Posted by: bazmewafa | 02/06/2014

ગઝલ:પથ્થરને ખાઈ ગઈ……શોભિત દેસાઈ

પથ્થરને ખાઈ ગઈ……શોભિત દેસાઈ

વીજળી પડી તો પાયાના પથ્થરને ખાઈ ગઈ,

શરૂઆતમાં એ કક્કાના અક્ષરને ખાઈ ગઈ.

 

વધતો કિનારો જોયા કરેછે વકાસી મ્હોં,

નાદાન માછલીઓ સમંદરને ખાઈ ગઈ.

 

સંદેશો જાણી જોઈને સમજ્યું નહીં કોઈ,

ઝેરી પ્રજાઓ પાક પયમ્બરને ખાઈ ગઈ.

 

ઉપયોગમાં ન લેવાય જો લાંબા કાળથી,

ઝીણી જીવાત આખાય બખ્તરને ખાઈ ગઈ.

 

ઐયાશી ગુપ્તવેશે પ્રવેશી અને પછી,

આળસ ભરાય એવી કે લશ્કરને ખાઈ ગઈ.

 

ઉત્તમ  લખે છે પોતે-ના ભ્રમમાંજ એ મર્યો,

જુઠ્ઠી પ્રશસ્તી છેવટે શાયરને ખાઈ ગઈ.

(સૌજન્ય:શબ્દસૃષ્ટિ-જાન્યુઆરી:2014*8)


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ