Posted by: bazmewafa | 04/27/2015

વિવેચકો વિશે બક્ષીજીની કવિતા ……ચંદ્રકાંત બક્ષી

વિવેચકો વિશે બક્ષીજીની કવિતા ……ચંદ્રકાંત બક્ષી

મારો આત્મા તોળવા બેઠેલા વિવેચકો
હું મારી એકલી ચામડીમાં જીવી લઉં છું
પાનાંઓ પર મેં મારો અવાજ ખોદી દીધો છે
વંદાની મૂછ જેવી ફરફરતી તમારી કલમ
મારી વેદનાનું સ્થાપત્ય સમજશે?
આંસુઓને ઓળખતો નથી-
રડવું ગયા જનમથી ભૂલી ગયો છું
પણ તમારી ઈર્ષ્યાને
આવતા ભવમાં પણ ઓળખી લઈશ
તમે લાંબું જીવો!
મેં સવારે જોયેલો ફિક્કો ચાંદ
નુક્તચીનોને દેખાતો નથી, અને
હું રાત્રે જોઉં છું એ ચાંદ
એમને સમજાતો નથી.
એમની જાડી બેઈમાની-
જોઈ શકતી એક આંખના ખૂણા પર જામી ગઈ છે.
મારી નાડી પારખવા નીકળેલી એમની આંગળીઓ
મારા ધબકારાઓએ મારેલા કરંટમાં ખલાસ થઈ ગઈ છે.
બા-હોશ માણસો બે-હોશ થઈ ગયા છે.
અને ગરોળીનાં સંતાનો, ઝડેલા કાકાકૌઆની ઔલાદો
રૂંઆદાર ટાલિયાં ખચ્ચરો, ગીધડાંઓ
મારી ભાષાને સૂંઘનારા ખસ્સી બળદો,
બળવાની વાસ આવે છે?

(બાકાયદા બક્ષી)


Responses

  1. બળવાની વાસ તો શું, દઝાડનારો અનુભવ કરાવે છે !!

  2. બક્ષી એ એક બ્રાન્ડ ! કૌવતભરી ધારદાર તીક્ષ્ણ કલમ ,વિવેચકોને આડે હાથે ઘુમાવનાર
    જાંબાઝ ખરો મરદ કલકત્તી ગુજરાતી સો સો સલામ એક સાથે …લા’કાન્ત / ૧.૫.૧૫


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: