Posted by: bazmewafa | 08/10/2014

ગુજરાત લાગે છે મને….ખલીલ ધનતેજવી

ગુજરાત લાગે છે મને….ખલીલ ધનતેજવી

ના,ભરોસો ના કરો, કમજાત લાગે છે મને,
આ હવા ભીતરથી ઝંઝાવાત લાગે છે મને.

લોકો કે’ છે સૂર્ય ઉગ્યાને તો વર્ષો થઈ ગયાં,
આ અહીં વર્ષો પછી પણ રાત લાગે છે મને.

હીબકાં છાતીમાં તોડે પર્વતોની ભેખડો,
આંખના અશ્રુય ઉલ્કાપત લાગે છે મને.

એ શુભેચ્છા પાઠવે છે એટલી તોરાઈથી,
કે દુઆઓ પણ હવે ખેરાત લાગે છે મને.

મારા ઝખ્મોને મલમપટ્ટી નહીં પડકાર દે,
આ દિલાસો તો હવે આઘાત લાગે છે મને.

તારું ગુજરાતીપણું મહેંકયું છે ત્યાં પણ કેટલું,
તું રહેછે એ મલક ગુજરાત લાગે છે મને.

આંખ,ચહેરો,વાળ એના છે ગઝલ પુસ્તક સમા,
સાદગી, સારાંશને સોગાત લાગે છે મને.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: