Posted by: bazmewafa | 06/10/2015

શબ્દની સાચુકલી સોબત _____ “સંગતિ”….હેમંત ગોહિલ

sagati

શબ્દની સાચુકલી સોબત _____ “સંગતિ”….હેમંત ગોહિલ

__________________________________
Kanti Vachhani .દ્વારા થોડા દિવસ પહેલા ‘લઈને …અગિયારમી દિશા’અને ‘સંગતિ’બંને સંપૂટ મળ્યા .
આજે ‘સંગતિ’ વિષે વાત કરીશ .
અઢાર જેટલાં કવિઓનો આ સહિયારો ગઝલ સંપૂટ સંગતિની પરિભાષાને પુષ્ટિ આપે છે .નાવીન્યસભર છંદોવિધાન ,નવરદીફ -કાફિયાથી સજ્જ આ સંગ્રહ એક નવતર મિજાજનો આલેખ છે . નવોન્મેષ જગાડવામાં સફળ રહ્યો છે આ સંગ્રહ .
સોશ્યલ મીડિયામાંથી ઊર્ધ્વગામી થયેલું આ સોપાન સ્તુત્ય છે -સરાહનીય છે .
Magan Mangalpanthi..અને Yogendu Joshi દ્વારા સંપાદિત થયેલા આ સંગ્રહમાં ૧૦૮ રચનાને સમાવિષ્ટ કરવામાં આવી છે . Gaurang Thaker…અને Hiten Aanandpara જેવા નીવડેલા ગઝલકારોની પ્રસ્તાવનાથી આરંભાતો આ સંગ્રહ તાજેતરમાં દિવંગત થયેલા નવગઝલકાર ટેરેન્સ જાની ‘સાહેબ’ને પણ નથી ભૂલ્યો .
સાહિત્યાકાશમાં થયેલો આ નવો ઉઘાડ માણીએ>>>>>>>>
——
(૧) હું હવે કોકીલને ક્યાં ટહુકતી રોકું ?
જાય ચૂભતી આંબવાની ડાળ સાહિબા !____ મુહમ્મદઅલી વફા
(૨) તડકે મૂક્યા છે મૂહુર્ત જ સઘળા મેં
ને છતાં ગ્રહ એક પણ નડતો નથી ._____ મગન મકવાણા ‘મંગલપંથી’
(૩) મૂર્છિત થયેલું બાળપણ જીવતું થશે એ સૂંઘતા
માટીને તો સંજીવની કહેવાય છે વરસાદમાં .____ ભાવેશ શાહ ‘શહેરી ‘
(૪) એક ઈચ્છા રોજ ઈશુ થઇ જાય છે
અવદશાના સ્તંભ પર દેખાય છે .____ ચિરાગ ઝા ‘ઝાઝી ‘
(૫) જાત જેવી જાત માનવની બની
નૂર તારું એ સજાવે તો કહું !! ____ કાંતિ વાછાણી
(૬) અમારી આ દશાનું વાજબી કારણ ખુદા આપે
જીવન જો ઝેર છે તો ઝેરનું મારણ ખુદા આપે .___ હેમાંગ નાયક
(૭) બાંકડો આવી ,મને પૂછી ગયો
થાક ‘બેહદ ‘ ક્યાં હવે ઠલવાય છે ? ___ નિમેષ પરમાર ‘બેહદ ‘
(૮) ના કરો વિશ્વાસ જગતની વાત પર
પાંખ કાપી જાય એવું પણ બને ..___-બિપિન અગ્રાવત
(૯) હતી મૌનની એ સભા ,એથી દોસ્તો
નાં મેં કૈ કહ્યું ,ના કહ્યું કોઈએ કૈં._____ હેમંત મદ્રાસી
(૧૦) જરા તાપ થોડો ઘટાડી જૂઓ તો ,
આ જળની સિકલ પણ સખત નીકળે છે. __ રાજુલ ભાનુશાલી
(૧૧)હવામાં ઉડવાની આ સજા છે ,
ધરાથી એમના પગ વેગળા છે .____ સપના વિજાપુરા
(૧૨) પોકારે બંડ યાદો ;વિસ્મૃતિ ખોળે બેસી
મારી જ જાત મુજને ,બાકાયદા હરાવે .____ કિંજલ્ક વૈધ
(૧૩) પીંછી તારા હાથમાં સીધી રહે તો ,
એક નહીં;હું રંગ પૂરા સાત આપું .___ ‘દર્દ’ ટંકારવી
( ૧૪ ) રોકડું પાસે નથી ;શું ચૂકવું ?
ને હિસાબો હું કરું સરભર હવે !__—- પ્રવીણ જાદવ
(૧૫) પામવું શું અને ખોવું પણ શું અહી ?
રોજનાં ; થીગડાં રોજ મારું અહીં.___ પ્રવિણ ખાંટ ‘પ્રસૂન રઘુવીર ‘
(૧૬) ઊભું છે સત્ય રસ્તાની વચ્ચે અડીખમ
છતાં કોઈ કરતુ ન પરવા ગજબ છે .___ સ્મિતા શાહ
(૧૭ ) કોઈ ચિઠ્ઠી નથી એમના નામની
ભૂલવાની ઘડી યાદ તો રાખજે .__ ભારતી ગડા
(૧૮) એનું સર્વસ્વ પુત્રને સોંપી
બાપ કાયમ જરાકમાં જીવ્યો ! __ યોગેન્દુ જોષી
અઢળક સુકામનાઓ સર્વ મિત્રોને ……હજીય અનેરો ઉઘાડ નીકળે સૌના શબ્દોમાં એવી લીલીછમ્મ સૌને શુભેચ્છા ………….
____ હેમંત ગોહિલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: