Posted by: bazmewafa | 10/08/2016

ફૂલોનીય ઠોકર લાગે છે……સૈફ પાલનપુરી

ફૂલોનીય ઠોકર લાગે છે……સૈફ પાલનપુરી

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ;

જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.

નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ;

કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.

સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,

અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.

સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઇ,

જે દ્વાર ઉપર જઇ પહોંચું છું – મારું જ મને ઘર લાગે છે.

વિખરાઇ હશે કોઇની લટો એથી જ તો ખુશ્બુ છે ચોગમ,

આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.

ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર,

હું સ્મિત ફરકાવું છું – તો  ચોટ હ્રદય પર લાગે છે.

બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,

ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.

જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,

રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.

(સૌજન્ય:એજ ઝરૂખો એજ હીંચકો પૃ.60)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: