Posted by: bazmewafa | 12/25/2013

ગઝલ:જિગરની જરૂર છે…અમૃત ઘાયલ

જિગરની જરૂર છે…અમૃત ઘાયલ

 

દુનિયાને દીન બેઉથી પરની જરૂર છે,

ખામોશ દિલ અવાક નજરની જરૂર છે.

 

એને કોઈ ઘમંડ ગને તો ભલે ગણે,

ઉન્નત રહે સદાય એ સરની જરૂર છે.

 

નારાજ હો તો એક ઘડી પણ ના જોઈએ!

જો રાજી હો તો આઠે પ્રહરની જરૂર છે.

 

જ્યાં સૌ હળી મળીને નિરાંતે રહી શકે,

દુનિયામાં એક એવા નગરની જરૂર છે.

 

છે બે કદર જગત તો સદા બેકદર રહે,

કોને અહીંયા એની કદરની જરૂર છે.

 

અમને પડે અમારી ખબર તો શું જોઈએ,

અમને ફકત અમારી ખબરની જરૂર છે.

 

બેકેફ બંદગીઓ કર્યાથી શો ફાયદો?

હું જાણું છું દુઆમાં અસરની જરૂર છે.

 

તારી ઉપેક્ષા-વૃત્તિ શિરોમાન્ય પણ હ્રદય!

થોડી ઘણી જીવનમાં ફિકરની જરૂર છે.

 

સાહસ વિનાની જિંદગી ઘાયલ શા કામની?

દિલ સાથ સાથ દોસ્ત જિગરની જરૂર છે.

 

(સૌજન્ય:આઠોજામ ખુમારી પૃ.624)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: