Posted by: bazmewafa | 12/22/2013

વિપુલ કલ્યાણી : બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના માજી મહામંત્રી સાથેની ખાસ મુલાકાત – દીપક બારડોલીકર

 

વિપુલ કલ્યાણી : બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના માજી મહામંત્રી સાથેની ખાસ મુલાકાત દીપક બારડોલીકર

Vipul kalyani

October 25, 2013|Posted in: ચણતર અને ઘડતર

Home » ચણતર અને ઘડતર »

વિપુલ કલ્યાણી : બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના માજી મહામંત્રી સાથેની ખાસ મુલાકાત દીપક બારડોલીકર

વિપુલ કલ્યાણી એક સારા, સોજ્જા પત્રકાર, સાહિત્યકાર અને વિશેષ તો યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમીનામહામંત્રી તરીકે જાણીતા છે. તેમના ખભે લટકતા ખલતામાં અન્ય કંઈ નહીં તોઅકાદમીનાં પરિપત્રો, ઉપરાંત સામયિકો કે પુસ્તકો જરૂર હોવાનાં. − વાતો પણસાહિત્યની, સાહિત્યકારોની, સાહિત્ય અકાદમીની. જાણે એ જ એમનું ઓઢણું પાથરણું.

ખાસ કરીને બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતતવિકસતી અને પાંગરતી રાખવા ખાતર તેઓ આજ પર્યંત કાર્યશીલ રહ્યા છે. તેમણેસાહિત્યની મહેફિલો કે માત્ર મુશાયરા નથી યોજ્યાં. બલકે ભાષાની જાળવણી અનેવિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે ને પાઠ્યપુસ્તકો તૈયાર કરવા કરાવવાતથા શિક્ષકો પેદા કરવા જેવાં નક્કર કાર્યો પણ કર્યાં છે. ડાયસ્પોરિકસાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે.

વિશેષમાં સાહિત્યકારો જે કંઈ લખે તેછપાતું રહે અને તેમને પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ તેઓ છેલ્લાં 17 વર્ષથીઓપિનિયનમાસિક પ્રગટ કરી રહ્યા છે એક પણ જાહેરખબર લીધા વિના.

એમની પાસે ત્રણ દેશોના અનુભવો છે ભારત, ટાન્ઝાનિયા અને બ્રિટન. વળી ગાંધીવાદી છે. એટલે વાતો પણ મજાની કરે છે.ચાલો, આપણે એમની સાથે થોડી ગપસપ કરીએ અને જાણીએ કે અકાદમી દ્વારા તેમણેબ્રિટનમાં શું શું સિધ્ધ કર્યું છે.

દીપક બારડોલીકર : વિપુલજી, તમને ગુજરાતીભાષાની ઘણી ચિંતા હોય એમ લાગે છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રીતરીકેની તમારી કામગીરી તથા તમારું સામયિક ઓપિનિયનએના બોલતા પુરાવા છે.પણ અહીં સવાલ આ છે કે ગુજરાતી, અહીં બ્રિટનમાં યુરપમાં જીવશે કે કેમ એનીચિંતા તમે શા માટે કરો છો ? ક્યા કારણો છે ?

વિપુલ કલ્યાણી : દીપક સાહેબ, આદાબ ! દોસ્ત, ‘ચિંતાશબ્દ અહીં અસ્થાને છે. તળ ગુજરાતમાં જ જ્યાં ડામાડોળ હાલતહોય, ત્યારે અહીં પરિઘે ઝાઝું શું કરી શકાય ? કેટલું કરી શકાય ? હા, ગુજરાતી સાહિત્ય, ભાષા તથા સંસ્કૃિતનો વ્યાપ અહીં થાય અને તેનાં વિધવિધસંવર્ધન માટે નાનાંમોટાં જે કામો થાય તે કરીએ. બ્રિટનમાં અંગ્રેજીનો જ પરચમપૂરી કાઠીએ છે. યુરપમાં, વળી, જે તે દેશની ભાષાનું રાજ કેન્દ્રવર્તી છે.પરિણામે, આ સમૂહમાં જે ગુજરાતી કોમ વસી છે, તે માંહે ગુજરાતી પ્રત્યેનીસમજણ અને લગાવ આવે તેવી સમજણ કેળવી છે અને તે અનુસારનાં કામો કરતો રહ્યોછું.

દી.બા. : તમે દર્શાવેલાં કારણો સાથેઅહીંનો ગુજરાતી ડાયસ્પોરા સંમત હોય એમ તમને લાગે છે ? અગર સંમત હોય તોસક્રિય સહકાર કેટલો ? જબાની જમા-ખરચ જેવું કે સભામાં તાળીઓ પડાવવા પૂરતુંતો નથી ને ?

વિ. ક. : મને લાગે છે કે વત્તેઓછે સંમતિવર્તાય છે. મર્યાદિત અને સીમિત સહકાર સતત રહેલો જ છે. આ જબાની જમા-ખરચદરેક જગ્યાએ અને દરેક બાબતે ચપટીમુઠ્ઠી જોવા મળી શકે. આરંભથી તેવો તેવોઅનુભવ ચોક્કસપણે થતો રહ્યો હતો. જ્યારે જ્યારે સાતત્ય અને નિષ્ઠા દેખા દેછે, ત્યારે ત્યારે સમાજ થાય તેટલું કરી છૂટે છે. અને સમાજમાં સૌ પ્રથમનીચલી પાયરીએ બેઠેલી જમાત અગ્રસૂરિ છે. ઇતિહાસ પણ આવી આવી સાહેદી પૂરે છે.સદ્દનસીબે, આ કામોને ય નાનોમોટો સામાજિક હૂંફટેકો મળ્યાના પોરસાવતા અનુભવછે.

દી.બા. : ગુજરાતીને સારો એવો તાજોપ્રાણવાયુ મળે અને તે ઝડપભેર ચાલવા, દોડવા લાગે એ વિશે અકાદમીએ કયાં પગલાંલીધાં છે ? ઇતિહાસ ઉખેડવાની જરૂરત નથી. મુખ્ય મુદ્દા દર્શાવશો તો ચાલશે.

વિ. ક. : અકાદમીએ, સતત તેમ જ સાર્વત્રિક, વિચારવિમર્શ કરી, ગુજરાતી ભાષાશિક્ષણ માટેની પીઠિકા તૈયાર કરી. તેમાંદિવંગત પોપટલાલ જરીવાળાની ભૂમિકા અગ્રગામી રહી. એમણે ડાયસ્પોરાની જમાતમાંગુજરાતી શીખવવા માટેનો એક અભ્યાસક્રમ ઘડીને આપ્યો. તદુપરાંત, તેને આધારેપાઠ્યક્રમ તૈયાર કરી આપ્યો. તેની આધારશીલા પર, પોપટલાલ જરીવાળા સરીખાભાષાવિદ્દની સક્રિય દેખભાળ મુજબ, છ પાઠયપુસ્તકોની શ્રેણી ઊભી થઈ. સંપાદકજગદીશ દવેના સહકારમાં આ પુસ્તકો પ્રગટ થયાં. શિક્ષકોને તાલીમ આપવાની યોજનાઘડાઈ અને તેને આધારે ૪૦૦/૫૦૦ જેટલાં ગુજરાતી શિક્ષકોને તાલીમ અપાઈ. અનેપાંચપાંચ સ્તરની પરીક્ષાઓનું નક્કર, જોમવાન આયોજન થયું. આ સઘળું અઢાર અઢારવરસ લગી સુપેરે ચાલતું રહ્યું. અકાદમીની પરીક્ષાઓ યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત, યુરોપના બેક દેશોમાં તેમ જ પૂર્વ આફ્રિકાના કેન્યા દેશમાં ય લેવાતી હતી.અકાદમીએ આપ્યાં પુસ્તકો આજે ય ભારત સમેતના વિધવિધ મુલકોમાં ચાલે છે, તેતેની લબ્ધિ છે.

દી.બા. : અકાદમીનાં એ પગલાંને ગુજરાતી સમાજ તરફથી પ્રતિભાવ કેવો મળ્યો ? પરિણામ વિશે કંઈક કહેશો ?

વિ. ક. : સારો. એક તબક્કે ગ્લાસગોથીબ્રાઇટન, અને કાર્ડિફથી નૉરિચ વચ્ચેના ગામોમાં, નગરોમાં અકાદમીનું આ આંદોલનપલોંઠ લગાવીને બેઠું હતું. આ અઢારેક સાલમાં ઓછામાં ઓછી પરીક્ષાર્થીઓનીસંખ્યા છસ્સો ઉપરાંતની હતી, અને વધારેમાં વધારેનો આંક બારસો ઉપરાંતનોથયેલો. આટઆટલાં પરીક્ષાર્થીઓ, તેમનાં વાલીઓ તેમ જ જે તે સંસ્થાઓના આગેવાનોસાથેનો તે જીવંત સંપર્ક, તે હૂંફાળો ઘરોબો તે મોટી મિરાત છે. હકીકતમાં તોવિરાસત પણ. આજે ય તે દિવસોની વાત કરનારાઓ ચોમેર જડી આવે છે. સંસ્કૃત ઉક્તિટાંકીને કહી શકાય − તે હિ નો દિવસા: … …

દી. બા. : અકાદમીની આ પ્રવૃત્તિ સાથેબ્રિટનમાંનો હિન્દુ ગુજરાતી સમાજ બરોબર સંકળાયેલો રહ્યો લાગે છે. મુસ્લિમગુજરાતી સમાજ અલિપ્ત રહ્યો હોય એમ મને લાગે છે. તમે શું માનો છો ? કયાંકારણો હોઈ શકે ?

વિ. ક. : અકાદમીની પ્રવૃત્તિઓને ક્યારે યહિન્દુ’, ‘મુસ્લિમ’, ખ્રિસ્તી’, કે પછી એવા તેવા ધાર્મિક વાડાવાળાચોકઠામાં મૂકેલી નહીં. અકાદમીનું બંધારણ જ, સહજ સ્વાભાવિક, આથી પર ઊઠીનેસમગ્ર ગુજરાતી સમાજને આવરતું આવ્યું છે. સમાજનું કોઈ કોઈ અંગ, કદાચ, અલિપ્તરહ્યું હોય, તો કારણે જે તે અંગોની કોઈક મર્યાદાઓ હોય તેમ પણ બને.

દી. બા. : અહીંનો મુસ્લિમ ગુજરાતી સમાજ અકાદમીની ધમધોકાર પ્રવૃત્તિઓથી ઘણું કરીને અલિપ્ત રહ્યો છે એમ તમને લાગે છે ખરું ?

વિ. ક. : અકાદમીની બંધારણમંડિતપ્રવૃત્તિઓમાં સમગ્રનો પીંડ હોવા છતાં, તે આદર્શ ઘણી બધી વખત વ્યવહારમાંઊણો ઉતર્યો છે. સ્થાનિક ગુજરાતી કોમના દરેક અંગને આવરવાનું શક્ય બન્યુંનથી. અને તેને સારુ અનેક પ્રકારના નિગ્રહો રહ્યા. અવસરે અવસરે મુસ્લિમગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ રહ્યું છે પણ ટકાવારી પોરસાવે તેવી નથી.

ઉત્તર ઇંગ્લૅન્ડમાંની સાંપ્રત સાહિત્યિકપ્રવૃત્તિઓમાં સામેલ થવાનું બન્યું. એ જૂથ પણ અકાદમીના એવા તેવા દરેક અવસરેપૂરેવચ્ચ સામેલ. બસ, તેથી વિશેષ નહીં. મુશાયરા પ્રવૃત્તિ સિવાયનાંબીજાંત્રીજાં કામોથી આ જૂથ પર હોય તેવો અનુભવ સતત રહ્યો.

દી.બા. : અકાદમીની સ્થાપના ક્યારે, કેવા સંજોગોમાં થઈ હતી ? એના મુખ્ય સ્થાપક સભ્યોનાં નામ આપશો ?

વિ. ક. : ૧૨ ફેબ્રુઆરી ૧૯૭૭. તેને આજે ૩૫વર્ષ થઈને રહ્યાં. આ દેશમાં, તે વેળા, છૂટાંછવાયાં કામો અને પ્રવૃત્તિ થયાંકરે. લેંકેશર વિસ્તારમાં ગુજરાતી રાઈટર્સ ગિલ્ડતે દિવસોમાં યઅસ્તિત્વમાં અને તેની નિશ્રામાં મુશાયરા પ્રવૃત્તિ થયા કરે. ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર”, “નવ બ્રિટનઅને અમે ગુજરાતીજેવાં ગુજરાતી સામયિકોપોતાની ગતે હીંડ્યાં કરે. લંડનના પરિસરમાં તે દિવસોમાં, ‘ગુજરાતી સાહિત્યમંડળક્રિયાશીલ. પણ ક્યાં ય સંધાણ નહીં. કવિઓ, લેખકો અને લહિયાઓની જમાતચોમેર. ગુજરાતી ભાષા શીખવવાના અનેક જગ્યાએ વર્ગો ચાલે. 1964થી તો લેસ્ટરખાતે ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીહેઠળ ત્રણેક નિશાળો સપ્તાહઅંતે ધમધમ્યાકરતી. તેવું જ કૉવેન્ટૃી મધ્યે પણ. લંડનનાં વિવિધ પરાંઓમાં કેટકેટલીસંસ્થાઓ ગુજરાતી શિક્ષણનું કામ કરતી. પરંતુ તે વચ્ચે એકવાક્યતા ભાસે નહીં.આવાં આવાં વાતવરણ વચ્ચે, ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જપ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતીસંસ્કૃિતના પ્રસાર પ્રચારને સારુ, ‘ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપનાકરવામાં આવી. ટૂંકામાં કહીએ તો ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્યરસિકોનેસંકલિત તેમ જ સંગઠિત કરતું મંડળએટલે ગુજરાતી સાહિત્ય અકાદમી.

દિવંગત ડાહ્યાભાઈ પટેલ, દિવંગત કુસુમબહેનશાહ, નિરંજનાબહેન દેસાઈ, પંકજભાઈ વોરા, કાન્તિભાઈ નાગડા, યોગેશભાઈ પટેલ અનેવિપુલ કલ્યાણી અકાદમીનાં મુખ્ય સ્થાપકો છે.

દી.બા. : અકાદમીનાં બંધારણને ક્યારે, કોનાઅધ્યક્ષપદે મળેલી સામાન્ય સભાએ મંજૂરી આપી હતી ? − આ પ્રશ્ન એટલા માટે કેઅહીં ઘણી ગુજરાતી સંસ્થાઓ ક્યાં તો કાયદેસરના બંધારણ વિના યા હું તું નેમકનિયાએ ઘડી માન્ય રાખેલા એકહથ્થુ બંધારણ હેઠળ કામ કરી રહી છે. પાટિયાસંસ્થા ! જો કે અકાદમી એવી લેભાગુ સંસ્થા નથી જ. પણ એના બંધારણની હકીકતવિશે ફોડ પાડો તો તે અમને ગમશે.

વિ. ક. : સન 1984ના અરસામાં અકાદમીનુંબંધારણ સ્વીકારાયું અને તેને ચેરિટી કમિશનને ચોપડે નોંધી દેવાયું. ત્યારેયોગેશભાઈ પટેલ પ્રમુખસ્થાને હતા. યોગેશ પટેલના વડપણ હેઠળ મળેલી અકાદમીનીસામાન્ય સભાએ તેને સર્વાનુમતે સ્વીકાર કરેલો. દિવંગત પોપટલાલ જરીવાળા, દિવંગત જીતેન્દ્ર ધ્રુવ, વિપુલ કલ્યાણીની પેટા સમિતિએ તૈયાર કરેલું આબંધારણ, વધુ એક વાર, નજીવા સુધારાવધારા પામ્યું હતું. ત્યારે પોપટલાલભાઈપ્રમુખસ્થાને હતા. જ્યારે એમના ઉપરાંત લાલજીભાઈ ભંડેરી તથા વિપુલ કલ્યાણીનીપેટા સમિતિએ તેને આખરી સ્વરૂપ આપેલું, જે ઇંગ્લૅન્ડના કમ્પની રજિસ્ટરમાંપણ હવે દાયકા, દોઢ દાયકાથી વિધિવત્ સ્થાન પામ્યું છે.

દી.બા. : વિપુલજી, અકાદમીનું મહામંત્રીપદ તમે ક્યારે કઈ સાલમાં સંભાળ્યું હતું ? નિવૃત્ત ક્યારે થયા ?

વિ. ક. : સન 1978ના અરસામાં. આરંભે તેપદને મંત્રીનામ હતું, 1984થી તેને મહામંત્રીનામ અપાવું શરૂ થયું. અનેસન 2010ના માર્ચ અંતે હું નિવૃત્ત થયો.

દી.બા. : તેંત્રીસ વર્ષ ?! આ તો અડધી જિંદગી કહેવાય ! આટલી પ્રલંબ સેવા ?! થાકી ગયા હશો, ખરું ને ?

વિ. ક. : થાક ? શેનો થાક ? … મનમગતીપ્રવૃત્તિ કરવા સારુ થાક ન હોય, તેનો આનંદ હોય. હા, ક્યારેક તેનો ભારઅનુભવાય, પણ એટલું વિચારીએ કે ધૂંસરી સ્વીકારી, તે વેળા હું 37નો હતો; નિવૃત્ત થયો ત્યારે 70નો ! તેથી ફેર તો પડે ને ? યુવાનીની સામે જૈફ વય તોહાંફી જ જાય ને ?

દી. બા. : વાહ ! અરધી જિંદગી અકાદમી પાછળગુજાર્યા પછી પણ તમે હકડેઠઠ લાગો છો. ઓપિનિયનનાં પાનાં પર પાનાં ભર્યેરાખો છો ! ક્યાંક કોઈક પહાડી પ્રદેશમાં શાંતિથી પલાંઠી વાળીને બેસવાનીઇચ્છા નથી થાતી ?

વિ. ક. : આપણા સાંઈ કવિ મકરન્દ દવે ગાય છે ને :

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ.

બસ કાંઈક આવું જ ! હૅરોના ટીંબા હેઠળ, ખીણપ્રદેશમાં, વનરાઈ વચ્ચે, પલોંઠ લગાવી જ છે, દોસ્ત ! અને મારી ચોપાસ, ચોગરદમ, નગર વિસ્તર્યું દેખું છે. આ નગરસંસ્કૃિતમાં ખરડાયા વિના, મારું કામકર્યા કરું છું.  અને લાગે છે કે કોઈ પહાડી ઈલાકામાં સ્થળાંતર કરી જવાનીનોબત હજુ સુધી બજતી નથી, બજવાની ય નથી !

હવે તો સાંજ પડી છે, સૂરજ આથમવા તરફ જઈરહ્યો છે. પશુપંખી પોતાના પરિચિત સ્થાને વળી રહ્યાં છે. અંધારપટ વિસ્તરીજવામાં છે. અને જાત સાથેની જાતરાની નિશાની દેખાડતી કેડીએ આનંદે, સંતોષેપડવાની નેમ રાખી છે.

દી.બા. : અકાદમીના ઉપક્રમે, અત્યારસુધીમાં પરિષદો કેટલી યોજવામાં આવી ? ક્યાં ક્યાં અને કોના કોનાઅધ્યક્ષપદે ? સાલ પણ દર્શાવશો ?

વિ. ક. : આજ પર્યન્ત આઠ ભાષા સાહિત્ય પરિષદોયોજાઈ છે.

પહેલી વેમ્બલીમાં, સન 1979માં, બળવંત નાયકઅધ્યક્ષસ્થાને હતા. બીજી પરિષદ લેસ્ટર ખાતે મળેલી, 1983માં, જ્યારે દિવંગતભાનુશંકર ઓધવજી વ્યાસ અધ્યક્ષસ્થાને હતા. ત્રીજી પરિષદ મળી વેમ્બલી ખાતે 1988 દરમિયાન જ્યારે ડાહ્યાભાઈ પટેલ અધ્યક્ષસ્થાને હતા. ચોથી બર્મંિગમમાંસન 1991 વેળા મળેલી અને અધ્યક્ષસ્થાને હતા દિવંગત પ્રાણલાલ શેઠ. પાંચમીપરિષદ ફરી પાછી વેમ્બલીમાં સન 1994માં મળેલી અને ભીખુ પારેખ અધ્યક્ષસ્થાનેહતા. બ્રેડફર્ડમાં સન 2000 વેળા મેઘનાદ દેસાઈના અધ્યસ્થાને પરિષદ બેઠી હતી.લંડનના ઉત્તરીય પરાં ફિન્ચલી ખાતે, સન 2005માં દીપક બારડોલીકરનાઅધ્યક્ષસ્થાને સાતમી પરિષદ બેઠી હતી. અને તે પછી, છેલ્લી અને આઠમી પરિષદ સન 2009માં દક્ષિણ ઇંગ્લૅન્ડના ક્રૉયડનમાં નિરંજના દેસાઈની અધ્યક્ષતામાંસમ્પન્ન થઈ હતી.

દી.બા. : અકાદમીના ઉપક્રમે મુશાયરા, નાટક, કૃતિવાંચનસભા, વગેરે પણ યોજાતાં રહ્યાં હશે. અને પ્રકાશનો ? નોંધવા યોગ્ય વિગતો આપશો ?

વિ. ક. : બેલાશક. ગુજરાતી સાહિત્ય અકાદમીએછ પાઠ્યપુસ્તકો પ્રગટ કર્યાં છે. વેલિંગબરૉસ્થિત બીદ એન્ટરપ્રાઇઝીઝનાસાથમાં, મુંબઈસ્થિત નવભારત સાહિત્ય મંદિરેઆ પાઠ્યપુસ્તકો પ્રકાશિતકરેલાં. અને આચમનનામે ડાયસ્પોરિક સાહિત્યસંગ્રહની ચોપડી પણ અકાદમીએ આપ્રકાશન સંસ્થા વાટે પ્રકાશિત કરી છે. આ સંગ્રહનું સંપાદન અનિલભાઈ વ્યાસતથા રમણભાઈ પટેલે કરેલું.

દી.બા. : અહીંના સાહિત્યકારો વિશે તમારોઓપિનિયનશો છે ? એ લોકો ગુજરાતી સમાજ અને ગુજરાતી ભાષાને એકમેક સાથેસાંકળી રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકશે એમ તમને લાગે છે ?

વિ. ક. : હૂંફાળો. પરંતુ દરેક લેખક, કવિઅને લહિયો સાહિત્યકાર ન હોઈ શકે. કેટલાકને પોતાની મર્યાદાઓ પણ હોવાની. તેમછતાં, ભાનુશંકર ઓધવજી વ્યાસ, બળવંત નાયક, અંજુમ વાલોડી, ડાહ્યાભાઈ પટેલ, યોગેશ પટેલ, નિરંજના દેસાઈ, વિનય કવિ, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, ‘ખય્યામ’, મહેક ટંકારવી, સૂફી મનુબરી, અહમદ ગુલ, વલ્લભ નાંઢા, કુસુમ પોપટ, અનિલ વ્યાસ, પંચમ શુક્લ જેવાં જેવાં સાહિત્યકારોની કલમે વિલાયતી ઢોળ આવીમળ્યો છે. જ્યારે બીજાં અનેકોએ ચાનક દર્શાવી છે અને તેમાં જગદીશ દવે, ધીરજશુક્લ, શાંતશીલા ગજ્જર, રજનીકાન્ત ભટ્ટ, ટી. પી. સૂચક, ભાનુબહેન કોટેચા, રજનીકાન્ત જે. મહેતા, રમેશ પટેલ પ્રેમોર્મિ’, રમણભાઈ પટેલ, કદમ ટંકારવી, ફારૂક ઘાંચી, વનુ જીવરાજ, સિરાજ પટેલ, જિગર નબીપુરી, પ્રેમી દયાદરવી, મુલ્લા હથુરણી, ઉપેન્દ્ર ગોર, પ્રફુલ્લ અમીન, પંકજ વોરા અને ભારતી વોરાજેવાં જેવાં સોહે છે. વળી, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, ભદ્રા વડગામા, આશાબુચ જેવાં જેવાં ઝડપે આ જૂથમાં સહજ સામેલ થવાને થનગની રહ્યાં છે.

એ લોકો ગુજરાતી સમાજ અને ગુજરાતી ભાષાનેએકમેક સાથે સાંકળી રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકશે એમ સ્પષ્ટ દેખાતુંનથી. હું બહુ આશાવાદી નથી. ગુજરાતી સમાજની વાત છાંડીએ, ગુજરાતી ડાયસ્પોરિકસાહિત્યને ક્ષેત્રે એ દરેકનું તપ ઉમેરાય તો ય લાંબા અરસા સુધી, નાચ્યાકરવાનું જ મન થાય. આમાંનાં ઘણાંએ હજુ તે તરફની શક્તિ ખીલવવાની બાકી છે. તેદરેકને ઇચ્છાશક્તિનું આવું બળ મળજો !

દી. બા. : મેદાનમાં ઊતરેલા ઘણાસાહિત્યકારોનાં નામ તમે આપ્યાં, એમનામાંના કેટલાક ગ્રંથકાર પણ ખરા. આડાયસ્પોરિક ગ્રંથકારોના ગ્રંથો પુસ્તકોની કોઈ યાદી તમે રાખી છે ખરી ? − કેટલાક નોંધપાત્ર ગ્રંથોનાં નામ આપશો ?

વિ. ક. : હા. મોટા ભાગનાં પુસ્તકોવસાવ્યાં છે. ભાનુશંકર ઓધવજી વ્યાસ, બળવંત નાયક, યોગેશ પટેલ, દીપકબારડોલીકર, અદમ ટંકારવી, પન્ના નાયક, આદિલ મન્સૂરી, મધુ રાય, આનંદરાવલિંગાયત, હરનિશ જાની સરીખાં તપેશરીઓનાં પુસ્તકો છે. આ સૌ મારા માટે અગત્યનાઓજારો છે. આ ગ્રહમાળાનાં મણકા. તે દરેકનું તેજ પ્રકાશ પાથરતું રહ્યું છે.

દી. બા. : તમારા ઘરમાં, અકાદમીના ઉપક્રમેગુજરાતથી વિદ્વાનોની અવરજવર રહેતી હતી. તેમનું માર્ગદર્શન અકાદમીનીપ્રવૃત્તિમાં ઉપયોગી થયું હશે અને તેના પ્રકાશમાં તમે આયોજનો કર્યાં હશે એમહું માનું છું. આ સંદર્ભે તમે શું કહેશો ?

વિ. ક. : હા. આ દરેકનું માર્ગદર્શનઉપયોગમાં લેવાયું છે. જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં તેને કાર્યાન્વિત પણકરેલું છે. આથી અકાદમી, અકાદમીની પ્રવૃત્તિ તેમ જ વ્યક્તિ તરીકે હું રસકસેરસાયા, સમૃદ્ધ બન્યા અને વિકસ્યા.

દી. બા. : તમે એક વાર અકાદમીભવન બનાવવાની જાહેરાત કરી હતી. ફંડફાળા પણ થયેલા. એ મહત્ત્વાકાંક્ષી યોજના હાલ શી સ્થિતિમાં છે ?

વિ. ક. : સુપ્તાવસ્થાએ. ખેતર ખેડાયેલુંપડયું છે, પરંતુ આ અનાવૃષ્ટિના દિવસો છે. ચાસમાં જો ખાતર પૂરાય, પાણીનોસ્રોત જો આવી મળે, તો સોળ વલ્લી પાક ઊતરે તેમ છે ! ખેર ! તે દિવસનાઓરતામાં ય વીંટળાયેલો ભાળું !!

દી. બા. : તમે કોઈક આફ્રિકન દેશમાં અનેમુંબઈમાં પણ હતા. છેલ્લાં પાંત્રીસેક વર્ષથી લંડનમાં છો. આ ત્રણ દેશોનાઅનુભવો અને પત્રકારત્વ સાહિત્ય તરફ ક્યારે કેવા સંજોગોમાં વળ્યા એ વિશેકશું લખવા ધાર્યું છે ? ક્યારે લખશો ?

વિ. ક. : આફ્રિકે ટાન્ઝાનિયા હતો. થોડોકમુંબઈ રહ્યો. હાલ વિલાયત. આસામી સાહિત્યસ્વામી ભૂપેન હઝારિકાનું આ ગીત, અહીં, બંધબેસતું આવે :

આમી એક જાજાબૉર, આમી એક જાજાબૉર,

પૃથિબિ અમાકે અપૉન કોરેચય,

ભૂલયચી નિજેર ઘર

આમી એક જાજાબૉર, આમી એક જાજાબૉર.

(આવાર હું, હાં, આવાર હું / જમીન પે ચલતે, છલકતે, બહેતે / દરિયા કી ધારા હું / આવાર હું, હાં, આવારા હું …)

વણજારાની જેમ જીવન વીત્યું છે. તેનીરઝળપાટ જેમ બીજાને થઈ હોય તેમ હું ય તેનો માર્ગી. કાંઈ નવું નહીં. અને છતાંતેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે; ક્યાંક અલાયદા નિરીક્ષણો ય હોય આથીતો, ક્યારેક મેળ પડે તો લખવાનો મનસૂબો જરૂર. આંખ મીંચાય તે પહેલાં અક્ષરોમાંડવાના મનોરથ !!

દી.બા. : અહીંના સાહિત્યકારોની કલમ અમદાવાદી ખડિયામાં બોળાઈને લેખન કરી રહી છે એમ તમે નથી લાગતું ?

વિ. ક. : ક્યારેક લાગે છે કે તમે સાચા હશોકેમ કે હજુ એક પ્રધાન વર્ગ અહીં લખે કે ગુજરાતના પરિસરમાં, કોઈ ફેર પડતોહોય તેમ લગીર લાગતું જ નથી.

દી.બા. : ગમે એમ પણ અકાદમીએ નક્કર કાર્યોઘણાં કર્યાં છે. વળી, તમારા સાથી સાહિત્યકારોની સર્જન પ્રવૃત્તિ પછી તમનેશું લાગે છે ? બ્રિટનમાં આજે ગુજરાતી ક્યાં ઊભી છે ? શું તે અહીં યુરપમાંજીવી શકશે ? કેમ કે આજે તો છોકરાં આવું ગુજરાતી બોલે છે : ભજિયાં રેડી છે.ટૃાય ઇટ, બહુ નાઇસ છે.

વિ. ક. : એવા એક ચોખંભે કે જ્યાંથીગુજરાતીનો કેડો ધૂંધળો થતો લાગે છે. કોઈક રળ્યાખળ્યા ઓલિયા ગુજરાતી લિપિવાટે લખતા જરૂર હશે કેમ કે તેની કુમકે કમ્પ્યૂટર તથા ઇન્ટરનેટની સહાય હશે.ઘડીના છઠ્ઠા ભાગે જ તળ ગુજરાત સાથે, જગતમાં અહીંતહીં તે ઘૂમી વળતા હશે. આમ, મારી માદરી જબાનમાં લખનારા કોઈક વીરલા, એકલવીર, અહીં પણ હોવાના તેનીખાતરી.

ગુજરાતી શિક્ષણ માટે મને રળિયાત ચિત્ર વર્તાતું નથી.

દી.બા. : તમને નથી લાગતું કે આ પ્રલંબ પ્રવાસમાં એક અગત્યનું પગથિયું ચૂકી જવાયું છે ?

વિ.ક. : કયું પગથિયું ?

દી.બા. : બ્રિટનમાંના ગુજરાતી ડાયસ્પોરાનીભાષાકીય વાસ્તવિક જરૂરિયાતનું પગથિયું. ભાષાનાં સ્વરૂપ પ્રદેશની આબોહવા, માહોલ અને મુખ્ય ભાષાપ્રવાહનો સ્પર્શ ઘડે છે એ હકીકત અહીંની ભાષાકીયપ્રવૃત્તિમાં ભૂલી જવામાં આવી છે. અહીંનો આવતી કાલનો ગુજરાતી અમદાવાદનીગુજરાતી નહીં બોલી શકે, લખી-વાંચી શકે. તમારું શું માનવું છે ?

વિ. ક. : આ પગથિયું જ હાંફ ચડાવી જાયતેવું છે ! તળ ગુજરાતમાં બોલાતું આજનું ગુજરાતી પણ અહીં બહોળા વર્ગને આજેઅઘરું પડતું હોય તેમ લાગે છે. ત્યાં પણ પાતળી પરિસ્થિતિ દેખા દે છે; અનેજોડાજોડ અહીં પણ. છેવટે, ભાષામાં ય પરિવર્તન આવવાનું છે. આપણે નવનવ સૈકાથી આજોતા, વાંચતા રહ્યા છીએ જ ને ? દોસ્ત, અહીં પરિઘે તો ભારે ઘસાતું ચિત્રરહેવાનું છે. અને તે કુદરતનો સહજ ક્રમ છે. આફ્રિકાના મુલકોનો આવો અનુભવ મેંદીઠો છે. પાકિસ્તાનનો અનુભવ તમે જાણો છો. વિલાયત સમેત યુરપ અને અમેરિકામાંહળવે હળવે સૂરજ આથમતો જવાનો છે તે વાત નક્કી.

ભાષાને વેપારવણજનો, સાંસ્કૃિતક અવસરોનોસક્રિય હૂંફટેકો રહ્યો હોત, તો કદાચ પરિસ્થિતિ પોરસાવનારી બની શકી હોત.તમારા અને મારા મિત્ર ચંદ્રકાન્ત બક્ષીને આ એક અરસાથી વર્તાતું રહેલું અનેતે મિષે એમણે હયાતી વેળા લખ્યા કરેલું. ખેર !

દી. બા. : ગાંધીવાદમાં ફક્ત માનો છો કે શ્રદ્ધા ધરાવો છો ? − ગાંધીવાદમાં જીવનસાફલ્ય જેવું કશું લાગે છે ખરું ?

વિ. ક. : દોસ્ત, મને વાદમાં રસ નથી, ‘વિચારમાં રસ છે, શ્રદ્ધા છે. ગાંધીવિચારનું મને બચપણથી આકર્ષણ રહ્યું છે.વય સાથે તેની પાકટતા વિકસી છે અને વિસ્તરી પણ છે. અહીં છંદની પણ વાતકરતો નથી, પરંતુ નકરા વિચારની જ તરફદારી માંડી છે.

જીવનસાફલ્ય’, ભાઈ, બહુ મોટી વાત છે.વિચારની એરણે મારી સોય ટીપાયા કરે, તેવો રાગ છેડયા કરું છું. થાય એટલુંકરવું. ટૂંકામાં, મારે તો એક ડગલું બસ થાય !

દી. બા. : હવે એક અંગત પ્રશ્ન. તમે વિપ્ર છો. અમારાં કુંજબહેન જૈન છે. તમારો આ મેળમિલાપ શી રીતે થયો ? સાંસારિક જીવન સુખી તો છે ને ?

વિ. ક. : અમારું પ્રથમ મિલન કૉલેજમાંથયું. બંને એક જ કૉલેજમાં મુંબઈની વિલ્સન કૉલેજ. એ પરિચય ફોર્યો અનેપરિણયમાં પરિણમ્યો. આ જીવન સુખને જ માર્ગે છે. હવે સંધ્યાકાળે, પાછળ નેજવુંકરી લઉં છું તો રાજીપાના ઓડકાર આવ્યા વિના રહેતા નથી. હા, ક્યારેકઝાંખરાં, ડાળાં, રાની પશુઓના રંજાડ નડયા અડ્યા, પરંતુ હિમ્મતે મરદા તોમદદે ખુદાનો ઘાટ અનુભવતા આવ્યાં છીએ. આવું બહુધા દરેકને અનુભવવા મળ્યું જહોય, તો અમે ક્યાંથી પર હોઈએ ?

દી. બા. : ગુજરાતી ડાયસ્પોરાને કંઈક સૂચન કરવાનું પસંદ કરશો ?

વિ. ક. : બે-અદબી માફ કરજો, પણ અબીહાલ વાંચ્યું એક કથાનક અવતરણરૂપે ટાંકવાની ધૃષ્ટતા કરું છું :

તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્યવિષ્ણુગુપ્ત ચાણક્યએ ત્રણ શિષ્યોનું ગુરૂકુળનું સત્ર પૂર્ણ થતાં પરીક્ષાલેવાનું નક્કી કર્યું. કૌટિલ્ય અર્થશાસ્ત્રનામના રાજનીતિવિષયક ગ્રંથનારચયિતા કૌટિલ્ય વ્યવહારિક જ્ઞાનને વિશેષ મહત્ત્વ આપતા હતા. જીવનભર અકંિચનબ્રાહ્મણ રહેલા કૌટિલ્યએ પોતાના શિષ્યો વ્યક્તિત્વને આગવી રીતે ઘડવાનોપ્રયાસ કર્યો.

આચાર્ય વિષ્ણુગુપ્તે પોતાના ત્રણેશિષ્યોને વાંસની ટોપલી આપી અને કહ્યું કે આમાં પાણી ભરીને લઈ આવો. એ પાણીથીમારે ગુરુકૂળમાં સફાઈ કરવી છે.

આચાર્યની આજ્ઞા સાંભળીને શિષ્યો વિચારમાંપડી ગયા. વાંસની ટોપલીમાં પાણી ભરીને લાવવું એ તો અસંભવ હતું. ગમે તેટલુંપાણી ભર્યું હોય, તો પણ એનાં છિદ્રોમાંથી નીકળી જાય. ગુરુની આજ્ઞાશિરોધાર્ય માનીને શિષ્યો નદીને કિનારે ગયા ખરા, વાંસની ટોપલીમાં પાણી ભરીનેલાવ્યા, પણ પાણી તો બઘું એ ટોપલીમાંથી બહાર નીકળી ગયું.

એક શિષ્યને પોતાના ગુરુ પ્રત્યે અગાધનિષ્ઠા હતી અને તેથી જ એ વારંવાર ટોપલીમાં પાણી નાખવા લાગ્યો. એ મનમાંવિચારતો હતો કે ગુરુદેવે આપેલી આજ્ઞાની પાછળ કોઈ મર્મ હશે. એ મર્મ પામવોજોઈએ. માત્ર નિરાશ થયે કશું ન વળે.

આ રીતે સવારથી સાંજ સુધી એ વાંસનીટોપલીમાં પાણી ભરતો રહ્યો અને ધીરે ધીરે એ વાંસ ફૂલતાં ટોપલીમાંનાં છિદ્રોબંધ થઈ ગયાં. પરિણામે સાંજે એ ટોપલીમાં પાણી ભરીને આચાર્ય વિષ્ણુગુપ્ત પાસેઆવ્યો. આ મહાન આચાર્યએ આ જોઈને પોતાના અન્ય શિષ્યોને કહ્યું, ‘મેં તમનેઅશક્ય લાગે તેવું કાર્ય સોંપ્યું હતું, પરંતુ એને શક્ય કરવા માટે વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસની જરૂર હતી. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળથીઅશક્ય લાગતું કાર્ય પણ શક્ય બને છે અને તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે હંિમતહારવી જોઈએ નહીં.

ગુજરાતી ડાયસ્પોરાના બંકાઓને આથી વિશેષશું કહી શકાય ? લહિયાઓ પોતાની કલમ સતત ઘસ્યા કરે; તેમ જો બને તો તેનેપરિણામે કલમીનો ફાલ મોહરશે તેવી શ્રદ્ધા છે. આવા આવા કલમીઓ વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસ કર્યા કરે તો તે લેખક, કવિ થાય પણ ખરા. સખત પરિશ્રમઅને દ્રઢ સંકલ્પબળ હોય, અભ્યાસ અને અધ્યાસ પણ હોય તો તે સાહિત્યકાર પણ બનીજાય. અને પછી તળને અને બૃહદ્દને ઝળાંહળાં કરી જાય તેમ પણ બને.

હેરૉ, 10 એપ્રિલ 2012

હેરૉ, 14 મે 2012

(સૌજન્ય: ફેસબૂક શ્રી વિપુલ કલ્યાણી)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: