Posted by: bazmewafa | 12/22/2013

ગઝલ:કવિનુ સ્વપ્ન સમજું છું….શેખાદમ આબુવાલા

કવિનુ સ્વપ્ન સમજું છું….શેખાદમ આબુવાલા

ખીલેલાં ફૂલને હું તો કળીનું સ્વપ્ન સમજું છું,

ને તારા બાગને માલણ કવિનું સ્વપ્ન સમજું છું.

 

બનાવે લોહીને લાવા ને અરમાનોને અંગારા,

મુહબ્બતને છતાંયે હું ચાંદનીનું સ્વપ્ન સમજું છું.

 

ફકત એકજ ઝલક ને જિંદગી ભરની પરેશાની,

હું આ તારી નજરને વીજળીનું સ્વપ્ન સમજું છું.

 

નિહાળ્યા બાદ ઇર્ષાનું કારણ મળ્યું ગુલાબો ને,

હું તારા ગાલને નમતા રવિનું સ્વપ્ન સમજું છું.

 

દિવસ ને રાત સ્મિત વરસાવતા આ હોઠને તારા,

ગુલાબોની મુલાયમ પાંખડીનું સ્વપ્ન સમજું છું.

 

કરું સરખામણી કઈ રીતે ઉપમાં નથી જડતી,

હું તારી કામ્ય કાયાને પરીનું સ્વપ્ન સમજું છું.

જર્મની1958

(સૌજન્ય:દીવાન-એ-આદમ પૃ.87)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: