Posted by: bazmewafa | 01/05/2018

કૈસનું માથું જુઓ શાનથી રહ્યું._ _મુહમ્મદઅલી વફા

કૈસનું માથું જુઓ શાનથી રહ્યું._ _મુહમ્મદઅલી વફા

ઝાડનું કોઈ પણ  ના દર્દ તને નડ્યું.

એક પત્થર લાગતાં તું ખરી પડ્યું.

.

દિલ ઉપર લાગી રહેલાં તીરને પૂછો,

 ખૂનનું ટીપું કદી ના આંખથી  વહ્યું.

.

લાગણી ચુંઠાઈ ગઈ લીર લીરા થઈ,

 આ ખુમારીનું  ચમન શાનથી રહ્યું.

.

હાથ ખાલી લઈને આવ્યો તુ ક્યાં દોસ્ત,

આ ગળાને તો સદા  તુજ  કરે ધર્યું .

.

 સહુ તમાશાબીનનાં હાથમાં પથ્થર ,

 કૈસનું માથું જુઓ શાનથી   રહ્યું.

.

ગટ ગટાવી હું જઈશ ના રોકશો મુજને,

આ કટોળે વિષ  તમે હાથથી  ભર્યું.

.

તું વફા પોતે  મિસાલો વફાની દે,

તે પછી માની જશે લોક તુજ કહ્યું.  

.

 

કૈસ=મજનુ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: