Posted by: bazmewafa | 12/29/2013

એક ગ્રામ સત્ય….અદમ ટંકારવી

એક ગ્રામ સત્ય….અદમ ટંકારવી

I swear to speak the truth

the  whole truth

and  nothing but the truth

so help me

               …..Lemn Sissay

 

મને એમ કે,

 હળાહળ કળજુગ બેઠો છે

પૃથ્વી રસાતાળ થઈ ગઈ છે

સત્યાનાશ થયું છે

હરિશ્ચંદ્ર્નું ઉચ્છેદ ગયું છે

 

પણ, ના

સકળ સૃષ્ટિમાં એક ગ્રામ સત્ય તો બચ્યું છે

ને તેથીજતો પૃથ્વી ટકી છે

પ્રાજ્ઞશ્રીએ

છ(દ્સ) છ(દસ)વરસ ધ્યાન ધર્યું

આત્મમંથન કર્યું

સત્યોપાસના કરી

થાનકે હાજરીઓ ભરી

અંતે એમને લખ્યું

એક ગ્રામ સત્ય

 

આમ તો આ સત્ય શબ્દાતીત

પણ પ્રાજ્ઞશ્રીની ભાષા અર્થઅર્જિત

લલિત ગદ્ય સુંવાળું

લલિતા પવારથી ય રૂપાળું

એમણે કરુણા ભાવે

એક ગ્રામ સત્ય પડીકામાં બાંધ્યું

અને આપણા સુધી પહોંચાડ્યું

 

હે પાંચ કરોડ ગુણી જનો !

વહેંચી લ્યો આ એક ગ્રામ સત્યને

બાંધી લ્યોગાંઠે

કરો આત્મસાત

છોડો

2002ની પંચાત

બિનસંપ્રદાયિકતાનું ફારસ

બની જાવ સહજ સાલસ

સત્યકામ જબાલના વારસ

 

(સૌજન્ય:ઓથાર 2002 પૃ.38-39)

 

 

 

 

 

 


Responses

  1. vah…satya no padgho….

  2. thanks


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: