Posted by: bazmewafa | 12/26/2013

ગઝલ:સેતુઓ તૂટી ગયા શું?_ આદિલ મન્સૂરી

સેતુઓ તૂટી ગયા શું?_ આદિલ મન્સૂરી

 

તણખલા શબ્દનાં તૂટી ગયા શું?
ને પરપોટા બધા ફૂટી ગય શું?

હવે માથે કોઈ મીંડું ન મળતું,
અનુસ્વરો બધા ખૂટી ગયા શું?

અરે આ સૂર્યનું તૂટેલ પૈંડું,
અને અશ્વો બધા છૂટી ગયા શું?

ચહેરા કોઇ દર્પણમાં ન ફરકે,
પ્રતિબિંબો બધાં ફૂટી ગયા શું?

હૃદય વેરાન ઉજ્જડ પાટનગરી,
કે ઈચ્છાના દળો લૂંટી ગયા શું?

રદીફ આધાર શોધે શૂન્યતામાં
ખરે ખર કાફિયા ખૂટી ગયા શું?

ગઝલ ટાપૂનું આ એકાંત આદિલ,
બધાયે સેતુઓ તૂટી ગયા શું?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: