Posted by: bazmewafa | 04/05/2017

તારી યાદોનાં હરણ લૈ જાઉં – આદિલ મન્સૂરી

તારી યાદોનાં હરણ લૈ જાઉં – આદિલ મન્સૂરી

.

 

 

તારી યાદોનાં હરણ લૈ જાઉં

પીઠ પર નાખીને રણ લૈ જાઉં

 .

ખૂબ લાંબો છે મરણનો રસ્તો

જિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં

.

હોઠ પર પ્યાસના સહરા સળગે

બંધ આંખોમાં ઝરણ લૈ જાઉં

 .

એ તો સાક્ષાત્ સમય છે પોતે

મારી એકાંતની ક્ષણ લૈ જાઉં

.

જ્યારે જાઉં છું ઊઠીને આદિલ

શ્વાસમાં વાતાવરણ લૈ જાઉં

(સૌજન્ય:ગઝલના  આયના ઘરમાં પૃ.136)

Advertisements

Responses

  1. કોણ કહે છે કે સાથે કશું આવતું નથી ? આદિલજી તો કેટકેટલી વસ્તુઓ સાથે લઈ જવાની વાત કરે છે ! આદિલજીએ આમેય તે સ્થુળ વતન છોડ્યું ત્યારે ગુજરાતી સાહીત્યને એક યાદગાર ગઝલ આપી જ હતી.

    રણ ને હરણ સાથે મુકીને મૃગજળને કેવાં સાંકળી લીધાં છે !!

  2. ઘણો ઘણો આભાર !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: