્નોને નજીકથી જોનાર કે તેનો અભ્યાસ કરનાર કોઈ પણ બુદ્ધિજીવી વિના સંકોચે એક પળનો પણ વિચાર કર્યા વગર કહી શકશે કે તેમાં ક્યાય ધર્મ પરિવર્તનની વાત સુદ્ધા જોવા મળતી નથી. વળી, આ લગ્નોમા ધર્મ પરિવર્તનનો કોઈ વિવાદ આજ દિન સુધી જાણવામાં કે માણવામા આવ્યો નથી. અખબારોમા તેની કોઈ ચર્ચા પણ આવી નથી. મારા એક આઈપીએસ અધિકારી મિત્ર સૈયદ સાહેબે વર્ષો પૂર્વે એક ક્ષત્રિય કન્યા સાથે લગ્ન કર્યાં હતા. બંનેના આગ્રહથી હું વર્ષો પહેલા તેમને ત્યાં ભોજન માટે ગયો હતો. ત્યારે મેં એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર જોયું હતું. જયારે બીજા રૂમમાં સૈયદ સાહેબ નિયમિત નમાઝ અદા કરતા હતા. ભારતની બિનસાંપ્રદાયિકતાના આ જ ઉત્તમ ઉદાહરણો છે. આ જ ભારતીય સંસ્કૃતિની મોટી વિશિષ્ટતા છે. વિવિધતામાં એકતાનું આજ સાચું દર્શન છે. જો કે આ માત્ર હિંદુ મુસ્લિમ લગ્નો જ છે. તેમાં એકથી વધુ પત્ની કરવાના ઉદેશથી ઇસ્લામના ચાર પત્નીના સિધ્ધાંતનો સ્વીકાર કરી થયેલા ધર્મેન્દ્ર-હેમામાલીની જેવા લગ્નોનો ઉલ્લેખ નથી. એવા લગ્નો અંગે પણ એક અલગથી લેખ થઇ શકે. પણ અત્રે તેની ચર્ચા અસ્થાને છે.
દેશ અને વિદેશમાં આજકાલ ઇસ્લામ અને તેના અનુયાયીઓના સારા દિવસો નથી ચાલતા. એટલે ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને પણ નરસા કરી રજુ કરવની હોડ ચાલી છે. ઇસ્લામનો એક શબ્દ તો આજે ખાસ્સો બદનામ થયો છે. તે છે “જિહાદ”. સૌ પ્રથમ તેને આતંકવાદ સાથે જોડી તેના સાચા અર્થને મૂળમાંથી વિસારે પાડી દઇ, તેની ગેરસમજમાં વૃદ્ધિ કરવામાં આવેલ છે. હવે એજ શબ્દ સાથે લવને જોડી ધર્મ પરિવર્તનના નામે તેને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જિહાદ શબ્દનો અનર્થ કરી અનેક કહેવાતા મુસ્લિમ કે ગેર મુસ્લિમ વ્યક્તિઓ પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સર કરવમાં મશગુલ છે. એવા સમયે એ શબ્દ પાછળની આધ્યાત્મિક ભાવના સમજવાનો કે સમજાવવાનો કોઈ આલીમ કે કોઈ મૌલવી એ કયારેય પ્રયાસ કર્યો નથી.
એકવાર હઝરત મહંમદ સાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે બેઠા હતા. એક યુવાન પ્રવેશ્યો અને અરજ કરતા તેણે કહ્યું,
“હુજુર, મારી પત્ની કર્કશ છે. ઝગડાળુ છે. હું તેને તલાક આપવા ઈચ્છું છું. આપ મને ઇજાજત આપો”
મહંમદ સાહેબે થોડીવાર મૌન રહી ફરમાવ્યું.
“જા તારી પત્ની સાથે નિભાવ કરવાની જિહાદ કર”
ઇસ્લામના ધર્મ ગ્રંથ કુરાને શરીફમાં અવારનવાર જિહાદ શબ્દનો પ્રયોગ થયો છે. પણ જિહાદ સાથે ક્યાય સશસ્ત્ર લડાઈ કે યુદ્ધ એવો અર્થ કરવામાં આવ્યો નથી. એ માટે તો કુરાને શરીફમાં “કિતાલ” શબ્દનો પ્રયોગ થયો છે. એ અર્થમાં “જિહાદ” એટલે
“જે વસ્તુ અયોગ્ય કે અનૈતિક હોય તેને પોતાના પુરા આત્માબળથી બદલવાની કે સુધારવાની ક્રિયા કે પ્રયાસ”
કુરાને શરીફમાં એક જગ્યાએ “જિહાદ-એ-ફી સબીલ્લાહ”શબ્દનો પ્રયોગ થયો છે. જેનો અર્થ થાય છે ખુદના માર્ગે પ્રયાસ કરવો. સૂફી સંતો ખુદાની પ્રપ્તિ માટે જે આધ્યાત્મિક મહેનત કરે છે તે પણ જિહાદ છે. સામાન્ય માનવી પોતાની કુટેવો,વ્યસનો કે અનૈતિક કાર્યોમાંથી મુક્ત થવા સંઘર્ષ કરે છે તે પણ જિહાદ છે. ઇસ્લામના આરંભકાળમાં કુરેશોના જુલ્મો અને અત્યાચારોથી પોતાની જાતને, પોતાના ધર્મને બચાવવા જે મુસ્લીમો મક્કા છોડી ઇથોપિયા ચાલ્યા ગયા. તેમની આ હિજરતને “ખુદાના માર્ગે જિહાદ” તરીકે ઓળખવામાં આવેલ છે. કુરાને શરીફમાં કેટલીક જગ્યાયે મહંમદ સાહેબને પણ કહેવામાં આવ્યું છે,
“જે લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ થવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી. તેમની સામે જિહાદ ચાલુ રાખો. એ સૌને નિષ્ઠાપૂર્વક સમજાવવાના પ્રયાસો ચાલુ રાખો”
આ સંદર્ભમા કહી શકાય કે ઈસ્લામમાં નૈતિક મુલ્યોના જતનમાં થતા દરેક પ્રયાસો “જિહાદ” છે. કુરાને શરીફ તે વિચારને વધુ સ્પષ્ટ કરતા કહે છે,
“મુસ્લિમોમાંથી એ લોકો જેઓ કોઈ લાચારી વિના ઘરમાં બેસી રહે છે. અને જેઓ અલ્લાહના માર્ગમા જાનમાલ વડે જિહાદ કરે છે. એ બંનેનો દરજ્જો સમાન નથી. અલ્લાહના માર્ગ પર ચાલવા સમજાવનાર મુસ્લિમમોનો દરજ્જો ઉંચો છે. જો કે દરેક માટે અલ્લાહે ભલાઈનું વચન આપ્યું છે”
કુરાને શરીફમા લડાઈ, ઝગડા અંગે ખાસ કહ્યું છે,
“લાતુ ફસીદુ” અર્થાત ફસાદ ન કર. મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
“સૌથી મોટી જિહાદ કઈ ?”
મહંમદ સાહેબે ફરમાવ્યું,
“સૌથી મોટી જિહાદ પોતાની વૃતિઓ પર કાબુ સંયમ મેળવવાની છે. એટલે કે પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત મેળવવી એ સૌથી મોટી જિહાદ છે”
ટૂંકમાં, જિહાદ સાથે આતંકવાદ કે લવને જોડવાની ક્રિયા જ મૂળભૂત રીતે અસત્ય છે. ઇસ્લામમાં ધર્મના મામલામાં કયારેક બળજબરી ન કરવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“લા ઇકરા ફીદ્દીન” અર્થાત ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ.
(સૌજન્ય:: http://mehboobdesai.blogspot.ca/2014/08/blog-post_31.html?spref=fb

મોહી પડ્યો છું……મુહમ્મદઅલી વફા

તારા ચરણમાં જયારે ઢળ્યો છું
ખોવાયલો હું મુજને જડ્યો છું

તારી સિવા હું કો પાંસ યાચું
મારા ખુદા તારી સામે રડ્યો છું

પહેચાન જ્યારે તારી થઈ છે
વરસો પછી હું મુજને મળ્યો છું

તું છેક ઘોરી નસથી ય પાસે
હું શોધવા વિશ્વઆખું ફર્યો છું

ના છે છબી કો  ના  મુરત તારી
તુજ પર વફા હું મોહી પડ્યો છું

અમે એમ નથી પહોંચ્યા….ભરત મહેતા

SHuN barimarochho
(સૌજન્ય:નિરીક્ષક 1ઑગષ્ટ 2014)

સરકાર શું કરે?….નિસાર અહમદ શેખ”શેખચલ્લી”

Sarkar ShuN kare

(વિવેચકને) પત્ર – 1 ……ચંદ્રકાન્ત બક્ષી

પ્રિય,

‘ગ્રંથ’નું વિવેચન, મારી નવલકથાઓનું, વાંચ્યું; આભાર. તમારું ગદ્ય ઘણું ગુણકારી છે, ઊકળતા ગરમ પાણી જેવું. વાંચી રહ્યો એટલે બધું જ વરાળની જેમ ઊડી ગયું. કચરો પણ રહ્યો નહિ. ન એક પણ અવતરણ, સુઝન લેંગર પણ નહિ? તો પછી તમે કઈ જાતના ગુજરાતી વિવેચક?

તોય ‘આકાર’ તમારે ગમાડવી પડી. ઉલ્લેખ સિવાય કંઈ લખવા જેવું લાગ્યું નહિ? કયો ગુનો કર્યો તમે – જાણકારની ચૂપ કે બેવકૂફની દાદ? કે બન્ને, અડધાં અડધાં?

ગળીથી ‘કલાકાર’ લખેલા અખાડામાં તમે મારે માટે જરાય જગ્યા રાખી નથી ! પાછળ પન્નાલાલ અને આગળ શિવકુમાર ! સરસ. વચ્ચે મને મૂકીને તમે બન્નેને એક સાથે જ માન રાખીને ખુશ કરી નાખવા માંગો છો? ખેર, બીજાઓની થતી ખુશામત સહન કરવા જેટલો ત્યાગ મેં હવે કેળવી લીધો છે.

એક વાત પૂછું? કૂતરાને જેટલી વાર ધુઓ એટલે વાર એના શરીરમાંથી ગંધ આવ્યા કરે એમ તમારા બધાના વિવેચનમાંથી પ્રોફેસરી બૂ કેમ આવ્યા કરે છે?

હું એક વાત મારી રીતે સમજું છું. સર્જનાત્મક (creative) urge એ process of feeling છે, process of thinking નથી. જીવતી વસ્તુ છાતીમાંથી આવવી જોઈએ, માથાના ‘pigeon hole’ માંથી નહિ. અનુભવ માત્ર મગજથી ન થાય, પાંચેય ઈન્દ્રિયો સજાગ જોઈએ. સર્વપ્રથમ, શરીર, પ્રામાણિકતા, involvement; પછી નજરબંધી, કરામતો, સફાઈ સૂઝન લેંગર, નખરાં, ભોળાભાઈ પટેલ, બધા જ. તો કલાની પવિત્રતા સચવાય. સમજાવવા ન બેસવું પડે, અને સમજ્યા વિના લાંબા પેરેગ્રાફો ઉદ્ધૃત કરવા ન પડે.

સિદ્ધાંતો Sciences માટે બરાબર છે, Humanitiesના મૂલ્યાંકનમાં ધાર્મિક જડતાથી વાપરવા નહિ બેસી જવું જોઈએ. ટ્યુબવેલ સિદ્ધાંત તોડે ત્યારે ન ચાલે, પહાડી સ્ત્રોત સિદ્ધાંત તોડે ત્યારે વહેવા માંડે. સર્જનાત્મક કલા એ ટ્યુબવેલનું પાણી નથી – આવું મારું માનવું છે.

ગુજરાતી વિવેચન એક ટ્રેજિક માસ્તરી રમત થઈને રહી ગયું છે, 45 મિનિટના પીરિયડ જેવું એકવિધ અને નિરસ. તમે બધા, પ્રોફેસર-વિવેચકો, ઊંધું ટેલિસ્કોપ રાખીને સાહિત્યની પરીક્ષા કરી રહ્યા છો. તમે અન્યાય થયેલા બાળકના આંસુની ‘સ્પેસિફિક ગ્રેવિટી’ માપવા માંગો છો, રેસીપી બુકમાં માની રોટલીની મીઠાશ શોધી રહ્યા છો, ઔરતની છાતીના દૂધના બજારભાવ કાઢી રહ્યા છો, મશીનોથી કરોળિયાનાં જાળાં ગૂંથવાની કોશિશ કરો છો. આ ‘ટ્રેજીકોમેડી’ ગુજરાતના જવાન વિદ્વાનોની છે, એવું મને લાગ્યા કરે છે.

કલાકારે પ્રામાણિક થવું પડશે અને વિવેચકે એ પ્રામાણિકતાને સમજતાં શીખવું પડશે. જે સાહિત્યમાં કલાકારની છાતીના વાળ બનાવટી હશે ત્યાં નાન્યેતર લેખકો પેદા થવાના, નપુંસકલિંગ ભક્ત વિવેચકો ફૂટી નીકળવાના, મિસ્ત્રીનો અને શિલ્પીનો ફર્ક અદ્રશ્ય થઈ જવાનો. વ્યાકરણના રેસા ચૂંથનારાઓએ શોધવું પડશે કે કલા કઈ ખાકે-ઝમીન ફાડીને પ્રકટે છે. લખાયેલું દરેક ગદ્ય એ વાર્તા કે નવલ નથી, એ દરેક કવિ/વિવેચકે સમજી લેવું પડશે – કવિકુલગુરુ સુરેશ જોષીની હ્રસ્વ-દીર્ઘની જોડણીના ધુમાડામાં ખોવાઈ ગયેલા શ્રીકાન્ત શાહ સુધી બધાએ. એક્ઝીસ્ટન્શીએલીઝમ એ લાયબ્રેરીની ગૂંગળામણ નથી, સડકોનો શ્વાસ છે.

તમારા જેવા માણસને તમારો પોતાનો અભિપ્રાય આપવા માટે કોઈ શ્રી શાહનો ટેકો લેવો પડે છે? સાહિત્યના મેદાનમાં ચણી ખાતા દરેક ‘વિવેચિકન’ પર ધ્યાન આપવાની જરૂર નહિ, અને ખાબોચિયામાં પોતાની બદસૂરતી જોઈને પ્યારમાં પડી જનારા નારસીસસોની ખોટ છે આપણે ત્યાં? હતી, કોઈ દિવસ?

અંતે, થોડી દિલ્લગી. ઓસ્કાર વાઈલ્ડ (એલ્બી કે ડ્યુરેનમાટ કે પીન્ટર જેવું આધુનિક નામ લખતો નથી માટે ક્ષમા કરશો) વાંચતો હતો; એક પાત્ર પૂછે છે, પ્રાચીન ગ્રીસમાં કલા આટલાં બધાં સ્વરૂપોમાં પ્રકટીને ચરમસીમાએ પહોંચી ગઈ અને અઢી હજાર વર્ષ સુધી એનો મુકાબલો થઈ શક્યો નથી, એનું કારણ શું? બીજો ઠંડકથી ઉત્તર આપે છે, સીધી વાત છે, એ સમયે કલાના વિવેચકો ન હતા એટલે…

તમારી તબિયત સારી હશે, હું મજામાં છું.

સપ્રેમ,
ચંદ્રકાન્ત બક્ષી
(કેસૂડાં – 1966-67)

(પુસ્તક: આભંગ)
સૌજન્ય:

http://bakshinama.blogspot.ca/search/label/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8

વર્તમાન કથાસાહિત્યને મૂલવવામાં વિવેચન નિષ્ફળ ગયું છે?–ચન્દ્રકાન્ત બક્ષી

(સૌજન્ય:આભંગ પૃ.152થી 156)

 

ફિર સે મૈં ફ઼રિશ્તા હો જાઊં …..મુનવ્વર રાના

મેરી ખ઼્વાહિશ હૈ કિ ફિર સે મૈં ફ઼રિશ્તા હો જાઊં
માઁ સે ઇસ તરહ લિપટ જાઊં કિ બચ્ચા હો જાઊં

કમ-સે કમ બચ્ચોં કે હોઠોં કી હંસી કી ખ઼ાતિર
એસી મિટ્ટી મેં મિલાના કિ ખિલૌના હો જાઊં

સોચતા હૂં તો છલક ઉઠતી હૈં મેરી આઁખેં
તેરે બારે મેં ન સોચૂં તો અકેલા હો જાઊં

ચારાગર તેરી મહારત પે યક઼ીં હૈ લેકિન
ક્યા જ઼ુરૂરી હૈ કિ હર બાર મૈં અચ્છા હો જાઊં

બેસબબ ઇશ્ક઼ મેં મરના મુઝે મંજ઼ૂર નહીં
શમા તો ચાહ રહી હૈ કિ પતંગા હો જાઊં

શાયરી કુછ ભી હો રુસવા નહીં હોને દેતી
મૈં સિયાસત મેં ચલા જાઊં તો નંગા હો જાઊં
ચારાગર:ઇલાજ કરનાર,વૈદ

ઉધાર આજે….આઈ.ડી.બેકાર

આજેઊધાર
(સૌજન્ય:ધરતીના ધબકાર પ્ર.175)

images

જંગે આઝાદી__મખદૂમ મોહ્યુદ્દીન

યે જંગ હૈ જંગે આઝાદી
આઝાદી કે પરચમ તલે
હમ હિન્દમેં રહને વાલોંકી મહકુમોંકી મજબૂરોંકી
આઝાદી કે મત વાલોં કી દહકાનોંકી મજદૂરોંકી

યે જંગ હૈ જંગે આઝાદી
આઝાદી કે પરચમ તલે

સારા સંસાર હમારા હૈ પૂરબ, પચ્છમ,ઉત્તર,દક્કન
હમ આફરંગી,હમ અમરીકી હમ ચીની જાં બાજાનેવતન
હમ સુર્ખ સિપાહી જૂલ્મ શિકન આહને પિકર ફૌલાદે બદન
યે જંગ હૈ જંગે આઝાદી
આઝાદી કે પરચમ તલે
હમ હિન્દમેં રહને વાલોંકી મહકુમોંકી મજબૂરોંકી
આઝાદી કે મત વાલોં કી દહકાનોંકી મજદૂરોંકી
યે જંગ હૈ જંગે આઝાદી
આઝાદી કે પરચમ તલે
વહ જંગ હી ક્યા ?વહ અમન હી ક્યા? દુશમન જિસમેં તારાજ ન હો
વહ દુનિયા દુનિયા ક્યા હોગી? જિસ દુનિયામેં સ્વરાજ નહો
વહ આઝાદીકા આઝાદીકા ક્યા? મઝદૂરોંકા જિસમેં રાજ ન હો
યે જંગ હૈ જંગે આઝાદી
આઝાદી કે પરચમ તલે
હમ હિન્દમેં રહને વાલોંકી મહકુમોંકી મજબૂરોંકી
આઝાદી કે મત વાલોં કી દહકાનોંકી મજદૂરોંકી
યે જંગ હૈ જંગે આઝાદી
આઝાદી કે પરચમ તલે
લો સુર્ખ સવેરા આતા હૈ આઝાદીકા આઝાદીકા
ગુલનાર તરાના ગાતા હાઇ આઝાદીકા આઝાદીકા
દેખો પરચમ લહેરાતા હૈ આઝાદીકા આઝાદીકા
યે જંગ હૈ જંગે આઝાદી
આઝાદી કે પરચમ તલે

પીછ્લે ચુનાવ મેં…….ફૂલચંદ ગુપ્તા પીચલે ચુનાવ મેં

(સૌજન્ય:નિરીક્ષક 1 જુલાઈ 2014)

Kafanchhe

ગુજરાત લાગે છે મને….ખલીલ ધનતેજવી

ના,ભરોસો ના કરો, કમજાત લાગે છે મને,
આ હવા ભીતરથી ઝંઝાવાત લાગે છે મને.

લોકો કે છે સૂર્ય ઉગ્યાને તો વર્ષો થઈ ગયાં,
આ અહીં વર્ષો પછી પણ રાત લાગે છે મને.

હીબકાં છાતીમાં તોડે પર્વતોની ભેખડો,
આંખના અશ્રુય ઉલ્કાપત લાગે છે મને.

એ શુભેચ્છા પાઠવે છે એટલી તોરાઈથી,
કે દુઆઓ પણ હવે ખેરાત લાગે છે મને.

મારા ઝખ્મોને મલમપટ્ટી નહીં પડકાર દે,
આ દિલાસો તો હવે આઘાત લાગે છે મને.

તારું ગુજરાતીપણું મહેંકયું છે ત્યાં પણ કેટલું,
તું રહેછે એ મલક ગુજરાત લાગે છે મને.

આંખ,ચહેરો,વાળ એના છે ગઝલ પુસ્તક સમા,
સાદગી, સારાંશને સોગાત લાગે છે મને.

એસ.એસ.ટીવી ટોરંટો કેનેડા પરથી પ્રસારિત થયેલો ઉર્દૂ ઇદ મુશાયેરો ભાગ-1,2,3અક્ષરધામ ચૂકાદો…..કૌશિક અમીન

AxaedhaamAAxardhanB(સૌજન્ય:ગુજરત દર્પણ.દેશ અને દુનિયા..પાન.153 ઓગષ્ટ-2014)

Posted by: bazmewafa | 08/03/2014

સત્ય….અઝીઝ ટંકારવી

સત્ય….અઝીઝ ટંકારવી

SatyaA 001SatyaB 001(સૌજન્ય:ગઝલના ગુલ મહોર..પ્ર.95,96)

ચિત્કાર પર…..બેદાર લાજપુરી

પરચિત્કાર(સૌજન્ય:એ મળે તો કહેજો..પૃ.39)

આસમાન ધ્રુજે છે……આદિલ મન્સૂરી

Dhrujechhe B(સૌજન્ય:ગઝલના આયનાઘરમાં પૃ.પૃ.29)

10525833_1439665422981729_1036269339216474376_n

કફન ખરીદવામાં

Akkalkuva 001Click the image twice to get a larger view.

બાપલા,હવે ખમૈયા કરો……રોહિત પ્રજાપતિ

Nireexak 16-4-14

(સૌજન્ય: નિરીક્ષક 16જુન2014)

Posted by: bazmewafa | 07/12/2014

તારા વગર….રિષભ મહેતા

તારા વગર….રિષભ મહેતા

Tara vagarB(સૌજન્ય:કવિલોક :માર્ચ-એપ્રીલ;2014પૃ.25)

Hifz 001

એક પ્રાથના: મહમૂદ દરવેશ

જિસ દિન મેરે શબ્દ
ધરતી થે …
મૈં દોસ્ત થા ગેહૂં કી બાલિયોં કા.
જિસ દિન મેરે શબ્દ
ક્રોધ થે
મૈં દોસ્ત થા બેડ઼િયોં કા.
જિસ દિન મેરે શબ્દ
પત્થર થે
મૈં દોસ્ત થા ધારાઓં કા,
જિસ દિન મેરે શબ્દ
એક ક્રાન્તિ થે
મૈં દોસ્ત થા ભૂકમ્પોં કા.
જિસ દિન મેરે શબ્દ
કડ઼વે સેબ થે
મૈં દોસ્ત થા એક આશાવાદી કા.
લેકિન જિસ દિન મેરે શબ્દ
શહદ મેં બદલે …
મધુમક્ખિયોં ને ઢંક લિયે
મેરે હોઠોં

 

Mahmoud Darwish (Arabic: محمود درويش‎, 13 March 1941 – 9 August 2008) was a Palestinian poet and author who won numerous awards for his literary output …

અધૂરો નિબંધ છે…….સાહિલ

મારીજ લાશ છે ને મારાજ સ્કંધછે,
જેવા છે તેવા આજતો ઋણાનુબંધ છે.

બિંબોની મોજણી એ કહો શી રીતે કરે,
છે મારા હાથમાં અરીસો તો બંધ છે.

જોવા મળ્યા ના ક્યાંય સગડ માણસાઈના,
ચારે બાજુ માણસો તો થોકબંધ છે.

દૈવે લખ્યો છે એના સગા હાથથી છતાં,
હોવું સહુનું જાણે અધૂરો નિબંધ છે.

કાં તોયે બંધનોમાં નિહાળું છું હું મને,
ચારે બાજુ વહેતી હવાનો પ્રબંધ છે.

નિયતિ સ્વયંભૂ આવીને ઊભી છે આંગણે,
ઘરમાં પ્રવેશવાના બધા દ્વાર બંધ છે.

‘સાહિલ’હું જ્યારે હોઉં જગતના કોઈ ખૂણે,
શ્વાસો મહીં હંમેશા વતનની સુગંધ છે.
(સૌજન્ય:કવિલોક:સપ્ટેમ્બર-ઓકટોબર:2013)

હું કાંઈ પણ નથી…..’દીપક’બારડોલીકર

nasthee

જીવનના હકારની કવિતા – અંકિત ત્રિવેદી

 

પ્રેમનો મેડીકલેમ…

અમે ન્યાલ થઈ ગયા

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા
શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા
ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા
દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા
યુગ યુગની આ તરસનો હવે અંત આવશે
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા
છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા
છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા
સોંપી હવે તો દિલની મતા એમને ‘અદમ’
માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા
‘અદમ’ ટંકારવી
નામ વ્યક્તિનું હોય કે ઈશ્વરનું. આપણા એકાંતમાં ગુંજે ત્યારે આનંદનો અબિલગુલાલ ઊડવો જોઈએ! ગમતી વ્યક્તિના નામમાં એવું કશુંક છે જે જીવવાની જડીબુટ્ટી છે, શ્વાસનો વિશ્વાસ છે. આત્માની ટેકણલાકડી છે, પ્રેમનો મેડીકલેમ છે. જીવનમાં એક નામ તો એવું હોવું જ જોઈએ જેને જ્યારે ઉચ્ચારીએ ત્યારે ન્યાલ થઈ ગયાની અનુભૂતિ થાય!
એ નામ શોધવા માટે મહેનત નથી કરવાની હોતી! માંહ્યલામાં ઊતરવાનું હોય છે અને પછી નામ સ્વયમ્ મુકામ બની જાય છે! વ્યસ્તતાની વચ્ચે મસ્તતાને મઝા પડે છે! દોડધામ અટકી જાય છે. ડહાપણને સગપણ ફૂટે છે. દિવાનગીનો આભાર માનવાનું મન થાય છે. યુગયુગની તરસને આજે છીપાવવાની ઘડી આવી ગઈ છે કારણ કે ગમતી વ્યક્તિ સામેથી જામ ભરીને આવે છે. ગમતા નામનો મહિમા ખૂબ છે. ગમતા નામવાળી વ્યક્તિ સાથે કે પાસે ન હોય તે શક્ય છે પણ આપણી નજીક હોય તેનો આનંદ જુદો જ છે! નામ શબ્દનો અક્ષરફેર કરીએ તો મના થાય છે. જે નામમાં આરૃઢ છે તે કોઈની મનાથી ડરતો કે ટેવાતો નથી! એ તો બંધનોથી મુક્ત અને પોતાનાથી સંયુક્ત છે!
નામ એટલે ગમતી વ્યક્તિનું નામ… આકાર અને નિરાકાર વચ્ચેની નો-મેન્સ લેન્ડ! જેની ઉપર બે દેશમાંથી કોઈનો પણ અધિકાર નથી હોતો એવી જગ્યા! નામ લે છે એ શરીર અને જેનું નામ જીભ ઉપર છે એનું શરીર બંને એકબીજાના અબાધિત અને ઓતપ્રોત છે! સાદગી હવે સામેથી મળે છે! દમામ ત્યાગીને ફળે છે. દિલની સૌ માલમિલકત સોંપીને એનું નામ લઈને વિરામ કરીને ન્યાલ થવાના દિવસો છે!
ન્યાલ થવા માટે ‘નામરસ’નો મહિમા કવિએ ગાયો છે. નામ એટલે એવું નામ જે પ્રેમના કામમાં આવે માટે નથી લેવાતું! ભવોભવની છુપાયેલી ઓળખને તાદૃશ્ય-જીવંત કરવા માટે સહજ ભાવે જીવને ભાવે છે તે નામ છે. એનાથી ન્યાલ થવાની મઝાના અદકેરા આનંદની આ ગઝલ છે.
જીવનના હકારની આ કવિતા નામને અને પ્રેમને એકબીજામાં ઓતપ્રોત કરીને એકમેકને ન્યાલ કરે છે. સૂફી કવિ રૃમીના શબ્દો યાદ આવે છે… ‘એક દિવસ હું તને એટલું બધું ચાહીશ, એટલું બધું ચાહીશ કે તું મારી જીંદગી બની જશે…’ આપણે જીંદગીમાં છીએ પણ કોઈની જીંદગી બની જઈએ એની રાહ જોઈએ છીએ. જેવા છીએ તેવા અપનાવી લેવાની ક્ષણ પ્રેમનું સગપણ બને છે. અને પ્રેમીનું નામ આપણા જીવતરનું ‘અવતરણ’ બને છે.
અદમ ટંકારવી ગઝલના દમવાળા ઝણકારવી છે.
(સૌજન્ય:ગુજરાત સમાચાર 30મે2014)

પાંચ અછાંદસ…….શેખાદમ આબુવાલા

સત્તા

એક પતંગિયુ
ખુરશી પર બેઠું હતું
સામે
કરોડો હાથીઓ
ધ્રુજતા
ઊભા હતા

2
ઇચ્છા

એક ઊંદરે જઈને
હાથીને કહ્યું:
સાથી
આજ કંઈ નાહીં તો
તારું દર મને દેખાડ

3
મચ્છર મોજીલો

એક મચ્છર
ફલીટના શાવરબાથમાં
મોજીલા ’મૂડમાં’
નહાતો હતો
ગાતો હતો
મેલેરિયાનું એક ગીત.

4
ગૌ પ્રશ્ન

દૂધ ભરેલી
પ્લાસ્ટિકની કોઠળીજોઈ
એક ગાયે
પૂછયું બીજી ગાયને:
આ આંચળ કેવા?

5
અશ્વ દ્રિધા

ગાડીવાન
ઘોડો છું?
ગાડીવાન
ચાબુક માર
હું તો તારો ઘોડો છું.
દસ કલાક મોડો છું.

(સૌજન્ય:વાહ શેખાદમ..પૃ.87-88-89)

પંચાત બાકી છે….જ.આઈ.ડી.બેકાર

પંચત બાકી છેA(સૌજન્ય:ધરતીના ધબકાર  પૃ.118)

મેટામોર્ફસિસ…..અદમ ટંકારવી

The broad –backed hippopotamus
Rests on his belly in the mud
-T S Eliot

ગોધરા અનુગોધરા
ખાખાવીખી ખવીસ
મેટામોર્ફસિસ
નગરનું અરણ્યમાં રૂપાંતર
સરાસર જંગલરાજ
ત્રાડ પાડે વનરાજ
વાઘ હરણની પાછળ પડે
વાંદરો ગેલમાં આવે
ગુલાંટ મારે
ઊંચી ડાળ ચડે
દાંતિયા કરે
વદેછે લુચ્ચી વાણી શિયાળ
આળપંપાળ
પ્રયોજે વિશેષણો રૂપાળાં
ચાવે લાળાં
સસલું બેઠું થઈને રાંક
બિચારૂં કોનો કાઢે વાંક
ગેંડાને ખબર પડે ના
કશું અડે ના
શ્વાનની પૂછ્ડી પટ પટ થાય
કાગડોપૂરી લઈ હરખાય
ઘેટું આગળ ચિત્તો પૂંઠે
ગીધડાં હાડ પિંજર ચૂંઠે
વસતી વસતી રાની રાની
નગરમાં ઘૂમે છે વેરાની
કવિ વિમાસે
કાવ્ય કડી બુટ્ટી છે પાસે?
લોક નગર્માં પાછું વળે
માનવ્ય મળે
કવિતા ફળે

(સૌજન્ય:ઓથાર 2002 પ્ર.32-33)

વારતા પૂરી થઈ…..હરદ્વાર ગોસ્વામી

કોરા કાગળમાં વહેલી વારતા પૂરી થઈ,
આખરે લ્યો,નહિ લખેલી વારતા પૂરી થઈ.

લોકના હોઠે હજુ ચાલ્યા કરેછે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

તોપના રસ્તા બધાએ મધમધી ઊઠશે હવે,
રાજકુંવરીએ કહેલી વારતા પૂરી થઈ.

દોસ્ત દસ માથાંઓ છાતી ઠોકતાં ઊભા રહ્યાં,
રામને શરણે થયેલી વારતા પૂરી થઈ.

એક પ્રકરણ છાતીમાં અટકી ગયું છે શું કહું?
જાત સોંસરવી ગયેલી વારતા પૂરી થઈ.

 

(સૌજન્ય:શબ્દ્સૃષ્ટિ: ડિસેમ્બર2008*190)

પડકારવાની વાત પૂરી થઈ…..ભરત વિંઝુડા

કશુંક દિલમાં ખટાકવાની વાત પૂરી થઈ
લઈને શ્વાસ પડકારવાની વાત પૂરી થઈ

હવેથી આંસુ ટપકાવવાની વાત પૂરી થઈ
આ બંધ આંખ ઊઘાડવાની વાત પૂરી થઈ

જરાક ચાલી ઊભાં રહી જતાં હતાં ત્યાં તો
ક્ષણે ક્ષણે તે અટકવાની વાત પૂરી થઈ

ઉપરથી આભ વરસવાની વાત ચાલુ છે
હું છત નીચે છું, પલળવાની વાત પૂરી થઈ

આ ગામ છોડી અને બીજે ગામ જવું છે
હવે મકાન બદલવાની વાત પૂરી થઈ
(પ્રેમ પત્રોની વાત પૂરી થઈ,પ્ર.86)
(સૌજન્ય:શબ્દ્સૃષ્ટિ: ફેબ્રુઆરી:2014 *80)

તરહી મુશાયરો – નયન દેસાઈની પંક્તિઓ પરથી યોજાઈ ગયો……જનક નાયક

સુરત – નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે મહિનાના કોઈ એક રવિવારે શ્રી નાનુભાઈ નાયક પ્રેરિત સંસ્કાર ભવન, સાહિત્ય સંગમમાં યોજાતા તરહી મુશાયરામાં કવિશ્રી નયન દેસાઈની પંક્તિઓ આ વખતે લીધી હતી. (૧) કે ર્હદયને કેટલા અંશો સુધી છેદાય છે (૨) મળે શબ્દોના સરનામે, નયન દેસાઈ એસ.એસ.સી. (૩) સમય હર દિશામાં વગાડે છે જંતર ઉદાસીનું ઘેરું અને સાંજ ડૂબી (૪) માત્ર માણસનો સ્વાંગ છે મનવા (૫) મોજાં વિશે કહો, ન સમંદર વિશે કહો. જનક નાયકે કહ્યું હતું કે નયન દેસાઈ આમ તો ૭૦ વર્ષના થયા, પણ હજુ એમનામાં બાળક ધબકે છે. તેથી જ એ ઉત્તમ ગઝલકાર છે. રવીન્દ્ર પારેખ અને જનક નાયકે સર્જન વિષે પ્રશ્નોત્તરી કરી હતી. નયન દેસાઈએ જણાવ્યું કે એમની ગઝલમાં માણસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. એ પછી એમણે વાંસળી પર ફિલ્મી ગીતો રજુ કર્યા હતા.

તરહી મુશાયરામાં રજુ થયેલા કેટલાક ઉત્તમ શેરો

જનક નાયક

માણસો ક્યાં છે અહી દોસ્તો, બધા રોબોટ છે
લાગણીઓ વોટ્સ અપ ને ફેસ બુક પર જાય છે
ડો. દિલીપ મોદી
કોઈની પાસેથી મારે કાંઈ પણ ના જોઈએ,
ખુશ છું કે દરિયાદિલી મારી બધે વહેંચાય છે.
ગૌરાંગ ઠાકર
ધર્મો વિષે ન ધર્મ ધુરંધર વિષે કહો,
માનવ બની જીવ્યો એ પયગંબર વિષે કહો.
કિરણસિંહ ચૌહાણ
ભલેને બેઠા હો ઘરમાં, જીવે પ્રત્યેક અવસરમાં,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ. એસ. સી.
મહેશ દાવડકર
આને મળ્યા ને તેને મળ્યા એ તો ઠીક છે,
ખુદને મળ્યા છો? તો હા એ અવસર વિષે કહો.
હરીશ ઠક્કર
મારા વિષે, તમારા કે ના આપણા વિષે,
ક્યારેક ખાવા ધાય છે એ ઘર વિષે કહો.
રમેશ ગાંધી
છે સનાતન સત્ય કે પીળું બધું સોનું નથી,
માનવીનું મૂલ્ય તો મર્યા પછી અંકાય છે.
ડો. દીના શાહ (વડોદરા)
ગઝલના પાઠ લઇ સામે નયન દેસાઈ એસ. એસ. સી.
મળે સુરતના સરનામે નયન દેસાઈ એસ. એસ. સી.
સુષમ પોલ
ઘસ્યા રત્નો બની પથ્થર ઘસીને જાત પોતાની,
ઝઝૂમ્યો છે જીવન સામે નયન દેસાઈ એસ. એસ. સી.
કીર્તિદા વૈધ (નવસારી)
લોક છોને બેઉની સરખામણી કરતા રહે,
તડ પડે તો કાચની માફક ર્હદય બદલાય છે?
ડો. પ્રફુલ્લ દેસાઈ
સમય પણ કટોકટ, હતું ક્યાંક મનમાં કે કલરવ ઉછેરું અને સાંજ ડૂબી,
ર્હદયમાં એ વ્યાપેલ ઓથારને હું ઉલેચું ઉલેચું અને સાંજ ડૂબી.
વિપુલ માંગરોળીયા
આદિલ, મરીઝ, શૂન્ય ને બેફામ છે અમર,
વેદાંતને ગઝલની ધરોહર વિષે કહો.
બકુલેશ દેસાઈ
ન ઇલ્કાબો, ન હોદ્દાઓ, નહી સન્માનની આંધી,
પ્રકાશિત માત્ર નિજ નામે નયન દેસાઈ એસ. એસ. સી.
યામિની વ્યાસ
દીકરી વિદાય ટાણે તો પરીક્ષા ના કરો,
કે ર્હદયને કેટલા અંશો સુધી છેદાય છે.
પ્રશાંત સોમાણી
સાવ મારી આંખ સામે આજની ઘટના બની,
તોય કડવા સત્યને લખતા કલમ ગભરાય છે.
સંધ્યા ભટ્ટ (બારડોલી)
ભૂંસાયો આજ ચોતરો ને વારતા ઝૂરે,
બોખા મુખે બેઠેલ એ પાદર વિશે કહો
લક્ષ્મી ડોબરિયા (રાજકોટ)
આપ્યું છે એની વાત વિગતવાર થઈ ગઈ ,
બે શબ્દ તો મળ્યું છે એ વળતર વિશે કહો !
ડો. શૈલી પટેલ (અમદાવાદ)
ટાંકા લીધા કેટલા રેશમ અને નાયલોનથી
પ્રેમના ઘા ક્યાં કદીયે સોયથી સંધાય છે?
હેમંત મદ્રાસી
શાંત દેખાતો હશે, પણ ભીતરે ક્યાં શાંતિ છે?
યુદ્ધ માણસના આ મનમાં તો સદા ખેલાય છે.
ડો. મુકુર પેટ્રોલવાળા
બાળપણથી જેને જોઈ હૈયું આ હરખાય છે
આજ પણ મા યાદ આવે અશ્રુ બે ટપકાય છે.
મુહમ્મદઅલી વફા (કેનેડા)
આગમનની આશમા વણજારો હૈયાનો રડે
કાફલાની ધૂળતો બસ દૂરથી દેખાય છે.
— with Ravindra Parekh and 17 others. (24 photos)

મર્દ છું, અશ્રુ વગર પણા રડતાં ફાવે છે મને

જોઈ લો એકે ઉઝરડો મારા ચહેરા પર નથી

આભ માથા પર નથી…..ખલીલ ધનતેજવી

Aabhmathaparnathi

Posted by: bazmewafa | 05/17/2014

હું…આદિલ મન્સૂરી

હું…આદિલ મન્સૂરી

હું પવનની પાતળી દીવાલની

ઈંટો

બધી જોઈ શકું ,

ને સમયની પાર

મારા પાપ પણ ધોઈ શકું,

કાળી:વિરહની વેદનાના વર્તુળો

વિસ્તાર પામે લોહીમાં,

સાંજની

શબવાહિની ચાલી જતી

મારી શિરાઓચીરતી

મૃત:પાય પડછાયા

સજીવન થઈ ઊઠે

સૂર્યાંગણે,

દેડકું તાકી રહે આકાશને.

(સૌજન્ય:સતત પૃ.62)

Adil masuri

વળાંક લાગે છે… આદિલ મન્સૂરી

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે

ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે

બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.

(સૌજન્ય:જનાબ મુહમ્મદ તાહા મન્સૂરીની ફેસબૂક થી આભાર સહિત)

દરવેશમાં નથી….ભગવતી કુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? – જે આવેશમાં નથી.

પરદેશમાં વસું છું ,હવે દેશમાં નથી,
જે ક્ષણેથી ફૂલ થૈને તુજ કેશમાં નથી.

હું શબ્દમાં જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જોકે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મુત્યુની ચિંતા નહીં કરો;
મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.

કાસદ બનાવ્યો છે તને કિંતુ અષાઢી મેઘ!
પ્રત્યક્ષમાં જે રસ છે ,સંદેશમાં નથી.

કિંચિંત હતી ,ક્યારેક છે ને શૂન્ય પણ થશે,
મારી તરલ હાયાતીજ હમ્મેશમાં નથી.

બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.
(સૌજન્ય:છીપનોચહેરો પૃ.152)

આપણી અસ્મિતા..સાબિર અલી’સાબિર’

હું ગુજરાતી ગઝલના આત્માને ભાષાના વાડામાં છૂંદી નાંખવાનું કહું છું,એમ રખે કોઇ માની લ્યે. એના આત્માંના તેજ તો આપણે આખીય માનવતા ઉપર ઢાળવા છે.ઋંતુ દેહની રચના જ્યાં સુધી ગુજરાતની માટીથી એને એના શૃંગારો ગુજરાતની ધાતુથી નહિ ઘડીએ ત્યાં સુધી આપણી આ ગઝલોને આપણે આપણી પ્રિય ગુજરાતણો બનાવી શકવાના નથી.અને જ્યાં આપણે એન પૂરે પૂરી ગુજરાતણો નહિ બનાવીએં ત્યાં સુધી તે આપણી વચ્ચે પારકા જેવી દેખાયા કરશે.ગઝલને આપણી સંસ્કૃતિ ,આપણું વાતવરણ આપણું ધ્યેય,અપણી કથાઓ આપણી કહેતીઓ,આપણી ઋતુઓ અને આપણું વાતાવરણ ઇત્યાદિમાં ઉતારવા પડશે.આપણાં જીવન સત્યો અને તત્વોનું પાન જેમ જેમ ,એ જીરવતી જાય તેમ તેમ કરાવતાં રહેવાની અગત્ય વિચારવા જેવી છે.એના ગુજરાતી ઘડતર માટે અને ગુજરાતી ઉપમાઓ અને અલંકારોથી વિભૂષિત કરતા રહેવાનું છે.ગુજરાતી પ્રણય પ્રણાલિકાની કેડી દ્વારા એ કંડિકાઓ ખેડાય તો એમાં આપણને વધુ રસ પડશે એ વાત ચોક્કસ છે.

નજરનું રણ મજનુની દીવાનગીમાંથી માપ્યાં કરતાં અને ફરહાદનું માથું –ઇરાની બેલચા(તીકમ)થી ફોદવા કરતાં કે પછી નરગીસની આંખે અને શોસનની જીભે બોલતા અને જોતાં આપણે જરા ખબરદાર રહેવાની જરૂરત છે.આપણી રહેણી કહેણીમાંથી કંડરાયેલી પ્રણય કથાઓ અને આપણી આસપાસ વાસ કરી પ્રફુલ્લ રહેતીપ્રકૃતિની નવ મલ્લિકાઓ દ્વારા સર્જાતી માળાઓમાં કયાંક ખાસ જરૂર ઉભી થાય તો જ આપને આપણી વાડી બહારનું એકાદ પુષ્પ ગુંથી લઈએં. મારો ઉદ્દેશ કાફિયાઅઓ અને ઉદાહરણમાં વપરાતા વધુ પડતા શબ્દો તરફ આવી રીતે સાવચેત કરવા પૂરતો છે.બાકી આપણે આપણાં અભ્યાસને અને જ્ઞાન્ને ખૂબજ વિકસાવીએ,પરંતુ રજૂઆતનો સમય આવે ત્યારે તેને એવી રીતે રજૂ કરીએ કે તેના પારકા પણાં પર આપણાં પરું દીપી ઉઠે.વિચારોના,વક્તૃત્વના,કથનના ઇત્યાદિના સંપર્કમાં ક્યાંક પોતેજ લોપાઈ ન જઈએ તેટલું ધ્યાન રાખવાની આવશ્યકતા છે.

સૌંદર્યના તજજ્ઞોનું તાત્વિક કથન હતું.
જીવન હતું કવનમાં કે જીવન કવન હતું.
’સાબિર’જીવન ભિંસાયુ મહોબ્બતની ભીંસમા,
કિંતુ સનમની યાદમા હસતું વદન હતું.
‘સાબિર’ વટવા.

ઘડતર ન થઈ શક્યું,

ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું,
એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું.
હરદમ ગુલાબો છાબભરી વહેંચતો રહ્યો,
માળીથી તાજું પુષ્પોનું અત્તર ન થઈ શક્યું.
દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ;
આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.
ખંડેર દેખી આશાનાં કૈંક કાફલા રડ્યા,
તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું.
હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ;
શું ઝાંઝવાંથી, કાર્ય મનોહર ન થઈ શકયું.
પૂછી મને મનસ્વી વલણની કથા? સુણો!
‘મેં ેજે ચણ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ;
આ માર્ગમાં પડેલ કો’ પગભર ન થઈ શક્યું.

રોકાઈ જાવ!….- સાબિર વટવા.

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ!
એક ઘડીભર રાતની છે શી વિશાત?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!
અપશુકન છે રોકવામાં, શું કરું?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ!
ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ધુવડ ગાય છે, રોકાઈ જાવ!
વાટમારુ છે નિરાશા માર્ગમાં-
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!
હોઠ પર તો છે ‘ખુદા હાફિઝ!’ છતાં,
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!
આજ સાબિર વારે વારે શું કહું?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!

રમવી પડી છે… ‘સાબિર’ વટવા

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.
ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.
ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક
કો અણગમતી રમત રમવી પડી છે.
હજારો વાર પીધા છે એ ઘૂંટડા,
મુહબ્બત અમને તો કડવી પડી છે.
ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,
કથા સદભાગ્યની રડવી પડી છે.
ઝાંઝવાઓની યુક્તિ -’સાબિર’ વટવા
પ્રાણતરસ્યા રણની ચીસો સાંભળી,
ઝાંઝવાઓએ એ અજબ યુક્તિ કરી:
એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા
જળ-વલખતા મૃગને પણ મુક્તિ મળી.

કંકુવરણી….‘સાબિર’ વટવા

*
સંધ્યા ! શું સૂરજને પરણી ?
કાયા છે કાં કંકુવરણી ?

સૂની રાત્રે યાદ તમારી;
વનમાં જાણે મ્હેકી અરણી !

પાષાણોનાં અંતર દ્રવતાં;
ફૂટી ચાલી કોમળ ઝરણી.

આશા ! આશા શું છે કહીં દઉં ?
ફંદામાં તરફડતી હરણી.

ઘૂંઘટ રાખે રાત ને દિવસ;
કેવી હશે એ લજ્જાવરણી !

ઉચ્ચ ગગન પર રણક્યાં ઝાંઝર;
નાચી ઊઠી આખી ધરણી.

‘સાબિર’ જેની આણ સ્વીકારે,
કોણ હશે એ જાદુગરણી ?
*
રૂપ થયું છે દ્દષ્ટિ આગળ;
પાછળ પાછળ હોય ન મૃગજળ.

એ આવ્યાની આશા જાગી;
દ્વાર ઉપર જ્યાં ખખડી સાંકળ.

દિન પણ નમતું મૂકી ચાલ્યો;
કાળી કાળી રાતો આગળ.

સ્વસ્થ રહ્યાનો દંભ ન ધારો;
હું જ રહ્યો શું આકળ વિકળ.

પાગલ સમજી પાસે આવ્યાં;
સાવ થઈ ગઈ ખોટી અટકળ.

વાટ જોઉં છું પીવા માટે;
પાછાં આવે ક્યારે વાદળ ?!

ઘોર તિમિરમાં ચાલો ‘સાબિર’!
પડછાયો ના આવે પાછળ.

UjjvalNisasa

Lagavi Tamacha

મુકુલ સિન્હા(૬૩વર્ષ)નું અમદાવાદ ખાતે નિધન……કૌશિક અમીન

Mukul Sinha

 

નિધન: અમદાવાદ, તા.૧૨, મે ૨૦૧૪

જાણિતા એડવોકેટ મુકુલસિંહાનું સોમવારે બપોરે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન લંગ કેન્સરના કારણે નિધન થયુ હતુ. તેમના પાર્થિવ શરીરને સાંજે છ વાગ્યે ગુજરાત કોંગ્રેસ ભવન પાસે આવેલા મહારાણા પ્રતાપ કોમ્પલેક્સ ખાતે દર્શનાર્થે રાખવામાં આવશે. તેમના શરીરનું વાડીલાલ હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવશે.

તેઓ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે લિગલ એક્ટિવિઝમ ચલાવવાના કારણે સમાચારોમાં રહ્યા હતા. જન સંઘર્ષ મંચ ફેમ મુકુલ સિંહા છેલ્લા થોડા સમયથી ઈનએક્ટિવ થઈ ગયા હતા. અને તેમના એનજીઓનો ચાર્જ પત્ની નિર્ઝરી સિંહા અને તેમના આસિસ્ટન્ટ શમસાદ પઠાણ(વકિલ) સંભાળતા હતા. મુકુલ સિંહાના નિધનના કારણે તેમના વકિલઆલમ સહિતના તેમના વર્તુળમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

સપ્ટેમ્બર 2013માં જ્યારે સસપેન્ડેડ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ જેલમાંથી પોતાના રાજીનામા સાથે ગુજરાતના નેતૃત્વ સામે સવાલો ઉઠાવતો જાહેર પત્ર મોકલ્યો ત્યારે મુકુલસિંહાના જન સંઘર્ષ મંચે મોદીની ધરપકડ કરીને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી.

મુકુલ સિંહાનું જન સંઘર્ષ મંચ સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ પ્રજાપતિ, ઈશરત જહાં અને સાદીક જમાલ નકલી એન્કાઉન્ટર્સ પાછળ એક મોટુ ષડયંત્ર હોવાનું કહેતુ રહ્યુ છે. જન સંઘર્ષ મંચ નકલી એન્કાઉન્ટર્સ કેસોને લગતી અનેક લિગિટેશન સાથે સંકળાયેલુ છે. તેમના વકિલો સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીન, જાવેદ શેખના પિતા ગોપિનાથ પિલ્લાઈ, સાદીકના ભાઈ શાબીર જમાલ અને તુલસીરામની માતા નર્મદાબેન વતી કોર્ટમાં લડત ચલાવે છે.

વિચારક અને લિગલ એક્ટિવિસ્ટ સુધારાવાદી વિચારધારા ધરાવતા હતા અને મુડીવાદના વિરોધી હતા. અને તેઓ જાતિવાદના દુષણ માટે પણ મૂડીવાદને જવાબદાર માનતા હતા. તેમણે ફેબ્રુઆરી 2011માં અમદાવાદમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા સેક્યુલર ફોરમના દસમાં અધિવેશનમાં બોલતા જણાવ્યું હતું કે, ‘દેશમાં મૂડીવાદ અને જાતિવાદ સામસામેની દિશા ઉપર સ્થિર છે. જયાં મૂડીવાદ છે ત્યાં જાતિવાદનું અસ્તિત્વ છે અને જયાં મૂડીવાદ નથી ત્યાં જાતિવાદ મંદ છે. ગુજરાતમાં મૂડીવાદનો દબદબો હોય જાતિવાદ ફૂલ્યો ફાલ્યો છે.’

મુકુલસિંહા જેની સાથે જોડાયેલા હતા તે જન સંઘર્ષ મંચે એક રાજકીય પાર્ટીની સ્થાપના કરી હતી. ન્યુ સોશ્યાલિસ્ટ મુવમેન્ટ નામની આ પાર્ટીના જનરલ સેક્રેટરી અમ્રિશ પટેલ હતા. આ પાર્ટીના બેનર હેઠળ મુકુલસિંહા અમદાવાદમાંથી ચૂંટણી પણ લડ્યા હતા.
__________________________________________________________

Mukul Sinha, a Gujarat High Court lawyer who had made a name for himself fighting cases on behalf of the victims of riots that tore through the state in 2002, passed away in Ahmedabad today. He was 63.

He had been diagnosed with lung cancer about a year ago, and had been under medical treatment since then. He was admitted to a private hospital in Ahmedabad last night after his condition deteriorated suddenly, and he breathed his last today. He is survived by his wife and a son.

A Physics graduate from IIT, Kanpur, Mr Sinha had emerged as one the fiercest critics of Gujarat chief minister Narendra Modi and his governance model. He had floated an outfit, the Jan Sangharsh Manch, which championed the cause of not only the riot victims, but also those sections of the society which he felt had been bypassed by the state government.

Mr Sinha was very active on the social networking sites, and his posts invariably highlighted what he described as the alleged highhandedness of the state administration and the falsehood being spread by it.

His body has been kept in his residence to enable his followers to pay their last respects. It will be shifted back to the hospital later in the evening. The civil rights activist had pledged to donate the organs of his body after his death.
_________________________________________________________________

The noted human rights activist and lawyer, Mukul Sinha, who fought for the cause of 2002 riot victims and victims of fake encounters in Gujarat, on Monday died at a private hospital here at the age of 63.

His close aide and lawyer Shamshad Pathan said that Sinha was suffering from lung cancer for the last six to seven months and breathed his last at Sterling Hospital here.

Sinha, a scientist-turned-lawyer, consistently took on the Gujarat government in the cases related to the Godhra train burning incident and its aftermath. He also played important role in the legal battle surrounding the four cases of fake encounters, involving Sadiq Jamal, Ishrat Jahan, Sohrabuddin Sheikh and Tulsi Prajapati.

An IIT Kanpur alumnus, he initially worked at Physical Research Laboratory (PRL) here. After getting his law degree in 1989, he started fighting cases for the underprivileged. His NGO ‘Jan Sangharsh Manch’ took up labour issues, such as low wages of drivers and conductors of city and state transport corporations.

Rights activists and members of legal fraternity paid homage to Sinha at the office of Jan Sangharsh Manch in Paldi area of the city this evening. He is survived by wife Nirjhari and son Pratik. His body was donated to Ahmedabad Civil Hospital, as per his wishes.
To Kaushik Amin
Today at 2:03 PM

જલિયાંવાલા બાગ઼…. ગૌહર રઝા

“કભી તો સ્વર્ગ ઝુક કે પૂછતા હી હોગા એ ફલક.
યે કૈસી સરજ઼મીન હૈ, યે કૌન લોગ થે યહાઁ,
જો જિંદગી કી બાજિયોં કો જીતને કી ચાહ મેં,
લૂટા રહે થે બેઝિઝક, લહૂ કી સબ અશર્ફિયાઁ.
યહાઁ લહૂ, લહૂ કે રંગ મેં, અયાં થા કિસ તરહ,
ન સબ્જ઼ થા, ન કેસરી, ન થા સલીબ કા નિશાં,
ન રામ નામ થા યહાઁ, ન થી ખુદા કી રહમતેં,
ન જન્નતોં કી ચાહ થી, ન દોજખોં કા ખૌફ થા,
ન સ્વર્ગ ઇનકી મંજિલેં, ન નર્ક કા સવાલ થા,
મસીહ-ઓ-ગૌતમ-ઓ-રસૂલ, કૃષ્ણ, કોઈ ભી નહીં,
કિ જિસકે નામ જામ પી કે મસ્ત હો ગએ હોં સબ,
યે કૌન સી શરાબ થી, કિ જિસકા યે સુરૂર થા,
યે કિસ તરહ કી મસ્તિયોં મેં ઇસકદર ગુરુર થા,
યે કિસ તરહ યકીન હો, કિ એક મુશ્ત-એ-ખાક હૈ,
જો જિંદગી કી માંગ મેં, બિખર ગયી સિન્દૂર સી,
ઇન્હેં યકીન થા કિ ઇનકે દમ સે હી બહાર હૈ,
યે કહ રહે થે, હમ સે હી બહાર પર નિખાર હૈ,
બહાર પર યે બંદિશેં ઇન્હેં ક઼ુબૂલ ક્યોં નહીં,
ઇન્હેં ક઼ુબૂલ ક્યોં નહીં યે ગૈર કી હુકૂમતેં,
યે ક્યા હુઆ કિ યકબયક સબ ખામોશ હો ગએ,
યહાઁ પે ઓસ ક્યોં પડ઼ી, યે ધૂલ તપ ગયી હૈ ક્યોં,
વો જિસસે ફૂલ ખિલ ઉઠે થે, જ઼ખ્મ ભર ગયા હૈ ક્યોં,
મુઝે યકીન હૈ કિ ફિર યહીં ઇસી મક઼ામ સે,
ઉઠેગા હશ્ર, જી ઉઠેંગે સારે નર્મ ખ્વાબ ફિર,
બરાબરી કા સબ જુનૂં સિમટકે ફિર સે આએગા,
બિખેર દેગી જિંદગી કી હીર અપની જ઼ુલ્ફ઼ કો,
યહીં સે ઉઠેગી સદા કિ ખુદ પે તૂ યકીન કર,
યહીં સે જ઼ુલ્મ કી કડ઼ી પે પહલા વાર આએગા…”

 

 

મુસ્લિમ શાસકોને જાણીજોઇને અસહિષ્ણુ અને ધર્માંધ ચીતરવામાં આવ્યા હતા — જ.કાત્જૂ

મહમૂદ ગઝનીના સોમનાથ પરના આક્રમણોને વધુમહત્ત્વ આપવામાં આવ્યું છે જયારે ટીપુ સુલતાન દ્વારા ૧પ૬ હિંદુ મંદિરોને વાર્ષિક આર્થિક સહાય આપવામાંઆવતી હતી તે બાબતનો કયાંય ઊલ્લેખ નથી.

 નવી દિલ્હી, તા.૧૯સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માર્કન્ડેય કાત્જૂએ હિંદુ-મુસ્લિમ વચ્ચે વધેલા તણાવ માટે મુસ્લિમ શાસકોને અસહિષ્ણુ અને ધર્માંધ ચિતરનારા ઇતિહાસના પુનર્લેખનને જવાબદાર ગણાવ્યુંછે. એવા ઘણા પુરાવા છે કે જે ઇતિહાસના આ પુનર્લેખનને ખોટું ઠરાવી શકે. તેમણે એમપણ જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ બની રહેશે.તેની બાંયધરી આપતી સંયુકત સંસ્કૃતિ અને ઊર્દૂ સંસ્કૃતિ ભારતીયોને એક જૂથ રાખતીહતી. ન્યાયમુર્તિ કાત્જૂએ જણાવ્યુંહતું કે, મુસ્લિમ શાસકો અંગેનું જુઠ્ઠાણું ફેલાવવાનો એજન્ડા બિ્રટિશ શાસકોએ ૧૮પ૭નાવિપ્લવ બાદ અમલમાં મુકયો હતો. તેના કારણે જ મહમૂદગઝનીના સોમનાથ પરના આક્રમણોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જયારે ટીપુસુલતાન દ્વારા ૧પ૬ હિંદુ મંદિરોને વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવતી હતી તે બાબતનો કયાંય ઊલ્લેખ નથી.એક સમારંભમાં ન્યાયમુર્તિ કાત્જૂએ બી.એન.પાંડે દ્વારાલિખિત પુસ્તકમાંથી ઊદાહરણ ટાંકીને દલીલો કરી હતી. ૧૯૭૭માં રાજયસભાના સાંસદોને કરેલા સંબોધનમાં ડો..પાંડેએ જણાવ્યું હતું કે, એક ચોક્કસ નીતિ અંતર્ગત ભારતના ઇતિહાસને જુઠ્ઠાણાથી ભરીદેવામાં આવ્યો હતો. ઇતિહાસમાં એવી છાપ ઊભીકરવામાં આવી હતી કે ભારતીય ઇતિહાસનો મધ્યયુગીન સમયગાળો મુસ્લિમશાસકોના હદુઓ પરના અત્યાચારોથી ભરપૂર હતો અને હિંદુઓ ઇસ્લામિક શાસન તળે પીડા ભોગવતા હતા.

(સૌજન્ય: ગુજરત ટુડે 19એપ્રીલ2011)

ઓમાન(મધ્યપૂર્વન)ની શાનદાર મસ્જીદ-શેખ સુફિયાન સીદાતજરા દૂરનો લેંડસ્કેપ

ઘણાં નજદીકનું દ્ર્શ્ય

 

રાત્રિની વિજળીના પ્રકાશમાં દીપી ઉઠતી નૂરાનિયત

 

ફૂટી ગયા—આઈ.ડી.બેકાર

 

footigaya 

Posted by: bazmewafa | 06/23/2008

મારી કમી મહેસુસ કર

મારી કમી મહેસુસ કર___(અંગ્રેજી કાવ્ય MiSs me_But let me goનો અનુવાદ,કવિ અજ્ઞાત)

 અંજલિ

મારી કમી મહેસુસ કર ___ પણ મને પ્રયાણ કરવા દે

જ્યારે હું મારા માર્ગના અંત સુધી પહોંચી ચૂક્યો છું

અને આ સૂર્ય પણ મારા માથે આથમી ચૂક્યો છે

આ ગમગીની ભરેલા ઓરડામાં હું કોઇ કર્મ કાંડ ઇચ્છતો નથી

એક આત્માની સ્વાતંત્ર્ય ની પ્રક્રિયા પર કેમ અશ્રૂ સારે છે

મારો શોક પાળજે, પણ બહુ લાંબા સમય માટે નહીં

અને તારા મસ્તકને  નીચું નમાવીશ નહીં

તે પ્રેમ ને સાંભરી લેજે ,જે આપણે ઉભયે એક સમયે માણ્યો

મારી ખોટ અનુભવજે __ પણ મને પ્રયાણ કરવા દે

કારણકે આ એક એવી યાત્રા છે ,જે આપાણે સૌએ  કરવાની છે ,

અને દરેકે એકલાંજ પ્રયાણ કરવાનું છે

અંતિમ ગૃહ પ્રતિના માર્ગ ના એક પગથિયા માટેના

મહા ભિનિષ્ક્રમણ નો આ એક ભાગ છે

જ્યારે તુ એકાંત અનુભવે ,હૃદય બેચેન થઇ જાય તો

  તે મિત્રો નો સહરો લે જેને આપણે પ્રિછીએ છીએં

અને તારી વેદનાને સતકાર્યો ના ભાર નીચે ધર્બી દે

 મારી કમી મહેસુસ કર __પણ મને પ્રયાણ કરવા દે.

મુનવ્વર રાના…… એક શખ્સિયત.. વિજેંદ્ર શર્મા કા આલેખ

મૌલા યે તમન્ના હૈ કી જબ જાન સે જાઊં
જિસ શાન સે આયા હૂઁ ઉસી શાન સે જાઊં
સર્દી કી વો એક કંપકંપાતી રાત થી ઉર્દૂ અકાદમી,દિલ્લી ને ગણતંત્ર દિવસ કે ઉપલક્ષ મેં એક મુશાયરે કા આયોજન કિયા થા જગહ થી દિલ્લી કા તાલ-કટોરા ઇંડોર સ્ટેડિયમ ૤ જહાઁ તક મુઝે યાદ હૈ 24 જનવરી2003 કા દિન થા ઔર મુશાયરે કી નિઝામત કર રહે થે જનાબ મલિકઝાદા ‘મંઝૂર ‘ ઉન્હોંને એક નામ પુકારા કિ અબ મૈં જ઼હમતે – સુખન દે રહા હૂઁ કલકત્તે સે તશરીફ લાયે જનાબે – મુનવ્વર રાના કો૤ પૂરા હાલ તાલિયોં સે ગૂઁજ ઉઠા૤ મૈંને નામ તો સુના થા પર ઉનકે ક઼લામ સે વાકિફ઼ ન થા ૤ બડ઼ી- બડ઼ી આંખોં વાલા એક રૌબીલા ચેહરા માઇક કે સામને આયા જૈસા નામ વૈસા મુનવ્વર ચેહરા ઔર ઉન્હોંને બિના કિસી તમહીદ (ભૂમિકા ) કે એક મતલા સુનાયા:–
બસ ઇતની બાત પે ઉસને હમેં ‘બલવાઈ’ લિખા હૈ
હમારે ઘર કે એક બર્તન પર આઈએસઆઈ લિખા હૈ
મતલા સુનતે હી ફિર એકબાર પૂરા હાલ વાહ- વાહ સે ગૂઁજ ગયા ,મુઝે લગા કિ મૈંને આજ તક જો શાયરી સુની થી વો સબ ઇસ મતલે કે આગે ફીકી થી ૤ ઇસકે બાદ ઉન્હોંને અપની એક ગઝલ સુનાઈ જિસે સુનને કે બાદ તો મૈં ઉનકા મુરીદ હો ગયા ઉસ ગઝલકા મતલા ઔર એક શેર યૂઁ થા …
મુહબ્બત કરને વાલા જ઼િન્દગી ભર કુછ નહીં કહતા
કે દરિયા શૌર કરતા હૈ, સમન્દર કુછ નહીં કહતા
તો ક્યા મજબૂરિયાં બેજાન ચીજેં ભી સમઝતી હૈં
ગલે સે જબ ઉતરતા હૈ તો ઝેવર કુછ નહીં કહતા
ઇસકે બાદ ઉન્હોંને એક દો ગ઼જ઼લેં ઔર સુનાઈ ઔર અપની જગહ લે લી સચ મેં શાયરી કે એક નએ રંગ સે ઉસ દિન મૈં રુ-બરુ હુઆ થા , ઉનકે એક-એક મિસરે પે સચ મેં સન્ન હો ગયા ૤ મૈંને દેખા કિ મુનવ્વર સાહેબ પીછે કી તરફ઼ ગયે હૈ ,મૈં ભી ઉનસે મિલને કે લિએ ગયા દરઅસલ મુનવ્વર સાહેબ સિગરેટ કા કશ લેને મંચ કે પીછે આયે થે દુઆ – સલામ કે તકલ્લુફ઼ કે બાદ મૈંને કહા કિ હુજ઼ૂર યે શેર જરા ખુલા નહીં અગર આપ ઇસકી વજાહત કર દેં તો બડ઼ી મેહરબાની હોગી ઉન્હોંને કહા કહિયે ,મૈંને શેર સુનાયા “તો ક્યા મજબૂરિયાં બેજાન ચીઝેંભી સમઝતી હૈં /ગલે સે જબ ઉતરતા હૈ તો ઝેવર કુછ નહીં કહતા”
ઉન્હોંને કહા કિ જબ આપ કિસી કો કોઈ ચીજ઼ દિલાતે હૈ યા જર્૛ કરિએ અપની બીવી કો આપ કોઈ ચેન દિલાતે હૈ તો વો ઝેવર ખુદ બઢ ચઢ઼ કે બોલતા હૈ કિ મુઝે કિસી ને પહના હૈ૤ મગર કિસી મજબૂરી મેં જબ વહી ચેન બિકતી હૈ તો ઝેવર ચુપ –ચાપ બિક જાતા હૈ યાનિ જો મજબૂરી હોતી હૈ ઉસે બેજાન ચીઝેંભી સમઝતી હૈ યહી મફ઼હૂમ હૈ ઇસ શેર કા ઇતના સુનના થા કિ મેરી આઁખે નમ હો ગઈ ઔર ઉસદિન સે મૈં મુનવ્વર સાહેબ કા મુરીદ હો ગયા ૤ શાયરી ઐસે મૌજૂ પે ભી હો સકતી હૈ મૈંને જ઼િન્દગી મેં પહલી મરતબા દેખા,સુના ઔર મહસૂસ કિયા૤
મુનવ્વર રાના કા જન્મ સઈ નદી કે કિનારે બસે તારીખ઼ી શહર રાયબરેલી (ઉતર પ્રદેશ ) મેં 26 નવમ્બર, 1952 મેં હુઆ ૤ ઇનકે બુ૛ુર્ગ બરસોં સે વહાઁ મદરસે મેં પઢ઼ાને કા કામ કરતે થે મગર જબ મુલ્ક કા બઁટવારા હુઆ તબ મુનવ્વર સાહેબ કે દાદા – દાદી પકિસ્તાન ચલે ગયે ઔર મુનવ્વર સાહેબ કે અબ્બૂ મરહૂમ સૈયદ અનવર અલી અપની જ઼મીં સે મુહબ્બત કે ચક્કર મેં પકિસ્તાન નહીં ગયે ૤ હાલાત્ ને ઉનકે હાથ મેં ટ્રક કા સ્ટેરિંગ થમા દિયા ઔર ઇનકી માઁ મજદૂરી કરને લગી અચ્છા ભલા પરિવાર મુલ્ક કેટુકડ઼ે હોને કે બાદ ૚ુરબત કી ચાદ્દર મેં લિપટ ગયા ૤હાલાત્ ને મુનવ્વર રાના કો બચપન મેં હી જવાન કર દિયા ૤મુનવ્વર સાહેબ ને કહીં લિખા હૈ કિ મેરે અબ્બૂ ટ્રક ચલાકે થક જાતે થે ઉન્હેં નીંદ આતી થી ઔર મુમકિન હૈ ઉન્હોંને બહુત સે ૙્વાબ દેખેં હો ,અમ્મી સે નીંદ કૌસોં દૂર થી લિહાજ઼ા અમ્મી ને કભી ૙્વાબ નહીં દેખે૤ મુનવ્વર સાહેબ કે વાલિદ ને 1964 મેં અપના ટ્રાંસપોર્ટ કા છોટા સા કારોબાર કલકત્તે મેં શુરૂ કિયા ઔર 1968 મેં મુનવ્વર સાહેબ ભી અબ્બૂ કે પાસ રાયબરેલી સે કલકત્તે આ ગયે ૤ મુનવ્વર સાહેબ ને કલકત્તા કે મોહમ્મદ જાન સ્કૂલ સે હાયર સેકેંડરી ઔર ઉમેશ ચન્દ્ર કાલેજ સે બી.કૉમ.કિયા ૤ઇનકે અબ્બૂ શાયરી કે શૌકીન થે સો શાયરી કી તરફ઼ ઝુકાવ વાજ઼િબ થા મુનવ્વર સાહેબ કે વાલિદ નહીં ચાહતે થે કિ વે શાયર બને પર તક઼દીર કે લિખે કો કૌન ટાલ સકતા હૈ જદીદ (આધુનિક ) શાયરી કો નયા ઝાવિયા જો મિલના થા , ગઝલ જો મૈખાને સે કભી બાહર નહીં નિકલી થી , જો કોઠોં સે કભી નીચે નહીં ઉતરી થી ,મહબૂબ કે ગેસુઓં મેં ઉલઝી ગઝલ કો નયા આયામ જો મિલના થા ૤ મુનવ્વર ન ચાહતે હુએ ભી શાયર હો ગયે,શુરૂઆતી દિનોં મેં વે પ્રો. એઝા૛ અફ઼જ઼લ સાહેબ સે કલકત્તે મેં ઇસ્લાહ લેતે થે ઔર ઉનકા તખ઼લ્લુસ થા ‘ આતિશ’ યાની ક઼લમીનામ થા મુનવ્વર અલી’આતિશ’ ૤ બાદ મેં લખનઊ મેં ઉનકી મુલા૘ાત વાલી આસી સાહેબ સે હુઈ જો મુનવ્વર રાના કે બાકાયદા ઉસ્તાદ હુએ ૤ મુનવ્વર અલી”આતિશ”કો નયા નામ મુનવ્વર રાના ઉનકે ઉસ્તાદ વાલી આસી ને હી દિયા ૤
ફિલહાલ મુનવ્વર સાહેબ કા અપના ટ્રાંસપોર્ટ કા બહુત બ૜ા કારોબાર કોલકત્તા મેં હૈ ઔર વે ૙ુદ આજકલ લખનઊ મેં રહ રહે હૈ૤પિછલે સાલ નવમ્બર મહીને મેં ઉનકે ઘુટનોં કા ઓપરેશન ઇંદૌર મેં હુઆ ઉસકે બાદ ઉનકે ઘુટને કઈ બાર ખુલે અભી ભી ઉનકા ઇલા૛ એમ્સ દિલ્લી મેં ચલ રહા હૈ૤
ઇસમેં કોઈ શક઼ નહીં કિ મુનવ્વર રાના ને શાયરી કી રિવાયત સે હટકર શે’ર કહેં હૈં૤ ઉનકા માનના હૈ કિ ગઝલ કે માની મહબૂબ સે ગુફ્તગૂ કરના હૈ ,તુલસી કે મહબૂબ રામ થે ઔર મૈં અપની માઁ કોઅપના મહબૂબ માનતા હૂઁ ૤ માઁ પર કહે ઉનકે શે’ર પૂરી દુનિયા મેં મક઼બૂલ હૈ :—–
ચલતી – ફિરતી હુઈ આઁખોં મેં અજાઁ દેખી હૈ
મૈંને જન્નત તો નહીં દેખી હૈ, માઁ દેખી હૈ
તેરે દામન મેં સિતારે હૈં તો હોંગે ઐ ફ઼લક
મુઝકો અપની માઁ કી મૈલી ઓઢ઼ની અચ્છી લગી
બુલંદિયોં કા બડ઼ે સે બડા નિશાન છુઆ
ઉઠાયા ગોદ મેં માઁ ને તો આસમાન છુઆ
યે ઐસા કર્જહૈ જો મૈં અદા કર હી નહીં સકતા
મૈં જબ તક ઘર ન લૌટૂં મેરી માઁ સજદે મેં રહતી હૈ
જબ ભી કશ્તી મેરી સૈલાબ મેં આ જાતી હૈ
માઁ દુઆ કરતી હુઈ ખ્વાબ મેં આ જાતી હૈ
‘મુનવ્વર’ માઁ કે આગે કભી ખુલકર નહીં રોના
જહાઁ બુનિયાદ હો ઇતની નમી અચ્છી નહીં હોતી
કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાઁ આયી
મૈં ઘર મેં સબ સે છોટા થા મેરે હિસ્સે મેં માઁ આયી
મૈંને રોતે હુએ પોંછે થે કિસી દિન આંસૂ
મુદ્દતોં નહીં ધોયા માઁ ને દુપટ્ટા અપના
મુનવ્વર રાના કી શાયરી મેં મહબૂબ કી જુલ્ફેં ,મૈખાને કા મં૛ર , સાકી-ઓ- પૈમાના ઔર હુસ્ન કી તારીફ તો નજર નહીં આતી પર મુનવ્વર સાહેબ ને માઁ , બેટી, બચપન, રિશ્તોં કી નાજ઼ુકી ,૚ગુરબત,વતન ,ઘર- આઁગન ઔર જ઼િન્દગી કે તમામ રંગોં પે શાયરી કી હૈ ૤ ઉનકે યે અશઆર ઇસ બાત કી તસ્દીક કરતે હૈ ૤
ગઝલવો સિન્ફ઼ એ નાજ઼ુક હૈ જિસે અપની રફ઼ાક઼ત સે
વો મહબૂબા બના લેતા હૈ, મૈં બેટી બનાતા હૂઁ
****
સમઝોતોં કી ભીડ઼ -ભાડ઼ મેં સબસે રિશ્તા ટૂટ ગયા
ઇતને ઘુટને ટેકે હમને આખ઼િર ઘુટના ટૂટ ગયા
****
હમ સાયાદાર પેડ઼ જમાને કે કામ આયે
જબ સૂખને લગે તો જલાને કે કામ આયે
તલવાર કી મયાન કભી ફેંકના નહીં
મુમકિન હૈ, દુશ્મનોં કો ડરાને કે કામ આયે
****
શક્કર ફિરકાપરસ્તી કી તરહ રહતી હૈ નસ્લોં તક
યે બિમારી કરેલે ઔર જામુન સે નહીં જાતી
*****
સો જાતે હૈ ફુટપાથ પે અખ઼બાર બિછાકર
મજ઼દૂર કભી નીંદ કી ગોલી નહીં ખાતે
****
જિઝાં મેં ઘોલ દી હૈ નફરતેં અહલ એ સિયાસત ને
મગર પાની કુઁએ કા આજ તક મીઠા નિકલતા હૈ
****
બિછડ઼ના ઉસકી ખ્વાહિશ થી, ન મેરી આરઝૂ લેકિન
જરા-સી ઝિદ ને આઁગન કા બઁટવારા કરાયા હૈ
****
ઉમ્ર ભર સાંપ સે શર્મિન્દા રહે યે સુન કર
જબ સે ઇન્સાન કો કાટા હૈ ફન દુખતા હૈ
****
યે દેખ કર પતંગે ભી હૈરાન હો ગઈ
અબ તો છતેં ભી હિન્દૂ – મુસલમાં હો ગઈ
****
જ઼િન્દગી સે હર ખ઼ુશી અબ ગ઼ૈર હાજિર હો ગયી
ઇક શક્કર હોના થી બાકી વો ભી આખ઼િર હો ગયી
***
બદન મેં દૌડ઼તા સારા લહૂ ઈમાન વાલા હૈ
મગર ઝાલિમ સમઝતા હૈ કિ પાકિસ્તાન વાલા હૈ
****
હમારે ફ઼ન કિ બદૌલત હમે તલાશ કરે
મઝા તો જબ હૈ કિ શોહરત હમે તલાશ કરે
મુનવ્વર રાના કી શાયરી મેં જો સબસે અહમ બાત હૈ કિ વે કાફ઼િયે ભી રિવાયત સે હટકર ઇસ્તેમાલ કરતે હૈ જૈસે:-
દુનિયા સલૂક કરતી હૈ હલવાઈ કી તરહ
તુમ ભી ઉતારે જાઓગે મલાઈ કી તરહ
માઁ બાપ મુફલિસોં કી તરહ દેખતે હૈં બસ
કદ બેટિયોં કે બઢ઼તે હૈં મહંગાઈ કી તરહ
હમ ચાહતે હૈં રક્ખે હમેં ભી જમાના યાદ
ગાલિબ કે શેર તુલસી કી ચૌપાઈ કી તરહ
હમસે હમારી પિછલી કહાની ન પૂછિએ
હમ ખુદ ઉધડ઼ને લગતે હૈં તુરપાઈ કી તરહ
મુનવ્વર રાના સહી માયનોં મેં કલન્દર શાયર હૈ,ઉનકે યે મિસરે ઇસકી પુરજ઼ોર ગવાહી દેતે હૈ :-
યે દરવેશોં કિ બસ્તી હૈ યહાઁ ઐસા નહીં હોગા
લિબાસ ઐ જ઼િન્દગી ફટ જાએગા મૈલા નહીં હોગા
****
જાઓ, જાકર કિસી દરવેશ કી અજ઼મત દેખો
તાજ પહને હુએ પૈરોં મેં પડે રહતે હૈ
****
કલન્દર સંગેમરમર કે મકાનોં મેં નહીં મિલતા
મૈં અસલી ઘી હૂઁ ,બનિએ કી દુકાનોં મેં નહીં મિલતા
***
ચલે સરહદ કી જાનિબ ઔર છાતી ખોલ દી હમને
બઢ઼ાને પર પતંગ આએ તો ચરખી ખોલ દી હમને
પડ઼ા રહને દો અપને બોરિયેપર હમ ફકીરોં કો
ફટી રહ જાયેંગી આઁખે જો મુટ્ઠી ખોલ દી હમને
મુનવ્વર રાના ને દેશ કે વિભાજન કા દર્દ ઝેલા હૈ ઉનકાપૂરા પરિવાર ઉસ વક઼્ત પાકિસ્તાન ચલા ગયા ઇસ દર્દ કો ઉન્હોંને અપની નઈ પ્રકાશિત કિતાબ મુહાજિરનામા મેં બયાન કિયા હૈ એક હીરદીફ઼ કાજિયે પે ઉન્હોંને તકરીબન500 શેર કહે હૈં ૤ દરઅસલ મુહાજિરનામા ઉન લોગોં કા દર્દ હૈ જો ઉસ વક઼્ત હિંદુસ્તાન છો૜કર પાક ચલે ગયે થે ઔર મુહાજિરનામા મુહાજિરોં કી જાનિબ સે હુકૂમતે પાક કો એક કરારા જવાબ ભી હૈ ૤ મુહાજિરનામા મેં સે કુછ અશઆર :-
મુહાજિર હૈ મગર હમ એક દુનિયા છોડ આયે હૈં
તુમ્હારે પાસ જિતના હૈ હમ ઉતના છોડ આયે હૈં
વુજૂ કરને કો જબ ભી બૈઠતે હૈ યાદ આતા હૈ
કિ હમ ઉજલત મેં જમુના કા કિનારા છોડ આયે હૈં
તયમ્મુમ કે લિએ મિટ્ટી ભલા કિસ મુંહ સે હમ ઢૂંઢેં
કિ હમ શફ્ફાક઼ ગંગા કા કિનારા છોડ આયે હૈં
હમેં તારીખ઼ ભી ઇક ખાન – ઐ- મુજરિમ મેં રખેગી
ગલે મસ્જિદ સે મિલતા એક શિવાલા છોડ આયે હૈં
યે ખુદગર્૛ી કા જ૛્બા આજ તક હમકો રુલાતા હૈ
કિ હમ બેટે તો લે આયે ભતીજા છોડ આયે હૈં
ન જાને કિતને ચેહરોં કો ધુંઆ કરકે ચલે આયે
ન જાને કિતની આંખોં કો છલકતા છોડ આયે હૈં
ગલે મિલતી હુઈ નદિયાઁ ગલે મિલતે હુએ મજહબ,
ઇલાહાબાદ મેં કૈસા નાઝારા છોડ આએ હૈં
શકર ઇસ જિસ્મ સે ખિલવાડ઼ કરના કૈસે છોડેગી કે
હમ જામુન કે પેડોંકો અકેલા છોડ આએ હૈં
અભી તક મુનવ્વર રાના કી યે કિતાબેં મંજ઼રે-આમ પે આ ચુકી હૈ:-
નીમ કે ફૂલ, કહો જ઼િલ્લે ઇલાહી સે,બગ઼ૈર નક્શે કા મકાન, સફેદ જંગલી કબૂતર ,ગઝલ ગાઁવ, મૌર પાઁવ, પીપલ છાઁવ, સબ ઉસકે લિએ ,
બદન સરાય ,માઁ ,ઘર અકેલા હો ગયા , ચેહરે યાદ રહતે હૈ, ફિર કબીર ,મુનવ્વર રાના કી સૌ ગ઼જ઼લેં ,જંગલી ફૂલ ,નએ મૌસમ કે ફૂલ ઔર મુહાજિરનામા ૤
ફિલહાલ મુનવ્વર રાના સાહેબ અપની ઘુટનોં કી બીમારી સે જૂઝ રહે હૈં ,પિછલે દિનોં ઉન્હેં અસ્પતાલ મેં બહુત રહના પડ઼ા વહાઁ ઉન્હોંને એક ગઝલકહી ઉસી કા એક મતલા ઔર એક શે’ર :-
મૌલા યે તમન્ના હૈ કી જબ જાન સે જાઊં
જિસ શાન સે આયા હૂઁ ઉસી શાન સે જાઊં
ક્યા સૂખે હુએ ફૂલ કી ક઼િસ્મત કા ભરોસા
માલૂમ નહીં કબ તેરે ગુલદાન સે જાઊં
લિખને કો તો મુનવ્વર રાના કી શખ્સીયત ઔર ઉનકે ક઼લામ પે હઝારોં સજે લિખે જા સકતે હૈ આખ઼િર મેં ઉન્હીં કે એક શે’ર કે સાથ અપના યે આલેખ ખ઼ત્મ કરતા હૂઁ..
જાને અબ કિતના સફ઼ર બાકીબચા હૈ ઉમ્ર કા
જ઼િન્દગી ઉબલે હુએ ખાને તલક તો આ ગયી

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 453 other followers

%d bloggers like this: