Posted by: bazmewafa | 12/07/2018

રવિશકુમાર એ ‘રવિશકુમાર’ છે …..શકીલ કાદરી

રવિશકુમાર એ ‘રવિશકુમાર’ છે …..શકીલ કાદરી


રવિશકુમાર એ ‘રવિશકુમાર’ છે અને રવિશકુમારને ‘રવિશકુમાર’ તરીકે જાળવી રાખવામાં રવિશકુમારની અંદરની ઇન્સાનિયતનો જેટલો ફાળો છે એટલો જ ફાળો એ જે ચૅનલમાં છે એ NDTV ચૅનલની મૅનેજમેન્ટનો પણ ગણાય. આ વાત હું એક પત્રકાર તરીકે વીસ વર્ષના અનુભવના આધારે કરી રહ્યો છું. કારણ કે ગુજરાતના પ્રસિદ્ધ પત્રકારો અમીન કુરેશીથી માંડી દિગંત ઓઝા (કાજલ ઓઝાના પિતા) અને વજ્ર માતરીથી માંડી અનિલ દેવપુરકર સાથે આ ક્ષેત્રમાં કામ કર્યું છે. એ પછી જે ત્રીજી પેઢી આવી અને ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચી એમાંના ઘણાં પત્રકારો આજે કાં તો મારા મિત્રો છે કાં તો પરિચિત છે. રવિશકુમાર જે પ્રકારનું પત્રકારત્વ ખેડી રહ્યો છે એ પ્રકારનું પત્રકારત્વ ખેડવા માટે તમે જે સંસ્થામાં હોવ એ સંસ્થાના માલિકોનું પીઠબળ તમને હોવું જરૂરી છે. એ વિના આ મૂડીવાદી અર્થતંત્રમાં આવા પત્રકારનું આ પ્રકારનું પત્રકારત્વ જોવા મળે નહીં. ગુજરાતમાં પ્રિન્ટ મીડિયામાં આ શક્ય નથી એમ નથી પણ એ માટે પત્રકારે નોકરીની અસલામતીની કસોટી સતત આપવી પડે… શક્ય છે કે એ થોડાંક જ સમયમાં ગુમાવવી પણ પડે. કારણ કે તમામ પ્રિન્ટ મીડિયાના સંબંધોના તાર સરકાર કે વિરોધ પક્ષ સાથે જોડાયેલાં હોય છે. ઉદ્યોગપતિઓ પણ એમાં એક મહત્વનું પરિબળ છે. આજે અખબારોમાં શ્રમિકોનો અવાજ અને એમની વેદનાના ચિત્કારો સાંભળતાં નથી. એની પાછળનું કારણ જ મીડિયા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોની કડી છે. એક પત્રકાર તરીકે ગરીબો, શોષિતો વંચિતો અને દલિતો પ્રત્યે મને વિશેષ લાગણી રહી છે. એક કામદાર નેતાના પુત્ર તરીકે શ્રમિકો પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. આ શ્રમિક શબ્દ એ એવો શબ્દ છે જેનું લેબલ લાગતાં ધર્મ, જાતિ, જ્ઞાતિ બધું નામશેષ થઈ જાય છે. ઉદ્યોગોમાં મજૂરી કરતાં શ્રમિકોનો એક જ ધર્મ, જાતિ કે જ્ઞાતિ હોય છે અને એ હોય છે “શ્રમિક”. જેને એક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જેવો માનવી કારખાનાની બહાર નીકળે છે કે પાછો એ લૅબલો એ ચોંટાડી લે છે. આ અંગત છતાં બિનઅંગત કહી શકાય એવી પોસ્ટ લખવાનું એટલે મન થયું કે હમણાં જ વડોદરા જિલ્લામાં એક ઉદ્યોગમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકના મોત થયાંની પોસ્ટ તુષાર પરમારે મૂકી હતી. આવી ઘટનાઓ પત્રકાર જગત માટે નવી નથી. આવી ઘટનાઓ અને બનાવોને ઉજાગર કરવા માટે જ એક દૈનિકના જાંબાઝ અૅડિટરે “ઔદ્યોગિક આલમના ઓવારેથી” દૈનિકનું છેલ્લું આખું પેજ ભરાય એવી કૉલમ લખવાનું મને સોંપ્યું ત્યારે મને એ કૉલમ લખવા મારું જે ઉપનામ રાખવાનું પસંદ પડ્યું તે હતું “શ્રમિક”. શ્રમિકના ઉપનામથી મેં એના દસ એક ભાગ લખી મોટા મોટા ઉદ્યોગોના શ્રમિકોની વેદના વ્યક્ત કરતો હતો. ત્યારે તુષાર પરમારે જે પોસ્ટ મૂકી છે એ રીતે જ અૅસિડની ટાંકીમાં પડી મૃત્યુ પામેલ એક મજૂર અને એના કુટુંબીઓને કોઈ જ સહાય ન મળી હોવાના અને આખો કેસ દબાઈ ગયો હોવાનો બનાવ લખ્યો હતો એ કૉલમ છપાઈ પણ ગઈ…. બીજે દિવસે ખબર પડી કે જે ઉદ્યોગ વિશે કૉલમ છપાઈ એ તો અખબારના જ માલિકના સગાનો છે… એ ઘડી અને એ દિવસ… બસ મારી કૉલમ બંધ કરાઈ હતી…. એટલે આજે કહું છું…રવિશકુમાર એ ‘રવિશકુમાર’ છે અને રવિશકુમારને ‘રવિશકુમાર’ તરીકે જાળવી રાખવામાં રવિશકુમારની અંદરની ઇન્સાનિયતનો જેટલો ફાળો છે એટલો જ ફાળો એ જે ચૅનલમાં છે એ NDTV ચૅનલની મૅનેજમેન્ટનો પણ ગણાય. મેં પ્રિન્ટમીડિયાના એવા પત્રકારો જોયાં છે જેમણે રવિશકુમાર જેવી બહાદુરી બતાવી હોય પણ એમને એમ કરવા જતાં વારંવાર નોકરી ગુમાવવી પડી હોય અને જીવનમાં આર્થિક મુશ્કેલી આવતાં સાવ સામાન્ય અખબારોમાં જોડાઈ જવું પડ્યું હોય. એટલે
રવિશકુમારની સાથે NDTVને પણ સલામ કરવા જ પડે.(સૌજન્ય: ફેસબૂક..જનાબ શકીલ  કાદરી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: