Posted by: bazmewafa | 01/17/2014

વાર્તા:નવો સંબંધ – જય ગજ્જર

નવો સંબંધ – જય ગજ્જર

પ્લેનને ઉપડવાની દશ મિનિટ બાકી હતી. એક મુસાફર હાંફળો હાંફળો એની સીટશોધી રહ્યો હતો. કેરન કંઈ વિચારે ત્યાં તો એની બાજુની ખાલી સીટ પર એ બેસીગયો. એની પાસે એક બ્રિફકેસ હતી તે પગ નીચે મૂકી એણે બેલ્ટ બાંધ્યો. થોડીવાર શાંત બેઠો. પછી કેરન સામે જોઈ બોલ્યો, ‘માફ કરજો. છેલ્લી ઘડીએ દોડધામકરવી પડી. મારી રેન્ટેડ કારને રસ્તામાં પંક્ચર પડ્યું એટલે હાઈવે પર કલાકબગડ્યો.

એના વદન પર હતાશા વરતાતી હતી. મોડા પડ્યાનો રંજ હતો. એક મેગેઝિન લઈવાંચવા લાગ્યો. બે ચાર પાનાં ઉથલાવી કેરન સામે જોઈને પૂછ્યું, ‘ટોરોન્ટોજાઓ છો ?’
હા, તમે ?’ કેરને પૂછ્યું.
હું પણ ટોરોન્ટો જાઉં છું. ચાલો સરસ કંપની રહેવાની. લાંબી ટ્રીપ બોર નહિથાય….’ એણે સીટ પાછળ કરી. ફલોરિડામાં ઈસ્ટર હોલીડે પસાર કરીને કેરન પાછીફરી રહી હતી.
ટોરોન્ટોમાં સેન્ટ કલેર એવન્યુ પર મારો સોફટવેરનો સ્ટોર છે. બહુ સારો ચાલેછે. બહુ બિઝી રહું છું એટલે બ્રેક લઈ ઈસ્ટર હોલીડે માણી આવ્યો. તમે શુંકરો છો ?’
મારે ટોરોન્ટોમાં કિંગ સ્ટ્રીટ પર કૉમ્પ્યુટરની શોપ છે.
વેરી ગુડ. એક જ વ્યવસાયના છીએ. ક્યારેક મુલાકાત લેજો. કદાચ એકબીજાને ઉપયોગી થઈ શકીશું તો આનંદ થશે. લો આ મારું કાર્ડ.
મારું કાર્ડ પણ તમે રાખો,’ કહેતાં કેરને એનું કાર્ડ આપ્યું.

એ પછી બંને વચ્ચે સફર દરમિયાન ઘણી વાતો થતી રહી. એણે કેરનને ગળે એક વાતઊતારી કે ચાયનામાં બધું બહુ સસ્તું મળે છે અને ટોરોન્ટોમાં એ વેચવાથી ખૂબફાયદો થાય છે. કેરનનો વિશ્વાસ જગાવવા એણે ચાયનાની બે ચાર હોલસેલ કંપનીનાંસરનામાં પણ આપ્યાં.
મિ. ચેંગ, આજકાલ અમારો બિઝનેસ સ્લો છે. બહુ કોમ્પિટિશન છે ને ! મારા પરહોંગકોંગના બે ચાર ઈમેઈલ આવેલા પણ મેં ગણકાર્યું નહિ. યુ સીમ ટુ બી રાઈટપરસન.
મારો બિઝનેસ તો ધમધોકાર ચાલે છે. ઓન ધ કોન્ટ્રરી હું પહોંચી વળતો નથી.કેશનો બિઝનેસ એટલે ટેક્સની કે બીજી ઝંઝટ નહિ. બાય ધ વે, એક માયામીના એજન્ટસાથે વાત કરીને આવ્યો છું. ટોરોન્ટો જઈ પચાસ હજાર મોકલું તો મને સાતદિવસમાં ચાર હીટ પ્રોગ્રામ કોરલ ડ્રો, પેજ મેકર, ફોટૉ શોપ અનેમાઈક્રોસોફટ ઑફિસની દરેકની અઢીસો અઢીસો સીડી મોકલી આપશે.
ફ્રેઈટનું શું ?’ કેરનને સોદામાં રસ પડ્યો.
પચાસ હજારમાં બધું આવી ગયું.
એ તો ચીપ કહેવાય. ચાલો, ટોરોન્ટો આવી ગયું લાગે છે.
વાતોમાં સમય ક્યાં કપાઈ જાય છે એની ખબરે નથી પડતી. નાઈસ ટુ મીટ યુ.
મને તમારી પ્રપોઝલમાં રસ છે. કાલે મારી ઑફિસમાં મને અગિયાર વાગે મળજો.
આપણા એક નવા સંબંધનો ખૂબ આનંદ છે.કહી શેકહેન્ડ કરી બંને છૂટાં પડ્યાં.

બીજે દિવસે એની શોપ પર જતાં પહેલાં કેરને એની કાર સેન્ટ કલેર એવન્યુપરથી લીધી. દુકાન બંધ હતી પણ કાર્ડ પ્રમાણે દુકાનનું પાટિયું હતું.આજુબાજુની બે ચાર દુકાનો બંધ હતી એટલે વીકલી હોલી ડે હશે એમ માની એણેચેંગમાં વિશ્વાસ બેઠો.

બરાબર અગિયાર વાગે ચેંગ એને મળવા આવ્યો. એની સમયની ચીવટ એને ગમી. ચેંગેઑફિસમાં શાંતિથી થોડી વાતો કરી ઑર્ડર કન્ફર્મેશનની કોપી આપી. કેરને ચેકતૈયાર રાખ્યો હતો.
મેમ, ચેક સર્ટિફાઈડ આપવો પડે છે.ચેંગે બહુ નમ્રતાથી કહ્યું.
નો પ્રોબલેમ.કહી એણે એના એકાઉન્ટન્ટને બેંકમાં મોકલી ચેક સર્ટિફાઈડ કરાવીને એને આપ્યો.
થેંક્યું મેમ. ગુડ લક. ફરી મળીશું. જ્યારે પણ કામ પડે ત્યારે મળજો.કહી સ્મિત સહ શેકહેન્ડ કરી એણે વિદાય લીધી.

બીજે દિવસે કેરનને શરદી થઈ જતાં એની શોપ પર ન જઈ શકી. ત્રીજે દિવસેઑફિસમાં જતાં પહેલાં ક્યુરિઓસિટી ખાતર સેન્ટ કલેર એવન્યુ થઈ એની કાર લીધી.શોપ બંધ જોઈ એને શંકા જતાં શોપ સામે કાર પાર્ક કરી એની બાજુની દૂકાનમાં એદૂકાન વિષે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બે મહિનાથી એ દુકાન બંધ હતી અનેએનો માલિક કોઈ ચેંગ નહિ પણ સરદારજી હતો.

કેરનને ફાળ પડી. એ બેંકનું પેમેન્ટ અટકાવવા સીધી એની બેંક પર ગઈ. બેંકમેનેજરે કહ્યું, ‘તમે જેને નામે ચેક ઈસ્યુ કરેલ તે ભાઈ એ ચેકના રોકડા પૈસા એજ દિવસે લઈ ગયા હતા.
કેરનને પોતે છેતરાઈ ગયાનો ખ્યાલ આવી જતાં પૂછ્યું, ‘એ ભાઈનું અહીં ખાતું છે ?’
ના. એમની બે આઈ.ડી ચેક કરી અમે પૈસા આપેલા.
મને એ બે આઈ.ડીની કોપી આપશો ?’
કેરન કોપી લઈને નજીકની પોલીસચોકીએ ગઈ.
કોપી જોઈને પોલીસ ઈન્સપેક્ટરે કહ્યું, ‘ફરગેટ ઈટ, મેમ. આ જ આઈ.ડી. ના આ બે દિવસમાં તમે ચોથા ફરિયાદી છો.
કેરનના પગ જમીન સાથે જડાઈ ગયા. કાપો તો લોહી ના નીકળે !

(સૌજન્ય:શરદ,તારું ગુલાબ પૃ.66-68)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: