Posted by: bazmewafa | 05/19/2014

તરહી મુશાયરો – નયન દેસાઈની પંક્તિઓ પરથી યોજાઈ ગયો……જનક નાયક

તરહી મુશાયરો – નયન દેસાઈની પંક્તિઓ પરથી યોજાઈ ગયો……જનક નાયક

સુરત – નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે મહિનાના કોઈ એક રવિવારે શ્રી નાનુભાઈ નાયક પ્રેરિત સંસ્કાર ભવન, સાહિત્ય સંગમમાં યોજાતા તરહી મુશાયરામાં કવિશ્રી નયન દેસાઈની પંક્તિઓ આ વખતે લીધી હતી. (૧) કે ર્હદયને કેટલા અંશો સુધી છેદાય છે (૨) મળે શબ્દોના સરનામે, નયન દેસાઈ એસ.એસ.સી. (૩) સમય હર દિશામાં વગાડે છે જંતર ઉદાસીનું ઘેરું અને સાંજ ડૂબી (૪) માત્ર માણસનો સ્વાંગ છે મનવા (૫) મોજાં વિશે કહો, ન સમંદર વિશે કહો. જનક નાયકે કહ્યું હતું કે નયન દેસાઈ આમ તો ૭૦ વર્ષના થયા, પણ હજુ એમનામાં બાળક ધબકે છે. તેથી જ એ ઉત્તમ ગઝલકાર છે. રવીન્દ્ર પારેખ અને જનક નાયકે સર્જન વિષે પ્રશ્નોત્તરી કરી હતી. નયન દેસાઈએ જણાવ્યું કે એમની ગઝલમાં માણસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. એ પછી એમણે વાંસળી પર ફિલ્મી ગીતો રજુ કર્યા હતા.

તરહી મુશાયરામાં રજુ થયેલા કેટલાક ઉત્તમ શેરો

જનક નાયક

માણસો ક્યાં છે અહી દોસ્તો, બધા રોબોટ છે
લાગણીઓ વોટ્સ અપ ને ફેસ બુક પર જાય છે
ડો. દિલીપ મોદી
કોઈની પાસેથી મારે કાંઈ પણ ના જોઈએ,
ખુશ છું કે દરિયાદિલી મારી બધે વહેંચાય છે.
ગૌરાંગ ઠાકર
ધર્મો વિષે ન ધર્મ ધુરંધર વિષે કહો,
માનવ બની જીવ્યો એ પયગંબર વિષે કહો.
કિરણસિંહ ચૌહાણ
ભલેને બેઠા હો ઘરમાં, જીવે પ્રત્યેક અવસરમાં,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ. એસ. સી.
મહેશ દાવડકર
આને મળ્યા ને તેને મળ્યા એ તો ઠીક છે,
ખુદને મળ્યા છો? તો હા એ અવસર વિષે કહો.
હરીશ ઠક્કર
મારા વિષે, તમારા કે ના આપણા વિષે,
ક્યારેક ખાવા ધાય છે એ ઘર વિષે કહો.
રમેશ ગાંધી
છે સનાતન સત્ય કે પીળું બધું સોનું નથી,
માનવીનું મૂલ્ય તો મર્યા પછી અંકાય છે.
ડો. દીના શાહ (વડોદરા)
ગઝલના પાઠ લઇ સામે નયન દેસાઈ એસ. એસ. સી.
મળે સુરતના સરનામે નયન દેસાઈ એસ. એસ. સી.
સુષમ પોલ
ઘસ્યા રત્નો બની પથ્થર ઘસીને જાત પોતાની,
ઝઝૂમ્યો છે જીવન સામે નયન દેસાઈ એસ. એસ. સી.
કીર્તિદા વૈધ (નવસારી)
લોક છોને બેઉની સરખામણી કરતા રહે,
તડ પડે તો કાચની માફક ર્હદય બદલાય છે?
ડો. પ્રફુલ્લ દેસાઈ
સમય પણ કટોકટ, હતું ક્યાંક મનમાં કે કલરવ ઉછેરું અને સાંજ ડૂબી,
ર્હદયમાં એ વ્યાપેલ ઓથારને હું ઉલેચું ઉલેચું અને સાંજ ડૂબી.
વિપુલ માંગરોળીયા
આદિલ, મરીઝ, શૂન્ય ને બેફામ છે અમર,
વેદાંતને ગઝલની ધરોહર વિષે કહો.
બકુલેશ દેસાઈ
ન ઇલ્કાબો, ન હોદ્દાઓ, નહી સન્માનની આંધી,
પ્રકાશિત માત્ર નિજ નામે નયન દેસાઈ એસ. એસ. સી.
યામિની વ્યાસ
દીકરી વિદાય ટાણે તો પરીક્ષા ના કરો,
કે ર્હદયને કેટલા અંશો સુધી છેદાય છે.
પ્રશાંત સોમાણી
સાવ મારી આંખ સામે આજની ઘટના બની,
તોય કડવા સત્યને લખતા કલમ ગભરાય છે.
સંધ્યા ભટ્ટ (બારડોલી)
ભૂંસાયો આજ ચોતરો ને વારતા ઝૂરે,
બોખા મુખે બેઠેલ એ પાદર વિશે કહો
લક્ષ્મી ડોબરિયા (રાજકોટ)
આપ્યું છે એની વાત વિગતવાર થઈ ગઈ ,
બે શબ્દ તો મળ્યું છે એ વળતર વિશે કહો !
ડો. શૈલી પટેલ (અમદાવાદ)
ટાંકા લીધા કેટલા રેશમ અને નાયલોનથી
પ્રેમના ઘા ક્યાં કદીયે સોયથી સંધાય છે?
હેમંત મદ્રાસી
શાંત દેખાતો હશે, પણ ભીતરે ક્યાં શાંતિ છે?
યુદ્ધ માણસના આ મનમાં તો સદા ખેલાય છે.
ડો. મુકુર પેટ્રોલવાળા
બાળપણથી જેને જોઈ હૈયું આ હરખાય છે
આજ પણ મા યાદ આવે અશ્રુ બે ટપકાય છે.
મુહમ્મદઅલી વફા (કેનેડા)
આગમનની આશમા વણજારો હૈયાનો રડે
કાફલાની ધૂળતો બસ દૂરથી દેખાય છે.
— with Ravindra Parekh and 17 others. (24 photos)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: