Posted by: bazmewafa | 05/20/2014

‘હું તમને PM પદે જોવા ઈચ્છતો ન હતો’: ગોપાલકૃષ્ણ ગાંધીનો મોદીને પત્ર

મિસ્ટર મોદી, ડેવલપમેન્ટ એ સુરક્ષાનું સ્થાન ન લઈ શકે!

G.Gandhi

‘હું તમને PM પદે જોવા ઈચ્છતો ન હતો’: ગોપાલકૃષ્ણ ગાંધીનો મોદીને પત્ર

By Divya Bhaskar, 20 May 2014 12:30 AM

(20 May) અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. એવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીને તેમની જીત બદલ શુભકામના પાઠવી છે. સાથે સાથે રાષ્ટ્રના લોકો તેની પાસે શું આશા રાખી રહ્યા છે અને તેમની રાષ્ટ્ર પ્રત્યે શું ફરજો છે તેમનું કર્તવ્ય શું છે અને તેને કેવી રીતે આગળ વધારવું તે અંગે સલાહ પણ આપી છે. ગોપાલકૃષ્ણ ગાંધી મહાત્માં ગાંધીના પ્રપૌત્ર હોવાની સાથે સાથે લેખક છે. તે ભૂતપૂર્વ એડમિનિસ્ટ્રેટર અને ડિપ્લોમેટ છે. તે 2004-09 સુધી બંગાળના રાજ્યપાલ રહી ચુક્યા છે. આ ઉપરાંત 2005-06માં બિહારના પણ રાજ્યપાલ હતા. આગળની સ્લાઈડમાં વાંચો નરેન્દ્ર મોદીને લખાયેલો ગોપાલકૃષ્ણ ગાંધીનો ખુલ્લો પત્ર.. ડિયર પ્રાઈમ મિનિસ્ટર-નિયુક્ત, મારા હાર્દિક અભિનંદન. હું ખરેખર ઈમાનદારીથી કહેવા ઈચ્છુ છું કે આ રીતે અભિનંદન આપવા મારા માટે સરળ નથી. કારણ કે હું એવા વ્યક્તિઓ પૈકીનો એક છું કે જે તમે ઉચ્ચ સ્થાને પહોચ્યા છો તે સ્થાને તમને જોવા ઈચ્છતો ન હતો. તમે એ બહુ સારી રીતે જાણો છો કે કરોડો લોકો તમને વડાપ્ર ધાન તરીકે જોઈને ખુશ થશે, પરંતુ એ પણ હકીકત છે કે
કેટલાક લોકો આ જોઈને ડિસ્ટર્બ પણ થાય છે. હમણાં સુધી હું એ વાત નહોતો માનતો કે તમે ત્યાં સુધી પહોંચી શકશો. પરંતુ જે તમને ત્યાં જોવા ઈચ્છતા ન હતાં તેણે પણ એ સ્વીકારવું પડશે કે અત્યારે તમે એ જગ્યાએ પહોંચી ગયા છો કે જ્યાં જવાહરલાલ નહેરૂ બેસતા હતા, લાલબહાદુર શાસ્ત્રી કામ કરતા હતા, ઈન્દિરા ગાંધીની કટોકટી સામે સંઘર્ષ કરીને એક ગુજરાતી મોરારજી દેસાઈ ત્યાં પહોચ્યા હતા અને તમારા જ રાજકીય મેન્ટર અટલ બિહારીએ પણ ત્યાં કામ કર્યુ હતુ. મારી તમારા પ્રત્યેની તમામ માન્યતાઓ છતાં, તમે એક વંચિત સમુદાય અને પરિવારમાંથી આવતા હોવા છતાં આટલી ઝડપે ભારતના વડાપ્રધાન બનવાના તમારા દુર્લભ ગુણને સમ્માન આપુ છું. આશા રાખુ છું કે હવે તમે સર્વોત્કૃષ્ટ રીતે બંધારણને પુરી સમતા સાથે અનુસરશો. ફરી દેશભ્રમણની સલાહ ફરી દેશભ્રમણની સલાહ જ્યારે કોઈએ તમારા પર ‘ચાઈવાલા’ કહીને કટાક્ષ કર્યો હતો ત્યારે મને દુઃખ થયુ હતુ. ત્યારે જ થયુ કે આ બાબત તો ખરેખર અદભૂત છે કે એક ચા વેચનારો ભારતને ચલાવવા માટે સક્ષમ બની શક્યો છે. કોઈના ચમચા બનવા કરતાં તો પ્યાલા સાફ કરનાર બનવું વધારે સારૂ છે. પરંતુ મિસ્ટર મોદી હું કહેવા માંગુ છું કે, હું દેશભરમાં ફરવા માંગુ છું અને જાણવા માંગુ છુ કે શા માટે તમે ભારતના ઉચ્ચ સ્થાને બિરાજો તેનાથી લોકો પરેશાન છે. અન્ય કોઈ કરતાં તમે એ વધુ સારી રીતે જાણો છો કે 2014ની ચૂંટણીમાં વોટર્સે મોદીને કે મોદી વિરુદ્ધ મતો આપ્યા છે. વોટર્સના મગજમાં એક જ ખ્યાલ હતો કે શું નરેન્દ્ર મોદી દેશના સારા રક્ષક બની શકશે કે નહી? ભાજપે મોટી જીત મેળવી છે કારણ કે દેશના 31 ટકા મતદાતાઓ (જેણે તમને મતો આપ્યા છે)એ દેશના રક્ષક તરીકે તમારા પર પસંદગી ઉતારી છે, હકીકત તો એ છે કે તમને તારણહાર માની રહ્યા છે. પરંતુ એ વાત પણ ભુલવી ન જોઈએ કે 69 ટકા મતદારો તમને દેશના રખવાલા તરીકે પસંદ નથી કરતા. તે તમને એ પદ પર જોવા ઈચ્છતા નથી. જોકે, આ તો દેશનું બંધારણ છે કે જેના કારણે તમે પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસમાં પ્રવેશશો. ત્યારે હું તમને ફરી દેશભ્રમણની સલાહ આપુ છું. લઘુમતિઓને આશ્વાસન સ્થિરતા અને એકતાના મામલે તમારી સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થવા લાગી છે. ત્યારે આશા રાખુ છું કે તમે જાણતા જ હશો કે બંધારણ સભાની લઘુમતિ સમિતિના ચેરમેન સરદાર પટેલ હતા. બંધારણમાં લઘુમતિઓને જે શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારો મળેલા છે તે માટે કમિટીના જ અન્ય સભ્ય રાજકુમારી અમૃતાકૌર કે જે કપુરથલાના શીખ પરિવારની ખ્રિસ્તી માતાની પુત્રી હતી તેમણે આભાર માન્યો હતો. તમારે પણ તે કમિટીના ચેરમેન તરીકે સરદાર પટેલે જે અદમ્ય કામગીરી કરી હતી તે અંગે વાંચવું જોઈએ. શા માટે આટલો બધો ડર, શા માટે કોઈ પોતાનો અવાજ ઉંચો કરતા ડરે છે ? શા માટે આટલો બધો ડર, શા માટે કોઈ પોતાનો અવાજ ઉંચો કરતા ડરે છે ? તમે જ્યારે રેલીઓને સંબોધો ત્યારે લોકો તમને ભારતના લોકો લોકશાહી ભારતના નાગરિકોને સાથે લઈને ચાલતા વ્યક્તિ તરીકે સાંભળવા ઈચ્છે છે કે નહીં કે એક સમ્રાટને કે જે હુકમો ફરમાવતા હોય. લઘુમતિઓ આશ્વાસન આપો. મિસ્ટર મોદી ડેવલપમેન્ટ એ સુરક્ષાનું સ્થાન ન લઈ શકે. તમે કહ્યુ હતુ કે એક હાથમાં કુરાન હશેને બીજા હાથમાં લેપટોપ. પરંતુ આ શબ્દો ખરેખર તેમને આશ્વસ્ત કરી શકતા નથી કારણ કે તેનાથી બિલકુલ અલગ ચિત્ર તેમને ડરાવે છે કે જેમાં એક હાથમાં હિંદુત્વને ધારણ કરી હિંદુ ધર્મગ્રંથોની ડિવીડી હોય છે અને બીજા હાથમાં લઘુમતિઓ વિરુદ્ધ ત્રિશુલ હોય છે. જુના સમયમાં સ્કુલમાં હેડ માસ્ટર કલાસરૂમના એક ખુણામાં મીઠું ભરેલું વાસણ રાખતા હતા જે જોઈને મનમાં ડર રહેતો કે તે ઝખમ પર ગમે ત્યારે ભભરાવી શકાશે. આવા જ મીઠાના વાસણ સમાન મુઝફ્ફરનગરના રમખાણોની યાદો તાજી છે જેમાં 42 મુસ્લિમ અને 20 હિંદુઓના મોત નિપજ્યા હતા. જેના દ્વારા જ કરોડો લોકો દિવસના ડર અને રાતના અંધારામાં આતંકમાં “સાવધાન! તમારા પણ આવા હાલ થઈ શકે છે.”ની ગર્ભિત ધમકી સાથે લોકશાહી દેશમાં ડરી રહ્યા છે મિસ્ટર મોદી એ ડરને દૂર કરવો તમારા હાથમાં છે. તેના માટે તમને હક્ક મળેલો છે અને એ તમારુ કર્તવ્ય પણ છે. તેના માટે તમારી પાસે ઓથોરીટી અને પાવર બન્ને છે. ત્યારે મને લાગે છે કે મારા નાનકડા મગજમાંથી નીકળેલી આ સલાહને માનીને તમે લઘુમતિઓના આ ડરને દૂર કરશો.
વિવિધતામાં એકતા જાળવી રાખવાની સલાહ વિવિધતામાં એકતા જાળવી રાખવાની સલાહ ભારતમાં તમામ ધાર્મિક લઘુમતિઓમાં માત્ર મુસ્લિમોને જ સહન કરવું પડ્યુ તેવું નથી. પશ્ચિમ પંજાબના શીખો અને હિંદુ એવા કાશ્મીરી પંડિતોને પણ ઘાવ સહન કરવા પડ્યા છે. રમખાણો ફાટી નીકળ્યાની વાતો સાથે લોકોમાં ભય ફેલાઈ જાય છે અને તેના વળતા પ્રહારરૂપે આક્રમક સ્વરૂપે બીજુ જુથ તેના પ્રત્યાઘાત આપે છે. જેમાં મોટાભાગે ટાર્ગેટ મહિલાઓ બને છે. ખાસ કરીને દલિત અને આદિવાસી મહિલાઓ, તેમનું દરેક મીનિટે ભયંકર શોષણ થાય છે, અમાનવીય વર્તન થાય છે. સતત અનાદર, ભેદભાવ અને ઉત્પીડનના કારણે તેમનું મનોબળ ભાંગીને ભુક્કા થઈ જાય છે. તમે તેને ખાતરી આપીને તેમના મનોબળમાં વધારો કરો. વિવિધતાવાળા લોકશાહી દેશમાં કોઈને સમ્રાટની જેમ ભાષા વાપરવાનો કોઈ હક્ક નથી, અહીં તો વિવિધતામાં એકતા રહેલી છે. ભારત તો વિવિધતાઓથી ભરેલા જંગલ સમાન છે. જેના સાંસ્કૃતિક વૈવિધ્યને રાજનૈતિક એકેશ્વરવાદનો રંગ આપીને નહીં પરંતુ પોતાની વિવિધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઈચ્છે છે. તમે એ સ્પષ્ટ કરો કે બંધારણના આર્ટીકલ 370 મુદ્દે તમારુ સ્ટેન્ડ શું છે, સમાન સિવિલ કોડ મામલે તમારી શું માન્યતા છે અને રામ મંદિર અયોધ્યા અંગે તમે શું વિચારો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના હિંદુ રેફ્યુજી અને પૂર્વ-ઉત્તર પૂર્વના મુસ્લિમ રેફ્યુજીનું તમારુ નિવેદન લોકોમાં ડર પેદા કરે છે નહીં કે વિશ્વાસ. મિસ્ટર મોદી લોકશાહી ભારતમાં આ તમારી વિશેષતા ન હોઈ શકે. કારણ કે તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો. ભારતમાં લઘુમતિઓ તેનો એક ભાગ નથી, પરંતુ મુખ્યધારા સાથે ભળેલો પ્રવાહ છે. કોઈ દોરીને બાળીને રાખ કરી શકે પરંતુ તેના વળને દુર કરી શકાતા નથી. મિસ્ટર મોદી ચોક્કસ ભારત માતા કી જય, પરંતુ તેની સરખામણી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના બ્યુગલના નાદ જય હિંદ સાથે કરી ન શકાય.
કુશળ શાસક તરીકે નામના મેળવો તેવી શુભકામના મિસ્ટર મોદી આ તમારા માટે ઐતિહાસિક જીત છે જેના માટે તમને ફરી એકવાર અભિનંદન. તેને તમે ઐતિહાસિક ઈનિંગ તરીકે આગળ ધપાવો તેવી શુભકામના, દુનિયાને તમે દંગ કરો તે રીતે શાસન કરો અને માત્ર સપોર્ટર્સ જ નહીં પર બીજા ઘણા લોકો પણ તમે કુશળ શાસક તરીકે જોવા માંગે છે. તમે કુશાગ્ર બુદ્ધિધરાવો છો જેથી આશા રાખુ છું કે એક જુની પેઢીના વ્યક્તિ દ્વારા અપાયેલી વણમાંગી અને ન ગમતી સલાહને સાંભળશો. તમારા સપોર્ટર્સનું તમે અભિવાદન કરજો પરંતુ તેની સાથે સાથે જે લોકોએ તમને સપોર્ટ નથી આપ્યો તેના વિશ્વાસને પણ જાળવી રાખજો. જ્યારે તમે લઘુમતિ કમિશનની ફરી નિમણુંક કરો ત્યારે વિપક્ષ પાસેથી નામો મંગાવજો અને તે નામોમાં ફેરફાર કર્યા વિના સ્વિકારજો. અનુસુચિત જાતિ અને જનજાતિ તેમજ ભાષાકીય લઘુમતિની પેનલ્સની નિમણુંક માટે પણ તે જ રીતને અનુસરજો. નવા ચીફ ઈન્ફર્મેશન કમિશનર, આગામી CAG, CVCની નિમણુંક વખતે નોન ગવર્મેન્ટ મેમ્બર્સ અને સિલેક્શન કમિટીના ઓપિનિયનને ખેલદિલીથી લેજો. તમે ખુબ મજબૂત છો અને તમને જોખમ ઉઠાવવા માટે પરવડે તેમ છે. દક્ષિણ તરફથી સંબોધન મિસ્ટર મોદી ભારતની વસ્તીમાં સાઉથનો એક વર્ગ પણ છે. હિંદી બેલ્ટમાં તમારી મજબૂત જીતને નોર્થ સાઉથમાં વિભાજીત ન કરવી. પ્લીઝ, ડેપ્યુટી વડાપ્રધાન તરીકે સાઉથમાંથી કોઈની પસંદગી કરશો કે જે માત્ર રાજકારણી જ નહીં પરંતુ સોશિયલ સાયન્ટીસ્ટ, ઈકોલોજીસ્ટ, ઈકોનોમિસ્ટ અને ડેમોગ્રાફર હોય. નહેરૂએ પોતાના મંત્રીમંડળમાં સન્મુખમ ચેટ્ટી, જોન મથાઈ, સી. ડી. દેશમુખ અને કે. એલ. રાવને સ્થાન આપ્યુ હતુ. તે કોંગ્રેસ મેન કે રાજકારણીઓ ન હતા. ઈન્દિરાગાંધી સાથે એસ. ચંદ્રશેખર, વી.કે.આર.વી. રાવ હતા. હું એ નથી સમજી શકતો કે શા માટે UPA સરકારે પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન અને શ્યામ બેનેગલ પર મંત્રી તરીકે પસંદગી ન ઉતારી તે બન્ને રાજ્યસભાના સભ્યો છે. બંધારણમાં જોગવાઈ છે જ કે રાજ્યસભાના સભ્યોને મંત્રી બનાવી શકાય છે. આપણી પાસે પ્રોફેસર નુરૂલ હસનનું ઉમદા ઉદાહરણ છે જે રાજ્યસભાના સભ્ય તરીકે શિક્ષણ મંત્રી પદ પર પહોચ્યા હતા અને તેમણે ઉત્તમ કામગીરી કરી હતી. પરંતુ મજબુરી એ મજબુરી છે. સમ્રાટ અને વૈચારિક શાસક તરીકેની બન્ને પ્રકારની વિચારધારાઓથી તમે પ્રભાવિત છે. તમારામાં મહારાણા પ્રતાપના સંઘર્ષની તાકાત છે તો અકબર તરીકેની શાસકીય કુશળતા છે. જો તમને સાવરકર પ્રત્યે આદર હોય તો તેને તમારા હૃદયમાં ચોક્કસ રાખો. પરંતુ માનસિક રીતે આંબેડકર બનજો. તમારામાં RSSટ્રેઈન્ડ હિંદુત્વના DNA હોય તો તેના બનીને રહેજો પરંતુ તેની સાથે સાથે જે 69 ટકા લોકોએ તમને મત નથી આપ્યા તેના માટે વઝીર-એ-આઝમ હિંદુસ્તાન બનીને પણ રહેજો. જ્યારે તમે દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજવા જઈ રહ્યા છો ત્યારે મારી તમને ખુબ-ખુબ શુભકામના –

http://m.newshunt.com/in/gujarati/divya-bhaskar/national/hu-tamane-pm-pade-jova-ichchhato-n-hato-gopalakrushnano-modine-patr_29322543

Thae original letter in English Published in The Hindu:

http://www.thehindu.com/opinion/lead/an-open-letter-to-narendra-modi/article6022900.ece?homepage=true

http://en.wikipedia.org/wiki/Gopalkrishna_Gandhi

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: