Posted by: bazmewafa | 05/17/2007

હું એક ભટક્તો શાયર_શેખાદમ દર્શન

(1929-1985)

છું જવાનીનો હું સાથી પ્રેમનો પણ મિત્ર છું.
મીટ માંડી રૂપ પણ જોયા કરે એ ચિત્ર છું

 

એ હશે કિસ્મતની લીલા કે મારી કલા
મેનકાને પણ નચાવું એવો વિશ્વા મિત્ર છું.
  _ શેખાદમ આબુવાલા

અમદાવાદ નાં એક સંસ્કારી ખાનદાનમાં એમનો જન્મ 1929માં થયો.અને 1985ના 20 મે ના રોજ એમણે જીવન ની ચાદર સમેટી અલ્લાહ જ્લ્લેશાનહુને મળવા ઉપડી ગયા.જનાબ શેખાદમ સાહેનબે એમ.એ થતાં સુધીમા તો ગુજરાતી,હિંદી.ઉર્દુ.અંગ્રેજી,જર્મની ભાષાના સાહિત્યના કોઇ પણ વિષય પર કલમ ચલવી વળ્યા.ચીન ,રશિયા કે જર્મનીથી રજા ગાળવા સ્વદેશમં આવે કે યુરોપની સર જમીન પર ભ્રમણા કરતા હોય જ્યાં જ્યાંજાય ,કે કાંઇ કરે એમની વાતો સંભળાવતાં કે પત્ર કોલમોનાં વખાણો કરતા કયારેય ધરાઈએ નહીં.ધરખમ ગુજરાતી વૃતપત્રો માટે એ પોતાની સાપ્તાહિક કતારો માટે કલમના આ કસબીએ આવકાર આપ્યો હતો.વિવિધ દેશોમાંથી અને પોતાના દેશમાં સાંપડેલ અને ઉઘાડી આંખે નિરખેલી હકીકતતો પ્રસંગરૂપે અસંખ્ય વાંચકોએ આવકારીછે..પદ્ય તેમંજ ગદ્યમા એમને નિપૂર્ણતા હોવાની જાનો દિલથી પ્રતિતી કરાવી છે.

પિતાશ્રી મુલા શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ આબુવાલા,અને માત્રુશ્રી મોતીબાઈ આબુવાલાના હોનહાર ફરજંદે ગુજરાતી સહિત્યને માલે માલ કરી દીધું.એમની કવિતાઓ,ગઝલો.નવલ કથાઓ, અને તેમણે લખેલ સંસ્મણો તો પુસ્તક રૂપે પ્રકટ થઈ ચુકયાછે.અને એમનું અંગત જીવન પણ કવિતા નવલકથા જેવું હતું.તે જ્યાં પણ કદમ મુકે છવાય જતા.વાતાવરણને ખૂશ્બુથી ભરી દેતા..શેખાદામે ઘણી નાની વયે એમના પિતાશ્રીની છ્ત્ર છાયા ગુમાવી દીધેલી, એમની ઉછેરની તમામ જવબદરી એમની વાલિદા મોતીબાઈ પર આવી પડેલી.ઘણાપ્રતિકૂમ્ળ સંજોગોમાં પણા વાલિદાએ આ જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી.ઉચ્ચતમ શિક્ષણ અપાવ્યુંઅને ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કર્યું. મોતી બાઈ શેખાદમ ને પ્રેમથી શેખા ના હુલામણા નામ થી બોલવતા.શ્રી નીરૂભાઈ દેસાઈ લખેછે કે તેમની સાથે માણેલી કઈ યાદ ટપકાવું?લખે છે કે બે એક વાર ઘરની અને કુટુંબની મુલાકાતે આવ્યા હતા..તેને યાદ કરીને કહે કે તમારે ત્યાં ઉંધ્યું ખાવા આવવું છે..પછી બેઠક જમાવીશું.એ દિવસ આવ્યોજ નહીં.એ માંદા પડયા ,ઓપરેશન કરાવ્યું,ત્યારે પણ મળવા જવાનું બની શક્યું નહીં. અને ગયો ત્યારે આંગણામાંથી એમનું શબ નીકળતું હતું. શબને કબ્રસ્તાન તરફ વિદાય કરીને અમે એમનાં વૃધ્ધ અમ્માં(મોતીબાઈ)ને મળવા ગયા.આંખમાં ચોધાર આંસુએ રડતાં અમ્માં એ અમને સવાલ કર્યો, જવાબ દો, મેરે બેટેકા ક્યા કસૂરથા કિ ઉનકો ખુદાને છીન લિયા.જવાબ દો_જવાબ દો.અમારી પાંસે એનો કોઇ જવાબ નહોતો.આજે પણ નથી.શેખ આદમનો કોઇ વાંક આજે પણ જડતો નથી.

મેરી આંખો મેં બરસતા હૈ
અબ્ર ફિર સાલ ભર બરસતા હૈ.
*************************
જી રહાહું જહાં મેં જીસ તરહ
જીંદગી રેંગતી હૈ
રાતકે સાયેમેં જૈસે ચાંદની.
*********************
ઝખ્મ ખા કર હંસ સકા
મેંઝહર પી કર જી સકા
મેંને અકસર કી હૈ
અપને આપસે ભી દિલ્લગી..
**
બનકે બૈઠા હૈ તમાશા મૈં તમાશાઈ
હું તુ જો તન્હા હૈ મૈં તેરી તન્હાઈ હું.
**
પથ્થરોંને જો પુકારા તો હિમાલા હૈ હમ
આપકે હોઠ બુલાતેતો ગુલિસ્તાં હોતે.
**
મોતકો ઢુંઢા કીયે થે હમ કહાં વોથી
હાથોં કી લકીરોં મેં છુપી.
**શેખાદમ આબુવાલા.
(શબ કહાં લાલઓ ગુલમેં નુમાયાં હો ગઈ
ખાક મેં કયા સુરતેં થી જો પિન્હા હો ગઈ.ઉર્દુ કવિ)


શેખાદમની રમુજ અને હાજર જવાબી

શ્રી વોનોદ ભટ્ટ લખેછે કે ગુજરાતી હિંદી ફિલ્મની અભિનેત્રી અરૂણા ઈરાની સથે બધા બેઠા હતા ને ગપ સપ ચાલતી હતી..વાત તલ પર આવી એટલે શેખાદમ બોલ્યા :એક કવિએ એક સુંદરીના ગાલ પરના તલ પર સમરકંદ બુખારા ન્યોછાવર કરી દીધેલા.અલબત્ત કવિતામાં.અરૂણાએ ચીબુક પાંસેના પોતાના તલ તરફ આંગળી ચીંધી પ્રશ્ન કર્યો:અબુસાબ મારા આ તલ પર શું કુરબાન કરી દો?’ ’હાલોલ અને કાલોલઘડીનાયે વિલંબ વગર આદમે પ્રત્યુત્તર આપ્યો.
આદમ સાથે હું એક છાપાંની ઓફિસમાં બેઠો હતો.ત્યાં આદમના એક દોસ્ત અર્થ શાસ્ત્રના પ્રોફેસર લાલીવાલા આવ્યા,આદમે પૂછ્યું : કેમ આવવું થયું?’
પૉવર્ટીના ડેટા માટે દોધધામ ચાલે છે.છાપાંની ફાઈલોમાંથી મેળવવા આવ્યો છું.પૉ.લાલીવાલા બોલ્યા.એને માટે આટલે બધે આવવાની જરૂરત નહોતી.આદમે સલાહ આપી. નૉક એની ડોર_કોઇ પણ ઘરનો અરવાજો ખટ ખટાવને.

તુમ સો ગયેહો યાર પુરે જિસ્મ કો લેકે
        તન્હાઈમેં  કૌન યે દિલ કો છેડ દેતા હૈ(વફા)

ભાઈ શેખાદમ _શ્રીઉમાશંકર જોષી

જાણીતા સાક્ષર અને કવિ શ્રી ઉમશંકર જોષીએ સ્વ. શેખાદમ આબુવાલાન એ આકાશવાણી પરથી અંજલિ આપતાં જણાવ્યું હતું કે ,’ભાઈ શેખાદમ આબુવાલા ભર જુવાનીમાં ચાલ્યા ગયા.અને ગુજરાતના સહિત્ય ક્ષેત્રને અને ખાસ કરીને કવિતાના અને તેમાંયે ગઝલોના ક્ષેત્રને ઘણી ખોટ પડી છે. ભાઈ શેખાદમસાથે મારો તો એક ભાઇ જેવો સબંધ હતો.,છઠ્ઠા ધોરણ માં એ ભણતા હતા અને સંસ્કૃતિ1947 માં મેં કાઢ્યું અને ત્રીજાજ અંકમાં એમની ત્રણ કવિતા મેં છાપી. હતી.આવડો નાનો છોકરો(17 વર્ષનો) પણ ન્હાનાલાલ એટલેકે પ્રેમ_ભક્તિ એના ઉપર સોનેટ લઈને આવ્યો.

 પ્રેમ ભક્તિ પરબ બપોર ધખતી હતી હતી
પરબ પ્રેમ ભક્તિની તૃષા છીપાવા ત્યહાં
હતા સલિલ પ્રણય ભક્તિ સૌંદર્યના.

પછીતો એમની કવિ તરીકેની બઢતી થતી ગઈ તેનો કદમ ક્દમ નો હું સાક્ષી રહ્યો છું. તેઓ જ્યારે ગુજરાત યુનીવર્સીટીમાં ગુજરાતી વિભાગ શરુ થયો અને હું અધ્યાપક હતો.ત્યરે મારા પહેલા વિદ્યાર્થી તરીકે જોડાયા હતા.એ જર્મનીમાં રહ્યા પણ અહીં આવ્યા તે દરમિયાન પાછો અભ્યાસ કરીને પરીક્ષા આપી. સમાજની જે બૂરાઈઓ છે,અવળાઈઓ છે,એના પણ સારા ટીકાકાર હતા.માર્મિક ટીકાકાર હતા અને ,ખુરશી કરીને એમણે એક નાનકડો સંદર્ભ ગ્રંથ આપેલો છે.પરદેશ હતા ત્યારે એમણે પેરીસથી થોડી પંક્તિઓ મોકલી કે પેરીસમાં હું શું કરું છું.એ કહે છે કે_ ભારતનો દમ ભરું છું કાગળ નથી લખાતો એની ફિકર ન કરશો બીજાની જેમ મારે માથેય ખુદા છે.યુરોપમાં રહું છું એથી ભલા શું થયું?
ભારતને કેમ ભુલું? ભારત માં મારી માં છે. તો તેઓ જ્યાં હશે ત્યાં,ભારતના અને તેમની માતાના દુ:ખની આજે કલ્પના થઈ શકતી નથી.તેનું રટણ એમનું ચાલતુંજ હશે.એમની સુદર કૃતિઓ એમણે લખેલી છે.પણ એમની અમર કૃતિઓમાંથી એઅક છેઆદમથી શેખાદમ સુધી’. ભાઈ આદમ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી હરદમદમેદમમાં જિંદગેની માવજત કરનારા હતા અને ખુદાએ એમને વહેલા ઉપાડી લીધા.એને પરમ શાતિ મળે.એક મારો નાનો ભાઈ ગયો હોઇ આ આપણા આખા સાહિત્ય પરિવારમાં હું મારા હ્રદયની શોકાંજલિ સ્નેહાંજલિ અર્પું છું. (ગુજરાત: માસિક મે,1985)

આદમથી શેખાદમ સુધી

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એજ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.

એજ ધરતી એજ સાગર એજ આકાશી કલા
એજ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી

રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એજ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી
.
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.

ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિની દીપક ના સામે ઘોર આંધારા બધે
એએક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરીલત આદમથી શેખાદમ સુધી.

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.

કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્ન રત આદમથી શેખાદમ સુધી

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.

ગઝલ

ચાંદ તો જોતો રહ્યો નીચે ઢળી
ચાંદની કોની હતી કોને મળી.

મોત આવ્યું હાથમાં લઈને કફન
જિંદગી સમજી કે લો ઇચ્છા ફળી.

જિંદગી ભટકી પડીતી એટલે
મોતે આવી એની ઝાલી આંગળી.

ભર વસંતે ફૂલ મુરઝાતું હતું
એની સામે જોઈ હસતીતી કળી.

ચાલ આદમ જઇએં દૂર દૂર
જોશું નહી ત્યારે પછી પાછું વળી.

_શેખાદમા આબુવાલા
ગઝલ

પાપ લો કબૂલું છું
પુણ્ય શું છે ભૂલું છું.

જાગૃતિમાં જે ચુક્યો
સ્વપ્નમાં વસૂલું છું.

બંધ રહી નથી શકતો
દ્વાર છું ને ખૂલું છું.

પ્યાર એક ઝૂલો છે
એમ માની ઝૂલું છું.

નામ મારું છે આદમ
હું ગુનો કબુલો છું.

_શેખાદમ આબુવાલા

કેવી લડત છે

સત છે અસત છે
સસ્તું જગત છે.

કેવી લડત છે
હું છું જગત છે.

દિલની લડત પર
સૌ એક મત છે.

ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે.

તારાં નયન માં
શી આવડત છે.

શાયરનું સ્વપ્નું
શાયરની લડત છે.

દિલ પાળી શકશે
દિલની શરત છે.

મંઝિલ બરાબર
રસ્તો ગલત છે.

સર્જન વિસર્જન
જાણે રમત છે.

_શેખાદમ આબુવાલા

ગાંધી સમાધિ પર
ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મુકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝુકે વતન.

અફસોસની છે વાત, આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અંહિસા મોં પર થૂકેં વતન.

ગાંધીજી

કેવો તુ કિમતી હતો સસ્તો,બની ગયો
બનવું હતું નહીં ને શિરશ્તો બની ગયો.

ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.

ગાંધી પછી ગાંધી

ગાંધી પછી ગાંધી_ નથી આ કલ્પના કેરો તરંગ

ગાંધી ફરી જો જન્મ લે તો લાગે એ કેવો અપંગ.
આપે ફકત એક ગોડસે મૂકે ખભા પર હાથ સંગ

આદમને આવ્યું સ્વપ્ન

આદમને આવ્યું સ્વપ્નએવું ગોડસે રડતો હતો
રડતો હતોને મન મહીં કૈંક બડબડતો હતો.

નજદીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો છક થઈ ગયો
કહેતો હતો: હે રામ ગાંધી ક્યાં મને નડતો હતો.

રામ રાજ

સુંદર અને સારું અને ન્યારું ને પ્યારું રામ રાજ
ગાંધી જરા આવોને દેખાડું તમારું રામ રાજ.

રાવણ નજર કરતા નથી આ દેશ સામેતો હવે
ને રામ કહેતા હશે આ કયાંછે મારું(રામ) રાજ!

કેવી રીતે સાંભળું!

શું કહ્યું
પાડી રહ્યું છે
કોઇ ચીસ? કેવી રીતે
સાંભળું હું તો છું પોલીસ!

મુકતક

ગયા સ્વપ્નનાં દિન નયન ખોલવા દે
નયન માં ઉભા છે ખુશીના જનાઝા.

જુઓ અંત આવી ગયો પૂર્ણિમાનો
નીકળશે હવે ચાંદનીના જનાઝા.

શેખાદમની એક ઉર્દુ રુબાહી

કિસકે આંસુ મેરે કફન પે ગિરે

કૌન રોયા હૈ અજનબી કે લિયે.

મેરે દુશ્મન ભી જાનતે હૈં

 મૈં કિતના તરસાહું દોસ્તી કે લિયે.

 

       શ્રી શેખાદમ આબુવાલા કૃત પુસ્તકો

 કવિતા

1 ચાંદની

    2 સોનેરી લટ

3 અજંપો

  4 તાજમહાલ

 5 ઘિરતે બાદલ ખુલતે બાદલ(હિંદી)

6 અપને ઇક ખ્વાબકો દફનાકે અભી આયાહું(ઉર્દુ)

7 ખુરસી

8 ખુરસી અને બીજાં કાવ્યો

 9 હવાની હવેલી

  10 સનમ

11 ગઝલેં(1-2)હિંદી

12 આદમથી શેખાદમ સુધી(સંકલન)

13 સુખનવર(સંકલન)

14 દીવાન _ એ- આદમ(સમગ્ર કવિતા) દીવાન_ એ- આદમ(પુરવણી)

નવલકથા

         1  તું એક ગુલાબે સપનું છે

2  તમાશાના તમાશા

     3  ચલું છું મંઝિલ નથી

4  આયનામાં કોણ છે

            5  નીંદર સાચી સપનાં જૂઠા

6  રેશમી ઉજાગરા

  7  ફૂલ બનીને આવજો

8  જિંદગી હસતી રહી

9  એક ને એક ત્રણ

10 વંન્સમોર

આંતરરાષ્ટ્રિય અનુભવ કથા

            1  હું એક ભટકતો શાયર છું

2  યુરોપની હવામાં

અનુવાદ

1  શ્રેષ્ઠ જર્મન વાતો

ડાયરી

        1  હમભી કયા યાદ કરેંગેં

મુલાકાતો

1 તસ્વીર દીખાતા હું

શેખાદમ શ્રધ્ધાંજલિ ગ્રંથ

1  મોતીબઈનો શેખા

વૃતપત્રોના કટાર_લેખો

1  સારા જહાં હમારા

2 માનવીને આ જગત (આદમથી શેખાદમ સુધી)

3  આદમની આવડત

 4  જમાલપુરથી જર્મની

(આ 33 પુસતક,પુસ્તિકા,કવિતા સંગ્રહ,નવલકથા,પ્રવાસકથા(અને શું નહીં?)ના સર્જકને રાંદેરની અમારી એમ.એમ.પી.હાઈસ્કૂલે 1959 માં સુરતરંગ ઉપવન માં યોજેલા મુશાયેરામાં સમગ્ર ગુજરાત ,મુંબઈના ઘણા દિગ્ગજોને જોયા સાંભળ્યા.શૂન્ય.ઘાયલ.અકબરઅલી જશદણવાલા અને સુરત ,વલસાડના સ્થાનિક મહનુભાવો.એમાં પહેલી અને છેલ્લેવાર મર્હુમ શેખાદમને જોયા સાંભળયાનું યાદ પડે છે(જર્મનીથી આવ્યા હતા.).એમ .એસ .યુનીવર્સીટી(બરોડા)ના વિદ્યાર્થી જિવન દરમિયાન(1960 થી 1962)સુધી યુનીવએસીટીની લાઈબ્રેરરી માં પ્રવેશતાં પ્રાપ્ય હોયતો પહેલો ઉર્મિનવરચનાનો અંક શોધતો,અને તેમાં શેખાદમ આબુવાલાઅને સાલિક પોપટિયાની રચનાઓ આંખો શોધતી.

ચમકતો ને દમક્તો શાહજહ્જહાંનો મહેલ જોવાદે
મુકતક તો મશ્હૂર થઈ ચુક્યું હતું.પણ સાથે બીજું એક મુકતક પણ નવ યુવાનોને ગુદ ગુદી કરાવતું હતું.

તમે પણ છો અતિ સુંદર અદાઓ પણ રૂપાળી છે
તમારા રૂપનો ચળકાટ આંખોની દીવાળી છે.

અમે કીધાં નથી દર્શન કેવળ સાંભર્યુંજ છે વર્ણન
અમારી આંખ કરતાં કાન કેવા ભાગ્યશાળી છે

તા20મે2007 ના મર્હુમના ઈંતેકાલની 22 વર્ષ પુરા થઈ રહ્યા છે.તો એમની મૃત્યુતિથિ નિમિત્તે આ શેખાદમ દર્શન પ્રાસંગિક અને ઉચિત છે)

જનાબ શેખાદમ  આબુવાલાનું વિડીયો દર્શન–નીચેનું URL  કલીક કરો.

http://www.youtube.com/watch?v=uXcTp8zmWb0


Responses

  1. એ બાપુ! એમની તસ્વીર મેળવી આપો , એમને અમારા છાપે ચઢાવી દઇએ ! તેમની જન્મ તારીખ પણ જોઇશે.

  2. […] #  એક સરસ પરિચય […]

  3. I am Keereet R Acharrya I was associated with Sheikh saheb when I recorded a a few Hindi Ghazals and four songs for a film I Directed unfortunately the film was not released for some reason It is heard now it is to be released of which there are two songs will be appreciated1. Jab Kuttepe sasa aya tab Badshah ne sheher banaya raheshe yaad Amdavad , Amdavad Zindabad. one of the antra he wrote Ke pol ma chhe polo prothvi no jane golo chhedo malena kyay koyi vane chhe ppapd koyi vane chhe kapad vankar anhi badha and his mnute observation of Ahmedabad Kankariya saat dariya pani thi jane bhariya kevi kamal aa lokoto ave farva premi o ave marva (sucide) kevi dhamal aa in Hindi Ghazal in the makta he had written – Mund li maine jo ankhe buj gaye chand sitarey jake toofan se kah do aa gaya hun kinare karke matam mere yaro mujko ulzan mei na dalo uthgaya hun janhase apne kandhe pe uthalo-So far writing is concern sheikhsaheb was like a commputer just put cussor on the file( subject) proper word and thought will come out from his mind Let’s Salute Sheikh Adam Abuwala Any person who read this comment whatever the way may be can contact me on 09724984840- Keereet R Acharrya

  4. […] Submitted on 2008/12/18 at 5:57pm […]

  5. તેમનો સરસ મજાનો ફોટો લાવી દ્યો ને? એમના પરિચય પર મઢાવવો છે.
    http://sureshbjani.wordpress.com/2008/07/31/shekhadam_abuwala/

  6. જી મુ.સુરેશભાઈ!એમની ડાયરી અને અન્ય પુસ્તકોમાં છ્પાયએલા ફોટાઓ ટુંકમં આપને મેલ કરીશ.આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: