Posted by: bazmewafa | 03/13/2019

ખાલી થયેલા ગામમાં,જાસો ન મોકલાવ…રમેશ પારેખ

ખાલી થયેલા ગામમાં,જાસો ન મોકલાવ…રમેશ પારેખ

.

 

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ,

ખાલી થયેલા ગામમાં,જાસો ન મોકલાવ.

.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,

રહેવા દે  રોજ તું મને,ગજરો ન મોકલાવ.

.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,

પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

.

ખાબોચિયું જ આમ તો, પર્યાપ્ત હોય છે,

હોડી ડુબાડવાને તું,દરિયો ન મોકલાવ.

.

થોડોક ભૂતકાળ મે આપ્યો હશે ,કબૂલ

તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

(સૌજન્ય: વરસાદ ભીંજવે પૃ.77)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: