Posted by: bazmewafa | 11/06/2015

ક્યાં ગયા ‘આદિલ’?—-મુહમદઅલી વફા..તાઝિયતે આદિલ—મુહમ્મદઅલી વફા

ક્યાં ગયા ‘આદિલ’?—-મુહમદઅલી વફા
Published on 12/12/2008 19:54(Bagewafa)

rokai

ક્યાં ગયા ‘આદિલ’? —મુહમ્મદઅલી વફા

>

 

અમારા આંસુઓ જોવા તમે રોકાઇ ના શક્યા

અમોને અલવિદા કેવા તમે રોકાઇ ના શક્યા

 

બધા હાથો કરીઉંચા રડીઉઠ્યા દુઆઓમાં

દિલાસો પણ જરા દેવા તમે રોકાઇ ના શક્યા

 

બધા શોધે હવે તમને તમારા શબ્દ ચિત્રોમાં

મિલનનો રંગ પણ ભરવા તમે રોકાઇ ના શક્યા

 

તમે જર્સી તણી માટી ભરી લીધી વદનના પર

વતનની ધૂળને મળવા તમે રોકાઇ ના શક્યા

 

સદાયે ખીલશે ગુર્જર ગિરામાં કાવ્ય ના ફૂલો

ગઝલના સાગરે તરવા તમે રોકાઇ ના શક્યા

 

તમે કિત્તા બધા તોડી સિધાવી ક્યાં ગયા આદિલ

અમારૂં જામ કોતરવા તમે રોકાઇ ના શક્યા

 

જરા તૂટી જતાં શ્વાસો તણા આ તાંતણા નાજુક

વફા પાછું ફરી જોવા તમે રોકાઇ ના શક્યા

તાઝિયતે આદિલ—મુહમ્મદઅલી વફા
Published on 11/11/2008 11:51(Bagewafa)

તાઝિયતે આદિલ—મુહમ્મદઅલી વફા

ashrunumata

taziyateadil1

(ગઝલના) આયના ઘરમા, સતત , પગરવ, ગામ એ ન્યુયોર્ક(ન્યુયોર્ક નામે ગામ), વળાંક ,મળે કે ના મળે(મળે ન મળે)

ઉપર દર્શાવેલ નામો આદિલ સાઅહેબનાં ગઝલ રત્નો છે.જેનાં નામ કેટલીક જગ્યાએ ટુંકાવીને કે થોડા ફેરફાર સાથે લય મળે એ ખાતર લખ્યા છે.

હું મળું કોને(કોને મળું ?,) એ મારો પ્રથમ પ્રકાશિત થનાર કાવ્ય સંગ્રહનું નામ છે. જેનું મુખ પુષ્ઠ બાનાવવાનું બહુ માન આદિલ સાહેબ મુજ નાચીજને આપનાર હતા. પણ સમયે એ તકથી મને વંચિત રાખ્યો.


Responses

  1. આદિલસાહેબ જે રૂમમા સફેદ ચાદર પહેરીને સૂતા હતા.ત્યાં એમના દિદાર માટે તેમનો દીકરો મને એકલાને લઈ ગયો હતો. અને હું બોલ્યો હતો ગઝલનો બાદશાહ સૂતો છે. જેમને ગાલિબની ગઝલોનો અભ્યાસ કર્યો હતો. એમનો ફોન આવતો,”જાની સાહેબ એક તાજા કલામ સાંભળો.” એાજ સદાને માટે બંધ થઈ ગયો. વફા સાહેબ તમે પણ મોટા ગજાના શાયર છો.

  2. આપના શુભ અનુમાન બદલ ઘણો આભાર.ગઝલ -નઝમ-મુકતક–કતઆ…ગઝલના છંદ મુજબજ લખાય એનો પ્રયત્ન અને ઇચ્છા હમેશા રહી.જેનો આજે આભાવ છે.સારા સારા સામાયિકોના તંત્રીઓ આનાથી વાકિફ નથી.એમના સમયિકોમાં છ્પાયેલ ગઝલોનું ઓપરેશન શ્રી શકીલ કાદરી એ “શહીદે ગઝલ’માં કર્યું છે.બાકી હું ઘ્ણો નાનો માણસ છું.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: