Posted by: bazmewafa | 11/02/2007

‘મહેક’નાં ફૂલો _ વફા

picmahek.jpg

gazlmahek.jpg

મહેક’નાં ફૂલો

બહાર કાઢી પાંચ પંદરને ‘મહેક’
આપણે અંદરથી ખાલી થઈ ગયા
.

નામ :યાકુબ ઉમરજી મંક
ઉપનામ :’મહેક’ટંકારવી
જન્મ સ્થળ : ટંકારીઆ તા.જિ.ભરૂચ.
અભ્યાસ : 1962માં સ્નાતક
  1964માં અંગેજી ભાષા અને સાહિત્ય સાથે અનુસ્નાતક(પોસ્ટ ગ્રેજ્યુએટ)
વ્યવસાય :1964-1966 દરમિયાન આર્ટસ એન્ડ સાયંસ કોલેજ બારડોલી(જિ.સુરત)માં અંગ્રેજીના પ્રધ્યાપક તરેકે સેવા બજાવી.

પ્રકાશનો :

1 ’પ્યાસ’(ગઝલ સંગ્રહ) 1972

2 ‘તલાશ’(ગઝલ સંગ્રહ)1980

3 ‘સબરસ’(ગઝલ સંપાદન)

4 ‘ઉપવન’ (ગઝલ સંપાદન)

5 ‘પ્યાસથી પરબ સુધી’(ગઝલ સંગ્રહ)2006
બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાઓનો આરંભ 1966 માં મહેક ટકારવીના બ્રિટન આગમન સાથે થયો એ એક ઐતિહસિક તથ્ય છે.ત્યારથી આજ પર્યંત અનેક મુશાયેરાઓનું આયોજન કરી ,નવોદિત ગઝલકારોને પ્રેરણા અને માર્ગ દર્શન પુરું પાડતા રહી ગુજરાતી ભાષા અને ગઝલને તેમણે અહીં જીવંત રાખી છે.મુશાયેરામાં સુફી રંગની ગઝલોમાં સુમધુર તરન્નુમથી રજુકરી તેમણે મુશાયરાઓ લુંટયા છે.ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ,યુ.કે.ના સ્થાપક અને સુકાની એવા મહેક ટંકારવીની અવિરત સેવાઓને બ્રિટનના સાહિત્ય રસિકોએ બિરદાવી છે.
 ગુજરાતી રાઈટર્સ ગીલ્ડ(યુ.કે)ના સ્થાપક બૉલ્ટન અને યુ.કે.ના જુદા જુદા ભાગોમાં મુશાયેરાનું આયોજનઅને સંચાલન,અને ગઝલકારોને યોગ્ય માર્ગ દર્શન પુરું પાડવામાં અગ્રેસર.જ.’મહેક’ની ગઝલોમા ઈસ્લામિક સૂફીવાદનું દર્શન થતું રહે છે.

‘પ્યાસા હરણની પ્યાસ ‘ લઇને નીકળેલા જ.’મહેક’ટંકારવી એ છેલ્લે પરબ શોધી નાંખી.ફરહાદને ડુંગર ખોડવામાં જે શ્રમ કરવો પડ્યો હતો, એવોજ કોઇ શ્રમ પ્યાસ ને લઈ પરબ સુધી પહોંચવામાં પડ્યો હોય તો નવાઈ નહીં.

ડૂબ્યાં વિન તો પ્યાસ બુઝાશે નહીં ‘મહેક’
આવો અહીજ ડૂબીએ મઝધાર છે અહીં.

  અને પ્યાસ બૂઝાવનો માર્ગ એમણે જરા કઠિન બતાવ્યો છે ,પરંતુ ડૂબ્યા વિના તે પણ મઝધારમાં ડૂબીને પ્યાસ બૂઝાવવું એ મર્દાના કામ છે.

નિજમા જ ડૂબકી મારતે, એ ત્યાં મળી જતે,

મોતીને શોધવા અમે દરિયા સુધી ગયા.

હા મણસ પોતાના અંત:કરણમાં ડૂબકી મારીને જે મોતી મેળવે છે,તે મોતીએ યુગ પરિવર્તન કર્યું છે.અદ્વૈત્યનો પ્રકાશ પાથર્યો છે.દરિયાનું મોતી તો ગળાની શોભા પુરતું માર્યાદિત છે,જ્યારે પોતાનામાં ડૂબકી મારીને મેળવેલા મોતીઓ ઈન્સાનિયતની શોભા અને ખૂશ્બુ બની રહે છે.અને એ માર્ગ સમગ્ર માનવ જાતને સર્જનહાર પ્રતિ દોરી જાય છે.

’અપને મનમેં ડૂબ કર પાજા સુરાગે જિંદગી 

તુ નહીં બનતા કીસીકા અપના તો બન’(ઈકબાલ)

ચોમેર તબાહીનું આલમ ,મહેફિલ હું સજાવું શી રીતે,
ઉમ્મતનાં દુ:ખો ભૂલી જઈને હું ઈદ મનાવું શી રીતે.

સમગ્ર માનવજાત તબાહી અને આગના સમુંદરના કિનારે ઉભી છે.ઉમ્મત,અને મિલ્લ્તમાંથી બુલંદ હોંસલા અને કર્તવ્ય નિષ્ઠા નાપીદ થઇ રહી છે. સ્વાર્થ પટુતા માનવજાતના હિતોની હોળી કરી રહી છે.કોઇ પણ ચિંતક માટે આ દુ:ખ કંઇ નાનું છે?
આવી વેદના અને પિડાઓમાં ઈદની ખૂશીઓ કે મહેફિલનાં ક્યાંથી સજાવાય?

‘પયામે એશો મસર_રત હમેં સુનાતા હૈ
હિલાલે ઈદ હમારી હંસી ઉડાતા હૈ(ઈકબાલ)

સબંધના બધા સુકાઈ ગયા છે સમંદરો,
અસ્તિત્વમં ભીનાશ પાછી ક્યાંથી લાવીએ

આંખ વિદાય વેળા ભીની થઇ જાય,વર્ષોની જૂદાઈ પછીનાં મિલન ટાણે ભીને થઇ જાય.મૃત્યુની ગર્તા હમેશાની જુદાઇ ખડકી દે,ત્યારે એ ભીનાશ વર્ષા બનીને ટપકે. પરંતુ એનો આધાર સબંધની પાતળી દોર પર છે. એ તૂટે તો તો ભીનાશ શૂષ્ક થવાની.અને તે સબંધના બધા સમુંદરો જ જો સુકાઇ જતા હોય તો પ્રેમ ની ભીનાશનું અસ્તિત્વ કયાંથી રહે?

‘મ્હેક’ તો પૂષ્પોમાં છૂપાઇ છે. મહેક સુંઘી શકાય માણી શકાય.પકડી શકાય નહીં .
આવો થોડાં મહેકનાં વેદના સભર,ભક્તિભાવથી ભરેલા,તત્વચિંતનનં રંગો વાળા થોડા ફૂલોની મહેક સ્વાસોમાં ભરી લઈએ.
કવિએ તો ફૂલો બિછાવી આવવાનું આમંત્રણ આપ્યું છે. પણ આપણે એ ફૂલોને રોડીશું નહીં,દિલથી માણીશું.

આ પ્યાસથી પરબ સુધી રસ્તો બનાવ્યો.
ને વિશ્વથી રબ સુધી રસ્તો બતાવ્યો,

આભાર તુજ બધો હે ગુલ તણી મહેક,
કાંટાળ જિંવનનો તેં ખરે પરદો હટાવ્યો.

1
ફૂલો બીછાવીએ આવો

જિવનનું ચિત્ર એ રીતે સજાવીએ આવો.
અસલ જે રંગ છે તેને લગાવીએ આવો.

જીવનમાં સ્પરશ કદી ફૂલશો ન આપી શક્યા,
કબર ઉપર હવે ફૂલો બીછાવી આવો.

ભલેને આપણી પાસે બીજું કશુંયે નથી,
મતામાં ગમ છે તો ગમને લૂંટાવીએ આવો.

બધાંયે નામ ભુંસી નાખીએ કોરી સ્લેટ ઉપર,
ફરી ફરીને અલિફને ઘુંટાવીએ આવો.
ઉકેલી જોઇએ ઉકલે તો ગુંચ ઝુલ્ફોની
મિલનની રાત એ રીતે વીતાવીએ આવો.

‘મહેક’ સાચી તરસ તો હવેજ લાગી છે,
હવેતો સાકીને જઈને મનાવીએ આવો.

2
  એ નામનું ગુલાબ

ઓઢીને તારલાઓ ચમકતું નથી હવે,
પહેરીને ચાંદની કોઇ હસતું નથી હવે.

જે જીવતો હતો તે ઝરૂખો મરી ગયો,
બેસીને એમાં હુસ્ન મલકતું નથી.

એના મહીંથી ઉડી ગયું છે પંતગિયું,
મન રૂપ રંગ જોઇ ઉછળતું નથી હવે.

એવી તો વાસ્ત્વિકતા વસી ગઈ નજર મહીં
આંખોમાં એકે સ્વપ્ન ફરકતું નથી હવે.

મળશે ન ક્યાંય આપનને સંબંધની સુવાસ,
એ નામનું ગુલાબ તો ખીલતું નથી હવે,

એકલતાનો પહાડ ઉપાડી ફર્યા કરું,
શિખર આ ક્ષુબ્ધતાનું પીગળતું નથી હવે.

3
  હે મનવા

રાત પડે ને કીડીઓની ચટક ચટક હે મનવા.
સમજ પડે અંદર શું થાય છે ખટક ખટક હે મનવા.

કેમ ઉજાડી દીધું , મુક્યું કેમ સદનને સુનું,
ઘરને ખુણે જાળાં લટક લટક હે મનવા.

એકલ દોકલ જોઇ શિકારી કુતરા પાછળ પડશે,
છોડી દે સતસંગ વિનાની ભટક ભટક હે મનવા.

પાપોનાં કાળા ધબ્બા એ ધીરે ધીરે ધોશે,
આંખથી ઉના અશ્રુની આ ટપક ટપક હે મનવા.

સાંજ ઢળી બેસી જાઓ કો’ વડલાને છાયે,
યાદોને મમળાવે રાખો મટક મટક હે મનવા.

સાવધ રે’જે એ ઓચિંતુ આવી ઉભું રહેશે,
મૃત્યુની તો અણદીઠી છે લપક લપક હે મનવા.

4

પ્યાસા હરણની આપી

આપી તો પ્યાસ અમને પ્યાસા હરણની આપી,
ને જિંદગી સળગતા વેરાન રણની આપી.

નજરોથી દૂર મંઝિલ રસ્તા કઠિન તેં આપ્યા,
બળતા બપોરે સગંત સુકા ઝરણની આપી.

સ્વપ્નો તણી ખુશી પણ દુનિયાએ લૂંટી લીધી,
રાતો વિરહ વ્યથા ને જાગરણની આપી.

નિશ્વાસ ઉરને દીધા ,જખ્મો જિગરને આપ્યા,
આંખોને રોશની પણ શી અશ્રુ કણની આપી.

દુ:ખ દર્દ વેદનાની નો’તી કમી જિવનમાં,
શાને ખુદ તેં કપરી ઘડીઓ મરણની આપી.

રચવી હતી કથાઓ,કરવા’તા થા જો તમાશા,
શાને તેં જિંદગી આ બે ચાર ક્ષણની આપી.

નાહક ‘મહેક’ને આ નિષ્ઠૂર જગત મહીં તેં,
કોમળ આ લાગણીઓ અંત:ક રણની આપી.

‘મહેક’ટંકારવીની વેબ સાઈટ

http://http://www.mahek.co.uk/

‘દરિયાથી દિલ્લગી છે તો દિલને ડુબાશું’’પ્યાસથી પરબ સુધી’ની
આ ગઝલને ગઝલ ગાયકો રિષભ મહેતાઅને ગાયત્રી ભટ્ટનો કંઠ મળ્યો છે.અને તેમની ‘અદબ’નામનઅ ઓડિયો આલ્બમમાં સ્થાન મળ્યું છે.સાંભળવા નીચેની લીંક કલીક કરો.

http://www.mahek.co.uk/mt/parab/DariyathiDillagiCheTo.htm

‘આંખો રડી પડી અને રેલાય છે અવાજ’ ગઝલ(‘પ્યાસ’સંગ્રહ)ને મનહર ઉધાસનો કંઠ મળ્યો છે.અને તેમના‘અવાજ’ નામનાં આલ્બમમાં સ્થાન મળ્યું છે.નીચેની લીંક ક્લીક કરી સાંભળો.

http://www.mahek.co.uk/mt/pyas/AnkhoRadiPadiAnai.htm

જનાબ મહેક ટંકારવી સાહેબના નવા ગઝલ સંગ્રહ ની વિગત

‘ પ્યાસથી પરબ સુધી ‘(ગઝલ સંગ્રહ) _ ‘મહેક’ટંકારવી
સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન: Mahek Tankarvi
50 Seymour Road
BOLTON
UK
BL1 8PT
Price :2.00 pounds
Email:ghazals@mahek.co.uk
Website:
http://www.mahek.co.uk/

Tel-Fax:+441 1204 591708
મૂલ્ય: 50.00 રૂપિયા
મુખ્ય વિક્રેતા: આર.આર.શેઠની કંપની 110/12 પ્રિંસેસ સ્ટ્રીટ
કેસ્વબાગ, મુંબઈ4000 002
‘દ્વાર કેશ’
રૉયલ એપાર્ટમેંટસ સામે
ખાનપુર,અમાઅવાદ380 001 Tel: 07925516573
Web: http://www.rrsheth.com
E.mail: sales@rrseth.com


પ્રતિભાવો

  1. ખૂબ જ સરસ પરિચય.. એમની અવાજ ગઝલ મારી પ્રિય ગઝલમાંની એક છે… માહિતી બદલ આભાર.

  2. […] https://bazmewafa.wordpress.com/2007/11/02/mahekanaafoolo-_wafa/ […]


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ