Posted by: bazmewafa | 10/17/2013

પ્રથમ આલિંગન….દિવ્યભાસ્કર ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013.. શબ્દધર્મ

પ્રથમ આલિંગન….દિવ્યભાસ્કર

આમ, તો વિક્રમસિંહને ગામમાં થતા એ ગરબામાં જોવા જેવું કંઇ લાગતું નહી. પણ કહે છેને કે ગરબામાં કોઇ પણ સ્ત્રી હોય એના કરતાં પણ વધુ ખુબસુરત લાગે છે એટલે વિક્રમસિંહ ગરબા જોવા જતો. સૌરાષ્ટ્રના એ નાના ગામમાં સામાજીક બંધનો ઘણા રહેતા કોઇ સ્ત્રી અપરિચિત પુરુષ સાથે કે પરિચિત પુરુષ સાથે પણ થોડો વધુ સમય વાત કરે તો એ ગામમાં સમાચાર બનતા આવા ગામમાં વિક્રમસિંહને ફાવતું નહી. એ રાજકોટની એક કોલેજમાં ભણતો હતો એનું ભણતરનું ત્રીજું અને યુવતીઓ સામે  તાકી રહેવાનું છઠ્ઠુ વર્ષ ચાલતું હતું. પિતાનો આગ્રહ ન હોત તો વિક્રમસિંહ ક્યારેય પોતાના ગામે આવત નહીં. વિક્રમસિંહનો બાપ મજબૂતસિંહ જાડેજા ગામના સરપંચ પદે હતો અને આખા ગામમાં એમની ભારે ધાક હતી. વિક્રમસિંહ બાપની સામે લાચાર હતો. બે દિવસ તો જેમ તેમ વીત્યા પણ ત્રીજા નોરતે એક એવી ઘટના બની કે જેથી વિક્રમસિંહ એના દિલ સામે લાચાર બની ગયો…

નવરાત્રિની એ ત્રીજી રાત હતી મેટેલિક વોઇસમાં ગામની સ્ત્રીઓ ગરબા ગાઇ રહી હતી અને નજીવા ભાડે લેવાયેલું લાઉડસ્પીકર એમના અવાજની કશિશને રફેદફે કરી રહ્યું હતું. હેલોજન લાઇટના પીળા અજવાળામાં ગામની સ્ત્રીઓ અને છોકરીઓ એકબીજાને તાણ કરીને ગરબામાં સંખ્યા વધારવાની કોશિષ કરી રહી હતી. મજબૂતસિંહનું ફરમાન હતું અને ગામની વર્ષોની પરંપરા હતી કે પુરુષો ગરબે રમતા નહી. અને મજબૂતસિંહની ધાક એવી હતી કે કોઇ પુરુષો કોઇ સ્ત્રી સામે લાંબો સમય તાકી રહેવાની હિંમત પણ કરતા નહી વિક્રમસિંહને હવે કંટાળો આવવા માંડ્યો હતો ત્યા એણે એને જોઇ…. સફેદ સાડી અને સફેદ બ્લાઉઝમાં એ તદ્દન અલગ તરી આવતી હતી રંગેબેરંગી ચણિયાચોળી અને સાડી પહેરેલી સત્રીઓમાં કોઇ સ્ત્રી તદ્દન સફેદ…. શોકના કપડાં પહેરીને આવે એ અજુગુતુ હતું વિક્રમસિંહે એના ચહેરા સામે જોયું … વિક્રમિસંહની એ ગંભીર ભૂલ હતી પણ વિક્રમસિંહની ઉંમરમાં પુરુષો એવી ગંભીર ભૂલો કરી બેસતા જ હોય છે.

એનો ચહેરો ગોળ હતો અને આંખો મોટી એની આંખોમાં અજબ નિર્દોષતા હતી. એની લીસી , ગૌર ત્વચા ચમકતી હતી એની ગરદન લાંબી હતી એણે સાડીનો છોડો એ રીતે વાળ્યો હતો કે પુરુષોની લોલુપ નજરથી બચી શકાય પણ વિક્રમસિંહની અનુભવી નજરે કયાસ કાઢ્યો કે એ ભરેલા બાંધાની હતી અને એની ઉમર લગભગ વીસ એકવીસ હતી આવી બાબતોમાં કોલેજમાં ભણતા છોકરાઓને પ્રેકટીસ ઘણી હોય છે એટલે એમનો અંદાજ ભાગ્યે જ ખોટો કરે છે વિક્રમસિંહ પણ એના અંદાજમાં સાચો જ હતો. તાત્કાલિક વિક્રમસિંહે એક બે મિત્રોને બોલાવીને એ સફેદ સાડીવાળી યુવતી વિશે પૂછપરછ શરૂ કરી . ટુંક સમયમાં  જ એમને માહિતી મળી ગઇ.

મીનાક્ષી….. હા, મીનાક્ષી નામ હતું એનું માત્ર બે મહિના થયા ગામમાં આવી હતી. અહીંની શાળામાં વિદ્યાસહાયક તરીકે કામ કરતી હતી એ હંમેશા સફેદસાડીમાં ફરતી હતી. એની જેની સાથે સગાઇ થઇ હતી એનું તાજેતરમાં જ મૃત્યુ થયું હતું. એના શોકમાં એ હંમેશા સફેદ સાડી પહેરીને ફરતી હતી. એ ગામમાં એક નાનું મકાન ભાડે રાખીને રહેતી હતી. અને કોઇની સાથે ખાસ હળતીમળતી નહોતી. પુરુષો અને યુવકોથી તો એ દૂરને દૂર જ રહેતી હતી એની માહિતી મળ્યા પછી વિક્રમસિંહની ઇંતેજારી ઓર વધી ગઇ… એણે મીનાક્ષીને ધ્યાનથી જોઇ એને લાગ્યું કે આ વખતે નવરાત્રિમાં ગામે બોલાવીને એના પિતાએ છૂપો ઉપકાર જ કર્યો હતો. થોડી જ મિનિટોમાં એને મીનાક્ષીની વધુ માહીતી પણ મળી ગઇ એ સુરેન્દ્રનગર બાજુના એક નાના ગામની હતી એનું આખુ નામ મીનાક્ષી સરવૈયા હતું પણ એ વિક્રમસિહને એની અટકમાં ઓછો અને એનામાં વધુ રસ પડી ગયો હતો.

કહે છેકે, જે તમે સાચા દિલથી ઇચ્છો છો તેને મેળવી આપવામાં ભગવાન પણ મદદ કરે છે. વિક્રમસિંહ માટે આવી મદદ છેક પંદરમાં દિવસે આવી તે દિવસે શનિવાર હતો ગામમાં સાંજે આવતી બસ નીકળી ગઇ હતી અને હજુ મીનાક્ષી બસ સ્ટેન્ડજ પર જ હતી. દર શનિવારે શાળા છૂટે એટલે ઘરનું કામ પતાવી મીનાક્ષી બસ આવવાના અડધો કલાક અગાઉ જ બસસ્ટેન્ડ પર આવી જતી .બસમાં બેસી એ રાજકોટ જતી અને ત્યાંથી સુરેન્દ્રનગર… પણ એ દિવસે ઘરના કામમાં મોડું થવાથી એ સમયસર નીકળી ન શકી અને બસ ઉપડી ગઇ . હવે એની પાસે બે જ રસ્તા હતા. કાં તો ઘરે પાછા ફરી રવિવારે નીકળવું અથવા ગામમાંથી કોઇ રાજકોટ જતું હોય એની રાહ જોવી. એ જ સમયે જીપ લઇને નીકળેલા વિક્રમસિંહની નજર મીનાક્ષી પર પડી અને એ જીપ ઉભી રાખીને નીચે ઉતર્યો અને તદ્દન સલૂકાઇથી, એકદમ સજ્જનને છાજે એ રીતે એણે પુછપરછ કરી મીનાક્ષીએ બસ જતી રહ્યાની વાત કરતા એણે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે યોગાનુયોગ એ રાજકોટ જ જઇ રહ્યો છે એણે પુછ્યું જો તમને વાંધો ન હોય તો હું તમને રાજકોટ છોડી દઉ. વિક્રમસિંહ ખાસો સોહમણો લાગતો યુવક હતો અને પાછો સરપંચનો પુત્ર એને ના પાડતા મીનાક્ષીની જીભ ન ઉપડી બલકે કહો કે હા કહેવાઇ ગઇ . રસ્તામાં વિક્રમસિંહે ઘણી શાલિનતાથી એની સાથે વાતો કરી. એના વિશે જાણવાની કોશિષ કરી. મીનાક્ષીએ પણ ખુલીને બધુ જણાવ્યું જોકે એમાંની ઘણી બધી બાબતો વિક્રમસિંહ અગાઉથી જ જાણતો હતો. છતા એણે એ દરેક બાબત પ્રથમવાર જ સાંભળતો હોવાનો આબાદ અભિનય કર્યો. ત્રીસ કિલોમીટરનો એ રસ્તો ક્યારે કપાઇ ગયો એની એ બંનેમાંથી કોઇને ખબર ન પડી.

સોમવારે જ્યારે મીનાક્ષી પરત ફરી ત્યારે શાળાએથી ઘરે જતાં રસ્તામાં અચાનક જ મળી ગયેલા વિક્રમસિંહને એણે ઘરે ચા પીવા આવાવનો વિવેક કર્યો વિક્રમસિંહે તત્કાળ આમંત્રણ સ્વીકાર્યું મીનાક્ષીની બનાવેલી ચા વિક્રમસિંહને તેણે આખી જિંદગીમાં પીધેલી સર્વશ્રેષ્ઠ ચા લાગી. લોકો ખોટા ચાની બ્રાન્ડનો આગ્રહ રાખે છે ચાની સાચી મિઠાશ તો ચા બનાવનાર પર આઘાર રાખે છે. ચા પીધા પછી મીનાક્ષીએ જણાવ્યું કે એ સાવ યુવાન પંદર સોળ વર્ષની હતી ત્યારે એને દ.ગુજરાતમાં આંબાની મોટી વાડી ધરાવતા સુરવીન સાથે એનો સંબંધ નક્કી થયો હતો. સુરવીનના પપ્પા અન મીનાક્ષીના પપ્પા વર્ષોથી ઓળખતા હોવાથી આ સંબંધ બંધાયો હતો. પણ છ મહિના પૂર્વે અકસ્માતમાં સુરવીનનું મૃત્યુ થયું હતું. એના શોકમાં એ સફેદ સાડી જ પહેરતી હતી મીનાક્ષીએ એને સુરવીનનો મઢાવેલો ફોટો બતાવ્યો. ફોટામાં દેખાતા યુવક સામે વિક્રમસિંહ જોઇ રહ્યો . તલવારકટ મૂછોવાળો એ યુવાન સરસ દેખાતો હતો. વિક્રમસિંહે એના અકાળે મૃત્યુ પર અફસોસ વ્યક્ત કર્યો અને જિંદગી તો ચાલતી રહે છે…એવું ચીલાચાલુ આશ્વાસન મીનાક્ષીને આપ્યું.

એ મુલાકાત પછી છ મહિનામાં મીનાક્ષી પંદરવાર રાજકોટની છેલ્લી બસ ચુકી ગઇ અને એ પંદરેયવાર રાજકોટનું કોઇ નીકળી આવતા જઇ રહેલા વિક્રમસિંહે એને લિફટ આપી. બારમી લિફ્ટ વખતે વિક્રમસિંહે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને મીનાક્ષીએ સ્વીકાર્યો.

ખાટલે માટી ખોડ હતી કે મજબૂતસિંહને સમજાવવા કેવી રીતે….વિક્રમસિંહે કહ્યુંકે પોરબંદર રહેતા રણમલ મેરનું વચન એના પિતા ઉથાપે નહી રણમલ આમ ઉંમરમાં નાનો હતો પણ એની ગેંગે ભારે ધાક જમાવી હતી રણમલ વિક્રમસિંહ કરતા દસેક વર્ષ મોટો હતો અને બંનેના કુટુંબો વચ્ચે વર્ષોથી સંબંધ હતો વળી રણમલને જો આ પ્રેમસંબંધની વાત ગળે ઉતારી શકાય તો કામ બનીજાય એક દિવસ સમય કાઢીને વિક્રમસિંહ પોરબંદર જઇ પણ આવ્યો એણે પાછા આવીને મીનાક્ષીને કહ્યું કે કામ થઇ ગયું છે. એ દિવસે પ્રથમ તો મીનાક્ષી ખુબ જ ખુશ થઇ અને કહ્યું કે લગ્નમાં રણમલભાઇને ખાસ બોલાવજો મારે એમને ખાસ પગે લાગીને આશિર્વાદ લેવા છે. વિક્રમસિંહે કહ્યું કે રણમલ મેર કોઇના  લગનમાં હાજરી આપે  એ જ મોટી ઘટના છે. પણ એમને આપણાથી લગનમાં  બોલાવાશે નહીં. મીનાક્ષીએ કારણ પુછયું પણ વિક્રમસિંહે સફાઇથી વાત ટાળી દીધી..મીનાક્ષી થોડી વારમાં ગંભીર બની ગઇ એણે વિક્રમસિંહને ક્હયું મારે તમને એક વાત કહેવાની છે. વિક્રમસિંહના ચહેરા પર કરચલીઓ ઉપસી આવી. મીનાક્ષીએ કહ્યું મારો કોઇની સાથે સંબંધ નક્કી થયો નથી. હું ભણતી હતી ત્યારે મારી સાથે ભણતી છોકરીઓના બોયફ્રેન્ડ હતા ત્યારે હું સુંદર દેખાતી હોવા છતાં મારે કોઇ બ્રોયફ્રન્ડ નહોતો. એટલે મે જમીનદારના પુત્ર સાથેના સંબંધ અને એના મોતની વાત ઉપજાવી કાઢી હતી. અને સફેદ વસ્ત્રોમાં હું સુંદર દેખાતી એટલે મને કાયમ સફેદ વસ્ત્રો પહેરવાનું બહાનુ મળી જતું વિક્રમસિંહે પછયું તો પછી પેલો ફોટો….. મીનાક્ષીએ કહ્યું ઓહ એ ફોટો તો હું રાજકોટના કોઇ સ્ટુડિયોમાંથી લાવી હતી અને પછી મે મઢાવી લીધેલો વિક્રમસિંહની આંખોમાં તોફાન અને મોં પર હાસ્ય આવ્યું એકાએક મીનાક્ષીએ પુછ્યું તમે મારી વાતને સાચી માની નહોતી ને… વિક્રમસિંહે કહ્યું ના… જ્યા સુધી મે એ ફોટો ન હોતો જોયો ત્યાં સુધી મે તારી તમામ વાતને લગભગ સાચી જ માની લીધેલી .

મીનાક્ષીએ આશ્ચર્યથી પુછ્યું કેમ.. શુ છે ફોટોમાં….

વિક્રમસિંહે ઠંડકથી જવાબ વાળ્યો એ ફોટો એક પરિચિતનો છે. એમની યુવાનાની સમયનો.. મીનાક્ષીએ પુછ્યું કોનો છે વિક્રમસિંહે જવાબ આપ્યો… એ ફોટો રણમલ મેરનો છે. એ રાજકોટ કોલેજમાં ભણતા હતા ત્યારે એમણે પડાવેલો. મીનાક્ષીને શુ બોલવુ એ સમજાયું નહી પરંતુ શું કરવું એ સમજાયું….. એણે વિક્રમસિંહને વળગી પડી જાણે એ કયારે ય જુદી થવા માંગતી ના હોય તેમ.  એ બંનેનું એ પ્રથમ આલિંગન હતું

http://www.divyabhaskar.co.in/article/GUJ-blog-of-the-week-pranav-golwelkar-first-hug-4405031-PHO.html?LHF=

\.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: