Posted by: bazmewafa | 01/24/2011

ગઝલ: ગઝલ ખોવાઈ ગઈ—ડો.અદમ ટંકારવી

ગઝલ ગાવાની ફુરસદ આ અભાગી જીવને ક્યાંથી?

મને મારી વ્યથઓ આહ પણ ભરવા નથી દેતી.

                             –અકબરઅલી જશદણવાલા

 

ગઝલ ખોવાઈ ગઈ—ડો.અદમ ટંકારવી

 

 અ બ ક અભિસારિકા અટવાઈ ગઈ,

બે હજાર બે માં ગઝલ ખોવાઈ ગઈ.

 

મુઠ્ઠીમાં છે ફકત સત્તર અક્ષરો,

હાઈકુ થઈને એ સંકોચાઈ ગઈ.

 

ક્યાં અળુળુ?  ક્યાં અહાહા? ક્યાં અહો?

અવિવક્ષિત અવિશદ અળપાઈ ગઈ.

 

હોંશે હોંશે ગઈ’તી મેંદી મૂકવા,

ને એની પાની રકતથી રંગાઈ ગઈ.

 

જડભરતની જ્યાં પડી બૂરી નજર,

નમણી નાજુક નાજનીન નજરાઈ ગઈ.

 

સાંજ પડતાં મહેફિલે જાવું હતું,

ને અકાલિક કર્ફ્યુમાં ગોંધાઈ ગઈ.

 

મત્લાથી મકતા સુધી કહેવું હતું,

મિસ્ર-એ-ઉલા કહી ડૂમાઈ ગઈ.

(ઓથાર 2002-પૃ.68) 


પ્રતિભાવો

  1. હોંશે હોંશે ગઈ’તી મેંદી મૂકવા,
    ને એની પાની રકતથી રંગાઈ ગઈ.
    આહ-2002ના અમાનુષી સત્તા પ્રેરિત સંહારની વેદના!


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ