Posted by: bazmewafa | 04/24/2009

ગઝલ:ગુજરાતનો ઉર્દૂ ગઝલ દરબાર-2…નાઝિર દેખૈયા——મુહમ્મદઅલી વફા

ગુજરાતનો ઉર્દૂ ગઝલ દરબાર-2…નાઝિર દેખૈયા——મુહમ્મદઅલી વફા

અપની હર બાત પે સોચો પ્યારે

અપને હાલાતપે સોચો પ્યારે

સૌદા-એ-દિલકી બાતસે પહલે

અપની ઔકાતપે સોચો યારો.

(પોતાની સર્વ વાતો પર વિચર વિમર્શ કરો.અને પોતાની પરિસ્થિતિ ઉપર પણ વિચારો.અને આ હૃદયના આદન પ્રદાનના  ગંભીર પ્રશ્ને પોતાનાં સામર્થ્ય પર જરા દ્ર્ષ્ટિપાત કરો)

નામ :નૂરમોહમ્મદ દેખૈયા

તખલ્લુસ : નાઝિર

જન્મ :13-2-1921

જન્મ સ્થળ:ભાવનગર,સૌરાષ્ટ્ર

અભ્યાસ:ગુજરાતી બે ધોરણ,સંગીતમાં કલેરીઓનેટ વાદનની તાલીમ

વ્યવસાય: બેંન્ડ(ઇન્ડિયન અભુ બેન્ડ) ભાવનગર

અવસાન :16માર્ચ1988

પ્રકાશનો:
1 તૃષાર ભાગ 1-2,
2 નાઝિરની ગઝ્લો ભાગ1-2,
3 સુનાઁ સદન

 ‘નાઝિર દેખૈયા
16માર્ચ1988 ભાવનગરના મધ્યબિઁદુમાઁથી એક જનાજો નીકળ્યો.ભાવનગરનુઁ એક અણમોલ રતન જન્નત નશીન થયુઁ હતુઁ.
લો હમને મરકે ભી છોડા ન સાથ યારોંકા

ચલા જો કાફલા તો હમ ગુબાર હોકે ચલે

(લ્યો! અમે મરીને પણ  મિત્રોનો સાથ છોડ્યો નહીં,કાફલો (જનાઝો) ચાલ્યો તો અમે ધૂલની રજકણ બની સાથે ચાલ્યા).

હમારી મૌતકી નાઝિર જો માંગતે થે દુઆ

ઉન્હીંકી આંખોસે અશ્કબાર હોકે ચલે

(નાઝિર! અમારા મૃત્યુ માટે જેઓ દુઆઓ માંગતા હતા, અમે એમની આંખોમાં અશ્રુ ધારા બની ની ચાલ્યા)

અબ ઈસસે ક્યા પ્યારકા જ્યાદા સબૂત હૈ નાઝિ

કિ દુશ્મનો કિ કાંધપે સવાર હોકે ચલે

(અને નાઝિર. !એનાથી પ્રેમની વધુ શી સાબિતી હોઇ શકે? કે અમે તો શત્રુઓની કાંધ પર સવાર થઈને ચલ્યા.અમારો જનાઝો શત્રુઓ ઉંચકીને ચાલતા હતા)

ઘરથી કબર સુધી નાઝિર દેખૈયાને લઈ જવાન હતાત્યારેજ જનાજાને વારફરતી કાઁધ દેનારા મિત્રોના મનમાઁ શોકની ખરલમાઁ નાઝિરના શેર ઘુઁટાતા હતા,સ્મરણોના પુટ દેવાતા હતા.
ભાવનગરની વચ્ચોવચ્ચ આંબાચોક ,ત્યાઁ એક મેડીમાઁથી વહેલે સવારથી મોડી રાત સુધી બેંડની મધુર સૂરાવલીઓ હવામામ લહેરાયા કરે.અભુ બેંડ્ના માલિક બેબસ તબિયતે મુલાયમ.માતપિતાની છ્ત્રછાયા નાની ઉમરે ગુમાવી બેઠેલા નાના ભાઈ નૂરમોહમ્મદને આંખના નૂરને જેમ સાચવે.ભાઈ_ભાભીના હેતમાઁ તરબોળ નૂરમોહમ્મદે શાળાનુઁ શિક્ષણ વહેલુઁ છોડી ભાઈના બેંડમાઁ કલેરિઓનેટ પર આંગળાઁ ફેરવવા માઁડયાઁ, અને ફેફસાઁની ફુઁકથી લોકોને મન ભાવન સૂર છેડવા માઁડયા. આ નૂરમોહમ્મદ દેખૈયા તેજ નાઝિર દેખૈયા.બેબસ ભાઈની મેડીમાઁ સંગીત જયારે આરામ ફરમાવે ત્યારે ગઝલ આળસ મરડે.બેબસ,ચમકાર,કિસ્મત, ખલીલ,રોશન,રફતાર,બેફામ,નિશાત ,આસીફ, વલી વિ.સૌ કવિતાનો કેફ કરતા.નૂરમોહમ્મદનાઁ સુષુપ્ત નૂરને પણ શૂર ચડયુઁ,ગઝલની સમજદારી વધી.એના કાયદા કાનુન કિસ્મત કુરેશીએ સમજાવ્યા અને પછી તો પ્રતિભા પાંગરી,.નાઝિર કિસ્મતને તેમના ગઝલગુરુ માનતા હતા.નાઝિરની ગઝલો તેમને અર્પણ કરી હતી. નાઝિર તખલ્લુસ પણ કિસ્મત ભાઈએ આપેલુઁ.
ગુજરાતી અને ઉર્દુની ઉત્તમ શાયરીનુઁ અનુપાન અન્દરના બીજને અંકુરિત, પલ્લવિત,પુષ્પિત કરવા માઁડ્યુઁ.અને ગુજરાતી ગઝલના બાગમાઁ એક નાનો પણ મધમધતો છોડ બારમાસી સુગન્ધ દેવા માઁડ્યો.
એમની ગઝલોના મોઘમ ઈશારાઓ સમજનારા પાકયા છે.મનહર ઉધાસ એમના કંઠમાઁ નાઝિરની ગઝલોને રમાડે છે,તો મોરારી બાપુ તો ત્યાઁ સુધી લખેછે કે રામકથામાઁ તુલસીદાસ સિવાય કોઇની કવિતા એમણે ગાઈ હશે તો એ માન કદાચ નાઝિરનેજ મળ્યુઁ હશે..

નાઝિર અચ્છા ગઝલકાર ઉપરાઁત એક અચ્છા ગાયક પણ હતા.પોતાની ગઝલને તરન્નુમથી ગાતા ત્યારે વાતાવરણમાઁ કવિતા અને સંગીતની જુગલબન્દીની ખુશ્બૂ પથરાઈ જતી .જેવા સ્વભાવના સુકોમળ તેવાજ અવાજના સુકોમળ .શરીરમાઁ લોહી ઝઝુઁ નહોતુઁ પણ લોહીની મીઠાશ અપરઁપાર હતી.એમણે રુપિયાજ નહીઁ શબ્દો પણ બહુ ઓછા વાપર્યા છે.પણ એ શબ્દોમાઁ વાત લાખ રુપિયાની કહી છે.અને એ અનુભવ વાણી ગુજરાતી ભાષામાઁ કહેવતો તરીકે વપરાવાની છે.

ખુશીથી કોઇને જ્યારે મરી જવાની ઈચ્છા થઇ
તો ત્યાઁથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઇ,

પણ નાઝિર ને જવાની ઈચ્છા નહોતી એટલે કાળ પાછો ફર્યો નહીઁ
નાઝિર કહે:

સમજી લો કેટલી આ દુર્ભાગી પળ હશે કે
જીવનનાઁ સ્વાસને પણ અળગા કરી ર્હ્યુ છુઁ.

એ રીતે ઉઠાવ્યા આજે કદમ મેઁ નાઝિર ‘!
ધરતીથી જાણે છૂટા છેડા કરી રહ્યો છુઁ હુઁ.
.****
જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ
રખેને આ રૂડો અવસર ફરે મળે ન મળે.
*****
શિષ્ટ મુશાયરા ,રેડિઓ, સમારંભો,મહેફિલો તથાપ્રતિષ્ઠિત સામાયિકોમાઁ માન ભર્યુઁ સ્થાન મેળવનાર શિષ્ટ ગઝલોના સર્જક નાઝિર દિમાગની નહીઁ પરંતુ સર્વથા દિલની કવિતા લઈને આવનારા. આ અનેકોના માનીતા ગઝલકારની પ્રશસ્ય પ્રતિભાનો સંચય તૃષારે ગઝલ રસિકોની અતિ ચાહના મેળવી.
મસ્ત ગાયક શ્રી મનુભાઇ પટેલ ની વિશિષ્ટ રજૂઆત અને મોહક કંઠ મારફ્ત નાઝિરની ગઝ્લો મહેફિલોમાઁ વહેતી થઇ .અને એને દ્વારકાથી કલકત્ત્ત સુધી વહાવી નાઝિર માટે એક શિષ્ટ સહ્રદય વર્ગ ઉભો થયો

આ મર્હુમ નાઝિર દેખૈયાએ ઉર્દૂ ભાષામાં પણ ખેડાણ કરી ઘણી સુંદર ગઝલો ઉર્દૂ સાહિત્ય્ને ચરણે ધરી છે.

વલી ગુજરાતી મર્હુમે ઉર્દૂ પદ્યનો વ્યવસ્થિત રીતે પ્રથમ ઝંડો લહેરાવ્યો.એ પછી ગુજરાતના ગરવા સપૂતોએ એ ઉર્દૂ સાહિત્યના કાફલામાં પોતાનું અર્પણ ચાલું રાખ્યું.

 એમનો કોઇ  ઉર્દૂમાં પ્રકાશિત થયેલ કાવ્ય સંગ્રહ ધ્યાનમાં નથીૢ પણ એમના ગુજરાતી કાવ્ય  સંગ્રહમાં 27 જેટલી ગુજરાતી લિપી માં છપાયેલ ઉર્દૂ ગઝલો એમના ઉર્દૂ તરફના પ્રેમાળ અભિગમની સાક્ષી પૂરે છે.

તુમ્હારે દેશમે ભટકેં હૈ અજનબીકી તરહ

કિસીને બાત ભી પૂછી ન આદમીકી તરહ.

અવહેલનાનો મદાગ્નિ જયારે કોરી ખાય છે ત્યારે દિલમાંથી  અજીબ ટીસ ઉઠેછે..વેદના હૈયામાં પોતાનું સ્થાન શોધી લિયે છે. અને આવો માણસ ચિત્કાર કરી ઉઠે છે.કે આવી નિષ્ઠૂરતા.કે તમાર શહેરમાં મારે એક અજનબી અજણ્યા વ્ય્ક્તિ થઈને ફરવું પડ્યું. પરિચય,પ્રેમ અને સબંધો તો દર કિનાર પણ એક અદના આદમી તરીકે પણ અમારો ભાવ પૂછવામાં ના અવ્યો.

           *****

હમારે ઝખ્મકો કબ તક સિયોગે ચારાગાર !

બહાર આતેહી ખિલ જાયેંગે કલીકી તરહ .

આ અમારા ઘાવ ઘણાં ઉંડા છે. અને એઘાવ પણ ઘણાં અંગત મિત્રો પાંસેથી મળેલા છે. એ ઘાવ રૂઝાવાની શક્યતા નહ્હીં વત છે. હે તબીબ ! તમે ક્યાં સુધી એના બખિયા ભરતા રહેશો.એતો એવા ઘાવ છે કે વસંતના આગમનની સાથે કળીઓની જેમ ખિલી નીકળશે.

              *****

આહ ભરનેસે,સિસકનેસે ક્યા હોતા હૈ?

આગ પાની મેં લગાઓ તો કોઈ બાત બને.

પ્રેમ માં આહ ભરવું અને  રડતાં રહેવાથી શું વળવાનું છે૵ પ્રેમ તો એક અગ્નિ પરીક્ષા છે.અને એ નો અગ્નિ તો એવો હૈયે સળગવો જોઈએ કે એના દાહથી પાણીમાં પન આગ લાગી જાય,અને જો એવું કર્તવ્ય થાય તો કહેવાય કે પ્રણયમાં કોઇ  ઉંડાણ છે.અને કોઈ વાત આકાર લઈ રહી છે..

          *****

તુ અગર એક જો હોતા તો કોઈ બાત નથી

તેરે સિવા  ભી મેરે દુશ્મને જાં કિતને હૈ

  શત્રુતા નિભાવવામાં તુ એકલોજ હોત તો મન મનાવી લેત.પણ અહીંતો તારા વિનાં પણ મારી જાનનાં ઘણાં શત્રુઓ છે.            *****

જરા ખિંજા(પાનખર)કી ભી ઈજ્જતકા કુછ ખયાલ કરો

બહાર(વસંત) બનકે ન નિકલો યોં દિલ્લગી કે લિયે

ઘણો ગર્ભિત ઈશારો છે.વ્યંજના પરાકાષ્ઠાએ છે. કવિ કહે છે કે આ પાનખરની ઈજ્જત પણ કોઈ વસ્તુ છે. એની ઇઇજ્જતનો પન ક5ઈક વિચાર કરો.અને પાનખરની ઋતુમાં ખાલી દિલ્લગીઅને આનંદ માટે વસંતની જેમ શણગાર કરી બહાર નીકળતાં જરા વિચારો.

               *****

ઝખ્મ ફૂલોંકા ખા કર સમજ આ ગઈ

 અબ ચમનમેં કિસીકા ભરોસા નહીં.

કંટકો,પથ્થરોકે ખંજરોની  ઈજાઓ સ્વભાવિક કર્મ છે. પણ આ વિપરિત વર્તન કે ફૂલોનાં પણ જખમ. એ જખમ  ખાઈને હવે સમજણ વધી કી  આ ઉદ્યાનમાં કોઈ પણ ભરોસાને લાયક નથી.

    

નાઝિર દેખૈયા ની ઉર્દૂ ગઝલોનો ગુલદસ્તો

 

 

 

નાઝિર દેખૈયાની ઉર્દૂ ગઝલો ઘણી સાદી અને સરળ ઉર્દૂમાં લખાઈ છે.મીર તકી મીરે કે ગાલિબની ગઝલોની જેમ  સમજવા શબ્દ કોશ જોવાની જરૂરત પડતી નથી.

એમની ગઝલમાં  રવાની સાથે દર્દ પણ ઘુંટાયલું છે.સરળ બાનીમાં ચોટ અને ચમતકૃતિ સર્જે છે.ગેયતા,રદીફ કાફિયાની ચુસ્તી,બહર અને વજનની સુપેરે માવજત ગઝલને ગાવા લાયક અને માણવા લાયક બનાવી દે છે.

  ગુજરાતી ભાષાનો એક નાદિર ગઝલકાર ઉર્દૂમાં પણ પોતાની આગવી પ્રતિભા સર્જે એ સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાનું પણ અહોભાગ્ય છે.

ઉર્દૂ ગઝલમાં  મર્હૂમ નાઝિરે પોતાની લાક્ષણિકતા સાથે તગઝ્ઝુલ અને શેરિયતને પણ ન્યાય કર્યો છે.

દેખૈયા દરબારમાં કલેરિઓનેટ પર ફરતી આંગળીઓ સાથે જ્યારે આ ગઝલો ગવાઈ હશે ,ત્યારે વિશિષ્ટ  રંગત અને શબ્દની સરગમો  ડોલી હશે.

 

ચાલો  જરા માણી લઈએં જનાબ નાઝિર દેખૈયા સાહેબેની થોડી માર્મિક ઉર્દૂ ગઝ્લો. 

 

 

1

અનજાન બને બૈઠે હૈં___નાઝિર દેખૈયા

 

ખુદાકી શાન હૈ ક્યા શાન બને બૈઠે હૈં,

રકીબ મેરે નિગેહ બાન બને બૈઠે હૈં.

 

 

લગાકે હાથમેં મહેંદી વ સુર્મા આંખોમેં,

હમારી મૌતકા સામાન બને બૈઠે હૈં.

 

 

ગિરાકે બિજલિયાં આંખેભી ઝૂકાલી ઉસને,

જલાકે આશિયાં અંજાન બને બૈઠે હૈં.

 

 

બહારેં આઈ હૈ જાકે જરા મનાલો ઉન્હેં

વો કૈસે વકત પરેશાન બને બૈઠે હૈં.

 

 

ખુદાયા લુત્ફ કરમ કર તેરે નાઝિરપર.

સુના હૈ બે સરો સામાન બને બૈઠે હૈં.

 

 

 

2

ઉંસે મહોબ્બત હો ગઈ___ નાઝિર દેખૈયા

 

અય ખુદા ! યહ ક્યા હુઆ ,કૈસી કરામત હો ગઈ,

જિનસે થી નફરત મુઝે ,ઉનસે મહોબ્બત હો ગઈ.

 

 

હરત્રફ આહો ગુગાંકા શોર જારી હો ગયા,

સીધે સાદે આદમીકી કૈસી હાલત હો ગઈ.

 

 

યારકે કૂચે તલક હરરોઝ જાના હૈ બુરા,

એ દિલે નાદાં ! તુઝે કૈસી યહ આદત હો ગઈ

 

 

ઉનસે બઢકે કૌન દે સકતા હૈ સજદોંકા સબૂત,

તેરે કદમોંમેં ભલા જિસકી શહાદત હો ગઈ.

 

ખોજ નાઝિરકી જો કરતે હૈં ,ઉન્હેં જા કર કહો

 ઉનકો પરદા હો ગયે ભી એક મુદ્દત હો ગઈ.

 

3

ગુબાર હોકે ચલે___નાઝિર દેખૈયા

 

તુમ્હારી અંજુમનસે બેકરાર હોકે ચલે.

ખુશીસે આયે થે ઔર અશ્કબાર હો કે ચલે.

 

સુકૂન પાએં તો ક્યા પાએં ઐસે લોગોંસે

નજર મિલી ન મિલી શર્મસાર હો કે ચલે.

 

તુમ્હારી નજરે  નવાજિશપે સદકે જાનો જિગર,

નજર તુમ જિસપે કરો વો બહાર હોકે ચલે.

 

લો ,હમને મરકે ભી ન છોડા સાથ યારોં કા,

ચલા જો કાફલા તો હમ ગુબાર હોકે ચલે.

 

હમારી મૌતકી નાઝિરજો માંગતે થે દુઆ

ઉન્હીંકી આંખોંસે અશ્કબાર હો કર ચલે.

 

અબ ઈસસે પ્યારકા જ્યાદ સબૂત નાઝિરહૈ.

 કિ દુશ્મનો&કી કાંધ પર સવાર હો કે ચલે.

 

4 

હાલ ક્યા પૂછ્તે હો___ નાઝિર દેખૈયા

 

બેવજહ કોઈ ભી ન રોતા હૈ.

કુછ નહીં તો કુછ દિલમેં હોતા હૈ.

 

હોશ મુઝકો રહતા નહીં લિલ્લાહ.

સામના ઉનકા જબ કિ હોતા હૈ.

 

જિસને દેખા નહીં તેરા જમાલ,

સુખકી નીંદ વો હી સોતા હૈ.

 

કોઈ તો બાત હૈ મહોબ્બત મેં,

 મુફ્તમેં જાન કોઈ દેતા હૈ.

 

ઠેસ ઉનકે જિગરકો લગતી હૈ,

દર્દ મહેસુસ મુઝકો હોતા હૈ.

 

હાલ ક્યા પૂછ્તે હો નાઝિરકા

કલ વો હંસતા થા ,આજ રોતા હૈ.

 

5

 કોઈ બાત બને.__ _ નાઝિર દેખૈયા

 

રૂખસે પર્દા હતાઓ તો કોઈ બાત બને.

આંખસે આંખ મિલાઓ તો કોઈ બાત બને.

 

મનહી મન બિગડ જાનેસે ક્યા હોતા હૈ?

હાલે-દિલ હમકો સુનાઓ તો કોઈ બાત બને.

 

બાત કરનેકા તરીકા હૈ એક ઇશારા ભી,

ઐસી કોઈ બાત પે આઓ તો કોઈ બાત બને.

 

આહ ભરને સે સિસકનેસે તો ક્યા હોતા હૈ,

આગ પાનીમીં લગાઓ તો કોઈ બાત બને,

 

બાત બનતી નહીં નાઝિરકી યાદ કરને સે,

ઉંકો તુમ અપના બનાઓ તો કોઈ બાત બને. 

   

 

એમના પરિચય માટે નીચેના URL પર કલીક કરવા વિનંતી છે.

 https://bazmewafa.wordpress.com/2007/02/28/naazir-dekhaiya/

 


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ