Posted by: bazmewafa | 09/25/2014

તોબાટેક સીંઘ_સઆદત હસન મંટૉ

તોબાટેક સીંઘ_સઆદત હસન મંટૉ

વિભાજન નાં બે ત્રણ વર્ષો પછી પાકીસ્તાન ,અને હિંદુસ્તાન ની સરકાએ ને એવો વિચાર આવ્યો કે સમાન્ય કેદીઓની જેમ પાગલો ની પણ વહેંચણી થવી જોઈએં.જે મુસલમાન પાગલ હિંદુસ્તાનનાં પાગલખાના માં છે ,એને પાકીસ્તાનન ને સોંપી દેવામાં આવે.અને જે હિંદુ અને શીખ પાકિસ્તાનનાં પાગલખાના માં છે એને એને હિદુસ્તાનનાં હવાલે કરી દેવામાં આવે. એની તો ખબર નથી કે આ વાત તાર્કિક હતીકે અતાર્કિક. પરંતુ બુધ્ધિજીવીઓના ફેંસલાની માફક બન્ને તરફ ઉંચી સ્તરની કોંન્ફરંસો માં ચર્ચાય. અને અંતમાં પાગલોની ફેર બદલી માટે સંમત થઈ ગયા.સારી રીતે તપાસ કરવામાં આવી..તે મુસલમાન પાગલો જેના કુટુંબીજનો ભારતમાંજ હતા એને ત્યાંજ રહેવા દેવામાં આવ્યા.અને જે બેજા બાકી રહી ગયેલા એને સરહદ પાર રવાના કરી દેવામાં આવ્યા. પાકિસ્તાનમાંથી લગભગ બધા હિદુ શીખો હિજરત કરી ચુક્યા હતા, એટલે કોઇને ત્યાં રોકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો.જેટલા પણ હિંદુ,શીખ પાગલો હતા એમને પોલીસના સરક્ષણ હેઠળ બોર્ડર પર પહોંચાડી દેવામાં આવ્યા.

અહીં ભારત તરફની તો ખબર નથી ,પરંતુ જ્યારે લાહોરનાં પાગલખાનામાં આ વાત પહોંચી ત્યારે ઘણી દિલચસ્પ કાનાફૂસી થવા લાગી.એક મુસલમાન જે 12 વર્ષથી સતત ‘જમીનદાર.છાપું વાંચતો હતો ,એને એના એક દોસ્તે પ્રશ્ન કર્યો કે’મૌલ્વી સા’બ આ પાકિસ્તાન એ શી બલા છે?તેણે ઘણો વિચાર કરીને જવાબ આપ્યો કે ,હિંદુસ્તાનમાં એક જગ્યા છે,જ્યાં અસ્તરા બને છે.આ જવાબ સાંભળીને એનો મિત્ર સંતુષ્ટ થઈ ગયો.
એવી રીતે એક શીખ પાગલે બીજા શીખ પાગલને પૂછયું કે ‘સરદારજી’આપણને હિંદુસ્તાન કેમ મોકાલાઈ રહ્યા છે?આપણનેતો ત્યાંની બોલી નથી આવડતી.’ બીજો મલકાયો અને બોલ્યો’મને તો હિંદુ સ્ટોરોંની બોલી આવડે છે.હિંદુસ્તાની ઘણાં શેતાની હોય છે.,આવીને ફરતા રહે છે.
એક દિવસે નહાતા,નહાતાં એક મુસ્લિમ પાગલે ‘પાકિસ્તાન ઝિન્દાબાદ’નો ના’રો એટલી જોરથી લગાવ્યો કે તે જમીન પર જોરથી લપસી પડ્યો અને બેહોશ થઇ ગયો.
ઘણા પાગલો એવા પણ હતા, વાસ્તવિકમાં પાગલ નહીં હતા,પણ એવા ખૂનીઓ હતા જેમનાં સગા વહાલાંઓએ લાંચ રૂશવત આપી એમને પાગલ ગણાવી પાગલખાનામાં ધકેલાવી દીધા હતા.કે કમસે કમ ફાંસીના ફંદાથી બચી જાય.એમને થોડી સમજણ પડતી હતી કે હિંદુસ્તાનનું વિભાજન કેમ થયું. અને આ પાકીસ્તાન શું છે.પરંતુ વાસ્તવ હકીકતથી તે પણ અજાણ હતા.સમાચાર પત્રોથી કંઈ ખબર પડતી ન હતી અને પહરેદારો,સિપાહીઓ અભણ અને જાહિલ હતા.એમની વાતચીતોથી પણ કોઇ તાત્પર્ય સુધી પહોંચી શકાતુ નહતું.એમને ફકત એટલી ખબર હતી કે ,એક માણસ જેનું નામ મોહંમદઅલી ઝીણા છે જેને કાઈદેઆઝમ કહેવામાં આવેછે. એણે મુસ્લિમો માટે એક અલગ દેશ બનાવ્યો છે,જેનું નામ પાકિસ્તાન છે.એ કયાં આવેલો છે.એનું ભૌગોલિક સ્થાન કયાં છે ? એના વિશે પણ એ કશું જાણતા નહતા.એકજ વિમાસણમાં ઘેરાયલા હતા કે એ લોકો પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં?જો હિંદુસ્તાનમાં છે તો પાકિસ્તાન કયાં આવેલું છે.?

અને જો તેઓ પાકિસ્તાનમાં છે તો એ કેવી રેતે બને કે થોડા સમય પહેલાં અહીંજ રહેતા હતા અને એ હિંદુસ્તાન કહેવાતું હતું.
એક પાગલ બિચારો હિંદુસ્તાન, પાકિસ્તન ના ચક્કરમાં એવોતો સલવાયો કે વધુ પાગલ થઈ ગયો.ઝાડું દેતાં દેતાં એક દિવસ ઝાડ પર ચઢી ગયો,અને ડાળખી પર બેસીને સતત બે કલાક ભાષણ ઠોકતો રહ્યો.,જે હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં જરૂરી પ્રશ્નો પર હતું.સિપાહીઓએ એને નીચે ઉતરવાનું કહ્યું તો એ વધુ ઉપર ચઢી ગયો.એને ધમકીઓ આપવામાં આવી, ડરાવાવામાં આવ્યો તો એણે કહ્યું ‘નહું હિંદુસ્તાનમાં રહેવા માંગુછું ન પાકિસ્તાનમાં ,મારેતો આ વૃક્ષ પર રહેવું છે. ઘણીકઠણાય પછી જ્યારે એનું ઝનુન ઠંડુ પડ્યું ત્યારે નીચે ઉતર્યો.,અને એના હિંદુ શીખ્ મિત્રોને ગળે વળગી વળગીને રડવા લાગ્યો..એના મનમાં એવું હતુ કે બધા એને છોડી હોંદુસ્તાન ચાલ્યા જશે.
એક એમ.એસ.સીપાસ રેડિયો ઈંજિનિયર જે મુસ્લિમ હતો ,જે બીજા પાગલોથી બિલકુલ અલગ થલગ બગીચાના એક કિનારે આખો દિવસ ખામોશ ટહેલતો હતો,એક દમ એવો વિફર્યો કે તમામ કપડા ઉતારી નાંખીને ચોકીદારને આપી દીધાં.અને બિલકુલ નગ્ન અવસ્થામાં બાગમાં ચાલવાનું શરૂ કર્યુ.
ચિનિયોટ નો એક જાડો મુસિલમ પાગલ,જે મુસ્લીમલીગ નો સક્રિય કાર્યકર પણ રહી ચુક્યો હતો. એ દિવસમાં પંદર સોળ વખત નહાતો હતો,એક દમ તેની આદત છોડી દીધી. એનું નામ મોહંમદઅલી હતું. એણે એક દિવસ પોતાની કોટડીમાં એલાન કરી દીધું કે હું મોહંમદઅલી ઝીણા છું.અને આ ચડસા ચડસીમાં એક શીખ પાગલે પોતાને માસ્તર તારાસીંઘ બનાવી દીધો.આ કોટડીમાં ખૂનખરાબાની શક્યતા નાં એંધાણ વર્તાવ લાગ્યા.પછી બન્નેને ખતરનાક પાગલની કક્ષામાં મૂકી અલગ કરી દેવામાં આવ્યા.

એકા લાહોર નો નવજુવાન હિંદુ, વકીલ હતો.જે પ્રણયમાં નિષ્ફળ થઈને પાગલ થઈ ગયો હતો.જ્યારે એને ખબર પડીકે અમૃતસર હિંદુસ્તાનમાં ચાલ્યું ગયું છે ,ત્યારે એને ઘણું દુ:ખ થયું.શહેરની એક હિંદુ છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો હતો.જો કે તે છોકરીએ એને તરછોડી દીધો હતો,પરંતુ ગાંડપણ અવસ્થામાં પણ એ તેને ભૂલી શક્યો નહતો.એ બધીજ હિંદુ,મુસ્લિમ નેતાગીરીને ગાળો ભાંડતો હતો ,જેમણે મળી દેશનું વિભાજન કરાવ્યું.એની પ્રિયતમા હિંદુસ્તાની બની ગઈ હતી અને એ પાકિસ્તાની.

જયારે ફેર બદલીની વાતો શરૂ થઈ ત્યારે આ વકીલને ઘણા પાગલોએ સમજાવાવાનો પ્રયત્ન કર્યો કે કંઈ ખોટું ન કરે.એને હિંદુસ્તાન મોકલી દેવામાં આવશે.તે હિંદુસ્તાનમાં જ્યાં એની પ્રેમિકા રહે છે.પરંતુ તે લાહોર છોડવા માંગતો નહતો.એને એવી શંકા હતીએ કે અમૃતસરમાં એની પ્રેકટીશ નહીં ચાલે.

યુરોપિયન વોર્ડમાં બે એંગ્લોઈંડિયન પાગલો હતા.જ્યારે એમને ખર પડી કે હિદુસ્તાનને આઝાદ કરીને અંગ્રેજો ચાલ્યા ગયાછે.તો એમને ઘણું દુ:ખ થયું.એ લોકો ચુપ ચાપ અંદર અંદર કલાકો સુધી ચર્ચા કરતા રહેતા હતા કે ,હવે પાગલ ખાનામાં એમની હેસિયત શું હશે? યુરોપિયન વોર્ડર ને રાખવા માં આવશે કે કાઢી મુકવામાં આવશે. નાસ્તો મળશે કે નહીં.શું એમને ડબલરોટીની જગ્યાએ આ નકામી ઈંડિયન રોટલીતો ચાવવી નહીં પડે.
એક શીખ હતો. જે પંદર વરસથી પાગલખાનામાં હતો..દરેક વખતે એના મોઢેથી ચિત્ર વિચિત્ર અવાજ સાંભળવામાં આવતો હતો.’ઉપરદી ગુળગુળદી!નેકસદી બે ધ્યાનાદી મુંગદી દાલ ઓફદી લાલટેન’.ન રાતે સુતો હતો કે દિવસના.ચોકીદારોનું કહેવું હતું કે , પંદર વરસના લાંબા ગાળામાં એણે એક પણ મટકું માળ્યું નથી.આડો પન નહીં પડતો.કદી કોઈ ભીંત સાથી ટેક લગાવી લેતો હતો.
હમેશા ઉભા રહેવાથી એના પગ સોઝી ગયા હતા.પિંડલીઓ ફૂલી ગઈ હતી. પરંતુ આ શારિરિક વેદના હોવા છ્તાં આડો પડી કદી સુતો ન હતો.હિંદુસ્તાન,પાકિસ્તાન અને પાગલોની ફેર બદલી માટે જ્યારે પણ પાગલખાનામાં વાતો થતી ત્યારે ધ્યાનથી સાંભળતો.કોઈ એને પ્રશ્ન કરે કે એનું શું મંતવ્ય છે.તો તે ઘણી ગંભીરતાથી જબાબ દેતો કે’ઉપરદી ગુરગુરદી નીકસદી બેધ્યાના, મુંગદી દાલ ઓફ પાકિસ્તાન ગવર્નમેંટ.’
પછી પાકિસ્તાન ગવર્નમેંટની જગ્યાએ ઓફદી તોબાસીંઘ ગવર્નમેંટ’ કહેતો.અને એણે બીજા પાગલોને પૂછવાનું શરૂ કર્યું કે તોબાસીંઘક્યાં છે.?કયાંનો રહેવાળો છે?પણ કોઇનેજે ખબર ન હતી કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાનમાં.જે જણાવાવાંનો પ્રયત્ન કરતા હતા તેજ આ ગુચવણમાં પડી જતા કે સિયાલકોટ પહેલાં હિંદુસ્તનમાં હતું ,હવે સાંભ્ળયું છેકે પાકિસ્તાન માં છે.શું ખબર કે લાહોર જે આજે પાકિસ્તાન માં છે આવતી કાલે હિંદુસ્તાનમાં ન ચાલ્યું જાય. અથવા આખું હિંદુસ્તાન પાકિસ્તાન બની જાય.અને આ પણ કોણ પોતાની છાતી પર હાથ મુકીને કહી શકે કે હિંદુસ્તાના અને પાકિસ્તાન બન્ને કોઇ દિવસ મૂળમાંથીજ અદ્રશ્ય થઈ જાય.
આ શીખ્ પાગલના વાળ ચોંટીને ઘણાજ નહિવંત રહી ગયા હતા.એ ઘણું ઓછું નહાતો હતો,એટલે દાઢી અને માથાનાં વાળ એક બીજા સાથે ચોંટી ગયા હતા.જેના લીધી એની શિકલ ઘણી બિહામણી લાગતી હતી.પર્‍તુ એ માણસ બિન ઉપદ્રવી હતો.પંદર વર્ષમાં કોઇની સાથે લડાઈ ઝઘડો નથી કર્યો.પાગલખાનાનાં જે જુના નોકરો હતા ,તેઓ એના વિષે જાણતા હતા કે તોબા સીઘ પાંસે ઘણી જમીન હતી.ખાતો પીતો જમીનદાર હતો.અચાનકજ ભેજું ફરી ગયું.એના કુટુંબીજનો લોઢાની મોટી મોટી સાંકળોમાં બાંધીએને લાવ્યા અને પાગલખાનામાંદાખલ કરી ગયા.
મહીનામા એક વખત એ લોકો એની ખબર કાઢવા આવતા,અને ખબર અંતર પૂછી ચાલ્યા જતા.લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પણ જ્યારે પાકિસ્તાન ,હિંદુસ્તાન ની ગરબડ શરૂ થઈ ત્યારે એમનું આવવાનું બંધ થઈ ગયું.

એનું અસલ નામ બિશન સીઘ હતું. પરંતુ બધા એને તોબાટેક સીંઘ કહેતા.એને એની પણ ખબર ન રહેતી કે કયો દિવસ અને ક્યો મહિનો છે.,અથવાકેટલા વર્ષ વીતી ગયાં. પરંતુ દર મહિને જ્યારે એના કુટુંબીજનો મળવા આવતા ત્યારે એને એની ખબર પડી જતી.જેથી એ ચોકીદારને કહેતો કી એની મુલકાત નો સમય આવી રહ્યો છે.તે દિવસે એ સારી રીતે નહતો,શરીર પર ખૂબ સાબુ ઘસતો,માથામાં તેલ નાખતો,કાંસકો ફેરવતો.તેના કપડાઓ જેનો એ ઉપયોગ કરતો નહતો,તેને કઢાવતો અને પહેરતો અને બની થનીને જતો.એ લોકો એને કંઈ પૂછ્તા તો ,એ ચુપ રહેતો અથવા કહેતો.’ ઉપરદી ગુરગુરદી !નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ દી લાલટેન.’કહી દેતો.

એની એક છોકરી હતી જે દર મહીને એક એક ઈંચ વધતાં વધતાં પંદર વર્ષોમા યુવાન થઈ ચુકી હતી.બિશનસીંઘ એને ઓળખતોજ નહોતો.જ્યારે તે બાળકી હતી ત્યારે પણ પોતાના બાપને જોઇ રડતી હતી,અને હવે યુવાન થઈ ત્યારે પણ એની આંખોથી અશ્રુ વહી રહ્યાં હતાં.
પાકિસ્તાન અને હિંદુસ્તાનનો પ્રશ્ન શરુ થયો ત્યારે એણે બીજા પાગલોને પુછવાનું શરુ કર્યું કે તોબાસીંઘ કયાં છે?.જ્યારે શાંતિપુર્વકનો ઉત્તર નહી મળ્યો તો એની પુછ્તાછ દરરોજ વધવા લાગી.હવે કોઇ મળવા પણ આવતું ન હતું. .પહેલાંતો એને ખબર પડીજતી હતી કે મળવા વાળા આવી રહ્યાં છે.હવે તો એના હૈયાનો અવાજ પણ બંધ થઈ ગયો હતો જે એને એમના આવવાની ખબરની પ્રતિતિ કરાવતો હતી.

એની ઘણી ઈચ્છા હતી એ લોકો આવે અને એની સાથે લાગણી વ્યકત કરતા રહે. અને એના માટે ફળો મિઠાઈ અને કપડાં લાવત હતાં.તે અગર એ લોકોને પુછ્તો કે તોબાટેક સીંઘ કયાં છે,તો તે ચોકસ બતાવી દેતે કે તે પાકિસ્તાનમાં છે કે હિંદુસ્તાન માં છે. કારણકે એનું અનુમાન હતું કે એ લોકો તોબાતેકસીંઘથીજ આવતા હતા જ્યાં એની જમીનો હતી.
પાગલખના મા એક એવો પણ પાગલ હતો જે પોતાને ખુદા કહેતો હતો..તેને એક દિવસ બિશન સીંઘે પૂછ્યું કે તોબાતેક સીંઘ પાકિસ્તાનમાંછે કે હિંદુસ્તાનમાં ,તો એણે પોતાની આદત મુજબ જોરથી હસ્યો. અને કહ્યું કે ‘નતો પાકિસ્તાનમાં છે, ન હિંદુસ્તાનમાં.એટલા માટે કે મેં હજુ એનો હુકમ નથી આપ્યો.
બિશન સીંઘે ઘણી વખત આ ખુદાથી ઘણી વિનવણી કરી કે તે હુકમ સાદર કરી દે જેથી ઝંઝટ ખતમ થઈ જાય.પણ તે ઘણો પ્રવુત્ત હતો, એણે બીજા ઘણા હુકમો દેવાના હતા.એક દિવસ તંગ આવીને એને પર ગુસ્સે થઈ ગયો’ઉપરદી ગુરગુરદી,નકીસદી બેધ્યાન દી, મુંગદી દાલ ઓફ વાહે ગુરુજી દા ખાલસા એંડ વાહે ગુરુજી કી ફતેહ. જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ.’
એનો કદાચ અર્થ એ છેકે તુ મુસલમાનોનો ખુદા છે.શીખોનો ખુદા હોત તો જરુર મારી વાત સાંભળતે.

ફેરબદલીના એક દિવસ પહેલાં તોબાટેક સીઘનો એક મુસલમાન જે એનો દોસ્ત હતો, એને મળવા આવ્યો.પહેલાં તે કદી આવ્યો ન હતો.બિશન સીઘે જ્યારે એને જોયો, તો એક તરફ હટી ગયો અને પરત થવા લાગ્યો. સિપાહીઓ એને રોક્યો ‘એ તને મળવા આવ્યો છે’.એ તારો મિત્ર ફઝલદીન છે.’
બિશન સીંઘે એક દ્ર્ષ્ટિથી ફઝલદીનને નિહાળ્યો અને કંઈ બબડવા લાગ્યો.ફઝલદીને આગળ વધીને એના કાંધા પર હાથ મુક્યો અને બોલ્યો ‘ઘણા દિવસોથી વિચારતો હતો તને મળુ ,પણ ફુરસતજ ન મળી.તારા બધા કુટુંબીજનો સહી સલામત હિંદુસ્તાન પહોંચીગયા છે. મારાથી જે કંઈ મદદ થઈ શકતીએ હતી મેં કરી છે. તારી છોકરી રૂપ કૌર……………..’
તે કંઈ કહેતાં કહેતં અટકી ગયો.બિશન સીંઘ કંઈ યાદ કરવા લાગ્યો.બેટી રૂપકૌર ?

ફઝલદીને અટકતાં અટકતાં કહ્યું : “હાં…….તે પણ ઠીક ઠાક છે___એ લોકોની સથેજ ચાલે ગઈ છે.”
બિશનસીંઘ ચુપ રહ્યો.ફઝલદીને કહેવાનું શરુ કર્યું: ‘એ લોકોએ મને કહ્યું હતું તારી ખેર ખબર પૂછ્તાં રહેવું ‘ હવે મેં સાંભળ્યું છેકે તુ હિદુસ્તાન જઈ રહ્યો છે. ભાઈ બલબીર સીંઘ અને ભાઈ દુધાસીઘને મારા સલામ કહેજે. અને બહેન અમૃતકૌર ને પણ,,,,,,,.ભાઈ બલબીર સીંઘને કહેજે કે ફઝલદીન મઝામાં છે.બે ભૂરી ભેંસો જે તે અહીં છોડી ગયેલા એમાંથી એકે પાડું દીધું છે….અને બીજી એ પાડીનો જન્મ આપ્યો હતો ,પણ તે છ દિવસ પછી મરી ગઈ.અને મારા લાયક કંઈ પણ ખિદમત હોય તો કહેજે. હું હમેશા તૈયાર છું.અને આ તાર માટે થોડાં ફળ લાવ્યો છું.

બિશનસીઘે ફળોની પોટલી લઈને સીપાહીને હવાલે કરી દીધી,અને ફઝલદીનને પૂછ્યું: ‘તોબાતેક સીંઘ કયાં છે ?’
ફઝલદીન આશ્ચર્યથી કહ્યું ‘કયાં હોવાનું__જ્યા હતું ત્યાંજ છે ‘
બિશનસીઘે પાછો પ્રશ્ન દોહરાવ્યો “’ પાકિસ્તાનમાં કે હિદુસ્તાનમાં “
‘હિંદુસ્તાન માં__ના ના પાકિસ્તાન માં_ ફઝલદીન મુંઝવાયો.
બિશનસેંઘ બડબડતો ચાલ્યો ગયો : ‘ઉપરદી ગુરગુર દી, નેકસદી બેધ્યાના દી મુંગદી દાલ ઓફ દી પાકીસ્તાન એન્ડ હિંદુસ્તાન ઓફ દી રોફતે મુંહ ! ફેરબદલી ની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી.આ તરફથી તે તરફ અને તે તફથી આ તરફ આવવા વાળા પાગલોની યાદીઓ પહોંચી ગઈ હતી. અને ફએરબદલી નો દિવસ પણ નક્કી થઈ ગયો હતો.
ઠંડી ઘણી સખ્ત પડી રહી હતી.લાહોરથી હિંદુ, શીખ પાગલોની ભરેલી ટૂક તેના સરંક્ષક પોલીસની ટૂકડીસાથે રવાના થઈ.સબંધિત અધિકારીઓ પણ સાથે હતા. વાઘાની સરહ્હદ પર ઉભય સુપ્રિટેન્ડંતો એક બીજાને મળ્યા.અને પ્રારંભિક કાર્યવાહી પૂરી થવા પછી ફેર બાલી શરૂ થઈ.
પાગલોને ટ્રકોમાંથી કાઢવાનું અને બીજા અધિકારીઓને સુપરત કરવાનું કામ ઘણુંજ કઠિન હતું.
ઘણા તો બહાર નીકળવા તૈયારજ ન હતા.જે નીકળવા તૈયાર થતા એમને સંભાળવાનુ કઠિન થઈ જતું.આમ તેમ ભાગી જતા હતા. જે નગ્ન અવસ્થામાં હતા, એમને કપડાં પહેરાવવામાં આવતા ત્યારે એ લોકો કપડાં ફાડીને શરીરથી અલગ કરી દેતા હતા.કેટલા ગાળો બકતા હતા.કેટલાક ગાઈ રહ્યા હતા.અંદરો અંદર ઝઘડી રહ્યા હતા.રડી રહ્યા હતા.બકી રહ્યા હતા. કાન પર અવાજ પણ સંભળાતો ન હતો.પાગલ સ્ત્રીઓનો શોર બકોર અલગ..અને ઠંડી એવી તીવ્ર હતી કે હાજા ગગડાવી નાંખે..દાંતો કડકડતા હતા.

પાગલોની બહુમતિ આ ફેર બદલીનાં પક્ષમાં નહતી.કારણકે એમની સમજવામાં ન આવતું હતું કે એમને એમની જગ્યાએથી ઉખેડી કયાં ફેંકવામાં આવી રહ્યા છે.અને કેટલાક જે કંઈ સૂઝબૂઝ ધરાવતા હતા તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’અથવા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા લગાવી રહ્યા હતા.બે ત્રણ વખત રમખાણ થતું રહી ગયું. ઘાણા મુસ્લિમો અને શીખો આ નારાઓ સંભળી ક્રોધિત થઈ ગયા હતા.

જયારે બિશન સીંઘનો વારો આવ્યો અને વાઘાના તે પારનો અધિકારી એનુ નામ રજીસ્તરમાં નોંધવા લાગ્યો ત્યારે એણે પૂછ્યું: “તોબા તેક સીંઘ કયાં છે?___પાકિસ્તાન માં કે હિંદુસ્તાન માં.?સબંધિત અધિકારી એ કહ્યું કે પાકિસ્તાન માં’
આ સાંભળી બિશન સીંઘ કૂદકો લગાવીને એક તરફ હટી ગયો, અને પોતાન બીજા સાથીઓ પાંસે પહોંચી ગયો.પાકિસ્તાની સિપાહીઓએ એને પકડી લેધો અને એને બીજી તરફ ધકેલવા લાગ્યા.પણ એણી ચાલવાનો ઈંન્કાર કરી દીધો. ‘તોબાતેક સીંઘ અહીં છે. જોર જોરથી બરાડા પાડવા લાગ્યો. ‘ ઉપરદી ગુરગુરદી ,નેકસદી બેધ્યાનાદી,મુંગદી દાલ ઓફ તોબાતેક સીંઘ એન્ડ પાકિસ્તાન ‘
એને ઘણું સમજાવવામાં આવ્યું કે, જો !હવે તોબતેક સીઘ હિંદુસ્તાન માં ચાલ્યું ગયું છે.જો તે નહીં ગયું તો ત્યાં એને તાત્કાલિક પહોંચાડી આપવામાં આવશે.પણ તે માન્યો નહી.જ્યારે એને બળ પૂર્વક બીજી બાજુએ લઈ જવનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એ વચમાં એક જગ્યા પર એનાં સોજી ગયેલા પગો ઉપર એવી રીતે ઉભો થઈ ગયો કે હવે એને ત્યાંથી કોઇપણ તાકત હલાવી નહીં શકે.

એ માણસ પ્રથમ થી બિન ઉપદ્રવી હતો ,એટલે એની સાથે બળ પ્રયોગ કરવામાં ન આવ્યો..એને ત્યાંજ ઉભો રહેવા દીધો.અને ફેર બદલી નું બીજું કાર્ય આગળ વધતું ગયું.
સુર્યોદય પહેલાં શાંત અને મૌન બિશનસીંઘ ના ગળામાંથી આકાશની ચીળી નાંખતી એક ભયંકર ચીસ નીકળી. આજુ બજુથી ઘણા અધિકારીઓ દોડી આવ્યા.અને આશ્ચર્ય ચકિત જોઇ રહ્ય કે ,જે માણસ પંદર વરસથી રાત દિવસ પોતાના પગ પર ઉભો રહેતો હતો, ઉંધા મોંથી પડેલો છે.તે તરફ કાંટાળ તાર તરફ હિંદુસ્તાન હતું અને આ તરફ એવાજ તારોને પાછળ પાકિસ્તાન .વચમાં જમીનના તે ટૂકડા ઉપર જેનું કોઇ નામ ન હતું તોબાતેક સીંઘ પડેલો હતો.
(ઉર્દુ માંથી અનુવાદ_વફા)

(સઆદત હસન મંટો(1912-1955) 20મી સદીનો નામાંકિતા નવલિકા કાર હતા.પંજાબના લુધ્યાના જિલ્લાના સમરાલામાં એમનો જન્મ થયો હતો.બીજા વિશ્વ યુધ્ધ વખતે એ ‘ઓલ ઈન્ડીયા રેડિયો’માં કામ કરતા હતા.પાકીસ્તાન ની હિજરત નાં પહેલાં એ કામિયાબ ‘સ્ક્રીન રાઈટર’ હતા.એના 20 વરસના વિરોધાભાષી કાળ દરમિયાન ,મંટો એ 22 વાર્તા સંગ્રહો અને સાત રેડિયો નાટિકાઓ અને ત્રણ નિબંધ સંગ્રહો અને એક નવલકથા પ્રકાશિત કર્યા.
એની સરખામણી ડી. એચ .લોરેંસ સાથે કરવામાં આવતી.લોરેંસે પણ સામાજિક અન્યાય,અને પાક_હિંદ માં નિષેધ અને વર્જિત ગણાતા વિષયો પર લખ્યું. એના વિષયોનું માળખુ સામાજિક આર્થિક અન્યાય, પ્રેમ,જાતિયવિષયક,ર્રૂપજીવિનીઓ,અને ઉપખંડની નર જાતિના ઢોંગી માનસ પર ચાબખા ,આ વિષયો પર કલમ ચલાવતાં એણે સચ્ચાઈનું પ્રદર્શન કર્યું.કશું છુપાવ્યું નહીં.ટુંકી વાર્તામાં એનો વ્યંગ અને રમૂજ પણ ઉભરી આવતાં.પાકીસ્તાનની કોર્ટમાં શ્રી બક્ષીની જેમ એમના પર બિભત્સ નિરૂપણનાં કેસો થયા.પણ સાબિત થઈ શક્યા નહીં મંટો કહેતા કે જો તમને મારી રચનાઓમાં ગંદકી દ્ર્ષ્ટિમાન થાય તો સમજવું કે તમે જે સમાજ માં રહો છો, ગંદકીથી ભરેલોછે.એમની ઘણી રચનાઓ અન્ય ભાષામાં અનુદિત થઈ છે)


Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: