Posted by: bazmewafa | 09/20/2009

તેરે નામકા ફૂલ જગમે ખીલે : ગાંધીજી__ ડો. મહેબૂબ દેસાઈ

તેરે નામકા ફૂલ જગમે ખીલે : ગાંધીજી__ ડો. મહેબૂબ દેસાઈ

૨  ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ ગાંધીજીની ૧૩૭મી  જન્મ જયંતી છે.  “સત્ય એ જ ઈશ્વર ” ને જીવનમંત્ર તરીકે સ્વીકારનાર ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી ૨૪ અપ્રિલ ૧૮૯૩ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષીણ આફ્રિકા  જવા નીકળ્યા,  ત્યારે પણ તેમની ધર્મની વિભાવના સંપ્રદાયો સુધી સીમિત નહોતી તેમણે  બેરિસ્ટરના  અભ્યાસ કાળ  દરમિયાન  મહાભારત ,બાઈબલ અને કુરાનનું  અધ્યયન  કર્યું  હતું. ગાંધીજી દક્ષીણ આફ્રિકામાં એક વર્ષના કરાર પર ગયા હતા. એ કરાર મુજબ જવા આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી  પેટે ૧૦૫ પાઉંડ  નક્કી  થયા  હતા.

 દક્ષીણ આફ્રિકામાં ૧૮૯૩ થી ૧૮૯૬ સુધીના તેમના રોકાણ પછી તેઓ ૫ જુન ૧૮૯૬ના રોજ  ડર્બનથી    આગબોટ  પોન્ગોલામાં  ભારત આવવા નીકયા હતા. આ સમય દરમિયાન હજુ તેમને મહાત્માનું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને  ભાઈ ના સંબોધનથી બોલાવતા હતા.છતાં સેવાકીય કાર્યોની તેમને સુવાસ દક્ષીણ આફ્રિકામાં પ્રસરી ગઈ હતી. એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં વિદાય સમારંભો યોજાયા હતા. આવોજ એક વિદાય સમારંભ   ૪ જુન ૧૮૯૬ના રોજ દક્ષીણ આફ્રિકાના  હિન્દી કોંગ્રસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં તેમને આપવામાં આવેલ માનપત્ર દક્ષીણ આફ્રિકાની પ્રજા ની  ધાર્મિકભાવના , ગાંધીજી પ્રત્યેનો તેમનો પ્રેમ, દક્ષીણ આફ્રિકા કોંગ્રસનું કાર્ય અને ગાંધીજીને પરત આવવાની અરજ  અસરકારક શૈલીમાં રજુ કરે છે.

 ૨ જુન ૧૮૯૬ના  આ માનપત્ર નીચે  ઉસ્માન નામ લખ્યું  છે. માનપત્ર મસ્નવી શૈલી (ઉર્દુ-ફારસી ગદ્ય શૈલીનો એક પ્રકાર)મા લખાયું  છે.  માનપત્રની ભાષા  હિન્દી – ઉર્દુ મિશ્રિત  છે. તેમાં ગાંધીજી માટેનો પ્રેમ અને માન સુંદર રીતે વ્યક્ત થયા છે.૧૧૩ વર્ષ પૂર્વે ગાંધીજીને  અપાયેલ  આ  માનપત્ર  આજે  પણ માણવા જેવું  છે.

 

”  કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ

  કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

 

  કિયા જિસને પૈદા જમી આન પર

  મેં કુરબા હું ઉસકે નામ પર

 

  જો ચાહે કરે પલ મેં મુખ્તાર હેં

  સભી કારોબાર ઉસકે અખત્યાર હે

  

  હબીબ ઉનકે અવલ મોહંમદ રસુલ

  સભુને કિયા દિન ઉસકા કબુલ

 

  ક્યામત મેં હર જન મુનાદી કરે

  સદાકતકા  તાજ  તેરે સરપે ધરે

 

  કુરનમેં  લિખા  હકને  ખેરુલ  અનામ

 નબુવત  ખતમ  ઔર  દુરુદો  સલામ

 

 સુની  હિંદીઓ  કી  ખુદાને  દુઆ

 દુઆ સે ગાંધી કા આના હુઆ

 

ઉજાલા  ખુદાને  ફિર ઐસા કિયા

યે  બહાદુર અસર  હિંદીઓકુ  હુઆ

 

ખુદાને  કિયા  હમ  પર  લુંફ્તો  કરમ

મોહનદાસ  ગાંધીકા  દિલ હે  નરમ

 

નિહ્ગેબાન તેરા ખુદાવિંદ કરીમ

કે હે પાદ્શ  દો   જહાકા  અકીમ

 

નસારુકા  યે  મુલક  નાતાલ  હેં

અવલ  કાયદા  યાકા બે તાલ હેં

 

 વો  હિદીકી  કરતે  દરકાર હે

અકલમંદ  એસી  યે  સરકાર  હે

 

મોહનદાસ  દિલસે  નસાર યે  કિયા

ફ્રેન્ચયાસકા  કામ  અવલ  કિયા

 

ફતેહ  સારે  કામોમેં  તુમકો  મિલે

તેરે નામકા  ફૂલ  જગમે  ખીલે

 

 દુશ્મન સે  બિલકુલ  વો  દિલ  મેં  ડરે

લગા કાયદા વો બરાબર લડે

 

ઓંરોસે  ઉસકો  હુઆ  ફાયદા

નસારુકા  તોડા  હે  જુલ્મો  જહાં

 

સફાઈ  સે  ફિર  કોંગ્રસ  ખડી

હે  તેરે  હી  દમ સે  આગે  પડી

 

યે  કોંગ્રસ  સે  હોને  સે ચર્ચા ચલી

નસારોમે  તો પડ  ગઈ  ખલબલી

 

આયા  હે  તાર  ભાઇકા  જાના  હે  ધર

 પડી  હિંદીઓ  કે દિલ મેં ફિકર

 

મગર  જાના  તો  જલ્દી  આના  યહાં

નહી તો  હિન્દીઓ કા  ઠીકાના  કહાં ?

 

હિન્દીઓકી  ખાતિર જો મહેનત કરે

તરક્કી  ઉમર  ઉસકી  માલિક  કરે

 

યે   કોંગ્રેસ  દુઆ  તેરે  હક મેં  કરે  

તેરે ભાઈઓ  ભી  ઇસમેં  સામીલ  રહે

  

કુટુંબ  ઔર  કબીલે  મેં   તુમ રહો

ખુશી  સાથ  જલ્દી  યહાં  પર  ફિરો

 

ખતમ  યહાસે  કરતા હુ  મેં  મસ્નવી

યે  મીમ્બેર  દુઆ  ચાહતે  હે મિલે  સભી

 

ગાંધીજીના આ અને આવા ૧૫૬ માનપત્રોનું અદભુદ પ્રદર્શન ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં ૧૧,૧૨ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ સાબરમતી આશ્રમ,અમદાવાદના સૌજન્યથી યોજાય ગયું. ગાંધીજીને જાણવામાં, પામવામાં આવા દસ્તાવેજી પુરાવા નોંધપાત્ર પ્રદાન કરે છે. અને એટલે જ આવા પ્રદર્શનો ઠેર ઠેર યોજવા જોઈ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: