Posted by: bazmewafa | 12/17/2013

ગઝલ:મોસમ નહીં રહે…..મરીઝ

મોસમ નહીં રહે…..મરીઝ

જ્યારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,

મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.

 

નિર્ભર પ્રસંગો પર છે જીવન ભરનો કારભાર,

સુખની શી વાત?દુ:ખ અહીં કાયમ નહીં રહે.

 

બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,

એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.

 

એ બહાને એની સાથે કરી લઉં છું વાત ચીત,

છો ના કબૂલ થાય અરજ કમ નહીં રહે.

 

વર્તમનને ન ઘડ તું ભાવિના આશરે,

આજે છે જેવી કાલ એ આલમ નહીં રહે.

 

એ જાણતા નથી, બહુ મોડું થઈ ચુક્યું,

એ આવશે મરીઝ અહીં દમ નહીં રહે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: