Posted by: bazmewafa | 01/08/2014

માહે ઓકટો..2013 નો તરહી કલમી મુશાયેરો..મોકો મળ્યો(9 કવિ મિત્રો)

માહે ઓકટો..2013 નો તરહી કલમી મુશાયેરો

મિસરો: તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો .

રદીફ:મોકો મળ્યો

કાફિયા:ધરવાનો.ફરવાનો,તરવાનો,ભણવાનો,કરવાનો વિ.

1-જાત ખોવાનો મોકો મળ્યો છે…..મેહુલ એ.ભટ્ટ

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો છે,
ફરી જાત ખોવાનો મોકો મળ્યો છે.

જગત શું ? સ્વયં શું ? ફક્ત તું અને તું જ ,
આ મસ્તીમાં ફરવાનો મોકો મળ્યો છે .

ફરી ટેરવે મોર ટહુક્યા અષાઢી,
ગઝલ પૂર્ણ કરવાનો મોકો મળ્યો છે .

તબ્બકે તબ્બકે કસોટીથી જાણ્યું
કે પુરવાર થાવાનો મોકો મળ્યો છે.

પહેલાં પ્રયત્ને છો નિષ્ફળ ગયો, પણ
નવેસરથી ઉગવાનો મોકો મળ્યો છે.

 

2- ફરી એને સ્મરવાનો મોકો મળ્યો…બેદાર લાજપુરી

તળાવેજયા તરવા નો મોકો મળ્યો,

કમળ હાથધરવાનો મોકો મળ્યો

ભણ્યાં ગાંધી બાપુ જે કોલેજમાં

મનેત્યાંજ ભણવાનો મોકો મળ્યો

નહોતું મેં ધાર્યુંજે સપના મહીં

મને ત્યાંજફરવાનો મોકો મળ્યો

બધાઘાવ ઘડપણ માં તાઝા થયા

ફરી એને સ્મરવાનો મોકો મળ્યો

ચમનમાં તને લઇ ગયો તે પછી

તને પુષ્પ ધરવાનોમોકો મળ્યો

અભણ હું રહ્યો છું છતાંપણમને

કવિઓ માં ભળવાનો મોકો મળ્યો

સરસ પંક્તિ બેદારમળતામને

ગઝલ આજ લખવાનો મોકો મળ્યો

3-.ખુદાને ય ભજવાનો મોકો મળ્યો..સપના વિજાપુરા

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો
ખુદાને ય ભજવાનો મોકો મળ્યો

નયનમાં ય તરવાનો મોકો મળ્યો
જીગરમાં ય વસવાનો મોકો મળ્યો

હતું ગામ નાનું મજાનું છતાં
વિદેશે ય ફરવાનો મોકો મળ્યો

સુવાળો હતો હાથ મુજ હાથમા
કિરણમાં નહાવાનો મોકો મળ્યો

ઘણી નાવ ડૂબી છે કિનારા ઉપર
મને તો ઉભરવાનો મોકો મળ્યો

રહું ક્યા સુધી ચૂપચાપ એ હ્રદય
લે બોલું કહેવાનો મોકો મળ્યો

ગઝલ આમ તો કોણ આ સાંભળે
અહી કૈંક કહેવાનો મોકો મળ્યો

સપનાખરી છે, દિવસ છે છતાં
લો સપને ય સરવાનો મોકો મળ્યો

4-સરસ વાત કરવાનો મોકો મળ્યો શ્રી ચિનુ મોદી ઇશૉદ

સરસ વાત કરવાનો મોકો મળ્યો,

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

 

મને કયાં ખબર હું છું વ્હેતો પવન,

બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.

 

થયું હાશ સારું કે છે તો ખરો,

ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

 

બચતમાં હતાં અશ્રુઓ એટલે

નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

 

મુસીબત પડી એ તો સારું થયું,

સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

 

ગઝલને થયું આ ઈર્શાદ તો

ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

 

5-મોકો મળ્યો…મુહમ્મદઅલી વફા

 

ફરી ચાંદ જોવાનો મોકો મળ્યો.

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો

 

હવે ડાળખીથી સંબંધ પણ ગયો

ધરા પર રખડવાનો મોકો મળ્યો..

 

છુપાયેલ પરદાની ઓથે ભલે,

મને આંખ ધરવાનો મોકો મળ્યો.

 

લઈને શમાંનાં રંગો એ જલે,

પતંગા સમ બળવાનો મોકો મળ્યો.

 

મને કૈસ રણ આ મળ્યું, હું ખુશ છું ,

ખુલે આભ ફરવાનો મોકો મળ્યો.

 

ફજેતી થઈ છે આ તારા લીધે.

તને આજ હસવાનો મોકો મળ્યો.

 

વિદાય વસમી અમને લાગે અહીં,

વફાઆજ રડવાનો મોકો મળ્યો.

કૈસ=મજનું

6-પલળવાનો મોકો મળ્યો… – અશોક જાની આનંદ

અગન ને ય બળવાનો મોકો મળ્યો,

ને જળને પલળવાનો મોકો મળ્યો.

 

તમે આઇનો થઇને આવ્યા, અને

મને ખુદને મળવાનો મોકો મળ્યો.

 

વિચારો આ સડવાની હદ પર હતા,

ત્યાં મનને વીછળવાનો મોકો મળ્યો.

 

ગઝલ ઉતરે રોજ રોજે નવી,

કલમને પ્રજળવાનો મોકો મળ્યો.

 

જે તતડાવે છે આંખ કાઢી મને,

એ દર્પણ ને છળવાનો મોકો મળ્યો.

 

હા, રસ્તો મળ્યો પણ એ ખોટો હતો,

ગનીમત કે વળવાનો મોકો મળ્યો.

 

વહેંચ્યો છે આનંદમેં ચોતરફ,

સતત પ્રેમ રળવાનો મોકો મળ્યો.

7-ખુલા શ્વાસ ભરવાનો મોકો મળ્યો…..રાજેશ ઉપાધ્યાય

 

ખરી વાત કરવાનો મોકો મળ્યો

ખુલા શ્વાસ ભરવાનો મોકો મળ્યો

 

ગનીમત કે વાદળ આ વરસી પડ્યા

ને આસું ને સરવાનો મોકો મળ્યો…

 

ઝખમ દૈ ગયા આપ તો એટલે

ગઝલ સાથ વરવાનો મોકો મળ્યો

 

જતી જિંદગી ને ના રોકી શક્યા

મને આજ મરવાનો મોકો મળ્યો

 

પતન જો થયું તો ઘડીભર થયું

કે પળ માં વિહરવાનો મોકો મળ્યો

 

નહિ જીવતા તો કબર પર ભલે

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો..

======================

8-તને પ્રેમ કરવાનો મોકો મળ્યો કૌશલ સુથાર

 

બગીચામાં મળવાનો મોકો મળ્યો,

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

 

સફળ થઇ ગયો જન્મ મારો િપ્રયે,

તને પ્રેમ કરવાનો મોકો મળ્યો.

 

ઘણાં દીપછી તે તો દેખા દીધી,

તને ચાંદ કહેવાનો મોકો મળ્યો.

 

સ્મરણ, સ્વપ્ન, અશ્રું, દરદ નીકળ્યાં,

મૂડી િદલની જોવાનો મોકો મળ્યો.

 

સરસ શીખવાડે છે કૌશલતું તો,

પ્રણય-પાઠ ભણવાનો મોકો મળ્યો.

 

=====================

9-મૃગજળમાં તરવાનો મોકો મળ્યોચિરાગ ઝા ઝાઝી

 

ગઝલ એક લખવાનો મોકો મળ્યો,

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

 

મળી ડૂબવાની અનોખી ક્ષણો,

જો મૃગજળમાં તરવાનો મોકો મળ્યો.

 

તું તાણા, હું વાણા, મળીને રહ્યા,

અહમ્ આમ વણવાનો મોકો મળ્યો.

 

હતો સાવ ખાલી હું તારા વિના,

છલોછલ લો ભરવાનો મોકો મળ્યો.

 

પછી હાથ મારો લઈ હાથ માં,

એ બોલી, હં!, ફરવાનો મોકો મળ્યો.

નોંધ:શરતચૂક્થી કોઈ કવિ મિત્રની આ મિસરા પર ની  રચના પોસ્ટ ના થઈ શકી હોય તો જણાવવા વિનંતી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: