Posted by: bazmewafa | 12/25/2006

દીપક બારડોલીકર_મુહમ્મદઅલી વફા

દીપક બારડોલીકર_મુહમ્મદઅલી વફા 

depakhoto

 

ગુજરાતી ભાષાના આ જાણીતા કવિ,લેખક ને પત્રકારનુઁ મુળ નામ મુસાજી ઈસપજી હાફેસજી.જન્મ 1925 માઁ બારડોલીના એક સુન્ની વહોરા કુટુઁબમાઁ.વિદ્યા અભ્યાસ દર્મિયાન વ્યાયામવીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો સહિત આઝાદી આઁદોલનમાઁ ભાગ લીધો..કોઁગ્રેસ સેવા દળ અને પછી મુસ્લીમ લીગ નેશનલ ગાર્ડસમાઁ યુવકોને કેળવ્યા. 1948માઁ ગાઁધીજીની હત્યા પ્રસંગે મુઁબઈ ઈલાકાના મુસ્લિમ લીગ નેશનલ ગારડસના અધિકારીઓની ગિરફતારી થતાઁ જેલવાસ ભોગવી(લેવાદેવા વગર-વફા)પાકિસ્તાન આવ્યા.સાત વર્ષ વિદ્ય દાન કરી પુન: બારડોલી ગયા.61 માઁ અદાલતના ચુકાદા વિરુધ્ધ દેશ નિકાલ થયા.64થી પત્રકાર બન્યા..1977 માઁ પત્રકારિત્વની આઝાદી ખાતર જેલવાસ ભોગવ્યો.વર્સો સુધી કરાઁચીમાઁ દૈનિક ‘ડોન-ગુજરાતી’માઁ સિનિયર સબ એડિટરની હેસિયત થી સેવા બજાવી. હાલમાઁ બાળકો સાથે વોલસોલ,ઈઁગ્લેઁડ માઁ રહેછે.
પુસ્તકો:

1-પરિવેશ,

2-આબેકવસર,

3-વાટના દીવા,

4-સુન્ની વહોરા,

5-મેઘ ધનુષ-1,

6-મોસમ,

7-મેઘધનુષ-2,

8- સિરાતે હરમ,

9-ગુલમહોરના ઘૂઁટ

10-કુલિયાતે દીપક

11-વિદેશી ગઝલો

12-સમ્પાદનો:સ્મ્રુટિકા,વાઁછ્ટ

13-કયામત કરીબ હશે ત્યારે

 14-અંદાઝે બયાં ઔર

15-શાંતિ સલમતીનો ધર્મઇસ્લામ

16-વહોરા મહાજનો

17-નેકી તારાં નવલખ રૂપ

18-દુઆનો દીવો બળતો રાખો

19-સોનેરી ધૂળ

20-હવાના પગલાં

21-બે નવલકથાઓ

ગારે-હિરામાઁ*દીપક બારડોલીકર
ના’ત(પ્રશ્સ્તિ કાવ્ય)

અજબ એક કેફ ઘેરાયો હતો ગારે-હિરામાઁ
અલૌકિક તાર જોડાયો હતો ગારે-હિરામાઁ

ખુદાનો શબ્દ પડઘાયો હતો ગારે-હિરામાઁ,
કરિશ્મો એક સરજાયો હતો ગારે-હિરામાઁ

કયામત પણ મીટાવી ના શકે ભીનાશ એની
મહોબતસિઁધુ ઉભરાયો હતો ગારે-હિરામાઁ

સમજની શુષ્ક સરિતાઓ ફરી ભરપૂર થઇ ગઇ
ઇલમનો બાબ ખોલાયો હતો ગારે-હિરામાઁ

હજી પણ છે અને હરદમ રહેશે નૂર એનુઁ
નબુવ્વતદીપ પ્રગટાયો હતો ગારે-હિરામાઁ

અજબ એવી અદબ ઈજ્જત મળીછે ધૂળને પણ
રિસાલત તાજ મોકાયો હતો ગારે-હિરામાઁ

 

ગારે-હિરામાઁ= પવિત્ર શહેર મક્કાને નજીક પહાડી પર આવેલી તે નાની ગુફા જેમાઁ અલ્લહના અઁતિમ નબી હજરત મોહમ્મદ(સલ.) પર અલ્લહ પાકની પ્રથમ વહી ઉતરી.
પત્થર કાળો
પરશે ચુમે લોક
હૈયાઁ ઉજળા
*************
હજી પણ રોશની છે આ નગરમાઁ
હજી પણ આપનો દીપક બળેછે.

 

(દીપક સાહેબને પ્રથમ વાર 1959માઁ અમારી એમ.એમ.પી.હાઈ સ્કૂલ,રાઁદેરે સુરત રઁગ ઉપવનમાઁ યોજેલા મુશયેરામા જોયેલા, સાઁભળેલા,એમના મુકતકો પર લોકો વારી ગયેલા.આ મુશાયેરામાઁ શેખાદમ આબુવાલા,શૂન્ય,ઘાયલ ,અકબર અલી જશદણ વાળાવિ.ને સાઁભળવાનો
મોકો મળ્યો.શ્રી બેકારસા. ના સઁચાલન માઁ મુશાયેરો ખુબ જામ્યો હતો.યાદગાર મુશાયેરામાઁ એનુઁ નામ છે.
1989 માઁ કરાઁચીમા મલીર સીટી માઁ એમના ઘરે મહેમાની માણી.એમણે એમના થોડા પૂસ્તકો ભેટ આપ્યાઁ હતાઁ.મારા નજીકના સ્નેહેઓમાઁથી છે;)


Responses

 1. મિત્ર, અહીં આપનું એક બાબતે જરા ધ્યાન દોરવાનું મન થયું કે,
  (દીપક સાહેબને પ્રથમ વાર 1959માઁ અમારી એમ.એમ.પી.હાઈ સ્કૂલ,રાઁદેરે સુરત રઁગ ઉપવનમાઁ યોજેલા મુશયેરામા જોયેલા, સાઁભળેલા,એમના મુકતકો પર લોકો વારી ગયેલા.આ મુશાયેરામાઁ શેખાદમ આબુવાલા,શૂન્ય,ઘાયલ ,અકબર અલી જશદણ વાળા(પાજોદ દરબાર)- અહીં ,
  શ્રી અકબર અલી જસદણ વાળાના નામ પછી કૌંસ કરીને પાજોદ દરબાર બતાવ્યું છે ત્યાં જનાબ રુસ્વા મઝલુમીના નામ પછી કૌંસમાં પાજોદ દરબાર હોવું જોઇએ.
  -આભાર.
  આપના બ્લોગ પર રજુ થતી મૂલ્યવાન માહિતીમાંથી હું ઘણું શીખ્યો છું.
  અને શીખી રહ્યો છું.
  અનુકૂળતાએ મારા બ્લોગ http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારી મારી ગઝલો બાબતે પ્રતિભાવ જણાવવા નિમંત્રણ છે.

 2. પ્રિય મહેશ ભાઈ
  આદાબ
  હકીકત દોષ પ્રતિ ધ્યન ખેંચવા બદલ ઘણો આભાર.જરૂરી સુધારો કરી લીધો છે.
  મર્હુમ અકબર અલી જશદણવાલા જશદ્ણના નવાબ હતા.ગુજરાત રાજ્યની પ્રથમ કેબિનેટમાં મત્સ્ય ઊધ્યોગ ખાતાનાં નાયબ પ્રધાન પણ રહી ચુક્યા હતા.
  એ પછી પંચાયત સેવા કમિશનનાં ચેરમેન પણ બન્યા હતા.
  ગુજરાત રાજ્યનાં બાંધકામ ખાતમાં મારા પ્રવેશવેળા મારો ઈંન્ટર્વ્યુ (અમદાવાદ જુની સિવિલ હોસ્પિટલ -1964માં )એમણેજ લીધેલો.
  આભાર સહિત
  વફા

 3. […] * જનાબ “દીપક” બારડોલીકર (‘આબે કૌસર’ના સૌજન્યથી) [‘બઝમે વફા’ […]

 4. […] ‘બઝ્મે વફા’ પર તેમનો મૂળ પરિચય […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: