Posted by: bazmewafa | 01/25/2014

મૌલાના કિફાયત અલી કાફી ની શહાદત….મુહમ્મદઅલી વફા

 

મૌલાના કિફાયત અલી કાફી ની શહાદત:

એમનું મૂળ વતન મુરાદાબાદ (યુ.પી.) હતું . રોહિલખંડમાં મુરાદબાદ સ્વાતંત્ર સંગ્રમનું કેન્દ્ર બની ચુક્યું હતું.મુરાદબાદનાં નવાબ મંજુખાં એ મૌલાના કિફાયત અલી ખાંનેન્યાયાલયને લગતા વિષયોના પ્રમુખ બનાવ્યા હતા.રામપુરનાં નવાબે ગદ્દારી કરી .અને મુરાદબાદ પર કબ્જો કરી લીધો.

25 એપ્રીલ 1857નાં રોજ અંગ્રેજ જનરલ જોન્સમુરાદાબાદ આવ્યો.અને રામપુરના રાજ્યકર્તાઓ એ મુરાદાબાદ અંગ્રેજોનાં હવાલે કરી દીધું.

અંગ્રેજોના કબ્જાથીમુરાદબાદમાં જુલ્મનો દૌરદોરો શરૂ થઇ ગયો.. શંકાઓનાં આધારે લોકોને ધરપકડો થવા લાગી.

ફખરુદ્દીન કલાં નામના વ્યક્તિએ મૌલાના કિફાયતાલી ની ગુપ્ત માહિતી અંગ્રેજ સરકારને પહોંચાડી દીધી.અને મૌલાના કાફી ને પકડવામાં આવ્યા. એક મામુલી અદાલતી કાર્યવાહી પછી,મૌલાના કાફીને ફાંસીની સજા ફટકારવામાં આવી.

જંગે આઝાદીના આ મુજાહિદો ને તો દેશ ખાતર બલિદાન સિવાય બીજું કશું ખપતું ન હતું.

સર ફરોશી કી તમન્ન અબ હમારે દિલ મેં હૈ, દેખિયે અબ જોર કીતના બાજુએ કાતિલ મેં હૈ

મૌલાના કાફી આ ફેંસલો સાંભળતા ખૂશીથી ઝૂમી ઉઠ્યા.અને જયારે મૌલાના કાફીને ફાંસીના માંચડા પ્રતિ લઇ જવામાં આવ્યા, ત્યારે કવિ મિજાઝ મૌલાનાએ પોતાની એક તાજી ગઝલ લલકારી:

કોઇ ગુલ બાકી રહેગા ન ચમન રહ જાયેગા

પર રસુલુલ્લાહકા દીને હુસ્ન રહ જાયેગા

હમ સફીરો બાગમેં હૈ કોઇ દમ કા ચહ ચહા

બુલબુલેં ઉડ઼ જાયેગી, સુના ચમન રહ જાયેગા

ઈત્લીસ,વ કિમખ્વાબ કિ પોશાક પર નાઝાં ન હો

ઈસ તને બેજાન પર ખાકી કફન રહ જાયેગા

નામ શાહાને જાહાં મિટ જાયેંગે લેકિન યહીં

હશ્ર તક નામો નિશાં પંજતન રહ જાયેગા

જો પઢ઼ેગા સાહબે લૌલાક કે ઉપર દરૂદ

આગ સે મહફૂઝ ઉસકા બદન રહ જાયેગા

સબ ફના હો જાયેંગે કાફીવ લેકીન હશ્ર તક

નાઅતે હઝરતકા જબાનોં પર સુખન રહ જાયેગા

ઈત્લીસ=ઈટાલી ,કિમખ્વબ=ઢાકાની મલમલ જેવું બારીક રેશમી કપડું, ખાકી=ધૂળ યુકત

લૌલાક=હજરત મુહમ્મ્દ પયગંબર સાહેબ,દરૂદ= સલામ, હશ્ર =કયામત

મૌલાના કિફાયતઅલી કાફીને ભારત ની આઝાદીના જંગના ગુના માટે અંગ્રેજે મુરાદબાદની જેલની પાંસે ફાંસીના માચડે લટકાવી દીધા.અને ત્યાંજ એમની દફન વિધી કરવામાં આવી.

જેલની પાંસેજ એમની કબર હજી સુધી સુરક્ષિત છે.

અલ્લહ જલ્લેશાનહુ એમની ક્બરને નૂરથી ભરી દીયે,અને આપણને વતન માટે મરી ફિટવાની દીવાનગી અતા ફરમાવે(આ.)

મૌલાના કિફાયતુલ્લાહ કાફી; ઉર્દૂના ઉમદા શાયર હતા.ના,તા(પ્રસંશા કાવ્ય)માં એક આગવી પ્રતિષ્ઠા રાખતા હતા. કાવ્ય સર્જન માં પણ એમનાં શિષ્યોની એક મોટી હારમાળા હતી. અબ્બાસ મુરાદાબાદી અને અબ્બાસ અલી વલદ નાદિર અલી નાં નામો એમાં મુખ્ય હતાં.

આહ! અબ લાયે કહાંસેવોજાંબાઝ, સર ફરોશ

નફરત કદે મેં હૈ અબવતન ફરોશો કીકતારેં

(જંગે આઝાદી1857_લે.મુહમ્મદ ઐયુબ કાદરી,બીસ બડ઼ે મુસલમાં લે.આલ્લામા અરશદ નાં પુસ્તકનાં આધારે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: