Posted by: bazmewafa | 04/05/2011

ગઝલ:હિસાબ આપવો પડશે—ડો.અદમ ટંકારવી

ગઝલ:હિસાબ આપવો પડશે—ડો.અદમ ટંકારવી

કહો દુશ્મનને કે દરિયા જેમ હું પાછો જરૂર આવીશ

એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.

                            -મરીઝ

 

આ સિયાહી આ કાગળનો હિસાબ આપવો પડશે,

વાચાળ વાક્ છળનો હિસાબ આપવો પડશે.

 

આ આયખું આ દાયકો આ વર્ષ આ દા’ડો,

હોવાની પળે પળનો હિસાબ આપવો પડશે.

 

આ શખ્શ જેન્યુન હશે કે હશે સ્યુડો,

એ તરકટી અતકળનો હિસાબ આપવો પડશે.

 

ક્યાં ક્યારે કેમ તું કોના ખોળે જઈને તું બેઠો,

એવા હરેક સ્થળનો હિસાબ આપવો પડશે.

 

અન્યોના તેલે ખુદનો દીવો બળતો રહે,

જૂઠાળવી ઝળહળનો હિસાબ આપવો પડશે

 

તેં ઢાળ ચડાવીને જે સોનામાં ખપાવ્યું,

એ પીળચટા પિત્તળનો હિસાબ આપવો પડશે.

 

છાપાળવા ઝાડે જે કરી’તી કલમ ક્રિયા,

એ વૃક્ષના વિષફળનો હિસાબ હિસાબ આપવો પડશે.

 (સૌજન્ય:ઓથાર 2002પૃ67)


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ