Posted by: bazmewafa | 10/12/2011

હઝલ:ડોબું કદી કહેવાય ના—સિરાજ પટેલ –પગુથનવી

ડોબું કદી કહેવાય ના—સિરાજ પટેલ –પગુથનવી

 

દૂબળી એ ભેંસને ડોબું કદી કહેવાય ના,

વાતનું ક્યારે વતેસર થાય એ કહેવાય ના.

 

ઉર્મિઓના હું મિનારા તો ચણું છું રોજ પણ,

ઉલઝનો છે એટલી ચેનથી જીવાય ના.

 

છે બલિહારી ઘણી પૈસાની દુનિયામાં બધે,

એટલે સાચી શિખામણ કોઈને દેવાય ના.

 

વધતો વધતો એટલો ગુંચવાડો વધતો જાય છે,

સીધી સાદી વાત પણ સીધી રીતે કહેવાય ના.

 

સિરાજ પિપૂડી વગાડે એકતાની રોજ પણ,

એ તો ગાજરની છે તેથી કોઈને સંભળાયના.

(સૌજન્ય:ફ્રોમ લંડન વીથ લવ પૃ.74)


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ