Posted by: bazmewafa | 10/14/2015

દવાની દુકાન છે……એસ.એસ.રાહી

દવાની દુકાન છે……એસ.એસ.રાહી

 

મસ્જિદની આસપાસ દવાની દુકાન છે,
શેખે કહ્યું કે એજ દુઆની દુકાન છે.

નૌકા ડૂબી’તી એટલે પુછ્તો’તો નાખુદા:
શું આટલામાં ક્યાંય ખુદાની દુકાન છે.

ઉપર જવુંજ હોયતો નીચે જવું પડે,
ગુફા ને ખીણમાં જ કૃપાની દુકાન છે.

જ્યાં ભક્તિભાવથી તમે શ્રીફળ લીધું હતું,
મયકશ કહે છે: એ તો સુરાની દુકાન છે.

મંદિર મસ્જિદોને વગોવો નહીં તમે,
છો ને સમગ્ર વિશ્વ ગુનાનીદુકાન છે.

અહીંયા તો વેશ બદલીને આવે છે આસ્થા,
મારી તો સાંકડી ને ખુણાની દુકાન છે.

(સૌજન્ય:શબ્દ્સૃષ્ટિ:જુલાઈ:201૫ પૃ.12)


Responses

  1. Superb!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: