Posted by: bazmewafa | 03/16/2008

એક મૂરખને એવી ટેવ__ અખો

fasgayapatanga.jpg 

અખાના છપ્પા

અખો

અખો ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે. જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી વિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
આ સાથે તેણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. “એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ” જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.

************

આંધળો સસરો ને બહેરી વહુ,
 કથા સાંભળવા ચાલ્યા સહુ

કીધુ કાંઇ ને સાંભળ્યું કશું,
 આંખનું કાજળ ગાલે ઘસ્યું.
************
 તિલક કરતાં ત્રેપન થયાં


તિલક કરતાં ત્રેપન વહ્યા,
 ને જપમાળાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાકયા ચરણ,
 તોય ન પોહોંચ્યો હરિને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યા કાન,
 તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
************
એક મૂરખને એવી ટેવ


એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન,
 તુલસી દેખી તોડે પાન.

એ અખા બહુ ઉતપાત,
 ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
*************
દેહાભિમાન હતું પાશેર


દેહાભિમાન હૂતો પાશેર,
 વિધા ભણતાં વાધ્યો શેર;

ચર્ચાવાદમાં તોલે થયો,
ગુરુ થયો ત્યાં મણમાં ગયો;

અખા એમ હલકાથી ભારે હોય,
આત્મજ્ઞાન મૂળગું ખોય
******

એક નગરમાં લાગી લાય
પંખીને શો ધોકો થાય

ઉંદર બીચારાં કરે શોર
 જેને નહીં ઉડવાનું જોર

અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે
 જેની અનુભવ પાંખો આકાશે ફરે
*****
  આં ઊંડો કૂવોને ફાટી બોખ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક
  દેહાભિમાન હતો પાશેર તે વિદ્યા ભણીને વધ્યો શેર

  ચર્ચાવાદમાં તોલે થયો ગુરુ થયો ત્યાં મણમાં ગયો
  અખા એમ હલકાંથી ભારે થાય આત્મજ્ઞાન સમૂળું જાય

  સો આંધળામાં કાણો રાવ આંધળાને કાણા પર ભાવ
  સૌનાં નેત્રો ફૂટી ગયા ગુરુઆચારજ કાણાં થયા

  શાસ્ત્ર તણી છે એકજ આંખ

અનુભવની ઉઘડી અખા નહી આંખ

 

હઝલોત્સવ_6


પ્રતિભાવો

  1. maza aavi gayee akha bhagat chhapa vanchi. vadahre hoy to post karo

  2. KHUB J SARA CHE !

  3. SARAS CHHAPPA.

  4. khoob saras chhe chhappa vanchi ne school ni Balbharti ni yaad taji thai gayi.

  5. Kub j Saras Che.

  6. poem’s first line is wrong it should be
    આંધળો સસરો ને સરઘટ વહુ


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ