Posted by: bazmewafa | 11/29/2016

ન્યુ માર્કેટ ટોરન્ટો, કેનેડામાં એક શાનદાર ઉર્દૂ મુશાયેરો:…..તસ્લીમ ઇલાહી ઝુલ્ફી

ન્યુ માર્કેટ ટોરન્ટો, કેનેડામાં એક શાનદાર ઉર્દૂ મુશાયેરો:…..તસ્લીમ ઇલાહી ઝુલ્ફી

યુનીવર્સીટી ઑફ કરાંચી ગેજ્યુએટ ફોરમ ના ડાયરેક્ટર તસ્લીમ ઇલાહી  ઝુલ્ફી અને બોર્ડ ઑફ ડાયરેકટર્સ તરફથી  ફરઝાના ફરહત (લંડન-ઇંગ્લૅંડથી આમંત્રિત ખસૂસી મહેમાન) ના કાવ્ય  પુસ્તકનું વિમોચન અને ઉર્દૂ મુશાયરાનું આયોજન થયું  હતું.

પ્રોગ્રામના પહેલા ભાગમાં માં વિમોચન વિધી અને બીજા ભાગમાં  મુશાયરાનું આયોજન  હતું.

ગઝાલા શાહીને  સંચાલનની વિધી નિભાવતાં મહેમાનો,શાયરો અને શ્રોતાઓનું સ્વાગત.કર્યુ હતું.

પ્રથમ જનાબ  જાવિદ હસને હમ્દ,અને ના’ત સુંદર લહેજામાં સંભળાવી હતી.

તે પછી જનાબ તસ્લીમ ઇલાહી ઝુલ્ફીએ  NED University Karachi VC (R)પ્રોફેસર મુનીર હસન ને પુસ્તકના વિમોચન માટે વિનંતી કરતાં ,તેમણે ફરઝાના ફરહત ના  કાવ્ય પુસ્તકનું વિમોચન  કર્યું હતું.

પ્રમુખ  વકતા જ.ઝુલ્ફીએ મહેમાન કવિયત્રી ફરઝાના ફરહત નો પરિચય આપયો  હતો અને એમના કાવ્ય  પુસ્તક  નું  રસદાયી વિવેચન કર્યું હતું.એમના હસ્તે  મોહતરમા ફરઝાના ફરહતને”અલ.જામિયા એવોર્ડ ઑફ એક્સેલંસ-2016” પણ એનાયત  કરવામાં આવ્યો હતો.

એના જવાબમાં  મહેમાન કવિયત્રીએ ફોરમ અને જ.ઝુલ્ફીનો ગદગદિત કંઠે આભાર માન્યો હતો.

વિરામ બાદ ટોરંટોના નામી ઉર્દૂ  શાયરોએ  પોતાની ઉત્તમ  રચનાઓથી શ્રોતાઓને આનંદિત કરી દીધા હતા.

ગઝાલા શાહીન,અતા રશદ,મેહમૂદ નાસિર,કફીલ અહમદ,અબ્દુલ સલામ આરિફ,બશારત રેહાન,નશરીન સૈયદ,જમાલ અનજુમ, મુનવ્વર જહાં મુનવ્વર,દરખ્શાં સિદ્દીકી,અનવર ખાન રીઝવી,મુહમ્મદઅલી વફા,તસ્લીમ ઇલાહી ઝુલ્ફી અને ફરઝાના ફરહતે ભાગ લીધો હતો.

નીચે જણાવ્યા  મુજબના કેટલાક  ખાસ શ્રોતાગણોંએ  પણ  મુશાયરાને રોનક બખ્શી હતી.

આસીફ જમાઈ,આદિલ સીદ્દીકી,અમીર સૈયદ,સમીના ખાન,મુબારક શકૂર,મંઝૂર શાદ,ઇબ્રાહીમ(બાબુ)પાંચભાયા,મો.દાવુદ ભૈડુ,જાવિદ સૈયદ,શોયેબ આલમ ,ઉમર અલી કાશીફ હસન,બેગમ મુનીર  વિ.એ ભાગ લીધો હતો.

જ.તસ્લીમ ઇલાહી ઝુલ્ફી( ડાયરેક્ટર  યુની.ઑફ કરાચી ગ્રેડ્જ્યુટ્સ ફોર્મ કેનેડા) એ આભાર વિધી કરી હતી.

ટોરન્ટો 27 નવે.2016

કેટલક ઉર્દૂ શાયરોનાં ચુનંદા શેરો:

1-બશારત રેહાન(મીસીસાગા,કેનેડા) 

 ગલત હૈ કિ તુમસે મોહબ્બત નહીં હૈ

મગર ઇસમેં પેહલીસી શિદ્દત નહીં હૈ

 તેરી બે વફાઈ પે મસરૂર હૈ હમ

હમેં અબ વફાઓંકી હાજ્ત નહીં હૈ

 

2-ફરઝાના ફરહત(લંડન,ઇંગ્લેન્ડ)

 નઝારે ખ્વાબકી સુરત નજરમેં કૈદ રહતે  હૈં

મોહબત કે દીવાને અપને ઘરમેં કૈદ રહતે હૈં

 પતા દેતે  હૈં મુઝકો  કિસી રોશન સવેરે કા

મેરે સીને ઉજાલોંકે અસરમેં કૈદ રહતે હૈં

 

3-નસરીન સૈયદ (મીસીસાગા,કેનેડા)

 હર્ફ હુસ્ને કલામ તક પહુંચા

જબ સુખ્ન તેરે નામ તક પહુંચા

 વારી જાઉં મેં શાહે ઇશ્ક તેરે

ચલ્કે ખુદ,મુઝ ગુલામ તક પહુંચા

 

4-મુનવ્વર જહાં મુનવ્વર(મીસીસાગા,કેનેડા)

 નિકલ કર તેરી ઉલ્ફત કે અસર સે

ન ગિર જાઉં કહીં અપની નજર સે

 યુંહી બસ રહ કા દિલ રખ રહી હું

થકી હું કબ મોહબ્બતકે સફર સે

 

5-મુહમ્મદઅલી વફ(બ્રામ્ટન,કેનેડા)

 સર તો મેરા મોજુદ થા પત્થર નહીં મીલા

જાલિમ કો આસ્તીન મેં ખન્જર નહીં મીલા

 સાકી દુઆ યહી હૈ કિ બંદ હો યે મયખાને

તિશના  લબી રહી કોઈ સાગર નહીં મીલા

 

6-કફીલ અહમદ(મીસીસાગા,કેનેડા)

 શોલોં મેં બસે દેખ કે હમ અપને હી ઘરકો

કિસ તરહ દે દાદ હમ અપને હી હુનર કો

 મંઝિલકા નિશાં હમને તો પાયા હી નહીં હૈ

ફિર કૈસે કરે ખત્મ હમ અપને સફર કો

 

7-જમાલ અહમદ અંજુમ(ટોરન્ટો,કેનેડા)

 હમ હૈ મસ્લુબ,સરે દાર હૈ હમ

મિસ્લે મન્સૂર ગુનેહગાર હૈ હમ

 ડોલી ગમકે ઉઠાયે શાનો પર

એક ઉજડા હુઆ દયાર હૈ હમ

 

8-તસ્લીમ ઇલાહી ઝુલ્ફી(ન્યુમાર્કેટ,કેનેડા)

 તુઝસે  બિછ્ડકે સચ હૈ કિ રોયા ભી નહીં મેં

યે ઔર બાત,ચેનસે સોયા ભી નહીં મેં

 ઇઝ્હારે મોહબ્બત મેં પહેલ કોન કરેગા?

વો હૈ અગર ખામોશ,તો ગોયા ભી નહીં મેં

 

9-દરખ્શાં સિદ્દીકી(ટોરન્ટો,કેનેડા)

 ઉમર કટ જાયે આસ્તાને મેં

ઝિકરકી મેહફિલેં સજાનેમેં

 માંગતી તુઝસે હૈ  દરખ્શાં વો

હે જો કુછ તેરે ખઝાનેમેં

થોડી બોલતી તસ્વીરો:15253530_10208707899549494_7654175022729345937_n15202758_10208707898629471_249651511871020451_n

15253559_10208707898189460_4880064545622529292_n15203217_10208707899189485_2260695431881685817_n15171288_10208707898909478_8160606425173585660_n15219391_10208707897749449_8197893119938378029_nmushayera-b15253530_10208707899549494_7654175022729345937_n

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: