Posted by: bazmewafa | 10/21/2013

માહે સપ્ટે 2013નો તરહી કલમી મુશાયેરો….બઝમે વફા

માહે સપ્ટે 2013નો તરહી કલમી મુશાયેરો….બઝમે વફા

 

તરહી કલમી મુશાયેરાની હાર માળામાં માહે સપ્ટે 2013ની તરહી ફૂલ દાનીમાં આપના સુશોભિત ગઝલ પૂષ્પો માટે આભાર અને આનંદની લાગણી અનુભવું છું.ગઝલ તો હું લખુંના કવિ મિત્રોએ જે આનંદ વિભોર સાથ અને સહકારઆપ્યો છે એનાથીબઝમેવફાપરિવાર કૃતજ્ઞતા અનુભવે છે.

અશા છે કી આપણાં આગળના તરહી ગઝલ પ્રવસમાં આવોજ સહકાર મળી રહેશે,

આપણી રચનાઓ છંદ બધ્ધ રહે અને સાર્થ જોડણીની પરંપરાને વળગી રહે એ બધી આપણી અંગત અને નૈતિક, જવાદારી છે.આટલી બધી ગઝલોની જોડણી કે છંદ ચકાસવું એ જરા કઠિન કાર્ય છે..

પ્રિય મિત્ર ભાઈ શ્રી ચિરાગ ઝા ઝાઝીએ પરિશ્રમ લઈ આ યોજનાને જે રીત  સફળ બનાવી રહ્યા છે-તે બદલબઝમેવફાએમનું આભારી છે

સપ્ટે.2013મા મહિના માટે તઝમીન માટે કલમ કસવાનું આમંત્રણ હતું.

તઝમીન એટલે શું?

 તઝમીન એટલે કોઇને પોતાના શરણમાં લેવું અથવા બે મિસ્રા(કડીઓ) પર પોતાના ત્રણ મિસ્રા ઉમેરવા.

 કોઇ આખી ગઝલ લઇને તઝમીન કરો,કે કોઇ શાયરની ગઝલના વધુ ગમતા એક,બે અથવા વધારે શેરો લઇનેઅથવા આખીને આખી ગઝલ પર તઝમીન કરી શકાય છે.

 તઝમીન કરનાર શાયર પોતાના ત્રણ મિસ્રા એ રીતે ઉમેરે જે મૂળ ભુત શેર ના પ્રથમમિસ્રા પ્રમાણે એનો રદીફ અને કાફિયા વજન (બહર) સહિત સંપૂર્ણ સચવાવો જોઇએ.

 મત્લાઅનીતઝમીન આસાન છે. કારણ્કે એમાં બન્ને મિસ્રામાં કાફિયા અને રદીફ નિયતછે.તેને બંધ બેસતા કાફિઇયા લઇ ત્રણ મિસ્રા ઉમેરવાના હોય છે. આ મિસરા જોડતીવખતે મૂળ શેર ના ભાવ,વિચારોઅને સંદેશને અનુરૂપ ત્રણ મિસ્રા કહી તેને વધુ દ્રઢકરી એક નવોજ ઓપ આપવાનો હોય છે.અને એનાથી મૂળ શેરની ખૂબસુરતી અને નિખારમાંવધારો થવો જોઇએ. તઝમીનમાં મત્લાકે મત્લાએ ઉલાનાં શેર કે શેરો સિવાયના શેરકે શેરો પર તઝમીન કાળજી માંગી લે છે.

પહેલા મિસ્રાપર તઝમીની મિસ્રાલગાવવાની જગ્યાએ બીજા મિસરા પર તઝમીન કરી દેવાય.આ રીતે કરવું યોગ્ય છે કેનહિ કોઇ પિંગળ પંડિત જણાવી શકે. તઝમીનમાં મૂળ શેર ઉપર લગાવેલ ત્રણ મિસરાઓ એશેરમાં ઓત પ્રોત થઇ ગયા હોય કે ,એવું લાગે આ પંચ પદી મૂળ શાયરેજ કરેલછે.સાંધણ છે એવું મહેસૂસ થતાં રોકવું જરૂરી છે.

 ઉદાહરણ ખાતર જ.રાઝ નવસારવી અને જ.આશિત હૈદ્રાબાદીએ આપેલાં એક એક શેરની તઝમીન માણી લઇ એં. તઝ્મીન: _સૈયદ રાઝનવસારવી. છે

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.

હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી….સીરતી

 

 મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.

થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી

 દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.

હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી(સૈયદ રાઝનવસારવી)

 

મર્હુમ સીરતી સાહેબનો આ મત્લાનો શેર હોય ,

એમાં તઝમીન કારે એ શેરમાં કહેલ રદીફ અને સમાંતર કાફિયા લેવા પડયો છે.

 

મને એક ખ્યાલ થઇ બેઠો હસીને હું હસાવું છું

ખબર એ ના રહી છાનું રડાતું જાય છે નિત્યે.(ડૉ.બટુક રાય પંડ્યા)

 

તઝમીનઆશિત હૈદરાબાદી

કોઇ મુરશિદ ફકીરોને ચરણ મસ્તક નમાવું છું,

કદી રંગાઈ જઇને નવી રંગત જમાવું છું

અનોખા સ્વપ્નની એવી અલગ દુનિયા વસાવું છું

મને એક ખ્યાલ થઇ બેઠો હસીને હું હસાવું છું

ખબર એ ના રહી છાનું રડાતું જાય છે નિત્યે.

 

ગઝલમાં જાય છે નિત્યે એ તુકાંત(રદીફ) છે.અને રડાતુંનો તું વાદી કાફિયામાંઆવે છે.જયારે આ શેર પર તઝમીન કરી ત્યારે જ.આશિત હૈદરાબાદી પ્રથમા મિસરાનાછું ને રદીફ બનાવ્યો અને હસાવું પર વજન આધારિત કાફિયા સર્જ્યો.નમાવું,જમાવું,વસાવું.એમાં વું વાદી કાફિયા બન્યો. કોઇને અલગ રીતે રદીફ, કાફિયા કરવો હોય તો હું હસાવું છું ને રદીફ તરીકે લઈ હસીને શબ્દના વજન પરકાફિયા સર્જી તઝ્મીન કરી શકે છે.

 

શ્રી અમૃત ઘાયલના એક શેર(બે મિસરા) પર તઝમીન:મુહમ્મદઅલી વફા

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,

પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા. —-અમૃત ઘાયલ

 

એ બદ દુઆઓ માગવા મંદિર સુધી ગયા!

ભેગા કરી કંટક બધા પતઝડ સુધી ગયા!

મારી હસી ઊડાવવા ઘરઘર સુધી ગયા!

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,

પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા. (મુહમ્મદઅલી વફા) 22માર્ચ2007

 

જ.આદિલ મન્સૂરી ની એક ગઝલ ના બે શેર પર તઝમીન—***મુહમ્મદઅલી વફા

 

1- દિલ મા તમારી યાદ ના પગલાં રહી ગયા,

ઝાંકળ ઊડી જોને ગયું ડાઘાં રહી ગયા, —- આદિલ મન્સૂરી

 

તૂટેલ સાઝોને કદી જોતા રહી ગયા

નિજ દુ:ખ દર્દોને અમે ગાતા રહી ગયા

તૂટેલ ડાળીઓ ઉપર ટહુકા રહી ગયા

દિલ મા તમારી યાદ ના પગલાં રહી ગયા,

ઝાંકળ ઊડી જોને ગયું ડાઘાં રહી ગયા,

2- કંઇ કેટલું કહેવું હતું બોલી શક્યા નહી

ગંગા સુધી પહોંચ્યા છતાં પ્યાસા રહી ગયા, —- આદિલ મન્સૂરી

 

શબ્દો તણાં ઢાંકણ અમે ખોલી શક્યા નહી

ને લાગણીના જામ પણ ઢોળી શક્યાં નહીં

દિલની કલમ ને અશ્રુમાં બોળી શકયા નહી

કંઇ કેટલું કહેવું હતું બોલી શક્યા નહી

ગંગા સુધી પહોંચ્યા છતાં પ્યાસા રહી ગયા,

 

સપ્ટે.2013નાં કલમી મુશાયેરાના તરહી દૌર માને નીચે મુજબનાં 4 શાયરોના4શે’ર પર તઝમીન કરવા ‘ગઝલ તો હું લખું’ના મિત્રોએ  કલમ કસી છે.

 

[01]-સૈફ પાલન પુરી

જિવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી

બહુ ઓછાં પાના જોઈ શક્યો,બહુ અંગત અંગત નામ હતાં..

 

[02]-રતિલાલ અનિલ

પ્રણયના પંથ પર કયારેક લહેરાતો હતો પાલવ

નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો

 

[03]-મનોજ ખંડેરિયા

જવું કયાં જવાના સવાલો નડે છે.

જગાએ જગાના સવાલો નડે છે

 

[04]-બેફામ

બેફામતોયે કેટલું થાકી જવું પડ્યું ?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

================================

(1)અશોક જાની 

[01]-સૈફ પાલન પુરી

સાચી ખોટી ખાધી તે કસમોની યાદી જોવી હતી,

આજ લગી જે કીધા તે કરમોની યાદી જોવી હતી,

જાણ્યા કે ના જાણ્યા એ મરમોની યાદી જોવી હતી,

જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી

બહુ ઓછાં પાના જોઈ શક્યો,બહુ અંગત અંગત નામ હતાં..

 

[02]-રતિલાલ અનિલ

તમારી આંખથી માણ્યો હતો તે મખમલી આસવ,

સતત ઘોળાઇ અંતરમાં તે મનની રેશમી અવઢવ,

કોઇ ભ્રમણા સમો સંભળાયોતો તે પ્રેમનો પગરવ,

પ્રણયના પંથ પર કયારેક લહેરાતો હતો પાલવ,

નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

 

[03]-મનોજ ખંડેરિયા

થવું શું થવાના સવાલો નડે છે,

કરું તો કર્યાના સવાલો નડે છે,

મળું તો મળ્યાના સવાલો નડે છે,

જવું કયાં જવાના સવાલો નડે છે.

જગાએ જગાના સવાલો નડે છે.

 

[04]-બેફામ

કર્મોને છેતરીને લ્યો નાસી જવું પડ્યું,

ઇચ્છાને નામે કેવું તરસી જવું પડ્યું

અહીંનું હતું તે અહિંયા આપી જવું પડ્યું

બેફામતોયે કેટલું થાકી જવું પડ્યું ?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

====================================

(2)તઝમીન- પ્રવીણ શાહ દ્વારા

 

જતા-આવતાના સવાલો નડે છે,

નથી પૂછતાના સવાલો નડે છે,

ઘણાંને ઘણાંના સવાલો નડે છે,

જવું કયાં જવાના સવાલો નડે છે.

જગાએ જગાના સવાલો નડે છે…..મનોજ ખંડેરીયા.

 

તઝમીન-

હૃદયને દરદના સવાલો નડે છે,

દરદને દુઆના સવાલો નડે છે,

દુઆને જહાંના સવાલો નડે છે,

જવું કયાં જવાના સવાલો નડે છે.

જગાએ જગાના સવાલો નડે છે……મનોજ ખંડેરીયા.

 

(3)તઝમીન- કૌશલ સુથાર

 

[2]..રિતલાલ અિનલ

તમારાઆંસુથી તો ખૂબ ભીંજાતો હતો પાલવ,

પછી રુદનનાં અર્થોમાં જ અટવાતો હતો પાલવ,

અનુભવ જિંદગીના ઘણાં કેતો હતો પાલવ,

 પર્ ણયના પંથ પર ક્યારેક લહેરાતો હતોપાલવ,

 નજર સામે હવે મૃગજળ રુપે દેખાય છે રસ્તો.

તઝમીન- કૌશલ સુથાર

 

[3]…મનોજ ખંડેરિયા

દળું તો દળ્યાના સવાલો નડે છે,

રળું તો રળ્યાના સવાલો નડે છે,

ફરું તો ફર્યાના સવાલો નડે છે,

જવું ક્યાં જવાના સવાલો નડે છે,

જગાએ જગાના સવાલો નડે છે.

તઝમીન- કૌશલ સુથાર

 

[4]…બેફામ

આવ્યા તમે ને આંસુને નાસી જવું પડ્યું,

જીવનમાં લખ્યું નિહ તોયે વાંચી જવું પડ્યું,

ચાલ્યું ચલાયું ના ને હાંફી જવું પડ્યું,

બેફામતોયે કેટલું થાકી જવું પડ્યું ?

નિહ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

 

(4)તઝમીન-ચૈતાલી જોગી

 

—-બેફામ

સાથે હતી ખુશી છતાં આમ રડવું પડ્યું,

એને ખુશ કરવા નજરથી હારવું પડયું,

જીવવું હતું છતાંય જાતે જ મરવું પડ્યું,

બેફામતોયે કેટલું થાકી જવું પડ્યું ?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

 

(5)તઝમીન-જગદીશ. પ્રજાપતી

  ‘બેફામસાહેબ…

દોડ્યા નથી બિલકુલ છતાં હાંફી જવું પડ્યું,

સઘળું અહીં છોડી પછી ખાલી જવું પડ્યું,

છે સત્ય આખર મોત એ માની જવું પડ્યું,

બેફામતોયે કેટલું થાકી જવું પડ્યું ?

નહિં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”.

 

 

(6)તઝમીન-મુહમ્મદઅલી વફા

 માહે સપ્ટે.2013નો તરહી કલમી મુશાયરો

 1-જ.સૈફ પાલનપુરીનાં એક શેરની તઝમીન.:

જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી

બહું ઓછાં પાનાં જોઈ શક્યો ઘણા અંગત અંગત નામ હતા

સૈફ પાલનપુરી

ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-ગાગા-લગા

અમને જે મળ્યા ખોટા ભરમોની યાદી જોવી હતી

બોલાયેલા હોઠ થકી શબ્દોની યાદી જોવી હતી

લાગેલા આ હૈયા પર રંજોની યાદી જોવી હતી

જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી

બહું ઓછાં પાનાં જોઈ શક્યો ઘણા અંગત અંગત નામ હતા

……….મુહમ્મદઅલી વફા

2-શ્રી રતિલાલ અનિલના એક શેર પર તઝમીન:

પ્રણયના પંથ પર કયારેક લહેરાતો હતો પાલવ,

નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

…. –રતિલાલ અનિલ

લગાગાગા- લગાગાગા – લગાગાગા- લગાગાગા

અમારી યાદની રાતે જગમગાતો હતો પાલવ

કદી સપના તણી ભીંત પર ફેલાતો હતો પાલવ

અને ખુશ્બૂ તણાં જામ મહિ ઘોળાતો હતો પાલવ

પ્રણયના પંથ પર કયારેક લહેરાતો હતો પાલવ,

નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

. ……….મુહમ્મદઅલી વફા

(3)શ્રીમનોજ ખંડેરિયાનાં એક શેર પર તઝમીન.

જવું કયાં જવાના સવાલો નડે છે.

જગાએ જગાના સવાલો નડે છે.

મનોજ ખંડેરિયા

લગાગા-લગાગા-લગાગા-લગાગા

 

હવેતો મઝાના સવાલો નડે છે

પ્રણયની કથાના સવાલો નડે છે

અમારી વફાના સવાલો નડે છે

જવું કયાં જવાના સવાલો નડે છે.

જગાએ જગાના સવાલો નડે છે.

……….મુહમ્મદઅલી વફા

(4)જ.બરકત વીરાણી બેફામનાં એક શેર પર તઝમીન.

બેફામતોયે કેટલું થાકી જવું પડ્યું ?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગા

 

ભર ઉંઘમાં હોવા છતાં જાગી જવું પડ્યું,

મંઝિલ સુધી પ હોંચતાં હાંફી જવું પડ્યું,

વ્હોરી સમયના બોજને ભાંગી જવું પડ્યું,

બેફામતોયે કેટલું થાકી જવું પડ્યું ?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

                              ………મુહમ્મદઅલી વફા

 

.(7)તઝમીનનો પ્રયાસ : ભાવેશ શાહ.

 

પહોંચી જવુંતું પ્રેમની ઘેરી અસર સુધી,

પહોંચી શકાયું નાં કદી તારી નઝર સુધી,

રસ્તો હતો સીધો સરળ તારા નગર સુધી, – ભાવેશ શાહ

———————————————

બેફામ” તોયે કેટલું થાકી જવું પડ્યું,

નહિ તો જિવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. – બેફામ

 

 

——

એવું લદાયું પીઠ પર, બેવડ જિવન વળ્યું,

યાદોનાં નામે એક ભારે પોટલું મળ્યું,

રસ્તો હતો એ જાણિતો અડચણ ન કઈ નડ્યું, …. ભાવેશ શાહ

બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું,

નહિતર જિવનનો માર્ગ છે ઘરથી કબર સુધી…. બેફામ

 

=========================================

 

(8)તઝમીન..ચિરાગ ઝા ઝાઝી

 

જનમથી જફાના સવાલો નડે છે

જગતમાં જકાના સવાલો નડે છે

જકાતી જહાના સવાલો નડે છે ……ચિરાગ ઝા ઝાઝી

જવું કયાં જવાના સવાલો નડે છે.

જગાએ જગાના સવાલો નડે છે ….. મનોજ ખંડેરિયા

 

**(જકા = પૈસો)

 

(9)તઝમીન..રાહુલ શાહ

 

બેફામ” તોયે કેટલું થાકી જવું પડ્યું,

નહિ તો જિવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

 

બેફામ

 ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા, – મુઝારિઅ અખ્રબ

 

આ વાત જાણવા દુર છાંડી જવું પડ્યું,

કેડે, કહી તે વાત માં માની જવું પડયું,

ઈશ્વર ને પામવા તો, લે હાંફી જવું પડયું,

 

બેફામ” તોયે કેટલું થાકી જવું પડ્યું,

નહિ તો જિવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

 દુર = નિંદા, નિષેધ – છાંડી = તજવું .

(10)બેદાર લાજપુરી

1-જ.બરકત વીરાણી બેફામનાં એક શેર પર તઝમીન

તારા પ્રણયમાં મનથી તો ભાંગી જવું પડયું

કડવા જીવનના વેણ ને સાંખી જવું પડયું

ઘરબાર છોડી વન ભણી ચાલી જવું પડયું

 બેફામ તોયે કેટલું થાકી જવું પડયું

નહીતો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુઘી.

2-શ્રી રતિલાલ અનિલના એક શેર પર તઝમીન:

અનોખારંગ રૂપે જગમાં દેખાતો હતો પાલવ

 મુહબ્બતની મહક લઈને જે ફેલાતો હતો પાલવ

 દીવાદાંડી સમો અમને જે દેખાતો હતોપાલવ.

 પ્રણયના પંથ પર ક્યારેક લહેરાતો હતો પાલવ

 નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો

(3)શ્રીમનોજ ખંડેરિયાનાં એક શેર પર તઝમીન.

 

ગુલાબી મજાના સવાલો નડે છે

કરેલી ખતાના સવાલો નડે છે

પ્રણય માં પિતાના સવાલો નડે છે

 

જવું ક્યાં જવાના સવાલો નડે છે

 જગાને જગાના સવાલો નડે છે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: