Posted by: bazmewafa | 06/16/2016

ગઝલકારોને બે બોલ……મર્હૂમ જનાબ ‘ઝર’રાંદેરી સાહેબ

ગઝલકારોને બે બોલ……મર્હૂમ જનાબ ‘ઝર’રાંદેરી સાહેબ

 

ગઝલકારોએ એ યાદ રાખવું જોઈએ કે ખુદા પાકનાં ગુણોમાંથી કોઈ ગુણ ઉત્પાદિકમાં હોતા નથી.પણ જ્યારે તે પોત પોતાના ગુણો(સિફતો)માંથી કોઈ ગુણનો પડછાયો કોઈને અર્પણ કરેછે,પરંતુ તેનામાં ખુદા પાકની જેમ તે ગુણો હોતો નથી.સાંભળવું,દેખવું,જ્ઞાન,ઇત્યાદિ ખુદા પાકનાં હકીકી .અને ઉત્પદિકતાના પડછાયા સમના છે.તેણે જેને કમાલ,જમાલ,(ગુણ,રૂપ)કે બીજી કોઈ શક્તિ અર્પણ કીધી છે,તેનાથી એક રજકણ જેટલો પણ વધી શકતો નથી.ખુદાપાકના દરેક ગુણો અનાદિ અને અનંત છે.તેથી દરેક રીતે પ્રેમ કરવાને તેનીજ પવિત્રિ જાત સિધ્ધ થાયછે.આ સિદ્ધાંતને દરેક પાંસે પોતાની માન્યતા પ્રમાણે લક્ષમાં રાખવો.

    ઇશ્કના શાબ્દિક અર્થ”પ્રેમકે મોહ” છે.આશિકનો અર્થ ‘ચાહનાર’  એટલે પોતાની દરેક ઇચ્છા અને અધિકારોને  માશૂક(જે પ્રત્યે પ્રેમ બંધાયો હોય તે)ની ઇચ્છાને સ્વધીન કરનાર..

 કમાલ,જમાલ,એહસાન (ગુણ,રૂપ,કર્મ)પ્રેમ ઉત્પન્ન થવાનાં મુખ્ય કારણો છે.એમાંથી કદી એક,બે કે કદી ત્રણે કારણો એ પ્રેમ કરી ઉત્પન્ન થાય છે.એ ત્રણ વિના બીજી કોઈ વસ્તુ પ્રેમ કરવામાં કારણ ભૂત હશે,પરંતુ મુખ્ય વૃક્ષો આ ત્રણજ છે.બાકીના બધા તેના અંગોછે.એમાં સર્વથી શ્રેષ્ઠ પદવી કમાલની છે.તે પછી ઉપકાર અને છેવટે રૂપ છે.હકીકી પ્રેમ સહેલાઈથી સમજવા માટે એક દ્ર્ષ્તાંત નીચે આપ્યું છે.

      એક વેળા એક અતિ સ્વરૂપવાન સુંદરીને જોઈ,એક માણસ પોતાની સર્વ શકિત ગુમાવી,તેણીને ચરણે પડી કહેવા લાગ્યો કે,–“હું હૃદય ગુમાવી બેઠો છું.”જવાબમાં તેણીએ કહ્યું કે શું!તેં મારી બહેનને જોઈ નથી?તેણીના દરેક ડગલેને  પગલે  સો,સો કિયામતો (મહાપ્રલય) પ્રગટે છે.તેણીનાં એક વાળની કિમત મારા જેવી લાખો રમણીઓની કિમતથી વિશેષ છે.જો,જો તેણી પાછળ ચાલી આવી છે.” પેલો હવસી પાછળ ફરી જોવા લાગ્યો,એટલે પેલી રમણીએ ચાલવા માંડ્યું.જ્યારે પેલા હવસીએ કોઈને આવતી ન જોઈ ,ત્યાં તે પાછો વળ્યો ,તો તેણે પેલી પેલી સુંદરીને ચાલી જતી જોઈ.એટલે તેની પાછળ દોડી કહ્યું કે “સબૂર”!ત્યારે તેણી બોલી કે “થુ છે તારી જાત પર ! જ્યારે તું મારી ઉપર આશિક હતો ,તો પાછળ ફરી જોયુંપણ શા માટે?નીચ,તું આશિક નથી પણ હવસી છે.”

 ઓછામાં ઓછા દરજાના આશિક થવા માટે તેના વિના કશું નહીં,એમ ખરા હ્ર્દયે માનવુંઆવશ્યકછે.પર6તુ ઉપર આપેલા દ્ર્ષ્ટાંત પ્રમાણે જે એક વિના અનેકને પણ પ્રેમ અર્પવા સદા તૈયાર રહે છે.એવા હવસી ને પણ લોકો આશિક માને છે…એથી ઊતરતી પંકિતના કામીઓ પણ પોતાને આશિક કહેવદાવે છે,પણ તેઓમાં તે પ્રેમ માત્ર પોતાની ઈચ્છા પોષવા કારણેજ હોયછે.એથી પણ ઉતરતા દરજજાના આશિકો છે.,એક સાથે સો,સો કે એથી વધુ ઉપર આશિકરહેછે.એ મનના નિર્બળ થઈ જવાથી એક પ્રકારની બીમારી થઈ જાય છે.એટલા માટે એને ઈલ્લ્ત(બીમારી)કહે છે.

  ગઝલોમાં આવતા કેટલાક શબ્દોની સમજુતિ મહાવરા પ્રમાણે મોટે ભાગે નીચે પ્રમાણે કરવામાં આવે છે.

સાકી=(પિવડાવનાર),સતગુરુ(ખુદાને ઓળખનાર અને ખુદા સુધી પહોંચાડનાર પીર)મૌલાના નિઝામી (રહ.)ની માન્યતા પ્રમાણે ખુદા પાકનો વાયદો.

શરાબ(સુરા)=મસ્તી સુરા પીવાના વાસણો કે માપોથી મતલબ મસ્તી આણવાનાં સાધનો થાય છે.

 બુત,સનમ,લયલા,શીરીન,યૂસુફ,પરી,હૂર,ફૂલ,દીવો,ઈત્યાદિથી મતલબ મઅશુક થાય છે.પણ યુસુફ કદી સતગુરુ,મુર્શિદે કામિલ)ના અર્થમાં પણ વપરાય છે.

પૂજારી,કયસ,ફર્હાદ,મનસૂર,દીવાનો,મસ્ત,બુલબુલ,પતંગિયું,ઇત્યાદિ મતલબ આશિક થાયા છે.

મયખાનું=(સુરાલય)ખાનકાહ,તપ કરવાની જગ્યા,બંદગી કરનાર,ઉપદેશક,કાઝી(ન્યાયાધીશ)કોટવાલ,શયખ,ઈત્યાદિથી મતલબ માત્ર નામના માટે અથવા લોકોને દેખાડવા માટે ફર્ઝ બજાવનાર,પરંતુ ખરો પીર યાને સવળો માર્ગ સૂચક તો સાકીજ હોય છે.કદી પીરો મુગાં (મોબેદ)અને યુસુફ કે ઇસા શબ્દ પણ વપરાય છે.

એ રીતે કાવ્યમાં વપરાતા ઘણા શબ્દો છે.જેની સમજૂતિ કવિ વરોના કાવ્યનો અભ્યાસ કરવાથી જાણી શકાય છે.તેમ કેટલાક સાહબો ત પોત પોતના રંગ પ્રમાણે અર્થ કરે છે.

  ચુંબન,.આલિંગન,પ્યારા,ઇત્યાદિ શબ્દો માટે ટૂંકમાં એટલુંજ સમજવું કે એક મુસ્લિમ પોતાના નબી (સલ.) કો કોઈ બુઝુર્ગ(સંત)ને પ્યારા શબ્દો થી સંબોધે ,અથવા તેમના ચરણોને સ્પર્શવાની ઇચ્છા કરે,અથવા કોઈ હિંદુ પ્યારા રામજી કહે તો તે પ્રશંસનીય છે,પણ એવા શબ્દો વડે પોતાની નીચ મનોવૃત્તિ દેખાડી ,કાવ્યમાં નીચ ઇચ્છાઓનું વર્ણન કરે,તો તે અમર્યાદિત કહેવાય.ઉપર પ્રમાણે ઘણાં શબ્દોનો ઉપયોગ અવળા સવળા માર્ગે થઈ શકે છે.કાવ્યકાર પોતાના હદયની ભાવનાઓ શબ્દો વડે.કાવ્યામાં દર્શાવવા પ્રયત્ન કરે છે.હદયમાં જો દર્દ ઉત્પન્ન થયા પછી કાવ્ય રચના થાય,તોજ તે કવિનું કાવ્યશ્રોતાઓ કે વાચક પર અસર કરે છે.હ્રદય સાવ કોરું6 હોય અને જરા દર્દ ઉત્પન્ન થયા વિના કોઈ વિષયનું વર્ણન માત્ર જીભ કે કલમ વડે કાવ્યમાં વર્ણવે ,તો સમજુ શ્રોતા કે વાંચકથી તે કવિની કલ્પનાઓ ગુપ્ત રહી શકતી નથી.કારણ કે અં6તરપટ માંથી જે વાણી પ્રવાહ વહે છે એમાં જાદૂ હોય છે.અને તેજ અન્યના હદયને રસબોળ કરી શકે છે.તેમ લાંબા કાળ સુધી કાવ્યની સંપૂર્ણ  છાપ પાડી શકે છે. 

 (સૌજન્ય:શાઈરી ભાગ-2 પૃ.86 થી 89)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: