Posted by: bazmewafa | 09/20/2009

ગઝલ*હર અદા એની—જયન્ત વસોયા

હર અદા એની—જયન્ત વસોયા

 

 

પળ ખૂશીની ક્યાં નકારી છે અમે,

આંસુની ઈજ્જત વધારી છે અમે.

 

હું ફસાયો છું ભલે મઝધરામાં,

કૈંકની નૌકા ઉગારી છે અમે.

 

ફૂલ આપે, કંટકો આપે કદી,

હર અદા એની સ્વીકારી છે અમે.

 

ઉમ્રભર જો સાથ આપો તો કહું,

કેટલી વાતો વિચારી છે અમે.

 

જાણી બૂઝી એમને જિતાડવા,

બાજી ખુદની પણ સુધારી છે અમે.

 

શક્ય છે કોઠું કદી દેશે ગઝલ,

જિંદગીને બહુ મઠારી છે અમે.


પ્રતિભાવો

  1. હું ફસાયો છું ભલે મઝધરામાં,
    કૈંકની નૌકા ઉગારી છે અમે.

    વાહ ઉસ્તાદ…! આફરીન આફરીન…

  2. જાણી બૂઝી એમને જિતાડવા,

    બાજી ખુદની પણ સુધારી છે અમે.

    સુંદર શે’ર !


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ