Posted by: bazmewafa | 02/25/2008

આહ!રૂસ્વા ભી ન રહે_મુહમ્મદઅલી’વફા’

તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો!


બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે

 

rusvaphoto.jpg

ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી(રૂસ્વા મઝ્લૂમી)

(1915-2008)

કરીએ કાકલૂદી એટલી ફુરસદ હતી કયારે?
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઈ એવી તબિયત કે જીવન પંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા
રૂસ્વા મઝલૂમી

મારી પ્રિય ગઝલ__ રરૂસ્વા મઝલૂમી

વિચારો વિણ કલમ કરમાં નથી ધરતો કવન માટે,
ગગન પૈદા કરી લઉં છું પ્રથમ હું ઉદ્દયન માટે.

નથી આવ્યા અમે કેવળ અહીંયા પર્યટન માટે,
વસાવ્યું છે વતન ને ,તો મરીશુ પણ વતન માટે.

તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો!
બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે.

નિરાશ્રિતથી વધુ આશ્રિત તણી સ્થિતિ કફોડી છે,
અવર માટે બધું છે ને નથી કંઇ આપ્તજન માટે.

તમે ના બોલવાનું પણ આજ બોલી ગયા ‘રુસ્વા’
 કદી તો પૂર્વ તૈયારી કરો ,કંઇ પ્રવચન માટે.

ભારત,પાકિસ્તાનનાં ભાગલા બાદ સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના થઇ,અને ત્યાર બાદ બે વર્ષ પછી જુનાગઢ મુકામે મુશાયરાનું આયોજન થયેલ.જેમાં મુંબઈ અને ગુજરાત ભરના નામી શાયરો ઉપસ્થિત હતા.મને પણ આમંત્રણ હોવાથી હું પણ તે મુશાયરામાં શાયર તરીકે ઉપસ્થિત હતો.મુશાયરાનાઅં પ્રમુખપદે કનૈયાલાલ મુનશી હતા.ઉપરાત ગુજરાત રાજયના મુખ્ય મંત્રી ઢેબર ભાઈ અને અન્ય પ્રધાનો પણ હાજર રહેલ.
  આ મુશાયરાની પાદપુર્તિ આ પ્રમાણે હતી.’ઘણું બાકી રહ્યું છે કાર્ય કરવા વતન માટે.’ ત્યારે લોકોમાં દેશ પ્રેમ જગાવવા માટેનું વાતાવરણ ઊભું કરવા આ પ્રકારની પાદ પુર્તી આપી હતી. કોમવાદી પરિબળો માથું ઉંચકી રહ્યા હતા.હિજરત અને હેરેફેરનો સમય હતો. અ વાતાવરણમાં મારું હૃદય પણ ઘણું વ્યથિત હતું.પરંતુ મેં ભારતનાં મુસલમાનો સાથે ભારતનેજ વતન માની ભારતમાં રહેવાનું પસંદ કર્યું.આ વ્યથાને મેં ગઝલમાં વાચા આપી છે.તે સમયમાં આ ગઝલ ઉદભવી હતી અને સાચું કહું તો મેં મારી આ ગઝલમાં મારા મનનાં બધાજ મંતવ્યો,કોઇંની પણ શેહ શરમ રાખ્યા વગર રજૂ કરેલ છે.જેથી મારી પ્રિય ગઝલ બની રહે છે.મારા હૃદયમાં ત્યરે જે અનુભૂતિઓ થઈ,તે આ આ ગઝલમાં મે વ્યકત કરી છે.મારા દર્દની તમામ હકીકતો સત્ય સ્વરૂપે આ ગઝલમાં રજૂઆત પામી શકી તેથી પણ પ્રિય ગઝલ બની રહી છે.

‘રુસ્વા’તમારી યાદને સાથે જ લઇ જશે,

ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

_રુસ્વા મઝલુમી.

(‘મારી પ્રિય ગઝલ’ સં.અઝીઝ ટંકારવી ના સૌજન્યથી)

મર્હુમ ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી(રૂસ્વા મઝ્લૂમી)પાજોદ દરબાર અને ઉર્દૂ ગુજરાતી કવિતાના દરબાર,તા14ફેબ્રુઆરી2008નાં જુમેરાતનના રોજ આ ફાનીદુનિયાને ત્યાગી પોતાના માલિકી હકીકી (અલ્લાહ સુબ્હાન્હુ તલા) ને મળવા, હમેંશાના માટે પ્રયાણ કરી ગયા છે.રબબ્બે કરીમ એમની બાલ બાલ મગફિરત(માફી) ફરમાવે અને એમના કુટુંબીજનોને આ સદમો(દુ:ખ) સહન કરવાની શક્તિ આપે.અને જન્નતનો ઉંચો દરજ્જો નસીબ ફરમાવે.(આમીન)

લાઇ હયાત ,આઇ કઝા લે ચલી ચલે,
અપની ખુશી સે આયે ન અપની ખુશી ચલે.

‘ઈન્ન લિલ્લાહે વ ઇન્ન ઇલયહે રાજિઉન’ (સર્વ સૃષ્ટિ અલ્લાહના તરફથી આવીછે., અને એના પ્રતિ પ્રયાણ કરનાર છે) નામ એનો નાશ. પવિત્ર કુરાના વદેછે કે: ‘કુલ્લો નફસીન ઝાઇકતુલ મૌત્ .અર્થાત દરેક આત્માને મૃત્યુનો સ્વાદ માણવાનો છે.. આ સમગ્ર સૃષ્ટિના સર્જનહારે આ વિસ્વમાં 1,24000 જેટલા પયગંબરો દુનિયામાં માનવાજાતનાં માર્ગ દર્શન માટે મોકલ્યા,હજારો સંતો,ઓલિયાઓ,સુધારકો,દાર્શનિકો.રાજ મહારાજાઓ અને માધાંતાઓ આ વિશ્વમાં આવ્યા.કોઇ મૃત્યુના સ્વાદથી બચી શક્યું નથી.આ ધરા ઉપર અલ્લાહના પ્રથમ નબી હજરત આદમા(અલૈ.)થી લઇ 950 વર્ષથી વધુ જિવન વ્યતિત કરનાર પયગંબર નૂહ (અલૈ.)અને અલ્લાહના પ્યારા અંતિબ નબી હજત મોહમ્મદ (સલ.)પણ 63 વર્ષનું આયુષ્ય પુરુ કરી અલ્લાહનાં દરબારમાં તશરીફ લઇ ગયા.
બેશક અલ્લાહની જાત મહાન છે. ન તેની કોઇ શરુઆત હતી કોઇ અંત છે. અઝલી છે અને અબદી છે. એ સિવાય દરેકનો અંત છે. પવિત્ર કુરાન વદે છે ‘કુલ્લો મન અલયહા ફાન,વયબકા રબ્બોક ઝુલ જલાલે વલ ઇકરામ”(પ્રરણ નં.55 શ્લોકનં. 25,26 )જે કંઇ આ પૃથવી પર છે એનો નાશ થનાર છે,અને માત્ર તારા પરવદીગાર(અલ્લાહ)ની હસ્તીજ બાકી રહેશે.ઈમાનની સાથે કરેલા સદકાર્યોજ ફકત માણસ આ વિશ્વથી સાથે લઇ જાય છે.અને તેનો બદલામાં તેને હમેંશાની જન્નત પરલોકમાં મળેછે.
વિશ્વ વિજેતા સિકંદર અંતિમ સમયે વસિયત કરીને મર્યો, કે મારા જનાઝામાંથી મારા હાથ બહાર ખુલ્લા રાખવામાં આવે, જેથી જોનારાઓને આત્મ દર્શન થાય કે આ ફાની વિશ્વથી રાજા કે રંક બધાયે ખાલી હાથે જવાનું છે. પરંતુ મર્હુમ રૂસ્વા સાહેબ કહે છેકે,

‘રુસ્વા’તમારી યાદને સાથે જ લઇ જશે,
ખાલી ગયો એ તો સિકંદરની વાત છે.

રૂસ્વા સાહેબ વાસ્તવમાં રૂસ્વા(બદનામ) ન હતા ,મઝલૂમ( જેના પર જુલમ થયેલો હોય એવો તે) જરૂર હતા.જીવનમાં ઘણી લીલી સુકી જોઇ.નાનપણ માં માં બાપની છત્ર છાયા ગુમાવી.માંગરોળમાં મામાએ ઉછેર અને સંસ્કાર સિંચનનો હક અદ કર્યો.નવાબીનો ઠાથમાઠ જોયો.તેમાં છ્કી ન જતાં ગંભીરતા પૂર્વક લોક સેવાની ફરજો બજાવી,રમત ગમત,શિકાર અને ઉર્દૂ સહિત્યનો શોખ ગળથૂથીમાં મળેલો.,ગુજરાતી ભાષાની સેવા અને ગુજરાતીમાં પોતાન સમયના બે સમર્થ કસબી કવિઓ આપનાર રૂસ્વાનાં જીવનનું બહુવિધ પાસું અનેક ક્ષેત્રે શાનદાર રીતે છવાયેલું રહ્યું. ઈરાનનાં મહાન શાતં સુફી સંત શમ્સ તબરેઝએ દુનિયાને એક મહાન દાર્શનિક અને પવિત્ર કુરઆનનાં ભાષ્યની ગૂઢતા સમજાવતી મસ્નવીઓ સર્જનાર જલાલુદ્દીન રૂમી જેવી વિશિષ્ટ વ્યક્તિ આપી.ફારસી કવિતાને વિશ્વભરમાં ચાર ચાંદ લાગી ગયા.એવીજ રીતે રૂસ્વાસાહેબે શૂન્ય પાલનપુરી અને અમૃત ઘાયલ જેવા બે સમર્થ શાયરોનું ગુજરાતી ભાષામાં ઘડતર કરી,ગુજરાતી કવિતાને ચાર ચાંદ લગાવી દીધા. નવાબી ગઈ,પણ રૂસ્વા સાહેબનો નવાબી, ખુમારી ભરેલ, ઉદાર,અને,માનવતા ભર્યા મિજાજ ને છીનવી ન શકી.

રૂસ્વાતો થા નામ ગર બદનામ ન થા
મઝલુમ તો રહા ગર જાલિમ નહીં બના


.ઈસ સાહેબે ગયરત સે અલ્લાહ હો રાજી
વકતકી ગર્દીશ મેઁ’વફા’ માયુસ નબના.

કી   ખત્મ અપની ઝિશ્ત હી અપની તલાશ મેઁ
લેકિન મીલા ન ઉમ્રભર અપના પતા મુજે.

(એમના શબ્દોમા એનું વિવરણ : મેઁ મારું આખું આયખુઁ નિજની તલાશમાં વ્યતીત કર્યું. છતાં જીવનભર હું ખુદ પોતાનેજ પામી શક્યો નહીઁ;ઓળખી શક્યો નહીઁ,જાણી શક્યો નહીઁ.)
વિભાજન પછી 1949માં જુનાગઢમાં ક.મા.મુનશીના પ્રમુખ પદે થયેલા તરહી મુશાયેરાનો આ શેરતો જુઓ:
તમે સોગંદ નામું શું જુઓ છો? કાર્ય ફરમાવો! બંધાયો છું ગમે તે કાર્ય કરવા વતન માટે.
આખી ગઝલના બધા શેરો સાચા મોતીનાં દાણા જેવી છે, પર્‍ંતુ એમા ગર્ભિત વ્યથા,અને વિષમતા અને હૈયાના દર્દની અનુભૂતિ પણ છે.એ એમની પ્રિય ગઝલ પણ છે અને એમાં કઠિત સત્ય વકતાતાનાં ચાબખા પણ છે.વારંવાર દેશના ખાતર બલિદાન આપનારઓ પાંસે સનદો માંગનારને કેવી અગ્નિથી દઝાડ્યા છે.

મઆલે જુસ્તજુ અલ્લાહ જાને?
ખયાલે જુસ્તજુ ભટકા રહા હૈ.
ઉર્દૂમાં પણ એમનું કલામ મિસાલી છે.કહેછે: તે પછી પ્રચંડ શક્તિ ,મારી ખોજ,તલાશ,ખેવના શું છે.? તેનો અંત કયાઁ છે.? તે તો અલ્લાહજ જાણે. હું તો જે અનોખા દર્દ થી પીડાઉઁછું તે મારી શાંતિ મનની લાગણી ને ચેનની .અપેક્ષાથી આમ તેમ ભટકું છું.છતાં સાચી મંઝિલ નથી મળતી. આવી વ્યથા દરેક માનવીને અમુક અવસ્થામા થાય છે. તેમાંથી કોઇ પણ બાકાત રહી શકતા નથી. કારન દ્રેક માનવીના હ્રદય ધબકારો તેને સ્વાસે સ્વાસીને એક સંકેત આપેછે. જો કોઇ નસીબ દાર વ્યક્તિ એ સંકેત નો મર્મ સમજે તો એ સંત _વલી (મહાત્મા) નો સાચો પ્રેમ બની જાય.

વોહ એક દુશવારે_મૌકએ ઈમ્તેહાં હૈ,
જબ મહોબ્બત હી આઝમાએ મહોબ્બત’(રૂસ્વા)

આ એવી કઠિન પરીક્ષાની ઘડી છે,જ્યારે પ્રેમજ ,પ્રેમને કસોટીના પથ્થર ઉપર કસવા ચાહે છે.

દિલકી ધડકન સમજના બેમાની ,
  ઉંનકા યું ભી ખિતાબ હોતા હૈ.

શ્વાસચ્છોસ્વાસની આવન જાવનને નિર્થક સમજ ,આ રીતે અલ્લાહ તને સંકેત રૂપે સત્ય પયગામ મોકલેછે કે જો તું ખરેખર રૂપનો ચાહક છે તો અલ્લાહનું રૂપ જે મહાન સ્વરૂપ્વાન છે,તેની ચાહનામામ ખોવાઈ જા. તેની સથે પ્રેમ તાંતણામાં બઁધાઈજા. બસ માનવી જો એ અલૌકિક સંકેત ને સમજી જાય તો ત્યાંજ એની પ્રેમ સફરની મઝિલ પ્રાપ્ત થય છે.તેની ભટકન પૂરી થાય છે.અને તે પછી તે મંઝિલ તરફ આગળ વધવા કેડી પકડેછે. ને મંઝિલે પહોઁચવા પગેરુ ગોતેછે. જયારે આ રાહ પર પગ માંડતો થઈ જાય છે, ત્યારથી એ વ્યક્તિમાં અજબ ભાવના પકડે છે.આવી ભાવના રખ્નારો શ્રેય સાવ્અક પછી તો સંગ્રામવીર બનેછે. એનીએ એભાવના તતો પછી પ્રચંડ શક્તિ બ અની ગયેલી હોય છે. એવી ભાવન હ્ર્દય પરના ઓથાર ખોલે છે,એજ ‘ઈશ્કે હકીકી ‘ છે.
ઉર્દૂ કવિતાના પિંગળશાસ્ત્રનો સાચો વારસો લઇની આવેલા રૂસ્વા સાહેબે ગુજરાતી ગઝલને ખાલી શેરિયત કે તગઝ્ઝુલનો સહારો લઈ એની બંધારણ સાથે ચેડાં નથી કર્યા. શુધ્ધ્ધ બહર,વજન,લય કે છંદ વાળી રચનાઓ આપી.
ઉભય ગંગા ઝમ ઝમ છે મારી ગઝલ માં,
અનોખોજ સંગમછે મારી ગઝલમાં.

મહોબ્બતની સરગમ છે મારી ગઝલ માં,
ઘણી વાત મોઘમ છે મારી ગઝલ માં,

ઝમઝમ (મક્કા)નાં તે કુવાનું પવિત્ર જળ જે પયગંબર ઇબ્રાહીમ (અલૈ.) ના નવજાત શિશુ ઇસ્માઇલ (અલૈ.)નાં અંગુઠાની ખોતરણીથી પ્રગટ થયેલ ઝરણ.જે આજે પણ હજ પઢવા જનાર હાજીઓ તે પવિત્ર જળને પ્રસાદી તરીકે લાવી મિત્રો,સ્નેહીઓને પીવડાવે છે.
(આપણે ગંગાને _રામ તેરી ગંગા મેલી_ કયારે સાફ કરી પવિત્ર બાનવશું.જેથી એના પવિત્ર જળની સાચી પવિત્રતા પ્રાપ્ત થઇ શકે.)
એમની ખુમારી ભરી ગઝલો મોજ મસ્તી માટે નહીં પરંતુ જીવન સંદેશ પણ આપે છે
.

શું થયું?

પ્રેમની મોંઘી મતાનું શું થયું?
દિલ જતાઁ એની વ્યથાનું શું થયું?

ઝળ હળે છે દીપ શ્ર્ધ્ધાનો હજી ,
ક્યાં ગઈ વેરણ હવાનું શું થયું?

મોતના ડંકા બજે છે સ્વાસમાં ,
જિઁદગીની ઝઁખનાનું શું થયું?

આજ કાં મહેફિલ મહીઁ અન્ધાર છે,
કયાઁ છે પરવાના શમાનું શું થયું?

આપ જોતા થઈ ગયા ખુદ અપને,
જાણભેદુ આયનાનું શું થયું?

નાવ ડૂબી કાં તરી મઝધારમાં,
ઓ ખુદા!મુજ નાખુદાનું શું થયું?

કેમ’ રૂસ્વા ‘ આમ બેઠા છે ઉદાસ,
આપની જીવન કલાનું શું થયું?

કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો..કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો.
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા.
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે

કરી બેઠા – ‘ રૂસ્વા ‘ મઝલુમી

કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.

તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.

પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.

કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.

અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.

કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.

અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું,
અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા.

અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,
અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા.

– ‘ રૂસ્વા ‘ મઝલુમી

દિલસે જોબાત નીકલતી હૈ અસર રખતી હૈ.
પર નહીઁ તાકતે પરવાઝ મગર રખતી હૈ.

*અલ્લામા ઈકબાલ.

જનાબ રૂસ્વા મઝલૂમી (પાજોદ દરબાર)ને અલ્લમા ઈકબાલનો આ શેર ઘણો મહેબુબ હતો..રૂસ્વા મઝ્લુમી મૂળભુત ઉર્દુ શાયર હતા.જ.મસ્ત હબીબ સારોદી,શૂન્ય પાલન પુરી,શ્રી અમ્રુત ઘાયલ,શ્રી નિસાર અહમદ શેખ (શેખ ચલ્લી),અને ગુજરાતી ઉર્દૂ ગઝલ અને અછાંદસોનું યૂગ પરિવર્તન કરનાર શ્રી આદિલ મનસૂરી ની જેમ એમણે પણ ઉર્દૂ માંથી માતૃ ભાષા ગુજરાતી પ્રતિ પ્રેમ થી પ્રયાણ કર્યું હતું..અને એ બધાએ ગુજરાતી સારસ્વતનો હક અદા કર્યો.
જનાબ રૂસ્વા સાહેબને પહેલા અને છેલ્લા જંબુસર (જિ.ભરૂચ ફેબુ.68ના ) મુકામે મ.મસ્તહબીબ સારોદી સાહેબ ના માનમાં યોજાયેલા મુશાયરામા જોયેલા. તરહી મુશાયરો હતો પણ શૂન્ય,ઘાયલ, વિ.ની જેમ એઓ પણ તરહ પર કશુ લખી લાવ્યા નહતા. પરંતુ બીજા ગેર તરહી દોરમા એમની સુંદર ગઝલ સાંભળી.એનો મને અફસોસ થાયછેકે કોઇ શેર મને એ ગઝલનો યાદ નથી.(વફા)

rusvaantidarshan.jpg

(મૌત કી આગોશમેં)

કિસકે આંસુ મેરે કફન પે ગિરે
કૌન રોયા હૈ અજનબી કે લિયે.

મેરે દુશ્મન ભી જાનતે હૈં
 મૈં કિતના તરસાહું દોસ્તી કે લિયે.

(શેખાદમ આબુવાલા).

બંધ હો ગયે હૈં ,લબ સભી કોઇ બોલતા નહીં
યાદેં તેરી દિલ મેં ચુભી ઔર આંખ રો પડી
..

નામ: ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી
ઉપનામ:મસ્તાન ( ઉર્દૂ શાયરીમાં ) , રૂસવા, પાજોદ દરબાર
જન્મ:11 ડીસેમ્બર – 1915 : માંગરોળ
અવસાન : 14 – ફેબ્રુઆરી – 2008
તદફીન(દફનક્રિયા):15ફેબ્રુઆરી2008 જુમાની નમાઝ પછી બપોરે3.00 વાગ્યે.
અભ્યાસ: રાજકુમાર કોલેજ, રાજકોટ
રચનાઓ
• ઉર્દૂ ગઝલો – મીના, તિશનગી
• ગુજરાતી ગઝલો – મદિરા
• ગદ્ય કાવ્ય – ઢળતા મિનારા
• નવલિકા -, સ્મૃતિબિંબ, તિકડમ, સૂકાં ફૂલ બોરસલ્લીનાં, કૌતુક, આંખોની પાંખે, હૃદયના રંગની વાતો

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: