Posted by: bazmewafa | 06/13/2010
અછાંદસ:વિષાદનું ભોંયરુ_ સુરેશ હ.જોષી
<
વિષાદનું ભોંયરુ_ સુરેશ હ.જોષી
ઈશ્વરના હાહાકાર જેવાં
છાયાહીન વ્રુક્ષો ઊભાં છે.
તાવથી ધગધગતા કપાળ પર મૂકેલાં
પોતાંના જેવો પોતાનો સમુદ્ર છે.
થાકીને પડી ગયેલા કોઈ વ્રુધ્ધ પંખીના જેવો
ચન્દ્ર સરોવરમાં ઝિલાય રહ્યો છે.
તેજાબમાં બોળેલા
ખોટા સિક્કા જેવો સૂર્ય તગતગી રહ્યો છે.
મૂંગા માણસનાં કંઠ્માની
અનુચ્ચારિત વાણી જેવા
અસંખ્ય માનવીઓને ભીડ વચ્ચેથી
હું ચાલ્યો જાઉં છું.
વિષાદના ભોંયરાની ભીનાશ શોધતો
મારો જીવ
કશીક આશાથી
તારી આગળ આવીને અટકી જાયછે.
Like this:
Be the first to like this post.
આપના પ્રતિભાવ