Posted by: bazmewafa | 10/06/2010

ગઝલ:વેચી રહ્યા છે ગાંધીને—શેખાદમ આબુવાલા

હું જગતમાં

બધુંજ જોવાનો

માત્ર નહિ જોઉં હું

કબર મારી

–શેખાદમ

 

વેચી રહ્યા છે ગાંધીને—શેખાદમ આબુવાલા

વેચી રહ્યા છે ગાંધીને આજે બજારમાં,

અફસોસની છે વાત કે તે પણ ઉધારમાં.

 

કોના ઉપાસકોનો હતો હાથ ગોડસે,

આકાશમાં હજી હશે ગાંધી વિચારમાં.

 

ગાંધીનું નામ લે છે નેં શરમાતા પણ નથી,

મૂગી સમાધિ પર જે ઊભા છે કતારમાં. .

 

ગાંધીનું લોહી રંગ જો લાવ્યું તો આટલો,

નેતાના ગાલ લાલ થયા ઈંતેજારમાં.

 

આદમ નેં સ્વપ્ન જોયું કે નેતાઓ સૌ મળી,

ગાંધીની લાશ ચૂંથી રહ્યા છે બજારમાં.

 

(સૌજન્ય:દીવાને આદમ-પુ.219)

pl.click the following uRL to read his profile

https://bazmewafa.wordpress.com/2007/05/17/hunbhataktoshayer_shekhadamdarshan/

Advertisements

Responses

  1. આદમ નેં સ્વપ્ન જોયું કે નેતાઓ સૌ મળી,
    ગાંધીની લાશ ચૂંથી રહ્યા છે બજારમાં.
    ગઝલ માર્મિક છે મુકતક વિષેશ ગમ્યું
    સપના

  2. શેખ આદમ આબુવાલાની કલમમાં ધારદાર વ્યંગ છે.
    આવી જ એક અન્ય ગઝલમાં આબુવાલા એ લખ્યું છે,

    “ગાંધી તું એટલો સસ્તો થઈ ગયો
    ખુરશી સુધી જવાનો તું રસ્તો થઈ ગયો”

    આવું જ કંઇક લખ્યું છે, જે સત્ય છે.

  3. સુભાનલ્લાહ …. સુભાનલ્લાહ……..!!

  4. shekhadam bhai,

    I salute you for bringing the anger and disappointment in your gazal about misusing Gandhi’s name. We do not follow his principles, only use his name and you appropriately compared it to vultures eating a corpse! Your words are more powerful than a sword!

    Dinesh O. Shah, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat

  5. સરસ. કટાક્ષકથનમા ઘણું કહી દીધુ છે.

  6. વાસ્તવિક પરિસ્થિતિ પરની એક સર્જકની કાવ્યભાષામાં તીવ્ર આલોચના.

    શેંખાદમની એક સરસ રચના.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: