Posted by: bazmewafa | 12/16/2015

ઇતિહાસમાં ઔરંગઝેબ એક એવું ચરિત્ર રહ્યું છે, જેમના અંગે મોટા ભાગે ગેરસમજ પ્રવર્તે છે—–અનુરાધા રામન

Aurangzeb

ઇતિહાસમાં ઔરંગઝેબ એક એવું ચરિત્ર રહ્યું છે, જેમના અંગે મોટા ભાગે ગેરસમજ પ્રવર્તે છે—–અનુરાધા રામન

ઇ-મેઇલ ઇન્ટરવ્યૂમાં રિલિજીયસ સ્ટડી ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક આઉડ્રે ટ્રસ્કેએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે અનુરાધા રામનને એક પુસ્તક ‘કલ્ચર ઓફ એન્કાઉન્ટર્સ : સંસ્કૃત એટ ધ મુગલ કોર્ટ’ માટે પોતાના અનુભવોની વિગતો આપી હતી. આ પુસ્તકનું પ્રકાશન ર૦૧૬માં થવાનું છે. મુલાકાતમાં આ પ્રોફેસરે ભારતની વૈવિધ્યતાની ખૂબ તરફેણ કરી છે.
સવાલ : હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું માને છે કે, મોગલો ભારતના ઇતિહાસના ભાગીદાર નથી. સંસ્કૃત વિશેનું તમારું પુસ્તક સરકાર માટે મુખ્ય સ્ત્રોત બની ગયું છે, જે મુગલો હસ્તક સંસ્કૃતિ વિકસી હતી તે અંગેનું છે. આ બંનેને આપણે કેવી રીતે એકસાથે લઈ શકીએ ?
જવાબ : બે અલગ અલગ બાબતોને સાંકળવામાં નથી આવી. બે મુખ્ય પ્રશ્ન આપણી સમક્ષ છે કે ઔરંગઝેબ થયો તે ઐતિહાસિક છે કે નહીં, ભાજપ માટે ગમે તેવા રાજકીય કારણો હોય, તેને મુગલોની બાદબાકી કરવી હોય તો ભલે કરે, પરંતુ ભારતીય ભૂતકાળનું શું ? કારણ કે, અંગ્રેજો પહેલાના ઇતિહાસમાં લાંબો સમય સુધી મુગલોએ જ શાસન કર્યું છે. તેથી ઇતિહાસ પ્રત્યે પ્રામાણિકતાથી વિચાર કરવો જોઇએ. ભારતના ઇતિહાસ અને સંસ્કૃત બંને માટે મુગલોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મુગલ સલ્તનતમાં દરેક સમ્રાટના સમયમાં મૂળ ભારતીય ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે. ભલે આ તથ્ય ભાજપ અને અન્ય માટે અનૂકુળ ન હોય, પણ ઇતિહાસકારની દૃષ્ટિએ મેં જે સંશોધન કર્યું છે, તે આજની વિચારસરણી વિરુદ્ધનું છે. જોકે હું માનું છું કે, ઇતિહાસ હાલના સંદર્ભમાં વિચારવું જોઇએ, પણ ભૂતકાળનો ઇતિહાસ ભૂલાવી ન દેવાય અને બદલવાનો પણ ન હોય.
સવાલ : હાલની ભાજપ સરકાર સંસ્કૃતની પ્રગતિ અને વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ છે, તેને મુખ્યપ્રવાહમાં તે જોડવા ઇચ્છે છે, પણ તમારું સંપૂર્ણ ધ્યાન મુગલકાળ પર છે. જે ભાજપને પસંદ નથી. ખાસ કરીને, મુગલ અને સંસ્કૃત વિશે તમે જે લખ્યું છે, તે ગળે ઉતરતી વાત તેમના માટે નથી.
જવાબ : ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સંસ્કૃત મુખ્ય પ્રવાહમાં ભળે તેવી કોઈ ઇચ્છા નથી. તેના કેટલાક પ્રવાહો જ તેને ગમે છે. તેઓ કાળિદાસને પ્રેમ કરે છે, પણ હું કલ્પના નથી કરી શકતો કે તેઓ મુગલો ઉપર જૈનોએ ૧૬મી શતાબ્દિમાં કે ૧૭મી શતાબ્દિમાં જે લખ્યું છે, તે વિદ્યાર્થીઓ વાંચે. તેવી કોઇ ઇચ્છા ભાજપની નથી. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભારત પાસે સંસ્કૃત સાહિત્યનો ભંડાર છે. પણ ફક્ત મહાકાવ્ય, નાટકો અને અને કલાસિકલ પોએટ્રી (શાસ્ત્રીય કાવ્યો)થી સંસ્કૃત સાહિત્ય સમૃદ્ધ નથી થયું. ટૂંકમાં, જો સંસ્કૃતમાં મુગલ સમ્રાટો વિશે લખાયું હોય તો તેને પણ અગત્યતા આપવી જોઇએ.
સવાલ : તમારી વિચારસરણી મુજબ એવા ક્યા મુગલ શાસકો હતા, જેમણે સંસ્કૃત અને ફારસી વિચારધારાના વિનિમયમાં સક્રિયતા ભજવી હતી ?
જવાબ : એમાં કોઈ શંકાને સ્થાન નથી કે મુગલ સમ્રાટોએ સંસ્કૃતનો વિકાસ કર્યો હતો. અકબર, જહાંગીર, શાહજહાં વગેરે તેમાં સામેલ છે. ઔરંગઝેબને પણ સંસ્કૃતમાં રસ હતો, પણ આપણે તે ભૂલી ગયા છીએ. ઐતિહાસિક વ્યક્તિત્વ તરીકે આપણે તેમનું ખોટું મૂલ્યાંકન કરીએ છીએ. હાલના માનદંડો પર મુગલ સમ્રાટોનું મૂલ્યાંકન થઈ શકે નહીં. આ બે કારણોથી સંસ્કૃતને ખાસ સ્થાન ન મળ્યું, તેમ છતાં, ઔરંગઝેબના જીવનમાં તેનું એક મહત્ત્વ તો હતું. ૧૭મી સદીમાં સંસ્કૃતે હિન્દીના પ્રવેશ માટે સગવડ કરી આપી અને શાહજહાંના શાસનમાં આપણે જોયું કે, હિંદી ભાષા શરૂ થઈ અને વિકાસ પામ્યો અને તે પણ સંસ્કૃતના ભોગે. તે વખતના મુગલ સમ્રાટે પ્રયત્ન કર્યો, સંસ્કૃતને બચાવવાનો, પણ હિંદી ખૂબ લોકપ્રિય બની.
મોટા ભાગના ભારતીયો જાણે છે કે, ઔરંગઝેબને ડારાસિકોહે સત્તા પરથી દૂર કરી પોતે સત્તા હસ્તગત કરી હતી. તેણે પરસ્પર સાંસ્કૃતિક વિનિમયને ૧૬૪૦થી ૧૬પ૦ની વચ્ચે પ્રોત્સાહન આપ્યું હતું. આમ, ઔરંગઝેબની દૃષ્ટિએ મુગલોનો સંબંધ સંસ્કૃત અને સાંસ્કૃતિક વિશ્વની સાથે હંમેશા રહ્યો છે. તેમ છતાં, આપણી અનેક પ્રકારની ખોટી ધારણા અને માન્યતાઓ ઔરંગઝેબ પ્રત્યેની છે. ઔરંગઝેબને સંસ્કૃતના હિતમાં નજીવા ફેરફારો કરવા હતા, ખાસ કરીને રાજકીય ક્ષેત્રે અન્ય ભાષાઓનો ઉપયોગ થાય તે માટે.
મારે કહેવું જોઇએ કે, અકબરે સંસ્કૃત સાથે મુગલોનો સંબંધ શરૂ કર્યો અને નોંધપાત્ર રીતે લોકોએ તેને વધાવી લીધો. અકબર એટલા માટે જ પ્રતિષ્ઠિત થયો, લોકપ્રિય બન્યો. જોવા જઇએ તો અકબરે ખરેખર તે વખતની ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપ્યું. તેને સંસ્કૃતમાં રસ હતો. એક આદરની લાગણી હતી. જૈન વિચારકોએ પણ તેના વિશે ઘણું લખ્યું છે અને તે સંસ્કૃત સાહિત્ય જ કહેવાય.
સવાલ : મુગલોનો સંબંધ વિદ્વાન બ્રાહ્મણો અને વિદ્વાન જૈનો સાથે કેવા પ્રકારનો હતો ?
જવાબ : એક દૃષ્ટાંત લઇએ, બ્રાહ્મણો મુગલ સામ્રાજ્યમાં સંસ્કૃતમાંથી ફારસીમાં ભાષાંતર કરવા માટે ઉપયોગી હતા. તેનો ઉલ્લેખ પણ છે. તેઓ હિંદીમાં પણ શબ્દાનુસાર ભાષાંતર કરતા. આમ, તેઓ મુગલ માટે ખૂબ ઉપયોગી હતા. જૈનો પણ આ રીતે મુગલ સામ્રાજ્યને ઉપયોગી બનતા, પણ બંનેનો મુખ્ય આધાર સંસ્કૃત હતો. મુખ્ય પ્રસંગોએ બ્રાહ્મણો અને જૈનો અનેક પ્રકારની ભારતીય વિધિઓ મુગલ સમ્રાટ માટે કરતા. જહાંગીરની નવજાત પુત્રી માટે જ્યોતિષની દૃષ્ટિએ ફલાદેશ વગેરે કરવામાં આવ્યો હતો. હવે પછીના મારા પુસ્તક ‘કલ્ચર ઓફ એન્કાઉન્ટર્સ’માં એક આખા પ્રકરણમાં મેં મુગલ અને બ્રાહ્મણ તેમજ જૈન વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક કેવા પ્રકારનો સંબંધ હતો, તે વિશે મેં લખ્યું છે.
સવાલ : તમે એવો તર્ક આપ્યો કે, એક આદર્શને કારણે હિંસાને પ્રોત્સાહન મળી રહ્યું છે. જે ર૦૦રના વર્ષમાં થયું હતું, જેમાં ૧૦૦૦થી વધુ મુસ્લિમો માર્યા ગયા હતા અને તેની અસર આજ સુધી પ્રવર્તે છે. મુગલોનો ઇતિહાસ ભૂંસી નાખવાથી ભારતીય ઇતિહાસમાં જે ધાર્મિક સંઘર્ષના કિસ્સાઓ છે, તે દૂર થવાના નથી. ધાર્મિક ક્ષેત્રે અસહિષ્ણુતા હોવી જરૂરી છે. મારું એવું કહેવું નથી કે, મુગલોના કાળમાં હિંસા હતી જ નહીં.
જવાબ : ના. પહેલી વાત તો એ છે કે, મુગલ ભારતમાં ખૂબ હિંસા હતી. અવારનવાર રમખાણો પણ થતા અને દમન માટે પણ હિંસા થતી. એ પણ ત્યાં સુધી કે અકબર જેવા મહાન સમ્રાટના શાસનમાં પણ હિંસાનું સ્થાન હતું. જોકે, તે વખતે તે ધર્મ આધારિત હતી. જોકે મુગલો તત્કાળ તેને દૂર કરવા પ્રયાસ કરતા. કારણ કે તેની પાસે વિવિધ હોદ્દાઓ પર રાજપૂત, મુસ્લિમ, હિંદુ વગેરે દરેક કોમની વ્યક્તિઓ હતી. આ પરિસ્થિતિ હોવા છતાં, આજે અનેક વ્યક્તિઓ એવી છે કે, મુગલોને હિંસક જ ગણે છે, જે સાચું નથી. વસાહતવાદ પહેલા અને પછી, પરિસ્થિતિ બદલાઈ. અંગ્રેજો આવ્યા ત્યારે શું થયું ? એમના શાસનકાળમાં કેવી પરિસ્થિતિ હતી, તે પણ વિચારવું જોઇએ. અંગ્રેજો વખતની પરિસ્થિતિ અને મુગલો વખતની પરિસ્થિતિની તુલના કરવી જોઇએ. આજે પરિસ્થિતિ એ છે કે, વિદ્વાનો – નિષ્ણાતો ભૂતકાળને ભૂલી જઇને પશ્ચિમને જુએ છે અને યાદ રાખે છે. અનેક દૃષ્ટાંતો એવા છે કે, જેમાં મુગલોએ ધાર્મિક મતભેદોને સરળતાથી દૂર કર્યા હોય.
સવાલ : અત્યારે ભાજપ સરકાર એક વાત કરે છે અને તે એ કે, માર્ક્‌સવાદીઓને ઇતિહાસ સાથે વાંધો છે. તે વિશે શું કહેવું છે ?
જવાબ : માર્ક્‌સવાદી ઇતિહાસ ખૂબ જ મર્યાદિત છે. તેમાં અમુક પ્રકારના વિચારો સામાજિક મૂલ્યો પર ભાર મૂકે છે. આર્થિક બાબતોને પણ તે રીતે વિચારવાની વાત કરે છે. પણ આજના ઇતિહાસકારો પાસે વ્યાપક અભિગમ છે અને આવી નાની બાબતોને અગત્યતા આપવાની જરૂર નથી.
સવાલ : હિંદુ રાષ્ટ્રવાદની જે કલ્પના છે, તેના ઇતિહાસમાં મુગલકાલીન ઇતિહાસની ભૂમિકા વિશે કહો. તે સમયના ગાળામાં વિદ્વાનોનું કેવું વલણ હતું અને ભારતમાં વાતાવરણ કેવી રીતે બદલાયું, તે અંગે જણાવો.
જવાબ : ઇતિહાસકાર તરીકે મારો અભિગમ એક અલગ જ છે. હું સૌ પ્રથમ ભાષાઓ અને પ્રાચીન સંસ્કૃતિઓમાંથી વિવિધ મુખ્ય સ્ત્રોત શોધું છું. ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરું છું અને વસાહતવાદ પહેલાના ભારતને સાચી દૃષ્ટિએ રજૂ કરવાનો પ્રયાસ કરું છું. અત્યારે મેં જે કંઈ કર્યું છે, તેની ઘણી અસર છે, પણ વિચારધારાઓને કારણે તેની અગત્યતા નથી. અત્યારે ભારતમાં વિશ્વમાં જે અભિગમ અપનાવાયો છે, તે દુઃખદ છે. કારણ કે, આ વિચારધારામાં લોકો ક્યાંય નથી. ફક્ત દરેક વર્ગ પોતાનું હિત જુએ છે. ઇતિહાસ જેવા વિષયો સાથે પણ સૌ કોઈ પોતપોતાની રીતે ચેડા કરે છે, તે યોગ્ય નથી.
સવાલ : ઇતિહાસ ફરી લખવાને કારણે કેટલા પડકારો ઉભા થશે?
જવાબ : ઇતિહાસને ફરી લખવાથી અનેક ભયજનક સ્થાનો ઉદ્‌ભવશે. ખાસ કરીને, માનસિક સંકિર્ણતા, જે એક મોટું જોખમ છે. કારણ કે તેનાથી અસહિષ્ણુતા વધશે. ર૧મી સદીના ભારતમાં તમામ વર્ગોમાં આ ભાવના જોવા મળે છે. ભારતનો ઇતિહાસ ખૂબ જ ઝળકતો છે, પણ આજના સમયમાં તેનું કોઈ સ્થાન નથી. તેને ભૂલાવીને સૌ પોતપોતાનું હિત જેમાં હોય તે કાર્ય કરે છે.
સવાલ : તમે એવો તર્ક આપો છો કે મુગલો અને હિન્દુઓ વચ્ચે અનેક પ્રકારના વૈવિધ્યપૂર્ણ સંબંધો હતા. ૧૭પ૭થી ૧૯૪૭ સુધી બધું જ વ્યવસ્થિત હતું, હાલની મોદી સરકાર આવું નથી માનતી. બ્રિટિશરોએ પોતાને તટસ્થ હોવાની વાત કરી હતી, જે સાચી ન હતી. આજે શું ?
જવાબ : ભાજપની દૃષ્ટિએ હું વિચારું છું કે, ભાજપ પોતે સંરક્ષક બની શકે તેમ છે. ખાસ કરીને હિંદુ રાષ્ટ્રવાદી જૂથોની સાથે તે ફરી ભારતમાં વિવિધ કોમો વચ્ચેનો પ્રાચીન સંબંધ પ્રસ્થાપિત કરી શકે છે. વિવિધ કોમો વચ્ચે એખલાસની ભાવના કેળવી શકે છે. કોઈ પણ નાના-મોટા વિવાદ થાય ત્યારે કોમી હિંસા ન થાય તે માટે તે પ્રયાસ કરી શકે છે, પણ ઇતિહાસ ફરીથી લખવાની વાત તેણે કરવી જોઇએ નહીં.
(સૌ. ધી. હિન્દુ)(ગુજરાત ટુડે.ઓકટોબર 27 2015)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: