Posted by: bazmewafa | 12/21/2006

કવિતાનો જન્મ_સુન્દરમ

કવિતાનો જન્મ_સુન્દરમ

મુશાયરો એ કવિતાનુઁ બજાર છે.ત્યાઁ બહારથી ઊગેલો અને તૈયાર થઈ આવેલો માલ રજૂ કરાય છે.તેની ત્યાઁ યોગ્ય કદર થાય છે.પ્રશંસા થાય છે,કસોટી થાય છે.પણ ત્યાઁ તે માલ તો ઉગી શકતો નથીજ.કવિતાનો જન્મ કઈ રીતે થાયછે એ સમજાવવુઁ જરા મુશ્કેલ છે.પણ કઈ રીતે નથી થતો એ સ્પષ્ટ વાત છે.ઉચ્ચ કવિતા કદી બહારની માંગણીથી જન્મતી નથી,અરે! ખુદ કવિની પોતાની ઈચ્છાથી પણ તે જન્મતી નથી.જેણે કવિતાની પ્રેરણા ઝીલી હશે તેના માટે આ વાત સમજવી સહેલી છે.એતો એનુઁ અંત:કરણ અથવા તેની ગૂઢ સર્જન શકિત જયારે સળવળે છે,જાગેછે,ક્ષોભ પામે કે ,પ્રફુલ્લિત બને છે,ત્યારે છલકાઈ પડે છે. સાચી કવિતા આવી રીતે લખાય છે .એ સિવયના લખાણો કેવળ પદ્ય હોય છે. પછી ભલેને મહાકવિએ કેમ ન લખ્યાઁ હોય.?અને જેટ્લુઁ પદ્યમાઁ _છઁદમાઁ લખાયુઁ એ કવિતા છે, એવી દલપતશાહી કાવ્ય ભાવના આજે તો હવે કોઈ ધરાવતુઁ નથી.
કવિતાના આશકોએ ,જેમાઁ કવિઓ પોતે પણ આવી જાય છે,હજી સુધી આપણા કાબુમાઁ ન આવેલી એવી પ્રતિભાશક્તિના સ્વયઁભુ ઉસ્ફુરણની આતુરતા પૂર્વક રાહ જોવી જોઈએ.એ પ્રતિભા શક્તિ સુપ્ત હોય,કામ ન કરતી હોય ત્યારે એની ઉપાસનામાઁ કાળ ગાળવો જોઈએઁ.એ .ઉપાસના એટલે આજ લગીના પ્રતિભાસઁપન્ન કવિઓના ઉચ્ચ કાવ્યોનુઁ અધ્યયન,ચિઁતન,મનન.એવા કવિઓની ઉચ્ચ ક્રુતિઓમાઁથી જ આપણે સાચી રસદ્રષ્ટિ અને રસરસિકતા કેળવી શકીએ.તો કવિ માટે અને કવિતા પ્રેમીઓ માટે સૌથી મોટી જરુરની વસ્તુ આ છે.ઉચ્ચ કવિતાની ઉપાસના ,સારી અને ઉચ્ચ કવિતા પ્રગટવી એનો આધાર તો કુદરતના ઉપરજ છે.જેના નસીબમાઁ એ ઉચ્ચ કવિતાના વાહક બનવાનુઁ લખાયુઁ હોય તે સદભાગી છે.તેવાઓએ પોતાની જાતને નિર્મળ રાખી ,એના સ્ફુરણને ઝીલી લેવાને સદ તત્પર બની રહેવુઁ જોઈએ.

_સુન્દરમ

(‘મુસ્લિમ ગુજરાત સાહિત્ય મઁડળ’ દ્વારા ડભોઈમાઁ યોજાયેલા મુશાયેરામાઁ પ્રમુખપદેથી)


પ્રતિભાવો

  1. Read about Sundaram –
    http://sureshbjani.wordpress.com/2006/09/21/sundaram/

  2. બહુ જ સરસ પોસ્ટ. કવિતા માટે મેં જે અનુભવ્યુ છે તે વાત સુંદરમના શબ્દોમાં વાંચવા મળી. કવિતા એક ઘટના છે, અંતરવિશ્વમાં થતો એક ગૌપ્યસ્ફોટ છે. કવિ કવિતા લખતો નથી, કવિ દ્વારા કવિતા લખાઇ જાય છે. આ વાત મેં મારી એક કવિતામાં આમ લખી છેઃ

    નથી લખવું મારું નામ
    લખાતી કોઇ પણ કૃતિ પર
    કવિતાનો આધાર છે વિશ્વમાં
    તારી અનુભૂતી પર
    એકલી હોય મારી પેન તો
    ખાલી લીટા કરે છે
    ખબર છે મને સાથે રહી
    તુ જ કવિતા ભરે છે

    સુંદરમ ની બીજી વાત ખુબ જ પ્રેરક લાગી કે કાવ્યના વાહક બનવાની સુષૂપ્ત પ્રતિભા જો જાગૃત કરવી હોય તો સારી કવિતાના સંપર્કમાં રહેવું. સારા કવિઓની રચનાઓનું અધ્યયન ચિંતન મનન કરવું. મારી કવિતાની સરવાણી વચ્ચે સુકાઇ ગઇ હતી એનુ કારણ અને ઉપચાર બન્ને આ વાતમાંથી મળ્યા.

    હેમંત

  3. સરસ વાત અત્રે રજુ કરી વફા સાહેબ…

  4. khoob j sari ane saachi vaat anhi sahu ni najar kari chhe. thanks!


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ